કેવી રીતે ટ્વીટમાં તમારું સ્થાન ઉમેરવું

નોંધ: આ સુવિધાને ચાલુ કરવાથી X તમારી ટ્વીટના ભાગ રૂપે તમે જ્યાંથી ટ્વીટ કરી રહ્યા હો તે સ્થાનને બતાવી શકે છે.

એન્ડ્રોઈડ માટે X, iOS માટે X, X.com અથવા અન્ય મોબાઈલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને તમે તમારી ટ્વીટ્સમાં સ્થાન ઉમેરવાનું પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે: તમારી ટ્વીટને વધારાનો સ્થાન સંદર્ભ આપવા માટે, તમે "સોમા, સાન ફ્રાન્સિસ્કો" જેવા સામાન્ય સ્થાન લેબલ ઉમેરી શકો છો. પસંદગીના સ્થાનોમાં, iOS માટે X અને એન્ડ્રોઈડ માટે X પર, તમે કોઈ ચોક્કસ વ્યવસાય, સીમાચિહ્ન અથવા રુચિના અન્ય મુદ્દાના નામ સાથે પણ તમારી ટ્વીટને લેબલ કરી શકો છો. આ સ્થાનો Foursquare અને Yelp દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

જો તમે એન્ડ્રોઈડ માટે X અથવા iOS માટે Xનો ઉપયોગ કરી રહ્યા છો તો, ટ્વીટમાં તમારું ચોક્કસ સ્થાન (એટલે કે, તમે જ્યાંથી ટ્વીટ કરી તેના GPS યામ) સામેલ હોઈ શકે છે, જે તમે પસંદ કરેલ સ્થાન લેબલ ઉપરાંત X API દ્વારા શોધી શકાય છે. વધુ માહિતી માટે નીચે જુઓ.

તમારા સ્થાન સાથે ટ્વીટ કરવી
તમારી ટ્વીટ્સમાં સ્થાન ઉમેરવા માટે:
પગલું 1

તમારા ડિવાઇસ પર એકવાર ચોક્કસ સ્થાન સક્ષમ થઈ જાય પછી, તમે સામાન્ય રીતે કરો છો તેમ ટ્વીટ કમ્પોઝ કરો. જો તમે અગાઉ તમારી ટ્વીટ્સમાં સ્થાન જોડ્યું નથી તો, તમે ચોક્કસ સ્થાન સક્ષમ કરવા માંગો છો કે નહીં તેમ પૂછતું એક પ્રોમ્પ્ટ તમને દેખાઈ શકે છે.

પગલું 2

તમે પસંદ કરી શકો તે સ્થાનોની યાદી ખોલવા માટે ટ્વીટ કમ્પોઝ બોક્સમાં સ્થાન આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારી ટ્વીટમાં તમે ઉમેરવા માંગો છો તે સ્થાન પસંદ કરો.  

પગલું 4

જો તમે તમારી ટ્વીટ સાથે ફોટો જોડી રહ્યા છો જેને ઇન-એપ્લિકેશન કૅમેરા પર લેવામાં આવ્યો હતો અને સ્થાન આયકન પર હળવેથી ઠપકારો છો, તો તમારું ચોક્કસ સ્થાન (અક્ષાંશ અને રેખાંશ) ટ્વીટ સાથે સંકળાયેલું રહેશે અને API દ્વારા શોધી શકાશે. 

પગલું 5

iOS માટે Twitterના અગાઉના સંસ્કરણ માટે, તમે ટ્વીટ કરો ત્યારે તમારી ટ્વીટમાં હંમેશાં તમે પસંદ કરેલા સ્થાનનું નામ અને તમારા ડિવાઇસનું ચોક્કસ સ્થાન (જે API દ્વારા શોધી શકાશે) એ બંને સામેલ રહેશે. 

