goglobalwithtwitterbanner

નાણાકીય કૌભાંડ નીતિ

વિહંગાવલોકન

સપ્ટેમ્બર 2019

તમે Twitterની સેવાઓનો ઉપયોગ માહિતીને કૃત્રિમ રીતે વિસ્તૃત કરવા અથવા દબાવવા માટે અથવા Twitter પર લોકોના અનુભવમાં ચાલાકી અથવા વિક્ષેપિત કરતી વર્તણૂકમાં સંડોવવા માટે કરી શકતા નથી.

અમે Twitterને એક એવું સ્થાન બનાવવા માગીએ છીએ જ્યાં લોકો માનવીય જોડાણો બનાવી શકે અને વિશ્વસનીય માહિતી શોધી શકે. આ કારણથી, તમે Twitterની સેવાઓનો ઉપયોગ તમને કૌભાંડની યુક્તિઓ, ફિશિંગ અથવા તો છેતરપિંડી અથવા ભ્રામક પદ્ધતિઓ દ્વારા તમને પૈસા અથવા વ્યક્તિગત નાણાકીય માહિતી મોકલવામાં અન્ય લોકોને છેતરવા માટે કરી શકતા નથી.

આ નીતિના ઉલ્લંઘનમાં શું આવે છે?

આ નીતિ હેઠળ પૈસા અથવા ખાનગી નાણાકીય માહિતી મેળવવા માટે Twitter પર કૌભાંડની યુક્તિઓનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. તમને આવી કપટપૂર્ણ યોજનાઓમાં જોડાવાની લાલચ આપતા એકાઉન્ટ્સ બનાવવાની, ટ્વીટ્સ પોસ્ટ કરવાની અથવા સીધા સંદેશા મોકલવાની મંજૂરી નથી. પ્રતિબંધિત, ભ્રામક યુક્તિઓના ઉદાહરણોમાં આ સામેલ છે:

 • સંબંધ/વિશ્વાસ-નિર્માણના કૌભાંડો. તમે નકલી એકાઉન્ટ ચલાવીને અથવા પોતાને જાહેર વ્યક્તિ અથવા સંસ્થા તરીકે રજૂ કરીને પૈસા અથવા વ્યક્તિગત નાણાકીય માહિતી મોકલવા માટે અન્યોને છેતરી શકતા નથી.
 • મની-ફ્લિપિંગ યોજનાઓ. તમે "મની ફ્લિપિંગ" યોજનાઓ (ઉદાહરણ તરીકે, કોઈને વાયર ટ્રાન્સફર અથવા પ્રિપેઈડ ડેબિટ કાર્ડ દ્વારા નાની પ્રારંભિક ચુકવણીના બદલામાં મોટી રકમ મોકલવાની બાંયધરી)માં સામેલ થઈ શકતા નથી.
 • કપટપૂર્ણ ડિસ્કાઉન્ટ. તમે એવી યોજનાઓ ચલાવી શકતા નથી જે અન્ય લોકોને એવા ડિસ્કાઉન્ટ ઓફરો આપે જેમાં ચોરેલા ક્રેડિટ કાર્ડ્સ અને/અથવા ચોરેલા નાણાકીય ઓળખપત્રોનો ઉપયોગ કરીને ઑફર્સની પૂર્તિ કરવામાં આવે છે.
 • ફિશિંગ કૌભાંડો. તમે અન્યોની વ્યક્તિગત નાણાકીય માહિતી મેળવવા માટે પોતાને બેંકો અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ તરીકે રજૂ કરી શકતા નથી અથવા તેમની સાથે જોડાણ હોવાનો ડોળ કરી શકતા નથી. ધ્યાનમાં રાખો કે આવી માહિતી મેળવવા માટે ફિશિંગના અન્ય પ્રકારો પણ અમારી પ્લેટફોર્મ ઘાલમેલ અને બિનજરૂરી નીતિનું ઉલ્લંઘન છે.

આ નીતિના ઉલ્લંઘનમાં શું નથી આવતું?

ઉપર વર્ણવ્યા મુજબ, Twitter એવા એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરે છે જે ભ્રામક કૌભાંડ, ફિશિંગ અથવા અન્ય છેતરપિંડીની યુક્તિઓમાં સામેલ હોય છે. Twitterનો ઉપયોગ કરતી વ્યક્તિઓ વચ્ચેના નાણાકીય વિવાદોમાં Twitter દખલ કરતું નથી, જેમ કે: 

 • Twitter પર માલના વેચાણ સંબંધિત દાવાઓ.
 • વ્યક્તિઓ અથવા બ્રાન્ડ્સના વિવાદિત રિફંડ.
 • પ્રાપ્ત થયેલા નબળી ગુણવત્તાવાળા માલની ફરિયાદો.

આ નીતિના ઉલ્લંઘનોની જાણ કોણ કરી શકે છે?

અમારા સમર્પિત રિપોર્ટિંગ ફ્લો દ્વારા કોઈપણ વ્યક્તિ એકાઉન્ટ્સ અથવા ટ્વીટ્સની જાણ કરી શકે છે. આ રિપોર્ટ્સનો ઉપયોગ અમારી અમલીકરણ સિસ્ટમોને રિફાઇન કરવામાં અને વર્તણૂકના નવા અને ઉભરતા વર્તમાન પ્રવાહો અને પેટર્નો ઓળખવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે અને તમને કદાચ તમારા રિપોર્ટનો વ્યક્તિગત પ્રતિભાવ નહીં મળે.

