TweetDeck પર ટીમ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો
TweetDeckની ટીમ સુવિધા સાંકેતિક શબ્દ શેર કર્યા વિના બહુવિધ લોકોને Twitter એકાઉન્ટ શેર કરવા દે છે.
જ્યારે ટીમના સભ્ય પોતાના Twitter એકાઉન્ટ સાથે TweetDeckમાં લોગ ઈન કરે છે, ત્યારે તેઓ તેમના એકાઉન્ટ્સ ટેબમાં અને તેમની નવી ટ્વીટ પેનલમાં શેર કરેલ એકાઉન્ટ જોશે. ટીમના સભ્યો તેમના પોતાના એકાઉન્ટ્સ પર લોગીન ચકાસણી સક્ષમ કરી શકે છે, જે તેમના એકાઉન્ટ (તેમજ તેમના TweetDeckમાં કોઈપણ વધારાના એકાઉન્ટ્સ)ને સુરક્ષિત રાખશે.
ટીમ સુવિધા સાથે, એકાઉન્ટ માલિક તેમનો સાંકેતિક શબ્દ અન્ય લોકો સાથે શેર કર્યા વગર લોકોને એકાઉન્ટમાં પ્રવેશ આપી શકે છે:
માલિક
- સાંકેતિક શબ્દ, ફોન નંબર અને લોગીન ચકાસણી સેટિંગ્સ સંચાલિત કરી શકે છે.
- અન્યોને એડમિન અથવા યોગદાન આપનારાઓ તરીકે એકાઉન્ટમાં પ્રવેશ મેળવવા માટે આમંત્રિત કરી શકે છે.
- ટીમ એકાઉન્ટના વતીથી પગલાં (ટ્વીટ કરવું, પુનટ્વીટ કરવું, સીધો સંદેશ મોકલવો, લાઈક કરવું વગેરે) લઈ શકે છે, ટ્વીટ્સ શેડ્યુલ કરી શકે છે, યાદીઓ બનાવી શકે છે અને સંગ્રહો તૈયાર કરી શકે છે.
એડમિન
- અન્યોને એડમિન અથવા યોગદાન આપનારાઓ તરીકે એકાઉન્ટમાં પ્રવેશ મેળવવા માટે આમંત્રિત કરી શકે છે.
- ટીમ એકાઉન્ટના વતીથી પગલાં (ટ્વીટ કરવું, પુનટ્વીટ કરવું, સીધો સંદેશ મોકલવો, લાઈક કરવું વગેરે) લઈ શકે છે, ટ્વીટ્સ શેડ્યુલ કરી શકે છે, યાદીઓ બનાવી શકે છે અને સંગ્રહો તૈયાર કરી શકે છે.
યોગદાન આપનાર
- ટીમ એકાઉન્ટના વતીથી પગલાં (ટ્વીટ કરવું, પુનટ્વીટ કરવું, સીધો સંદેશ મોકલવો, લાઈક કરવું વગેરે) લઈ શકે છે, ટ્વીટ્સ શેડ્યુલ કરી શકે છે, યાદીઓ બનાવી શકે છે અને સંગ્રહો તૈયાર કરી શકે છે.
એકાઉન્ટ ક્રિયાઓ ક્લાયન્ટ પ્રમાણે સહેજ બદલાય છે. TweetDeck દ્વારા કેવી રીતે શરૂ કરવું તે અંગેની સૂચનાઓ માટે, નીચેના લેખો તપાસો:
નોંધ: એકાઉન્ટ માલિકો અધિકૃત એડમિન અને યોગદાન આપનારાઓ દ્વારા તેમના એકાઉન્ટ્સમાં પોસ્ટ કરેલી સામગ્રી માટે જવાબદાર હોય છે.
એકાઉન્ટનો પ્રવેશ શેર કરવો
તમારી ટીમ સેટ કરવા માટે:
- તમે જે એકાઉન્ટનો પ્રવેશ શેર કરવા માંગો છો તેની સાથે TweetDeckમાં લોગ ઈન કરો.
