કેવી રીતે ખોવાયેલ અથવા ભુલાઇ ગયેલો સાંકેતિક શબ્દ રીસેટ કરવો

તમે તમારા એકાઉન્ટનો પ્રવેશ ક્યારેય ખોવાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે એક સચોટ અને અપ-ટુ-ડેટ ઈમેલ એડ્રેસ અને/અથવા ફોન નંબર એ શ્રેષ્ઠ પગલું છે. એક ક્ષણ લો અને સુનિશ્ચિત કરો કે તમે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ એડ્રેસ અને/અથવા ફોન નંબર અપ-ટુ-ડેટ છે.

તમે લોગ ઈન થયેલા હોવ ત્યારે કેવી રીતે તમારો સાંકેતિક શબ્દ બદલવો

 1. તમારા લોગીન થયેલા એકાઉન્ટમાંથી, નેવિગેશન બારમાં વધુ   આઈકોન પર ક્લિક કરો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
 2. એકાઉન્ટ ટેબમાંથી, સાંકેતિક શબ્દ પર ક્લિક કરો.
 3. તમારો વર્તમાન સાંકેતિક શબ્દ દાખલ કરો.
 4. તમારો નવો સાંકેતિક શબ્દ દાખલ કરો.
 5. સેવ કરો પર ક્લિક કરીને તમારા ફેરફારો સેવ કરો.

Note: જો તમે લોગ ઈન કરી શકો છો પરંતુ તમારો સાંકેતિક શબ્દ યાદ ના રાખી શકતા હોવ તો, તમે સાંકેતિક શબ્દ સેટિંગ્સ પેજ પરથી પોતાને સાંકેતિક શબ્દ રીસેટ ઈમેલ મોકલી શકો છો.

તમને પોતાને ઈમેલ દ્વારા કેવી રીતે સાંકેતિક શબ્દ રીસેટ મોકલવું

 1. twitter.com, mobile.twitter.com પર અથવા iOS અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન માટે Twitter પર સાઈન ઈન પેજ પરથી સાંકેતિક શબ્દ ભુલી ગયા? ક્લિક કરો
 2. તમારું ઈમેલ એડ્રેસ, ફોન નંબર અથવા Twitter વપરાશકારનું નામ દાખલ કરો. જો તમારી પાસે તમારા ફોન નંબર સાથે સંકળાયેલા બહુવિધ એકાઉન્ટ્સ છે તો, તમે આ પગલાં દરમિયાન તમારા ફોન નંબરનો ઉપયોગ કરી શકતા નથી.
 3. તમે જ્યાં સાંકેતિક શબ્દ રીસેટ ઈમેલ પ્રાપ્ત કરવા માંગતા હોવ તે ઈમેલ એડ્રેસ પસંદ કરો.
 4. તમારું ઈમેલ ઇનબોક્સ તપાસો. Twitter તાત્કાલિક તમારા એકાઉન્ટના ઈમેલ એડ્રેસ પર એક સંદેશ મોકલશે.
 5. તે ઈમેલમાં રીસેટ લિંક પર ક્લિક કરો.
 6. નવો સાંકેતિક શબ્દ પસંદ કરો.

Note: આ ઈમેલ્સમાં સામેલ કરેલી સાંકેતિક શબ્દ રીસેટ લિંક્સ સમયને આધિન છે. જો તમે લિંક પર ક્લિક કરો અને તે કામ ના કરે તો, નવી માટે વિનંતી કરવાનો પ્રયાસ કરો અને તમારાથી શક્ય હોય એટલી જલદી લિંકનો ઉપયોગ કરો.

તમને પોતાને એસએમએસ દ્વારા કેવી રીતે સાંકેતિક શબ્દ રીસેટ મોકલવું

જો તમે તમારી મોબાઇલ સેટિંગ્સમાં તમારો ફોન નંબર તમારા એકાઉન્ટમાં ઉમેરેલ હોય તો, તમને એસએમએસ/ટેક્સ્ટ સંદેશ દ્વારા સાંકેતિક શબ્દ રીસેટ પ્રાપ્ત થઇ શકે છે.

