કેવી રીતે X પર વિડિયો શેર કરવા અને જોવા

X પર વિડિયો શેર કરવા
X પર વિડિયો શેર કરવાની ચાર રીત છે:
પગલું 1

રેકોર્ડ: તમે X એપ્લિકેશન (iPhone માટે X અથવા એન્ડ્રાઈડ OS 4.1 અને એથી ઉચ્ચ સંસ્કરણ માટે X)થી વિડિયો રેકોર્ડ, સંપાદિત અને શેર કરી શકો છો.

પગલું 2

જો તમે iPhone અથવા iPad એપ્લિકેશન માટે Xનો ઉપયોગ કરો છો તો, તમે તમારા ડિવાઇસમાંથી વિડિયો ઈમ્પોર્ટ કરી શકો છો.

પગલું 3

અપલોડ: તમે x.com પર વિડિયો અપલોડ કરી શકો છો.

પગલું 4

લાઈવ જાઓ: તમારી X એપ્લિકેશનથી જ કેવી રીતે લાઈવ વિડિયો બનાવવો તે જાણો.

પોસ્ટ માટે વિડિયો રેકોર્ડ કરવા
પગલું 1

મોમેન્ટમાં ઝડપથી વિડિયો શેર કરવા માટે, ટોચના મેનૂમાંથી કેમેરા આઇકન પર હળવેથી ઠપકારો અથવા સમય અવધિમાંથી ડાબી તરફ સ્વાઇપ કરો.

વિડિયો રેકોર્ડ કરવા માટે કેપ્ચર આઇકન પર હળવેથી ઠપકારો અને પકડી રાખો.

તમારી પાસે પોસ્ટની કૉપિ અને સ્થાન ઉમેરવાનો વિકલ્પ છે.

તે શેર કરવા માટે, તમે પોસ્ટ કરવા તૈયાર હોવ ત્યારે પોસ્ટ કરો પર હળવેથી ઠપકારો અથવા તેને તમારી છેલ્લી પોસ્ટ સાથે જોડવા માટે થ્રેડમાં ઉમેરો પર હળવેથી ઠપકારો અને પછી ઉમેરોને દબાવો.

પગલું 2

પોસ્ટમાં વિડિયો ઉમેરવો.
તમારા વિચારમાં ઉમેરો કરતો હોય તેવો કોઈ વિડિયો લેવા અથવા અપલોડ કરવા તમે ટ્વીટ કરો આઇકન  પર હળવેથી ઠપકારી શકો છો.

લખવાના બોક્સની નીચે, નવો વિડિયો ઉમેરવા માટે તમે ઝડપથી પસંદગીના વિકલ્પો જોશો. તમારી ગેલેરીમાંથી તમારા સૌથી તાજેતરના વિડિયોઝ સરળ ઍક્સેસ માટે થંબનેલ પ્રીવ્યૂ તરીકે દેખાશે.

વિડિયો લેવા માટે કેમેરા આઇકન  પર હળવેથી ઠપકારો.

નીચેના ભાગે રહેલા બારની કોઈપણ બાજુને ખેંચીને તમે તમારા વિડિયોની લંબાઈ ટૂંકી કરી શકો છો. વિડિયોની મહત્તમ લંબાઈ 2 મિનિટ અને 20 સેકન્ડ છે.

તમારા સંપાદનોને સમાપ્ત કરવા માટે ટ્રીમ કરો પર હળવેથી ઠપકારો. તમારા વિડિયોને પોસ્ટ કરવાની પહેલાં તમે પ્લે બટન પર હળવેથી ઠપકારીને તેનું પ્રીવ્યૂ કરી શકો છો અને વિડિયો શેર કરવાની પહેલાં તેમાં વધારાના સંપાદનો કરી શકો છો.

પોસ્ટ કરવા માટે પોસ્ટ કરો પર હળવેથી ઠપકારો. 

 

નોંધ: પોસ્ટ કરવાની પહેલાં વિડિયો દૂર કરવા માટે, વિડિયો થંબનેલ પર X પર હળવેથી ઠપકારો.

પગલું 1

મોમેન્ટમાં ઝડપથી વિડિયો શેર કરવા માટે, ટોચના મેનૂમાંથી કેમેરા આઇકન પર હળવેથી ઠપકારો અથવા સમય અવધિમાંથી ડાબી તરફ સ્વાઇપ કરો.