હું આ નીતિના ઉલ્લંઘનોની જાણ કેવી રીતે કરી શકું છું?

એપ્લિકેશનમાં

તમે નીચે જણાવ્યા મુજબ એપ્લિકેશનમાં સમીક્ષા કરવા માટે આ સામગ્રીની જાણ કરી શકો છો:

 1.   આઈકોનમાંથી ટ્વીટની જાણ કરો પસંદ કરો.
 2. આ શંકાસ્પદ અથવા બિનજરૂરી છે પસંદ કરો.
 3. એવો વિકલ્પ પસંદ કરો કે જે શ્રેષ્ઠ રીતે અમને જણાવે કે ટ્વીટ કેવી રીતે શંકાસ્પદ છે અથવા બિનજરૂરી બાબતોને ફેલાવી રહી છે.
 4. તમારો રિપોર્ટ જમા કરો.

ડેસ્કટૉપ

તમે નીચે જણાવ્યા મુજબ આ સામગ્રીની ડેસ્કટૉપ પર જાણ કરી શકો છો:

 1.   આઈકોનમાંથી ટ્વીટની જાણ કરો પસંદ કરો.
 2. આ શંકાસ્પદ અથવા બિનજરૂરી છે પસંદ કરો.
 3. એવો વિકલ્પ પસંદ કરો કે જે શ્રેષ્ઠ રીતે અમને જણાવે કે ટ્વીટ કેવી રીતે શંકાસ્પદ છે અથવા બિનજરૂરી બાબતોને ફેલાવી રહી છે.
 4. તમારો રિપોર્ટ જમા કરો.

જો તમે આ નીતિનું ઉલ્લંઘન કરશો તો શું થશે?

આ નીતિના ઉલ્લંઘનના પરિણામો ઉલ્લંઘનના પ્રકાર અને ગંભીરતા તેમજ ઉલ્લંઘનોના કોઈપણ અગાઉના ઇતિહાસ પર આધારિત હોય છે. અમે જે પગલાં લઈએ તેમાં આ સામેલ હોઈ શકે છે:

બિનજરૂરી બાબત વિરોધી પડકારો
જ્યારે અમને પ્રવૃત્તિનું શંકાસ્પદ સ્તર જોવા મળે છે, ત્યારે એકાઉન્ટ્સ લૉક કરી શકાય છે અને (ફોન નંબર, જેવી)વધારાની માહિતી પૂરી પાડવાનું અથવા રિકેપ્ચા ઉકેલવાનું કહેવામાં આવી શકે છે. 

URL બ્લેકલિસ્ટ કરવા
અમને અસલામત લાગે તેવા URL અમે બ્લેકલિસ્ટ કરીએ છીએ અથવા તેના વિશે ચેતવણીઓ આપીએ છીએ. જો અમે તમારા URLને ખોટી રીતે અસલામત તરીકે ઓળખ્યું હોય તો કેવી રીતે અપીલ કરવી તે સહિત, અસલામત લિંક્સ વિશે વધુ વાંચો.

ટ્વીટ કાઢી નાખવી અને અસ્થાયી રૂપે એકાઉન્ટ લૉક કરવું
જો ઉલ્લંઘન એક અલગ ઘટના અથવા પ્રથમ ગુનો હોય, તો અમે એક અથવા વધુ ટ્વીટ્સ કાઢી નાખવાની જરૂરિયાતથી માંડીને અસ્થાયી રૂપે એકાઉન્ટ (એકાઉન્ટ્સ) લૉક કરવા સુધીના સંખ્યાબંધ પગલાં લઈ શકીએ છીએ. કૌભાંડ, ફિશિંગ અથવા અન્ય છેતરપિંડીની યુક્તિઓમાં સામેલ થવાનાં આ પછીના કોઈપણ પ્રયત્નોનું પરિણામ કાયમી રદ બાતલમાં થશે.

કાયમી રદ બાતલ
ગંભીર ઉલ્લંઘનો બદલ, એકાઉન્ટ્સને પ્રથમ તપાસ પર કાયમી ધોરણે રદ બાતલ કરવામાં આવશે. ગંભીર ઉલ્લંઘનોના ઉદાહરણોમાં શામેલ છે:

 • પરિચાલન એકાઉન્ટ્સ જ્યાં મોટાભાગની વર્તણૂક ઉપર વર્ણવેલ નીતિઓનું ઉલ્લંઘન કરે છે;
 • રદ બાતલ કરેલ એકાઉન્ટને બદલવા અથવા તેની નકલ કરવા માટે એકાઉન્ટ્સ બનાવવા.

વધારાના સ્ત્રોતો

અમારી પ્લેટફોર્મ ઘાલમેલ અને બિનજરૂરી નીતિ વિશે વધુ વાંચો.

આ લેખ બુકમાર્ક કરો અથવા શેર કરો

શું આ લેખ મદદરૂપ હતો?

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે મદદ કરી શક્યા તેની અમને ખરેખર ખુશી છે!

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે કેવી રીતે આ લેખ સુધારી શકીએ છીએ?

પ્રતિભાવ બદલ આપનો આભાર. તમારી ટિપ્પણીઓ ભવિષ્યમાં અમારા લેખમાં સુધારો લાવવા માટે અમને મદદરૂપ થશે.