 1. સાંકેતિક શબ્દ ભુલી ગયા? પેજ પરથી, તમારો ફોન નંબર, ઈમેલ એડ્રેસ અથવા Twitter વપરાશકારનું નામ દાખલ કરો.
 2. તમારો ફોન નંબર દાખલ કરો અને શોધો પર ક્લિક કરો.
 3. [XX] સાથે સમાપ્ત થતા મારા ફોન પર કોડ ટેક્સ્ટ કરો પ્રદર્શિત થશે. ચાલુ રાખો પર ક્લિક કરો.
 4. Twitter તમને છ-અંકનો કોડ ટેક્સ્ટ કરશે જે 15 મિનિટ માટે માન્ય રહેશે.
 5. આ કોડ સાંકેતિક શબ્દ રીસેટ પેજ પર ટેક્સ્ટ ફીલ્ડમાં દાખલ કરો અને જમા કરો પર ક્લિક કરો.
 6. ત્યારપછી તમને નવો સાંકેતિક શબ્દ પસંદ કરો કહેવામાં આવશે.

Note: લોગીન ચકાસણીમાં નોંધાયેલા હોય તેવા એકાઉન્ટ્સ માટે એસએમએસ દ્વારા સાંકેતિક શબ્દ રીસેટ ઉપલબ્ધ નથી. તમે માત્ર ઈમેલ દ્વારા જ તમારો સાંકેતિક શબ્દ રીસેટ કરી શકો છો.

એસએમએસ કોડ પ્રાપ્ત નથી કરી રહ્યા?

 • તમને કોડ પ્રાપ્ત થવામાં થોડી મિનિટનો સમય લાગી શકે છે.
 • થોડી મિનિટો પછી જો તમને તે પ્રાપ્ત ના થાય તો, તમે Twitter પરથી એસએમએસ સૂચનાઓ પ્રાપ્ત કરી રહ્યા છો તે સુનિશ્ચિત કરવા માટે તમારા Twitter ટૂંકા કોડ પર HELP ટેક્સ્ટ કરવાનો પ્રયાસ કરો. જો તમને પરત કંઈ જ પ્રાપ્ત ના થાય તો, Twitter સાથે એસએમએસ દ્વારા મદદ મેળવો અથવા સાંકેતિક શબ્દ રીસેટ ઈમેલ કરો વિકલ્પનો ઉપયોગ કરો.

સાંકેતિક શબ્દ રીસેટની વિનંતી કરવા માટે વધારાની માહિતીની જરૂર છે

જેની તમે વિનંતી ના કરી હોય તે સાંકેતિક શબ્દ રીસેટ સંદેશા વારંવાર પ્રાપ્ત થતા હોય તો, તમારે સાંકેતિક શબ્દ રીસેટની પ્રક્રિયા કરવા માટે વધારાની માહિતી દાખલ કરવાની જરૂર પડી શકે છે

 1. twitter.com દ્વારા, તમારી એકાઉન્ટ સેટિંગ્સમાં જાઓ.
 2. સુરક્ષા વિભાગમાં, સાંકેતિક શબ્દ રીસેટ સુરક્ષાની બાજુના બોક્સ પર ખરાનું ચિહ્ન કરો. 
 3. સાંકેતિક શબ્દ રીસેટ ઈમેલ અથવા એસએમએસ/ટેક્સ્ટ મોકલવા માટે, તમારે તમારા એકાઉન્ટનું ઈમેલ એડ્રેસ અથવા ફોન નંબર દાખલ કરવાની જરૂર પડશે.
  • જો તમારું ઈમેલ એડ્રેસ અને ફોન નંબર બંને તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ હોય તો, સાંકેતિક શબ્દ રીસેટ ઈમેલ અથવા એસએમએસ/ટેક્સ્ટ મોકલવા માટે, તમને બંને દાખલ કરવાનું કહેવામાં આવશે.

Bookmark or share this article