વિડિયો રેકોર્ડ કરવા માટે કેપ્ચર આઇકન પર હળવેથી ઠપકારો અને પકડી રાખો.

તમારી પાસે ટેક્સ્ટ અને સ્થાન ઉમેરવાનો વિકલ્પ છે.

તે શેર કરવા માટે, તમે પોસ્ટ કરવા તૈયાર હોવ ત્યારે પોસ્ટ કરો પર હળવેથી ઠપકારો અથવા તેને તમારી છેલ્લી પોસ્ટ સાથે જોડવા માટે થ્રેડમાં ઉમેરો પર હળવેથી ઠપકારો અને પછી ઉમેરોને દબાવો.

પગલું 2

પોસ્ટમાં વિડિયો ઉમેરવો.
તમારા વિચારમાં ઉમેરો કરતો હોય તેવો કોઈ વિડિયો લેવા અથવા અપલોડ કરવા તમે ટ્વીટ કરો આઇકન પર હળવેથી ઠપકારી શકો છો.

લખવાના બોક્સની નીચે, નવો વિડિયો ઉમેરવા માટે તમે ઝડપથી પસંદગીના વિકલ્પો જોશો. તમારી ગેલેરીમાંથી તમારા સૌથી તાજેતરના વિડિયોઝ સરળ ઍક્સેસ માટે થંબનેલ પ્રીવ્યૂ તરીકે દેખાશે.

વિડિયો લેવા માટે કેમેરા આઇકન પર હળવેથી ઠપકારો.

નીચેના ભાગે રહેલા બારની કોઈપણ બાજુને ખેંચીને તમે તમારા વિડિયોની લંબાઈ ટૂંકી કરી શકો છો. વિડિયોની મહત્તમ લંબાઈ 2 મિનિટ અને 20 સેકન્ડ છે.

તમારા સંપાદનોને સમાપ્ત કરવા માટે ટ્રીમ કરો પર હળવેથી ઠપકારો. તમારા વિડિયોને પોસ્ટ કરવાની પહેલાં તમે પ્લે બટન પર હળવેથી ઠપકારીને તેનું પ્રીવ્યૂ કરી શકો છો અને વિડિયો શેર કરવાની પહેલાં તેમાં વધારાના સંપાદનો કરી શકો છો.

સમાપ્ત કરવા માટે પોસ્ટ કરો પર હળવેથી ઠપકારો. 

 

નોંધ: પોસ્ટ કરવાની પહેલાં વિડિયો દૂર કરવા માટે, વિડિયો થંબનેલ પર X પર હળવેથી ઠપકારો.

નોંધ: તમે તમારી સેટિંગ્સ અને ગોપનીયતાના ઍક્સેસિબિલિટી વિભાગમાંથી પણ તમારી ઓટોપ્લે સેટિંગ્સ સમાયોજિત કરી શકો છો.


વેબ મારફતે વિડિયો અપલોડ અને પોસ્ટ કરવા માટે
 

  1. કંપોઝ બોક્સનો ઉપયોગ કરો અથવા પોસ્ટ કરો બટન પર ક્લિક કરો. 
  2. ગેલેરી બટન  પર ક્લિક કરો.
  3. તમારા કમ્પ્યુટરમાં સંગ્રહિત વિડિયો ફાઈલ પસંદ કરો અને ખોલો પર ક્લિક કરો. જો વિડિયો સમર્થિત ફોર્મેટમાં નહીં હોય તો તમને પ્રોમ્પ્ટ કરવામાં આવશે. postVideoમાટે ફાઇલનું મહત્તમ કદ 512MB છે, પરંતુ તમે 2 મિનિટ અને 20 સેકન્ડ કરતાં વધુ લાંબો વિડિયો અપલોડ કરી શકો છો અને પોસ્ટમાં વિડિયો શામેલ કરતાં પહેલાં તેને ટ્રિમ કરી શકો છો.
  4. તમારો સંદેશ પૂર્ણ કરો અને તમારી પોસ્ટ અને વિડિયો શેર કરવા માટે પોસ્ટ કરો પર ક્લિક કરો. 
 