પગલું 6

આગલી વખતે તમે એ જ ડિવાઇસ પર Twitter એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્વીટ કરો ત્યારે, તમારા વર્તમાન સ્થાનનો ઉપયોગ કરીને તમારી ટ્વીટ સાથે તમારું સામાન્ય સ્થાન આપોઆપ પ્રદર્શિત કરવામાં આવશે. iOS માટે Twitterના 6.26 પહેલાંના સંસ્કરણો માટે, તમારા સામાન્ય સ્થાનની સાથોસાથ તમારું ચોક્કસ સ્થાન આપમેળે ટ્વીટ સાથે જોડાયેલું હશે (અને API દ્વારા શોધી શકાશે). 

તમારી ટ્વીટ્સમાં તમારું સ્થાન સમાવવાનું રોકવા માટે:
પગલું 1

ટ્વીટ કમ્પોઝ આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

સ્થાનોની ડ્રોપડાઉન યાદી ખોલવા માટે સ્થાન આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારું વર્તમાન સ્થાન હાઇલાઇટ કરવામાં આવશે. ટ્વીટમાંથી તમારા સ્થાન સંબંધી માહિતી દૂર કરવા માટે ટોચે ડાબી બાજુમાં આવેલા X પર હળવેથી ઠપકારો. તમે પછીથી ટ્વીટ પર સ્થાન ઉમેરવાનું પસંદ નહીં કરો ત્યાં સુધી તમારી સ્થાન સંબંધી માહિતી ભવિષ્યમાં ટ્વીટ્સમાં દેખાશે નહીં. 

તમારી ટ્વીટ્સમાં સ્થાન ઉમેરવા માટે:
પગલું 1

તમારા ડિવાઇસ પર એકવાર ચોક્કસ સ્થાન સક્ષમ થઈ જાય પછી, તમે સામાન્ય રીતે કરો છો તેમ ટ્વીટ કમ્પોઝ કરો. જો તમે અગાઉ તમારી ટ્વીટ્સમાં સ્થાન જોડ્યું નથી તો, તમે ચોક્કસ સ્થાન સક્ષમ કરવા માંગો છો કે નહીં તેમ પૂછતું એક પ્રોમ્પ્ટ તમને દેખાઈ શકે છે.

પગલું 2

તમે પસંદ કરી શકો તે સ્થાનોની યાદી ખોલવા માટે ટ્વીટ કમ્પોઝ બોક્સમાં સ્થાન આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારી ટ્વીટમાં તમે ઉમેરવા માંગો છો તે સ્થાન પસંદ કરો.  

પગલું 4

જો તમે તમારી ટ્વીટ સાથે ફોટો જોડી રહ્યા છો જેને ઇન-એપ્લિકેશન કૅમેરા પર લેવામાં આવ્યો હતો અને સ્થાન આયકન પર હળવેથી ઠપકારો છો, તો તમારું ચોક્કસ સ્થાન (અક્ષાંશ અને રેખાંશ) ટ્વીટ સાથે સંકળાયેલું રહેશે અને API દ્વારા શોધી શકાશે. 

પગલું 5

એન્ડ્રોઈડ માટે Twitterના અગાઉના સંસ્કરણ માટે, તમે ટ્વીટ કરો ત્યારે તમારી ટ્વીટમાં હંમેશાં તમે પસંદ કરેલા સ્થાનનું નામ અને તમારા ડિવાઇસનું ચોક્કસ સ્થાન (જે API દ્વારા શોધી શકાશે) એ બંને સામેલ રહેશે. 

પગલું 6

આગલી વખતે તમે એ જ ડિવાઇસ પર Twitter એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્વીટ કરો ત્યારે, તમારા વર્તમાન સ્થાનનો ઉપયોગ કરીને તમારી ટ્વીટ સાથે તમારું સામાન્ય સ્થાન આપોઆપ પ્રદર્શિત કરવામાં આવશે. એન્ડ્રોઈડ માટે Twitterના 5.55 પહેલાંના સંસ્કરણો માટે, તમારા સામાન્ય સ્થાનની સાથોસાથ તમારું ચોક્કસ સ્થાન આપમેળે ટ્વીટ સાથે જોડાયેલું હશે (અને API દ્વારા શોધી શકાશે). 

