સીધા સંદેશા વિશે

સીધા સંદેશા X ની ખાનગી બાજુ છે. તમે ટ્વીટ્સ અને અન્ય સામગ્રી વિશે લોકો સાથે ખાનગી વાર્તાલાપો કરવા માટે સીધા સંદેશાનો ઉપયોગ કરી શકો છો.

 

મૂળભૂત

iOS માટે X પરથી સીધો સંદેશ મોકલવો

એન્ડ્રોઈડ માટે X પરથી સીધો સંદેશ મોકલવો

વેબ મારફતે સીધો સંદેશ મોકલવો

સીધા સંદેશની સૂચનાઓને સ્નૂઝ કરવું

સીધા સંદેશ અથવા વાર્તાલાપની જાણ કરવી

સીધા સંદેશ દ્વારા ટ્વીટ શેર કરવી

કોઈપણ વ્યક્તિ પાસેથી સીધા સંદેશા પ્રાપ્ત કરવા

સીધા સંદેશની વિનંતીઓની સમીક્ષા કરવી

સીધો સંદેશ વાંચેલ રસીદો અક્ષમ કરવી

તમારા ફોન પર એસએમએસ મારફતે સીધા સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા

સીધા સંદેશા વિશે જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો

 

મૂળભૂત


  • તમને અનુસરતી કોઈપણ વ્યક્તિ સાથે તમે ખાનગી વાર્તાલાપ શરૂ કરી શકો છો અથવા સમૂહ વાર્તાલાપ બનાવી શકો છો.
  • તમે અનુસરતા નથી તેવી કોઈપણ વ્યક્તિ તમને સીધો સંદેશ મોકલી શકે છે, જો:
    • તમે કોઈપણ વ્યક્તિ પાસેથી સીધા સંદેશા પ્રાપ્ત કરવાનું પસંદ કરેલું છે અથવા;
    • તમે અગાઉ તે વ્યક્તિને સીધો સંદેશ મોકલ્યો છે.
  • વાર્તાલાપમાં હોય એવી કોઈપણ વ્યક્તિ સમૂહને સીધા સંદેશા મોકલી શકે છે. સમૂહમાં દરેક વ્યક્તિ એકબીજાને અનુસરતી ના હોય તો પણ, દરેક વ્યક્તિ તમામ સંદેશા જોઈ શકે છે.
  • સમૂહ વાર્તાલાપોમાં, વાર્તાલાપમાં હોય તેવી કોઈપણ વ્યક્તિ અન્ય સહભાગીઓને ઉમેરી શકે છે. નવા ઉમેરાયેલા સહભાગીઓ વાર્તાલાપનો અગાઉનો ઇતિહાસ જોઈ શકશે નહીં.
  • X પર કેટલાક એકાઉન્ટ્સ, ખાસ કરીને વ્યવસાયોએ, કોઈપણ વ્યક્તિ પાસેથી સીધા સંદેશા પ્રાપ્ત કરવાની સેટિંગ સક્ષમ કરેલી છે. આવા એકાઉન્ટ્સ તમને અનુસરતા ના હોય તો પણ તમે તેને સીધો સંદેશ મોકલી શકો છો.
  • સામૂહિક અને વ્યક્તિગત બંને પ્રકારના વાર્તાલાપમાં, તમે અવરોધિત કરેલું એકાઉન્ટ સાથે તમે વાર્તાલાપ કરી શકતા નથી.
     

iOS માટે X પરથી સીધો સંદેશ મોકલવો

  1. એન્વલપ આયકન પર હળવેથી ઠપકારો. તમને તમારા સંદેશા પર નિર્દેશિત કરાશે.
  2. નવો સંદેશ બનાવવા માટે સંદેશ આયકન  પર હળવેથી ઠપકારો.
  3. સરનામા બોક્સમાં, તમે જેમને સંદેશ મોકલવા માંગો છો તે લોકોના નામ અથવા @વપરાશકાર (વપરાશકારો)ના નામ દાખલ કરો. સમૂહ સંદેશમાં 50 લોકો સુધી શામેલ કરી શકાય છે.
  4. તમારો સંદેશ દાખલ કરો.
  5. ટેક્સ્ટ ઉપરાંત, તમે તમારા સીધા સંદેશ સાથે ફોટો, વિડિયો અથવા GIF શામેલ કરી શકો છો. સંદેશ કમ્પોઝ બારમાંથી અથવા વત્તા આયકન  પરથી તમે નીચેના વિકલ્પોનો પ્રવેશ મેળવી શકો છો:
    • ફોટો લેવા અથવા વિડિયો રેકોર્ડ કરવા માટે ફોટો આયકન પર હળવેથી ઠપકારો અથવા તમારા ડિવાઇસની ગેલેરીમાંથી એક જોડો. તમારી પાસે તમારો સંદેશ મોકલતા પહેલાં તમારો ફોટો સંપાદિત કરવાનો વિકલ્પ છે. સંપાદન સ્ક્રીન લાવવા માટે ફોટા પર હળવેથી ઠપકારો, જ્યાં તમે તેને સુધારી શકો છો, કાપી શકો છો અને ફિલ્ટર્સ ઉમેરી શકો છો. તમે સંપાદન કરી લો ત્યારે, સાચવો પર હળવેથી ઠપકારો. ફોટાના અદ્યતન વિકલ્પો વિશે વધુ જાણો.
    • તમારા સંદેશમાં એનિમેટેડ GIF શામેલ કરવા માટે, મીડિયા ગેલેરીમાંથી ફાઇલ શોધવા અને પસંદ કરવા GIF આયકન  પર હળવેથી ઠપકારો.
  6. તમારો સંદેશ મોકલવા માટે, પેપર એરપ્લેન આયકન  પર હળવેથી ઠપકારો