વિડિયો સમયનો સિક્કો

 

સમયનો સિક્કો એ તમારા વિડીયોમાં એક વિશિષ્ટ પળને લિંક કરવાની રીત છે. તમારા વિડીયો વિશે વધુ સંદર્ભ પ્રદાન કરવા અને તમારી સામગ્રીને વધુ વ્યવસ્થિત અને વપરાશકર્તા-અનુકૂળ બનાવવા માટે સમયનો સિક્કો એ એક સરસ રીત છે.

હું ટાઇમસ્ટેમ્પનો ઉપયોગ કેવી રીતે કરી શકું?

  • જ્યારે તમે વિડીયો પોસ્ટ કરી રહ્યાં હોવ, ત્યારે તમે તમારા વિડીયો વિશે વધુ સંદર્ભ પ્રદાન કરવા માટે ટાઇમસ્ટેમ્પ ઉમેરી શકો છો, દર્શકોને તમારા વિડીયો મારફત નેવિગેટ કરવામાં મદદ કરી શકો છો અને તેમને વિડીયોના વિવિધ ભાગોને સરળતાથી ફરી જોવાની સુવિધા આપી શકો છો.
  • વિડીયો સાથેની પોસ્ટમાં ટાઇમસ્ટેમ્પ ગમે ત્યાં સામેલ કરી શકાય છે.
  • વિડીયો ધરાવતી પોસ્ટ કંપોઝ કરતી વખતે, જો તમે નિમ્નલિખિત માંથી કોઈપણ ફોર્મેટમાં વિડીયોમાં વિશિષ્ટ સમયનો સંદર્ભ આપો તો તમે પોસ્ટ કરો તે પછી ટાઇમસ્ટેમ્પ આપમેળે iOS પર ક્લિક કરવા યોગ્ય થઈ જશે:
    • x:xx
    • xx:xx
    • x:xx:xx
    • xx:xx:xx    
  • પોસ્ટમાં સમયનો સિક્કો પર ટેપ કરવાથી વિડીયો પ્લેયર ખુલશે અને વિડીયોમાં તે વિશિષ્ટ સમયે ચાલવાનું શરૂ થશે.
  • નોટમાં રાખવા યોગ્ય કેટલીક બાબતો:
    • ક્લિક કરી શકાય તેવા ટાઇમસ્ટેમ્પ ફક્ત તે પોસ્ટ્સ પર જ દેખાશે જેમાં 1 વિડીયો સંલગ્ન હોય. તેઓ વિડીયો વગરની પોસ્ટ, બહુવિધ વિડીયો સાથેની પોસ્ટ્સ અથવા વિડીયો અને ઇમેજ સાથે સંલગ્ન પોસ્ટ વગેરે પર ક્લિક નહીં કરી શકાય. 
    • તમે iOS, Android અને Web પરથી ટાઇમસ્ટેમ્પ પોસ્ટ કરી શકો છો પરંતુ અત્યારે ટાઇમસ્ટેમ્પ ફક્ત iOS પર જ ક્લિક કરી શકાય છે. Android અને Web જલદી જ આવી રહ્યું છે.
    • તમે એક પોસ્ટમાં મહત્તમ 50 ટાઇમસ્ટેમ્પ સામેલ કરી શકો છો.


X પર વિડિયો જોવા
 

સમય અવધિઓ, મોમેન્ટસ, અન્વેષણ કરો ટેબ અને સમગ્ર Xમાં, મૂળ વિડિયો અને GIF ઓટોપ્લે થશે.
 

કેવી રીતે હું વિડિયોને ઓટોપ્લે થતા રોકી શકું?

તમે વિડિયો ઓટોપ્લે સેટિંગમાં ફેરફાર કરીને તમારી સમય અવધિ, મોમેન્ટસ અને અન્વેષણ કરો ટેબમાં વિડિયો ઓટોપ્લે થતા રોકી શકો છો. X.com અને X એપ્લિકેશન પર વિડિયો ઓટોપ્લે માટેની તમારી સેટિંગ્સ સ્વતંત્ર રીતે સમાયોજિત કરી શકાય છે (ઉદાહરણ તરીકે, તમે iOS ડિવાઇસ પર વિડિયો ઓટોપ્લે રોકવાનું સેટ કરો પરંતુ વેબ પર ના રોકો તેમ કરી શકો છો).
 