તમારી ટ્વીટ્સમાં તમારું સ્થાન સમાવવાનું રોકવા માટે:
પગલું 1

ટ્વીટ કમ્પોઝ આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

સ્થાનોની ડ્રોપડાઉન યાદી ખોલવા માટે સ્થાન આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારું વર્તમાન સ્થાન હાઇલાઇટ કરવામાં આવશે. ટ્વીટમાંથી તમારા સ્થાન સંબંધી માહિતી દૂર કરવા માટે ટોચે ડાબી બાજુમાં આવેલા "X" પર હળવેથી ઠપકારો. તમે પછીથી ટ્વીટ પર સ્થાન ઉમેરવાનું પસંદ નહીં કરો ત્યાં સુધી તમારી સ્થાન સંબંધી માહિતી ભવિષ્યમાં ટ્વીટ્સમાં દેખાશે નહીં. 

તમારી ટ્વીટ્સમાં સ્થાન ઉમેરવા માટે:
પગલું 1

ડાબી બાજુના નેવિગેશન મેનૂમાં, વધુ  આયકનને પસંદ કરો. 

પગલું 2

સેટિંગ્સ અને ગોપનીયતા પર જાઓ, પછી ગોપનીયતા અને સલામતી પર જાઓ.

પગલું 3

ડેટા શેરિંગ અને Twitter બહારની પ્રવૃત્તિની અંદર, સ્થાન સંબંધી માહિતી પર જાઓ.

પગલું 4

તમારી ટ્વીટ્સમાં સ્થાન સંબંધી માહિતી ઉમેરો પર જાઓ.

પગલું 5

જો બોક્સમાં ખરાની નિશાની હોય, તો તેનો અર્થ એ થાય કે 'તમારી ટ્વીટ્સમાં જોડાયેલી તમારા સ્થાન સંબંધી માહિતી'ની સુવિધા ચાલુ છે. સ્થાન સહિત ટ્વીટ કરવાની સુવિધાને બંધ કરવા માટે, એ બૉક્સમાંથી ખરાની નિશાની દૂર કરો.

તમારી ટ્વીટ્સમાં જોડાયેલી સ્થાન સંબંધી બધી માહિતીને દૂર કરવા માટે, બોક્સની નીચે રહેલા લાલ રંગના ટેક્સ્ટ પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો તથા કાઢી નાખોને પસંદ કરીને એ વાતની પુષ્ટિ કરો કે તમે તેમ કરવા આગળ વધવા માંગો છો.

નોંધ: તે નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે X પર સ્થાનની માહિતીને કાઢી નાખવાથી એ બાંયધરી મળતી નથી કે તે માહિતી ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સ પર અથવા બાહ્ય શોધ પરિણામોમાં રહેલા ડેટાની બધી કૉપિઓમાંથી દૂર કરવામાં આવશે. વધુમાં, આ સેટિંગ સીધા સંદેશા દ્વારા શેર કરેલ સ્થાનોને દૂર કરશે નહીં.

કેટલાક વિસ્તારોમાં, તમારી પાસે કોઈ ચોક્કસ વેપાર, સીમાચિહ્ન અથવા રુચિકર સ્થળ સાથે તમારી ટ્વીટને લેબલ કરવાનો વિકલ્પ હોય છે. આ જગ્યાઓનો સ્ત્રોત Foursquare અને Yelpથી મેળવવામાં આવે છે. જો તમે માનતા હો કે કોઈ ચોક્કસ ટ્વીટ અપમાનજનક છે તો, કૃપા કરીને અહીં આપેલી સૂચનાઓ અનુસરીને Xને તેની જાણ કરો.

આ લેખને શેર કરો