સીધો સંદેશ અથવા વાર્તાલાપ કાઢી નાખવા માટે:
 

  • સીધો સંદેશ કાઢી નાખવા માટે, સંદેશ પર હળવેથી ઠપકારો અને પકડી રાખો અને પૉપ અપ થયેલા મેનૂમાંથી સંદેશ કાઢી નાખો પસંદ કરો.
  • તમારા ઇનબોક્સમાંથી સંપૂર્ણ વાર્તાલાપ કાઢી નાખવા માટે, વાર્તાલાપ પર ડાબી બાજુ સ્વાઇપ કરો અને ટ્રેશ કેન આયકન પર હળવેથી ઠપકારો તમે વાર્તાલાપ માહિતી પૃષ્ઠ પર માહિતી આયકન પર હળવેથી ઠપકારીને અને વાર્તાલાપ કાઢી નાખો પસંદ કરીને પણ સંપૂર્ણ વાર્તાલાપ કાઢી શકો છો.
  • તમે સીધો સંદેશ અથવા વાર્તાલાપ (મોકલેલ અથવા પ્રાપ્ત કરેલ) કાઢી નાખો ત્યારે, તે ફક્ત તમારા એકાઉન્ટમાંથી કાઢી નાખવામાં આવે છે. વાર્તાલાપમાં રહેલા અન્યો હજુ પણ તમે કાઢી નાખેલા સીધા સંદેશા અથવા વાર્તાલાપો જોઈ શકશે.
     

સમૂહ વાર્તાલાપને મેનેજ કરવા માટે:
 

  • વાર્તાલાપના સહભાગીઓની યાદીનો ઝડપથી પ્રવેશ મેળવવા માટે, તમારા ઇનબોક્સમાંથી સમૂહ વાર્તાલાપની પ્રોફાઈલ ફોટો પર હળવેથી ઠપકારો. 
  • સમૂહ વાર્તાલાપમાંથી, સેટિંગ્સ પૃષ્ઠ ઉપર લાવવા માટે માહિતી આયકન  પર હળવેથી ઠપકારો.
  • સેટિંગ્સ વિગતો:
    • સમૂહ વાર્તાલાપ પ્રોફાઈલ ફોટો અને નામ અપડેટ કરવા માટે સંપાદિત કરો પર હળવેથી ઠપકારો. ફોટો બદલવા માટે, લાઈબ્રેરીમાંથી પસંદ કરવા ફોટોમાંથી કેમેરા આયકન પર હળવેથી ઠપકારો અથવા નવો ફોટો લો. અપડેટ કરવા માટે સાચવો પર હળવેથી ઠપકારો. 
      નોંધ: એકવાર તમે ફોટો અપડેટ કરો પછી, તમારી પાસે વર્તમાન ફોટો દૂર કરવા, વર્તમાન ફોટો જોવા, લાઇબ્રેરીમાંથી પસંદ કરવા અથવા નવો ફોટો લેવાનો વિકલ્પ રહેશે.
    • વાર્તાલાપમાં લોકોને ઉમેરવા માટે સભ્યો ઉમેરો પર હળવેથી ઠપકારો.
    • 1 કલાક, 8 કલાક, 1 અઠવાડિયું અથવા હંમેશ માટે સૂચનાઓને સ્નૂઝ કરવા માટે સ્લાઇડરને વાર્તાલાપને સ્નૂઝ કરોની બાજુમાં ખેંચો. 
    • સમૂહ વાર્તાલાપમાં તમારો ઉલ્લેખ થયેલો હોય ત્યારે તમે સૂચનાઓ પ્રાપ્ત કરશો કે નહીં તેનું નિયંત્રણ કરવા માટે સ્લાઇડરને ઉલ્લેખોનું જોડાણ અટકાવોની બાજુમાં ખેંચો. કૃપા કરીને નોંધી લેશો કે, જ્યાં સુધી આ સુવિધા સક્ષમ ન થાય ત્યાં સુધી, તમે વાર્તાલાપને સ્નૂઝ કરો સુવિધાને સક્ષમ કરી હોય તેમ છતાં, જ્યારે પણ વાર્તાલાપમાં તમે સીધા ઉલ્લેખિત હોવ ત્યારે તમને સૂચનાઓ પ્રાપ્ત થશે. વધુમાં, તે વાર્તાલાપ માટે ઉલ્લેખની સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે તમે સમૂહ વાર્તાલાપમાં સહભાગી હોવા આવશ્યક છે.
    • સમૂહ વાર્તાલાપની જાણ કરવા માટે, વાર્તાલાપની જાણ કરો પર હળવેથી ઠપકારો.
    • વાર્તાલાપમાંથી પોતાને દૂર કરવા માટે, વાર્તાલાપ છોડી દો પર હળવેથી ઠપકારો. 
       