તમારી iOS એપ્લિકેશન માટે X પર ઓટોપ્લે સમાયોજિત કરવા:

  1. તમારી સેટિંગ્સ અને ગોપનીયતા પર નેવિગેટ કરો.
  2. ઍક્સેસિબિલિટી, ડિસ્પ્લે અને ભાષાઓ વિભાગ હેઠળ, ડેટા વપરાશને હળવેથી ઠપકારો.
  3. વિડિયો ઓટોપ્લેને હળવેથી ઠપકારો. 
  4. તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો: 

    સેલ્યુલર કે વાઇ-ફાઇ પર, માત્ર વાઇ-ફાઇ પર અને ક્યારેય નહીં.
     

તમારી એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશન પર ઓટોપ્લે સમાયોજિત કરવા:

  1. તમારી સેટિંગ્સ અને ગોપનીયતા પર નેવિગેટ કરો. 
  2. ઍક્સેસિબિલિટી, ડિસ્પ્લે અને ભાષાઓ  હેઠળ, ડેટા વપરાશને હળવેથી ઠપકારો.
  3. વિડિયો ઓટોપ્લેને હળવેથી ઠપકારો. 
  4. તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો: મોબાઇલ ડેટા અને વાઇ-ફાઇ, માત્ર વાઇ-ફાઇ અને ક્યારેય નહીં.
     

X.com પર ઓટોપ્લે સમાયોજિત કરવા:

  1. મુખ્ય મેનૂમાંથી, વધુ પર ક્લિક કરો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  2. ઍક્સેસિબિલિટી, ડિસ્પ્લે અને ભાષાઓ હેઠળ, ડેટા વપરાશ પર ક્લિક કરો.
  3. ઓટોપ્લે પર ક્લિક કરો, પછી સેલ્યુલર કે વાઇ-ફાઇ પર અથવા ક્યારેય નહીંની વચ્ચે પસંદગી કરો.
 

ક્લોઝ્ડ કૅપ્શન્સ અને ઉપશીર્ષકો

વિડિયો પર ક્લોઝ્ડ કૅપ્શન્સ કેવી રીતે જોવાં:

તમારા ઉપકરણની ઍક્સેસિબિલિટી સેટિંગ્સમાં કૅપ્શન્સ વિકલ્પ ચાલુ કરો. iOS પર, આને ક્લોઝ્ડ કૅપ્શન્સ તરીકે લેબલ કરવામાં આવશે. એન્ડ્રોઈડ પર, તેને કૅપ્શન્સ તરીકે લેબલ કરવામાં આવશે. 
 

ઉપશીર્ષકો કેવી રીતે જોવાં:
તમારા ડિવાઇસના સાઉન્ડને બંધ કરો. વેબ પર ઉપશીર્ષકોને જોવાં માટે, વિડિયો પર “CC” સ્લાઇડરને હળવેથી ઠપકારો.

નોંધ: બધા જ વિડિયોમાં કૅપ્શન્સ અથવા ઉપશીર્ષકો ઉપલબ્ધ હશે નહીં. iOS અને એન્ડ્રોઈડ પર, તમારી સમય અવધિમાં જ્યારે વિડિયો જોવામાં આવે છે ત્યારે કૅપ્શન્સ આપોઆપ બતાવવામાં આવે છે. સંપૂર્ણ સ્ક્રીનમાં કૅપ્શન્સ જોવા માટે, કૅપ્શન્સને સિસ્ટમ સ્તરે સક્ષમ કરો.

સ્પીચ-ટૂ-ટેક્સ્ટને Microsoft Azure Cognitive Servicesનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવે છે.


X પર લાઈવ વિડિયો જોવા
 

તમે મોમેન્ટસ, અન્વેષણ કરો ટેબ, વર્તમાન સમય અનુસાર અથવા લાઈવ હોય તેવા એકાઉન્ટની પોસ્ટ્સમાંથી લાઈવ વિડિયો જોઈ શકો છો.