- નેવિગેશન બારમાં આપેલ એકાઉન્ટ્સ પર ક્લિક કરો.
- તમે જે એકાઉન્ટનો પ્રવેશ શેર કરવા માંગો છો તે પસંદ કરો અને ટીમ સંચાલિત કરો બટન પર ક્લિક કરો.
- તમે આમંત્રિત કરવા માંગતા હો તે વ્યક્તિનું નામ અથવા @વપરાશકારનું નામ એક ટીમ સભ્ય ઉમેરો ક્ષેત્રમાં ટાઈપ કરો.
- અધિકૃત કરો પર ક્લિક કરો. એકવાર તમે કોઈને અધિકૃત કરી લીધા પછી, તેમને ઈમેલ, તેમના TweetDeckની એકાઉન્ટ્સ પેનલમાં એક આમંત્રણ અને એક પુશ સૂચના મળશે.
- શેર કરેલ એકાઉન્ટનો ઉપયોગ શરૂ કરવા માટે ટીમના નવા સભ્યને આમંત્રણ સ્વીકારવું પડશે.
નોંધ: તમે કદાચ તમારું પોતાનું Twitter એકાઉન્ટ એડમિન તરીકે ઉમેરવું પડી શકે છે, જેથી તમે તમારા પોતાના TweetDeckથી ટીમ સંચાલિત કરી શકો. તમે 200 સુધી ટીમ સભ્યો ઉમેરી શકો છો.
ટીમનું સંચાલન કરવું
માત્ર શેર કરેલ એકાઉન્ટના માલિક જ સાંકેતિક શબ્દ, ફોન નંબર અને લોગીન ચકાસણી સેટિંગ્સ સંચાલિત કરે છે.
માલિકો અને એડમિન બંને ટીમનું સંચાલન કરી શકે છે.
TweetDeck દ્વારા ભૂમિકા બદલવા અથવા ટીમના સભ્યને દૂર કરવા માટે:
- નેવિગેશન બારમાં આપેલ એકાઉન્ટ્સ પર ક્લિક કરો.
- તમે જે એકાઉન્ટ સંચાલિત કરવા માંગો છો તે પસંદ કરો.
- ટીમના સભ્યોની યાદી ખોલવા માટે ટીમ સંચાલિત કરો પર ક્લિક કરો.
- તમે જેની ભૂમિકા બદલવા માંગો છો તે વ્યક્તિને શોધો અને ભૂમિકા બદલો પર ક્લિક કરો.
- યોગદાન આપનાર, એડમિન અથવા ટીમમાંથી દૂર કરો પસંદ કરો.
- તમારી પસંદગીની પુષ્ટિ કરો.
નોંધ: યોગદાન આપનારાઓ પાસે ટીમ એકાઉન્ટ્સ સંચાલિત કરવાની ક્ષમતા હોતી નથી. માત્ર એડમિન જ ટીમ સંચાલિત કરી શકે છે.
ટીમમાંથી પોતાને દૂર કરવું
જો તમે હવે ટીમમાં ન રહેવા માંગતા હોવ, તો તમે તે ટીમમાંથી પોતાને દૂર કરી શકો છો.
TweetDeck દ્વારા ટીમમાંથી પોતાને દૂર કરવા માટે:
- નેવિગેશન બારમાં આપેલ એકાઉન્ટ્સ પર ક્લિક કરો.
- તમે જે ટીમમાંથી પોતાને દૂર કરવા માંગો છો તેનું એકાઉન્ટ પસંદ કરો.
- ટીમ છોડી દો પર ક્લિક કરો.
- છોડી દો પર ક્લિક કરીને તમારી પસંદગીની પુષ્ટિ કરો.