એન્ડ્રોઈડ માટે X પરથી સીધો સંદેશ મોકલવો
 

  1. એન્વલપ આયકન પર હળવેથી ઠપકારો. તમને તમારા સંદેશા પર નિર્દેશિત કરાશે.
  2. નવો સંદેશ બનાવવા માટે સંદેશ આયકન  પર હળવેથી ઠપકારો.
  3. સરનામા બોક્સમાં, તમે જેમને સંદેશ મોકલવા માંગો છો તે લોકોના નામ અથવા @વપરાશકાર (વપરાશકારો)ના નામ દાખલ કરો. સમૂહ સંદેશમાં 50 લોકો સુધી શામેલ કરી શકાય છે.
  4. તમારો સંદેશ દાખલ કરો.
  5. તમારો સંદેશ દાખલ કરો.
    • ફોટો લેવા અથવા વિડિયો રેકોર્ડ કરવા માટે ફોટો આયકન  પર હળવેથી ઠપકારો અથવા તમારા ડિવાઇસની ગેલેરીમાંથી એક જોડો. તમારી પાસે તમારો સંદેશ મોકલતા પહેલાં iOS માટે X અથવા એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશન દ્વારા તમારો ફોટો સંપાદિત કરવાનો વિકલ્પ છે. સંપાદન સ્ક્રીન લાવવા માટે ફોટા પર હળવેથી ઠપકારો, જ્યાં તમે તેને સુધારી શકો છો, કાપી શકો છો અને ફિલ્ટર્સ ઉમેરી શકો છો. તમે સંપાદન કરી લો ત્યારે, સાચવો પર હળવેથી ઠપકારો. અદ્યતન ફોટો વિકલ્પો વિશે વધુ જાણો.
    • તમારા સંદેશમાં એનિમેટેડ GIF શામેલ કરવા માટે, મીડિયા ગેલેરીમાંથી ફાઇલ શોધવા અને પસંદ કરવા GIF આયકન  પર હળવેથી ઠપકારો.
  6. મોકલો આયકન પર હળવેથી ઠપકારો.
     

સીધો સંદેશ અથવા વાર્તાલાપ કાઢી નાખવા માટે:
 

  • સીધો સંદેશ કાઢી નાખવા માટે, સંદેશ પર હળવેથી ઠપકારો અને પકડી રાખો અને પૉપ અપ થયેલા મેનૂમાંથી સંદેશ કાઢી નાખો પસંદ કરો.
  • તમારા ઇનબોક્સમાંથી સંપૂર્ણ વાર્તાલાપ કાઢી નાખવા માટે, વાર્તાલાપ પર હળવેથી ઠપકારો અને પકડી રાખો અને વાર્તાલાપ કાઢી નાખો પસંદ કરો. તમે વાર્તાલાપ માહિતી પૃષ્ઠ પર માહિતી આયક્ન પર હળવેથી ઠપકારીને અને વાર્તાલાપ કાઢી નાખો પસંદ કરીને પણ સંપૂર્ણ વાર્તાલાપ કાઢી શકો છો.
  • તમે સીધો સંદેશ અથવા વાર્તાલાપ (મોકલેલ અથવા પ્રાપ્ત કરેલ) કાઢી નાખો ત્યારે, તે ફક્ત તમારા એકાઉન્ટમાંથી કાઢી નાખવામાં આવે છે. વાર્તાલાપમાં રહેલા અન્યો હજુ પણ તમે કાઢી નાખેલા સીધા સંદેશા અથવા વાર્તાલાપો જોઈ શકશે.
     

સમૂહ વાર્તાલાપને મેનેજ કરવા માટે:
 

  • વાર્તાલાપના સહભાગીઓની યાદીનો ઝડપથી પ્રવેશ મેળવવા માટે, તમારા ઇનબોક્સમાંથી સમૂહ વાર્તાલાપની પ્રોફાઈલ ફોટો પર હળવેથી ઠપકારો.
  • સમૂહ વાર્તાલાપમાંથી, સેટિંગ્સ પૃષ્ઠ ઉપર લાવવા માટે માહિતી આયકન પર હળવેથી ઠપકારો.
  • સેટિંગ્સ વિગતો:
    • સમૂહ વાર્તાલાપ પ્રોફાઈલ ફોટો અને નામ અપડેટ કરવા માટે સંપાદિત કરો પર હળવેથી ઠપકારો. નીચે દર્શાવેલા ફોટો વિકલ્પો ઉપર લાવવા માટે કેમેરા આયકન પર હળવેથી ઠપકારો: ફોટો જુઓ, કેમેરા, ફોટો ગેલેરી અથવા ફોટો દૂર કરો. અપડેટ કરવા માટે સાચવો પર હળવેથી ઠપકારો.
    • વાર્તાલાપમાં લોકોને ઉમેરવા માટે સભ્યો ઉમેરો પર હળવેથી ઠપકારો.  સમૂહના સર્જક મૂળભૂત એડમિન છે. જો સર્જક હવે સમૂહમાં ના હોય તો, એડમિન પછી સમૂહમાં જોડાનાર પ્રથમ સભ્ય એડમિન બની જશે. સમૂહના એડમિન તરીકે, તમે સમૂહમાંથી સભ્યોને દૂર કરવા સક્ષમ છો.
    • 1 કલાક, 8 કલાક, 1 અઠવાડિયું અથવા હંમેશ માટે સૂચનાઓને સ્નૂઝ કરવા માટે વાર્તાલાપને સ્નૂઝ કરો પર હળવેથી ઠપાકારો. 
    • સમૂહ વાર્તાલાપમાં તમારો ઉલ્લેખ થયેલો હોય ત્યારે તમે સૂચનાઓ પ્રાપ્ત કરશો કે નહીં તેનું નિયંત્રણ કરવા માટે ં સ્નૂઝ કરો ઉલ્લેખોની બાજુમાં બોક્સ પર ખરાની નિશાની કરો. કૃપા કરીને નોંધી લેશો કે, જ્યાં સુધી આ સુવિધા સક્ષમ ન થાય ત્યાં સુધી, તમે વાર્તાલાપને સ્નૂઝ કરો સુવિધાને સક્ષમ કરી હોય તેમ છતાં, જ્યારે પણ વાર્તાલાપમાં તમે સીધા ઉલ્લેખિત હોવ ત્યારે તમને સૂચનાઓ પ્રાપ્ત થશે. વધુમાં, તે વાર્તાલાપ માટે ઉલ્લેખની સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે તમે સમૂહ વાર્તાલાપમાં સહભાગી હોવા આવશ્યક છે.
    • સમૂહ વાર્તાલાપની જાણ કરવા માટે, વાર્તાલાપની જાણ કરો પર હળવેથી ઠપકારો.
    • વાર્તાલાપમાંથી પોતાને દૂર કરવા માટે, વાર્તાલાપ છોડી દો પર હળવેથી ઠપકારો.
       