તમે Amazon Fire ટીવી અને Apple ટીવી પર પણ X પરથી લાઈવ પ્રોગ્રામિંગ જોઈ શકો છો.  Xbox અને એન્ડ્રોઈડ ટીવી વપરાશકારો તેમનું વેબ બ્રાઉઝર લોન્ચ કરીને અને X.com પર જઈને Xનો આનંદ માણી શકે છે.

લાઈવ વિડિયો અથવા રીપ્લે જોઈ રહ્યા હોવ ત્યારે, તમે પોસ્ટ, સીધા સંદેશ મારફતે અથવા લિંક કૉપિ કરીને બ્રૉડકાસ્ટ શેર કરી શકો છો. તમારી પાસે સમગ્ર બ્રૉડકાસ્ટને શેર કરવાનો અથવા તમારી પસંદગીના કોઈ ચોક્કસ બિંદુએથી બ્રૉડકાસ્ટ શરૂ કરીને તે શેર કરવાનો વિકલ્પ છે.
 

કેવી રીતે લાઈવ બ્રૉડકાસ્ટ અથવા રીપ્લે શેર કરવું:

  1. લાઈવ વિડિયો અથવા રીપ્લેના સંપૂર્ણ સ્ક્રીન મોડમાંથી, શેર કરો આઇકન  પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
    1. શરૂઆતથી સંપૂર્ણ લાઈવ વિડિયો અથવા રીપ્લેને પોસ્ટ કરવા, સીધા સંદેશમાં મોકલવા અથવા તેની લિંક કૉપિ કરવા માટે (લાઈવ હોય ત્યારે) લાઈવ શેર કરો અથવા (રીપ્લે મોડમાં હોય ત્યારે) શરૂઆતથી શેર કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
    2. પસંદગી બારનો ઉપયોગ કરીને પસંદ કરેલા બિંદુએથી શરૂ થતા લાઈવ વિડિયો અથવા રીપ્લેને પોસ્ટ કરવા, સીધા સંદેશમાં મોકલવા અથવા તેની લિંક કૉપિ કરવા માટે અહીંથી શેર કરો… પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.

લાઈવ વિડિયો જોતી વખતે તમારી સામે સમસ્યાઓ આવી શકે છે. સામાન્યપણે, મજબૂત નેટવર્ક જોડાણ પરથી જોવાની અને/અથવા અલગ નેટવર્ક અથવા બ્રાઉઝરનો પ્રયાસ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુમાં, એપ્લિકેશન અથવા બ્રાઉઝર બંધ કરવાથી અને તે ફરી શરૂ કરવાથી મદદ મળી શકે છે. શ્રેષ્ઠ પરિણામો માટે, અપ-ટૂ-ડેટ એપ્લિકેશન અથવા બ્રાઉઝરનું સંસ્કરણ ઉપયોગમાં લો. જો તમને લાઈવ વિડિયોમાં સતત સમસ્યાઓનો અનુભવ થતો હોય તો, કૃપા કરીને અમને જાણ કરો.

આગળ અથવા પાછળ છોડી દો

વિડિયો જોતી વખતે, ઝડપથી પાછળ અને આગળ જવા માટે તમે તમારી સ્ક્રીન પર બે વાર હળવેથી ઠપકારી શકો છો.
 

વિડિયોમાં આગળ-પાછળ કેવી રીતે જવું:

  1. 5 સેકંડ આગળ વધવા માટે, વિડિયો સ્ક્રીનની બાહ્ય જમણી બાજુ પર બે વાર હળવેથી ઠપકારો. 
  2. 5 સેકંડ પાછળ જવા માટે, વિડિયો સ્ક્રીનની બાહ્ય ડાબી બાજુ પર બે વાર હળવેથી ઠપકારો.

એકવાર તમે આગળ-પાછળ જવા માટે બે વાર હળવેથી ઠપકારી લીધા પછી, તમે તે દિશામાં એક જ વાર હળવેથી ઠપકારીને ચાલુ રાખી શકો છો.

હાલમાં આગળ અને પાછળ જવું માત્ર સંપૂર્ણ સ્ક્રીનમાં વિડિયો જોતી વખતે જ શક્ય બને છે.