વેબ મારફતે સીધો સંદેશ મોકલવો
 

  1. ડાબી તરફના નેવિગેશન બારમાં સંદેશા ક્લિક કરો.
  2. તમને તમારા સીધા સંદેશનો ઇતિહાસ દેખાશે. ટોચે નવો સંદેશ આયકન પર ક્લિક કરો.
  3. સરનામા બોક્સમાં, તમે જેમને સંદેશ મોકલવા માંગો છો તે લોકોના નામ અથવા @વપરાશકાર (વપરાશકારો)ના નામ દાખલ કરો. સમૂહ સંદેશમાં 50 લોકો સુધી શામેલ કરી શકાય છે.
  4. આગળ પર ક્લિક કરો.
  5. સંદેશ બોક્સમાં, તમે સીધા સંદેશ મારફતે ફોટો, વિડિયો, GIF અથવા ઇમોજી શામેલ કરી શકો છો:
  • ફોટો અથવા વિડિયો અપલોડ કરવા માટે ફોટો આયકન પર ક્લિક કરો.
  • તમારા સંદેશમાં એનિમેટેડ GIF શામેલ કરવા માટે, મીડિયા ગેલેરીમાંથી ફાઇલ શોધવા અને પસંદ કરવા GIF આયકન પર હળવેથી ઠપકારો.
  • મોકલવા માટે મોકલો બટન પર ક્લિક કરો અથવા એન્ટર કી દબાવો. 
     

નોંધ: સંદેશમાં નવી લાઇન શરૂ કરવા માટે, શિફ્ટ અને એન્ટર કી એક જ સમયે દબાવો. ફક્ત એન્ટર કી દબાવવાથી તમારો સંદેશ મોકલી દેવાશે.
 

સીધો સંદેશ અથવા વાર્તાલાપ કાઢી નાખવા માટે:
 

  • સીધો સંદેશ કાઢી નાખવા માટે, સંદેશ પર ક્લિક કરો અને કાઢી નાખો પસંદ કરો.
  • વાર્તાલાપ છોડી દેવા માટે, વાર્તાલાપ શોધી કાઢો અને તેને ખોલવા માટે ક્લિક કરો. માહિતી  આયકન પર ક્લિક કરો અને વાર્તાલાપ છોડી દો પસંદ કરો.
  • તમે સીધો સંદેશ કાઢી નાખો અથવા વાર્તાલાપ (મોકલેલ અથવા પ્રાપ્ત કરેલ) છોડી દો ત્યારે, તે ફક્ત તમારા એકાઉન્ટમાંથી કાઢી નાખવામાં આવે છે. વાર્તાલાપમાં રહેલા અન્યો હજુ પણ તમે કાઢી નાખેલા સીધા સંદેશા અથવા વાર્તાલાપો જોઈ શકશે.
     

સમૂહ વાર્તાલાપને મેનેજ કરવા માટે:
 

  • સમૂહ વાર્તાલાપમાંથી, વાર્તાલાપ સેટિંગ્સનો પ્રવેશ મેળવવા માટે માહિતી આયકન  પર ક્લિક કરો:
    • સમૂહ માહિતી પૃષ્ઠમાંથી, ડ્રોપ-ડાઉન મેનૂનો પ્રવેશ મેળવવા માટે વધુ આયકન  પર ક્લિક કરો. તમે સમૂહનું નામ સંપાદિત કરવા, નવો ફોટો અપલોડ કરવા, ફોટો જોવા અથવા ફોટો દૂર કરવા માટે પસંદ કરી શકો છો.
      નોંધ: જો સમૂહ સંદેશ ફોટો અપલોડ કરેલો હશે તો જ ફોટો જુઓ અને દૂર કરનો વિકલ્પ ઉપલબ્ધ થશે.
  • સૂચનાઓ હેઠળ, તમે આ માટે પસંદ કરી શકો છો: 
    • 1 કલાક, 8 કલાક, 1 અઠવાડિયું અથવા હંમેશ માટે સૂચનાઓને સ્નૂઝ કરવા માટે સૂચનાઓને સ્નૂઝ કરો પર ક્લિક કરો. 
    • સમૂહ વાર્તાલાપમાં તમારો ઉલ્લેખ થયેલો હોય ત્યારે તમે સૂચનાઓ પ્રાપ્ત કરશો કે નહીં તેનું નિયંત્રણ કરવા માટે ઉલ્લેખોનું સ્નૂઝ કરો પર ક્લિક કરો. કૃપા કરીને નોંધી લેશો કે, જ્યાં સુધી આ સુવિધા સક્ષમ ન થાય ત્યાં સુધી, તમે વાર્તાલાપને સ્નૂઝ કરો સુવિધાને સક્ષમ કરી હોય તેમ છતાં, જ્યારે પણ વાર્તાલાપમાં તમે સીધા ઉલ્લેખિત હોવ ત્યારે તમને સૂચનાઓ પ્રાપ્ત થશે. વધુમાં, તે વાર્તાલાપ માટે ઉલ્લેખની સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે તમે સમૂહ વાર્તાલાપમાં સહભાગી હોવા આવશ્યક છે.
  • સમૂહ વાર્તાલાપની જાણ કરવા માટે, વાર્તાલાપની જાણ કરો પર ક્લિક કરો.
  • વાર્તાલાપમાંથી પોતાને દૂર કરવા માટે, વાર્તાલાપ છોડી દો પર ક્લિક કરો.
     