નોંધ: પ્રીમિયમ લાઈવ સામગ્રી સ્ટ્રીમિંગ અને એમ્બેડેડ લાઈવ વિડિયો વિજેટ twitter.comના X.com નામના ડોમેનની કુકીઝ પર આધાર રાખે છે, જે બે વસ્તુઓ કરવા માટે છે: લાઈવ વિડિયોનો અનુભવ આપે છે અને જાહેરાતો ડિલિવર કરે છે. જો તમારા બ્રાઉઝરમાં તૃતીય-પક્ષ કુકીઝ અક્ષમ કરેલી હોય તો, લાઈવ વિડિયો અનુભવ કામ નહીં કરે તેમજ અનુભવને સમર્થન કરવા માટે અમે જાહેરાતો આપી શકીશું નહીં. સફારી વપરાશકારોને જ્યારે પ્રોમ્પ્ટ કરવામાં આવે ત્યારે "પરવાનગી આપો" બટન પર ક્લિક કરીને તેમની બ્રાઉઝર સેટિંગ્સ બદલ્યા વગર પ્રીમિયમ લાઈવ સામગ્રી સ્ટ્રીમિંગ અથવા એમ્બેડેડ લાઈવ વિડિયો વિજેટનો અનુભવ કરી શકે છે. આનાથી અમે twimg.com માટે કુકીઝ સેટ કરી શકીશું જે લાઈવ વિડિયોનો અનુભવ આપવામાં અને જાહેરાતો ડિલિવર કરવામાં અમને મદદ કરશે. જો તમે અન્ય બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો, તો કૃપા કરીને તૃતીય પક્ષ કુકીઝને પરવાનગી આપવા અંગેની માહિતી માટે તમારા બ્રાઉઝરના સહાયતા વિભાગની સલાહ લો.

લાઈવ વિડિયો માટે પુશ સૂચનાઓ
જો કોઈ એવું એકાઉન્ટ છે જેના લાઈવ વિડિયો તમે ચૂકવા માંગતા નથી તો, તેઓ જ્યારે લાઈવ થાય ત્યારે પુશ સૂચનાઓ મેળવવાનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો. એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠમાંથી સૂચનાઓ સેટ અપ કરવાનું સરળ છે.
પગલું 1

એકાઉન્ટ પ્રોફાઈલમાંથી, સૂચના આઇકન  પર હળવેથી ઠપકારો

પગલું 2

પોપ-અપ સંદેશમાંથી, માત્ર લાઈવ વિડિયો સાથેની પોસ્ટ્સ પસંદ કરો.

પગલું 3

લાઈવ વિડિયો પુશ સૂચનાઓ રદ કરવા માટે, એકાઉન્ટ પ્રોફાઈલમાંથી હાઇલાઇટ કરેલ સૂચના આઇકન  પર હળવેથી ઠપકારો અને કોઈ નહીં પસંદ કરો.

જો કોઈ એવું એકાઉન્ટ છે જેના લાઈવ વિડિયો તમે ચૂકવા માંગતા નથી તો, તેઓ જ્યારે લાઈવ થાય ત્યારે પુશ સૂચનાઓ મેળવવાનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો. એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠમાંથી સૂચનાઓ સેટ અપ કરવાનું સરળ છે.
પગલું 1

એકાઉન્ટ પ્રોફાઈલમાંથી, સૂચના આઇકન  પર હળવેથી ઠપકારો

પગલું 2

એકાઉન્ટ સૂચનાઓ પછીના બોક્સ પર ચેક કરો. 

પગલું 3

પોપ-અપ સંદેશમાંથી, માત્ર લાઈવ વિડિયો પસંદ કરો.

પગલું 4

લાઈવ વિડિયો પુશ સૂચનાઓ રદ કરવા માટે, એકાઉન્ટ પ્રોફાઈલમાંથી હાઇલાઇટ કરેલ સૂચના આઇકન  પર હળવેથી ઠપકારો અને કોઈ નહીં પસંદ કરો.


X પર વિડિઓ ડાઉનલોડ્સ
 

Premium સબ્સ્ક્રાઇબર્સ ઑફલાઇન જોવા માટે અથવા સર્જનાત્મક બનવા માટે અને નવી સામગ્રી બનાવવા માટે આ વિડીયોને રિમિક્સ કરવા માટે અમુક પોસ્ટમાંથી વિડીયો ડાઉનલોડ કરી શકે છે.

જો કે, કેટલીક બાબતો પર નોટ આપવું મહત્વપૂર્ણ છે:

  • તમારું નિયંત્રણ: 25મી જુલાઈ 2023 ના રોજથી, તમે X પર અપલોડ કરો છો તે વિડીયો પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ દ્વારા ડાઉનલોડ કરી શકાશે, સિવાય કે તમે તમારી પોસ્ટ બનાવતી વખતે તમારા વિડીયો પર વિડીયોને ડાઉનલોડ કરવાની મંજૂરી આપો વિકલ્પને અક્ષમ કરીને નાપસંદ નથી કરતા. (નોટ: 25મી જુલાઈ 2023 પહેલા પોસ્ટ કરવામાં આવેલ વિડીયો ડાઉનલોડ કરવા યોગ્ય નથી.)

  • ઉંમર પ્રતિબંધો: જો તમારું એકાઉન્ટ 18 વર્ષથી ઓછી ઉંમરનું છે, તો તમારી વિડીયો ડાઉનલોડ સેટિંગ આપમેળે બંધ પર સેટ થઈ જશે અને તમે આ સેટિંગને બદલી નહીં શકો.

  • તૃતીય-પક્ષ શેરિંગ: ધ્યાન રાખો કે ડાઉનલોડ્સ અક્ષમ હોય તો પણ X વપરાશકર્તાઓ તમારી વિડીયોઝને તૃતીય-પક્ષ પ્લેટફોર્મ્સ પર પ્રત્યક્ષ રીતે શેર કરી શકતા નથી, તેઓ તમારી પોસ્ટની લિંક શેર કરી શકે છે. 

  • ગોપનીયતા સેટિંગ્સ: તમારી પોસ્ટ્સ કોણ જોઈ શકે અને કોણ તમારા વિડીયોઝ જોઈ શકે તેના પર જો તમે વધુ નિયંત્રણ રાખવાનું ઇચ્છતા હો, તો તમારી ગોપનીયતા સેટિંગ્સ કેવી રીતે બદલવી તે જાણો. આ તમને તમારી સામગ્રી અને તેની ઍક્સેસ કોની પાસે છે તેના પર અતિરિક્ત નિયંત્રણ આપી શકે છે.

 

વિડિઓ કેવી રીતે ડાઉનલોડ કરવી

  1. તમે ડાઉનલોડ કરવા માંગો છો તે વિડિઓ પર જાઓ
  2. ઉપરના જમણા ખૂણામાં ત્રણ ડોટ આયકનને ટેપ કરો
  3. વિડિયો ડાઉનલોડ કરોને ટૅપ કરો

 

મારા વિડીયોને ડાઉનલોડ કરવા યોગ્ય હોવાને કેવી રીતે નાપસંદ કરવું

  1. પોસ્ટ બનાવતી વખતે, તમારી પોસ્ટ પર વિડીયો અપલોડ કર્યા પછી, તમારી વિડીયોની નીચે જમણી બાજુએ એડિટ પર ટૅપ કરો
  2. સેટિંગ્સ ટૅપ કરો

 

ચાલુ અથવા બંધ કરવા માટે વિડીયોને ડાઉનલોડ કરવાની મંજૂરી આપોની બાજુમાં ટૅપ કરો. (નોટ: આ સેટિંગ પછીથી બદલી શકાશે નહીં; ભવિષ્યમાં ડાઉનલોડ્સને અક્ષમ કરવા માટે, તમારે પોસ્ટને જ કાઢી નાખવી પડશે.)


વારંવાર પૂછાતા પ્રશ્નો
 

મારી પોસ્ટ્સ સુરક્ષિત છે. શું મારા વિડિયો પણ સુરક્ષિત છે?

જો તમારી પોસ્ટ્સ સુરક્ષિત છે, તો ફક્ત તમારા અનુયાયીઓ જ તમારી પોસ્ટ્સમાં તમારા વિડિયો જોઈ શકે છે. કૃપા કરીને નોંધ લેશો કે તમારા અનુયાયીઓ તમે સુરક્ષિત પોસ્ટ્સમાં શેર કરેલા વિડિયોની લિંક્સને ડાઉનલોડ અથવા ફરીથી શેર કરી શકે છે. X પર શેર કરેલા વિડિયોની લિંક્સ સુરક્ષિત નથી. લિંક ધરાવનાર કોઈપણ વ્યક્તિ સામગ્રીને જોઈ શકશે. જો X પર તમારા વિડિયો કોઈપણ વ્યક્તિ જુએ તેવું તમે ના ઇચ્છતા હોવ, તો અમે સૂચવીએ છીએ કે તમે તે વિડિયો ધરાવતી પોસ્ટ્સને કાઢી નાખો.