સીધા સંદેશની સૂચનાઓને સ્નૂઝ કરવું

તમે સીધા સંદેશા માટે 1 કલાક, 8 કલાક, 1 અઠવાડિયું અથવા હંમેશ માટે સૂચનાઓને સૂઝ કરી શકો છો. તમે કોઈ સીધા સંદેશ વાર્તાલાપને સ્નૂઝ કરો ત્યારે, તમને હજુ પણ નવા સંદેશા પ્રાપ્ત થશે, પરંતુ તમને દર વખતે સૂચના પ્રાપ્ત નહીં થાય. નોંધ: ઉલ્લેખોને સ્નૂઝ કરો સક્ષમ કરેલું ના હોય ત્યાં સુધી, તમે હજુ પણ જે સમૂહ વાર્તાલાપનો હિસ્સો છો તેમાં જ્યારે તમે સીધા ઉલ્લેખિત હોવ ત્યારે સૂચનાઓ પ્રાપ્ત કરશો.

X.com, iOS માટે X અને એન્ડ્રોઈડ માટે X પર સીધા સંદેશ વાર્તાલાપમાંથી કેવી રીતે સ્નૂઝ કરવુંં:
 

  1. તમે સ્નૂઝ કરવા માંગતા હોવ તે સીધા સંદેશ પર નેવિગેટ કરો.
  2. સંદેશ સેટિંગ્સમાં ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
  3. માહિતી આયકન  પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો પછી સૂચનાઓને સ્નૂઝ કરવા પસંદ કરો. 
  4. પૉપ-અપ મેનૂમાંથી, તમને ઇચ્છા હોય તે સ્નૂઝ કરવાનો સમય અંતરાલ પસંદ કરો. 1 કલાક, 8 કલાક, 1 અઠવાડિયું અથવા હંમેશ માટે
  5. સ્નૂઝને દૂર કરવા માટે, માહિતી આયકન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો, પછી સૂચનાઓ પરના સ્નૂઝ કરવાને દૂર કરવાને સ્લાઇડર પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
     

કેવી રીતે iOS માટે X પર તમારા સીધા સંદેશ ઇનબોક્સમાંથી સ્નૂઝ કરવા:
 

  1. તમારા સીધા સંદેશ ઇનબોક્સ પર નેવિગેટ કરો.
  2. તમે સ્નૂઝ કરવા માંગતા હોવ તે વાર્તાલાપ શોધો.
  3. સંદેશ પર ડાબી તરફ સ્વાઇપ કરો અને સૂચનાઓ આયકન  પર હળવેથી ઠપકારો.
    નોંધ: તમે ડાબી તરફ સ્વાઇપ કરો ત્યારે વાર્તાલાપની જાણ કરવાનું  અથવા કાઢી નાખવાનું  પણ પસંદ કરી શકો છો.
  4. પૉપ-અપ મેનૂમાંથી, તમને ઇચ્છા હોય તે સ્નૂઝ કરવાનો સમય અંતરાલ પસંદ કરો. 1 કલાક, 8 કલાક, 1 અઠવાડિયું અથવા હંમેશ માટે
  5. સ્નૂઝ દૂર કરવા માટે, ડાબી તરફ સ્વાઇપ કરો અને સ્નૂઝ કરેલ સૂચનાઓ આયકન  પર હળવેથી ઠપકારો
     

કેવી રીતે એન્ડ્રોઈડ માટે X પર તમારા સીધા સંદેશ ઇનબોક્સમાંથી સ્નૂઝ કરવા:
 

  1. તમારા સીધા સંદેશ ઇનબોક્સ પર નેવિગેટ કરો.
  2. તમે સ્નૂઝ કરવા માંગતા હોવ તે વાર્તાલાપ શોધો.
  3. સંદેશ પર લાંબો સમય દબાવી રાખો અને સૂચનાઓેને સ્નૂઝ કરો પર હળવેથી ઠપકારો.
  4. પૉપ-અપ મેનૂમાંથી, તમને ઇચ્છા હોય તે સ્નૂઝ કરવાનો સમય અંતરાલ પસંદ કરો. 1 કલાક, 8 કલાક, 1 અઠવાડિયું અથવા હંમેશ માટે
  5. સંદેશ પર લાંબો સમય દબાવી રાખો અને સૂચનાઓે પરથી સ્નૂઝ દૂર કરો પર હળવેથી ઠપકારો.
     

સીધા સંદેશ પુશ સૂચનામાંથી કેવી રીતે સ્નૂઝ કરવું:
 

  1. તમે સ્નૂઝ કરવા માંગતા હોવ તે મોબાઇલ ડિવાઇસની લૉક સ્ક્રીન પર સીધા સંદેશ પુશ સુચના શોધો:
    1. iOS માટે X એપ્લિકેશન પરથી: લૉક સ્ક્રીન પુશ સૂચના પર ડાબી બાજુ સ્વાઇપ કરો, જુઓ પર હળવેથી ઠપકારો, પછી 1 કલાક માટે સ્નૂઝ કરો પર હળવેથી ઠપકારો.
    2. એન્ડ્રોઈડ માટે X પરથી: લૉક સ્ક્રીન પુશ સૂચના પર નીચેની બાજુ સ્વાઇપ કરો, પછી સ્નૂઝ કરો પર હળવેથી ઠપકારો. 
  2. વાર્તાલાપ સૂચનાઓને એક કલાક માટે સ્નૂઝ કરવામાં આવશે. 
     

સીધા સંદેશ અથવા વાર્તાલાપની જાણ કરવી
 

તમે વ્યક્તિગત સંદેશ અથવા સંપૂર્ણ વાર્તાલાપની જાણ કરી શકો છો. કેવી રીતે ઉલ્લંઘનો માટે ટ્વીટ અથવા સીધા સંદેશની જાણ કરવી તે જાણો.
 

સીધા સંદેશ દ્વારા ટ્વીટ શેર કરવી
 

સીધા સંદેશ દ્વારા ટ્વીટ શેર કરવી એ મિત્રોના સમૂહ સાથે વાર્તાલાપ છેડવાની સરસ રીત છે. 
 

કોઈપણ વ્યક્તિ પાસેથી સીધા સંદેશા પ્રાપ્ત કરવા
 

જો તમે twitter.com પર તમારી ગોપનીયતા અને સલામતી સેટિંગ્સ પ્રત્યેક વ્યક્તિ તરફથી સંદેશા વિનંતીઓને મંજૂરી આપોની બાજુના બોક્સમાં ખરાની નિશાની કરો તો, તમે કોઈપણ તરફથી સંદેશા પ્રાપ્ત કરી શકો છો. iOS માટે X અથવા એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે X મારફતે પણ આ સેટિંગ્સ સમાયોજિત કરી શકો છો. જો તમે આ વિકલ્પ સક્ષમ કરો તો, કોઈપણ વ્યક્તિ તમને સંદેશ મોકલી શકે છે અને સમૂહ વાર્તાલાપોમાં ઉમેરી શકે છે.
 

iOS માટે Xનો ઉપયોગ કરીને તમારી સેટિંગ્સ બદલવી:
 

  1. નેવિગેશન મેનૂના આયકનને હળવેથી ઠપકારો
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  3. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  4. કોઈપણ વ્યક્તિને તમને સીધા સંદેશા મોકલવાની મંજૂરી આપવા માટે, સીધા સંદેશા હેઠળ અને કોઈપણ વ્યક્તિ તરફથી સીધા સંદેશા પ્રાપ્ત કરોની બાજુમાં, સ્લાઇડરને ખેંચો.
     

એન્ડ્રોઈડ માટે Xનો ઉપયોગ કરીને તમારી સેટિંગ્સ બદલવી:
 

  1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  3. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  4. કોઈપણ વ્યક્તિને તમને સીધા સંદેશા મોકલવાની મંજૂરી આપવા માટે, સીધા સંદેશા હેઠળ અને કોઈપણ વ્યક્તિ તરફથી સીધા સંદેશા પ્રાપ્ત કરોની બાજુમાં, બોક્સ પર ખરાની નિશાની કરો.
     

X.com માટે Xનો ઉપયોગ કરીને તમારી સેટિંગ્સ બદલવી:
 

  1. નેવિગેશન બારમાં વધુ  આયકન પર ક્લિક કરો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  3. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  4. કોઈપણ વ્યક્તિને તમને સીધા સંદેશા મોકલવાની મંજૂરી આપવા માટે, સીધા સંદેશા હેઠળ અને કોઈપણ વ્યક્તિ તરફથી સીધા સંદેશા પ્રાપ્ત કરોની બાજુમાં, બોક્સ પર ખરાની નિશાની કરો.
     

નોંધ:  કોઈપણ વ્યક્તિ તરફથી સીધા સંદેશા પ્રાપ્ત કરો સેટિંગ અક્ષમ કરવાથી, કોઈ એવી વ્યક્તિ કે જેને તમે અનુસરતા નથી તેમની સાથે તમે જો અગાઉ પહેલાંથી જ વાર્તાલાપ સ્થાપિત કર્યો હશે તો તેમના તરફથી આવતા સીધા સંદેશા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવાથી રોકી શકશે નહીં. તમારે કાં તો વાર્તાલાપની જાણ કરવી પડશે અથવા તે વ્યક્તિ તરફથી સીધા સંદેશા પ્રાપ્ત કરવાનું રોકાવા માટે એકાઉન્ટઅવરોધિત કરવું પડશે.

સીધા સંદેશની વિનંતીઓની સમીક્ષા કરવી
 

જો તમારી પાસે કોઈપણ વ્યક્તિ તરફથી સીધા સંદેશા પ્રાપ્ત કરો સેટિંગ સક્ષમ કરેલ હોય તો, તમે જેમને નથી અનુસરતા તેવા લોકો તરફથી આવી રહેલા સંદેશા વિનંતીઓ તરીકે સંદેશા ટેબમાં દેખાશે નહીં. તમે અનુસરતા નથી તેવા લોકો દ્વારા તમને ઉમેરવામાં આવ્યા હોય તેવા નવા સમૂહ વાર્તાલાપો પણ વિનંતીઓમાં દેખાશે. વાર્તાલાપમાં દાખલ કરતા, તમને સંદેશ કાં તો કાઢી નાખવાનું અથવા સ્વીકારવાનું કહેવામાં આવશે. સંદેશ સ્વીકારવાથી તે વ્યક્તિ સાથે તમને જોડાવાની મંજૂરી આપશે અને સંદેશ તમારા ઇનબોક્સમાં ખસી જશે. કૃપા કરીને નોંધી લેશો કે, તમે વિનંતી સ્વીકારો નહીં ત્યાં સુધી તેમને ખબર નહીં પડે કે તમે સંદેશ જોયો છે.

સંદેશ કાઢી નાખવાથી તે તમારા ઇનબોક્સમાંથી દૂર થઈ જશે. નોંધ: સંદેશ કાઢી નાખવાથી ભવિષ્યમાં તે એકાઉન્ટને તમને સંદેશા મોકલવાથી રોકશે નહીં. તમારી પાસે હંમેશા એકાઉન્ટ અવરોધિત કરવાનો અથવા વાર્તાલાપની જાણ કરવાનો વિકલ્પ રહેશે. અવરોધિત કરેલા એકાઉન્ટ્સને તમે અનવરોધિત કરે નહીં ત્યાં સુધી, તમને સંદેશા મોકલી શકતા નથી.