શું પોસ્ટની અક્ષરની મર્યાદામાં વિડિયોની ગણતરી થાય છે?

ના, પોસ્ટની અક્ષરની મર્યાદામાં વિડિયોની ગણતરી થતી નથી.

શું X પર વિડિયો આપોઆપ લૂપ થઈ જાય છે?

X પર પોસ્ટ કરેલા 60 સેકન્ડ અથવા તેનાથી ટૂંકા તમામ વિડિયો આપોઆપ લૂપ થઈ જશે.

શું તમે X પર વિડિયો ડૉક કરી શકો છો?

તમે તમારી iOS માટે X અને એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશન પરથી અગાઉથી રેકોર્ડ કરેલ વિડિયોને ડૉક કરી શકો છો અથવા બ્રૉડકાસ્ટ કરી શકો છો. વિડિયો ડૉકિંગથી, જ્યારે Xનો ઉપયોગ કરવાનું ચાલુ હોય ત્યારે જોવાનું સરળ છે––જેમ કે, તમારી સમય અવધિમાં સ્ક્રોલ કરવું અથવા સીધો સંદેશ મોકલવો. 

કેવી રીતે વિડિયો ડૉક અને અનડૉક કરવા (iOS અને એન્ડ્રોઈડ):

  • વિડિયો ડૉક કરવા માટે, ફુલ-સ્ક્રીન મોડમાં વિડિયોની જમણી બાજુ ટોચે ડૉકિંગ આઇકન  પર બસ હળવેથી ઠપકારો. 
  • ડૉક કરેલ વિડિયોમાંથી ફુલ-સ્કીન વ્યૂમાં પરત આવવા માટે, વિડિયો પર હળવેથી ઠપકારો.
  • ડૉક કરેલા વિડિયોને કાઢી નાખવા માટે, ડૉક કરેલા વિડિયોને તમારી સ્ક્રીનના છેડા તરફ તે દેખાતો બંધ થાય ત્યાં સુધી સ્લાઇડ કરવા માટે તમારી આંગળીનો ઉપયોગ કરો. વૈકલ્પિક રીતે, જો તમે અલગ વિડિયો પર હળવેથી ઠપકારો તો, હાલમાં ડૉક કરેલો વિડિયો આપોઆપ દેખાતો બંધ થઈ જશે. 

વિડિયો રિઝોલ્યુશન્સ અને સાપેક્ષ પ્રમાણ કે જેને વેબ પર અપલોડ કરી શકાય તેની મર્યાદાઓ શું છે?

  • ન્યૂનતમ રિઝોલ્યુશન: 32 x 32
  • મહત્તમ રિઝોલ્યુશન: 1920 x 1200 (અને 1200 x 1900)
  • સાપેક્ષ પ્રમાણ: 1:2.39 - 2.39:1 રેન્જ (સમાવિષ્ટ)
  • મહત્તમ ફ્રેમ દર: 40 fps
  • મહત્તમ બિટદર: 25 Mbps

શું હું વિડિયોમાં લોકોને ટેગ કરી શકું?

તમે વિડિયોમાં લોકોને ટેગ કરી શકતા નથી, પરંતુ ફોટામાં ટેગીંગ ઉપલબ્ધ છે. ફોટો ટેગીંગ વિશે વધુ જાણો.

કેવી રીતે હું વિડિયો કાઢી શકું (પોસ્ટ કર્યા પછી)?

તમે પોસ્ટ કાઢી નાખીને ફોટો કાઢી નાખો છો તેવી જ રીતે તમે વિડિયો કાઢી શકો છો. 

શું હું સીધા સંદેશ મારફતે વિડિયો મોકલી શકું?

હા, તમે સીધા સંદેશા દ્વારા વિડિયો અને GIF મોકલી શકો છો. 

આ લેખને શેર કરો