સંદેશ સ્વીકારવાથી તે વ્યક્તિ સાથે તમને જોડાવાની મંજૂરી આપશે. સંદેશ સ્વીકારતા પહેલાં તમામ મીડિયા છુપાવી દેવામાં આવશે. જો તમે છુપાવેલા મીડિયા જોવા માંગતા હોવ તો, મીડિયા જૂઓ પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.

નોંધ: તમે અનુસરતા નથી તેવી કોઈ વ્યક્તિના સ્વીકારવા અથવા કાઢી નાખવા અને મીડિયા જોવા નો વિકલ્પ ફક્ત iOS અને એન્ડ્રોઇડ માટે X એપ્લિકેશન અને X.com પર ઉપલબ્ધ છે.

વધુમાં, મૂળભૂત રીતે, iOS અને એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશન માટે તમારા ઇનબોક્સના વિનંતીઓ વિભાગની નબળી-ગુણવત્તાની વિનંતીઓ અમે ફિલ્ટર કરીશું. સક્ષમ કરેલ હોય ત્યારે, સંદેશ વિનંતીઓ માટેનું ફિલ્ટર અમને નબળી ગુણવત્તાની લાગે તેવી વાર્તાલાપ વિનંતીઓ છુપાવી દે છે. તમને ફિલ્ટર કરેલી વિનંતીઓ માટે સૂચનાઓ પ્રાપ્ત થશે નહીં, પરંતુ આ સંદેશાઓ હજી પણ તમારા ઇનબોક્સના વિનંતી વિભાગના નીચે હાજર રહેલા નીચી ગુણવત્તાના ફિલ્ટર પાછળ જોઈ શકાય તેવા હશે.

સંદેશ વિનંતીઓ માટે ગુણવત્તા ફિલ્ટરને અક્ષમ અથવા સક્ષમ કરવા માટે:

  • તમારા વિનંતીઓ ટેબની ટોચે, સેટિંગ્સ બદલો પર હળવેથી ઠપકારો. 
  • તમારી સંદેશ સેટિંગ્સના ગોપનીયતા વિભાગમાં, ગુણવત્તા ફિલ્ટરની બાજુમાં સ્લાઇડર ટૉગલ કરો.
 

કેવી રીતે સીધા સંદેશાઓમાં ગ્રાફિક મીડિયાને ફિલ્ટર કરવું

ડિફૉલ્ટથી ફિલ્ટર સક્ષમ થાય છે અને આ રીતે કામ કરે છે:

  • DMમાં ગ્રાફિક મીડિયા પર પ્રદર્ષિત ચેતવણી હશે, તમે જેને અનુસરો છો અને અજાણ્યા મોકલનારાઓ બંને માટે. વધુમાં, જો તે કોઈ એવી વ્યક્તિ તરફથી હોય જેને તમે અનુસરતા નથી, તો અમે તેને બિનજરૂરીની જેમ પણ ગણીશું અને તેને તમારા વિનંતી ઇનબોક્સના તળિયે ખસેડીશું.
  • જો બંધ કરવામાં આવે, અને તમે જેને અનુસરો છો તેનો ગ્રાફિક સંદેશ તમને મળે છે, તો અમે તમને પ્રાપ્ત થઈ શકે તેવી વાર્તાલાપમાં અન્ય કોઈ પણ છબી વિડિયો અથવા GIFની જેમ ગ્રાફિક મીડિયા બતાવીશું. જો તે કોઈ એવી વ્યક્તિ તરફથી હોય જેને તમે અનુસરતા નથી, તો અમે હજી પણ ચેતવણી પ્રદર્શિત કરીશું કારણ કે અમે તે તમામ મીડિયા સાથે કરીએ છીએ, પરંતુ તે મીડિયાને સંભવિત સંવેદનશીલ/ગ્રાફિક તરીકે સ્પષ્ટપણે ઓળખશે નહીં.

નોંધ: જો તમારી પાસે તમારી ગોપનીયતા અને સલામતીસેટિંગ્સનાસીધા સંદેશાવિભાગ હેઠળ પ્રત્યેક વ્યક્તિ તરફથી સંદેશની વિનંતીઓની પરવાનગી આપો સેટિંગ સક્ષમ કરેલ હોય તો, તમારી ગોપનીયતા સેટિંગ્સમાંથી ગુણવત્તા ફિલ્ટર અક્ષમ અને સક્ષમ કરવું શક્ય છે. આ સુવિધા હાલમાં ફક્ત iOS અને એન્ડ્રોઈડ ડિવાઇસીસ પર ઉપલબ્ધ છે.

સીધો સંદેશ વાંચેલ રસીદો અક્ષમ કરવી
 

સીધા સંદેશા વાંચેલ રસીદોની સુવિધા ધરાવે છે જેથી તમે જાણી શકો છો કે લોકોએ ક્યારે તમારા સંદેશા જોયા. જ્યારે કોઈ વ્યક્તિ તમને સીધો સંદેશ મોકલે અને તમારી વાંચેલ રસીદો બતાવો સેટિંગ સક્ષમ કરેલ હોય તો, વાર્તાલાપની દરેક વ્યક્તિ જાણી શકશે કે તમે ક્યારે તે જોયો. આ સેટિંગ મૂળભૂત રીતે સક્ષમ કરેલ છે પરંતુ તમે કોઈપણ સમયે તમારી સેટિંગ્સ દ્વારા તેને બંધ (અથવા ફરી ચાલુ) કરી શકો છો. જો તમે વાંચેલ રસીદો બતાવો સેટિંગ બંધ કરી દો તો, તમે અન્ય લોકોની વાંચેલ રસીદો જોઈ શકશો નહીં.

વાંચેલ રસીદો ફક્ત iOS અને એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશનો અને X.com પર દૃશ્યક્ષમ છે. જોકે, કૃપા કરીને નોંધી લેશો કે, જ્યારે તમે મોબાઈલ વેબ પર સીધા સંદેશા જુઓ છો ત્યારે વાંચેલ રસીદો પણ મોકલવામાં આવશે.
 

iOS માટે Xનો ઉપયોગ કરીને અક્ષમ અથવા સક્ષમ કરવા માટે:
 

  1. ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  3. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  4. સુવિધા બંધ કરવા અથવા ફરી ચાલુ કરવા, સીધા સંદેશા હેઠળ અને વાંચેલ રસીદો બતાવોની બાજુમાં, સ્લાઇડર ખેંચો. 
     

એન્ડ્રાઈડ માટે Xનો ઉપયોગ કરીને અક્ષમ અથવા સક્ષમ કરવા માટે:
 

  1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  3. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  4. સુવિધા બંધ કરવા અથવા ફરી ચાલુ કરવા, સીધા સંદેશા હેઠળ અને વાંચેલ રસીદો બતાવોની બાજુમાં, સ્લાઇડર ખેંચો.
     

X.com દ્વારા અક્ષમ અથવા સક્ષમ કરવા માટે:
 

  1. વધુ  આયકન પર ક્લિક કરો, પછી ગોપનીયતા અને સલામતી પર ક્લિક કરો.
  2. સીધા સંદેશા હેઠળ અને વાંચેલ રસીદો બતાવોની બાજુમાં, સુવિધા બંધ કરવા માટે બોક્સ પર ક્લિક કરો અથવા ફરી ચાલુ કરવા માટે બોક્સ પર ક્લિક કરો.

નોંધ:  વિનંતીઓ હેઠળ દેખાતા વાર્તાલાપો માટે, તમે વાર્તાલાપ સ્વીકારો નહીં ત્યાં સુધી મોકલનાર(મોકલનારાઓ)ને નહીં દેખાય કે, તમે તેમના સીધા સંદેશા વાંચ્યા છે.

તમારા ફોન પર એસએમએસ મારફતે સીધા સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા
 

જો તમારું X એકાઉન્ટ તમારા મોબાઇલ ફોન સાથે જોડાયેલ હોય તો, તમે એસએમએસ દ્વારા સીધા સંદેશા મોકલી અને પ્રાપ્ત કરી શકો છો.

નોંધ: સીધા સંદેશ નિષ્ફળતા વિશે નોંધ: કૃપા કરીને તમે એસએમએસ મારફતે સીધા સંદેશા મોકલો તે d કમાન્ડ અને વપરાશકારનું નામ સહિત 160 અક્ષરોથી ઓછા હોય તેની કાળજીપૂર્વક ખાતરી કરો. તમારા સેવા પ્રદાતા 160 અક્ષરોથી વધુના એસએમએસ સંદેશા બહુવધિ એસએમએસ સંદેશામાં વિભાજિત કરી શકે છે. આ કિસ્સામાં, બીજો અને તે પછીના એસએમએસ સંદેશા સાર્વજનિક ટ્વીટ તરીકે પોસ્ટ થશે કારણ કે તે યોગ્ય ટેક્ષ્ટ કમાન્ડ (d વપરાશકારનું નામ) સાથે શરૂ થતા નથી, જે પહેલા એસએમએસ સંદેશની જેમ Xને જણાવે કે તે સીધા સંદેશા છે.

સીધા સંદેશા વિશે જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો
 

  • તમે સીધો સંદેશ અથવા વાર્તાલાપ (મોકલેલ અથવા પ્રાપ્ત કરેલ) કાઢી નાખો ત્યારે, તે ફક્ત તમારા એકાઉન્ટમાંથી કાઢી નાખવામાં આવે છે. વાર્તાલાપમાં રહેલા અન્યો હજુ પણ તમે કાઢી નાખેલા સીધા સંદેશા અથવા વાર્તાલાપો જોઈ શકશે. તમે સમૂહ વાર્તાલાપ કાઢી નાખો ત્યારે, તમે તે સમૂહ છોડી દેશો અને હવે તેમાં ભાગ લઈ શકશો નહીં.
  • તમે સીધા સંદેશમાં લિંક શેર કરો ત્યારે, તેની આપોઆપ પ્રક્રિયા થાય છે અને t.co લિંકમાં તેને ટૂંકાવી દેવામાં આવે છે. લિંક ટૂંકાવવા વિશે વધુ જાણો. કૃપા કરીને નોંધી લેશો કે t.co ટૂંકાવેલ લિંક સાથે કોઈપણ વ્યક્તિ ગંતવ્ય URL પર નેવિગેટ થઈ શકશે.
  • તમે સીધા સંદેશમાં મીડિયા શેર કરો ત્યારે, તે વાર્તાલાપમાં દરેકને દૃશ્યક્ષમ થશે. કૃપા કરીને નોંધી લેશો કે પ્રાપ્તિકર્તાઓ તમે સીધા સંદેશમાં શેર કરેલ મીડિયા ડાઉનલોડ કરી શકે છે અથવા તેની લિંક ફરી-શેર કરી શકે છે. સીધા સંદેશમાં શેર કરેલી મીડિયાની લિંક સાથે કોઈપણ વ્યક્તિ સામગ્રી જોઈ શકશે.
     

વધુ માહિતીની જરૂર છે?
 

સીધા સંદેશા વિશે સૌથી વધુ અવારનવાર પૂછાતા પ્રશ્નો તપાસો.

આ લેખને શેર કરો