તમે twitter.com પરની તમારી ગોપનીયતા અને સલામતી સેટિંગ્સના ટીમો માટે Twitter વિભાગ પર તમને કોણ આમંત્રિત કરી શકે છે તે સમાયોજિત કરવા માટે તમારી સેટિંગ્સ બદલી શકો છો.
મેં અગાઉ એકાઉન્ટ માટે સાંકેતિક શબ્દ આપ્યો હતો. હવે કોની પાસે પ્રવેશ છે તેનું સંચાલન હું કેવી રીતે કરી શકું છું?
ટીમના સભ્યોની તમારી યાદી એવી દરેક વ્યક્તિ બતાવે છે જેમની પાસે હાલમાં TweetDeckમાં આ એકાઉન્ટનો પ્રવેશ છે, જેમાં અગાઉ સાંકેતિક શબ્દ આપવામાં આવેલ તેમજ યોગદાન આપનાર અથવા એડમિન તરીકે ઉમેરવામાં આવેલ વ્યક્તિઓ પણ સામેલ છે.
જો યાદીમાં કોઈ એવી વ્યક્તિ દેખાતી હોય જેની પાસે પ્રવેશ ના હોવો જોઈએ, તો વ્યક્તિની બાજુમાં આપેલ ભૂમિકા બદલો પર ક્લિક કરો અને ટીમમાંથી દૂર કરો પસંદ કરો. આનાથી TweetDeckમાંથી તે વ્યક્તિનો પ્રવેશ પાછો ખેંચી લેવામાં આવશે. વધારાની સુરક્ષા માટે, તમારો સાંકેતિક શબ્દ બદલો અને twitter.com/settings/applications પર કઈ એપ્લિકેશન્સ પ્રવેશ માટે અધિકૃત કરવામાં આવી છે તેની સમીક્ષા કરો.
હું TweetDeckમાં જે અન્ય એકાઉન્ટ્સનો ઉપયોગ કરું છું તેમની માલિકી પણ ધરાવું છું. હું ટીમને કેવી રીતે સંચાલિત કરી શકું છું?
જો તમારી પાસે પેટા-એકાઉન્ટની માલિકી પણ હોય અને તે ટીમના સભ્યોની યાદી તમે જોવા અને સંચાલિત કરવા માંગતા હો, તો તમારે હાલમાં લોગ ઈન કરેલ એકાઉન્ટમાંથી લોગ આઉટ કરવું પડશે, પછી ઈચ્છિત એકાઉન્ટમાં પાછા લોગ ઈન કરવું પડશે.
જ્યાં સુધી તમે તમારા ટીમના સભ્યોને TweetDeckની ટીમની યાદીમાંથી દૂર નહીં કરો ત્યાં સુધી તેઓ તમારા Twitter એકાઉન્ટનો પ્રવેશ ગુમાવશે નહીં. TweetDeckમાં એપ્લિકેશન પ્રવેશ પાછો ખેંચી લેવાથી ટીમના સભ્યોની યાદી પર કોઈ અસર નહીં થાય.
જો તમે સાંકેતિક શબ્દ બદલશો તો તમારી ટીમના સભ્યો એકાઉન્ટનો પ્રવેશ ગુમાવશે નહીં. અમે તમને સાંકેતિક શબ્દ અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ જેથી માત્ર તમને જ (માલિક અથવા એકાઉન્ટ સંચાલિત કરનાર વ્યક્તિ તરીકે) તે ખબર હોય.
ટીમની સુવિધાનો ઉપયોગ કરવાનો અર્થ એ છે કે તમારી ટીમના સભ્યો તેમના Twitter એકાઉન્ટ સાથે TweetDeckમાં લોગ ઈન કરે છે. શેર કરેલા તમામ એકાઉન્ટ્સ સુરક્ષિત રાખવામાં મદદરૂપ થવા માટે તેઓ TweetDeckમાં લોગ ઈન થવા માટે જે એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય તેના માટેની લોગીન ચકાસણી તેઓ સક્ષમ કરી શકે છે.
જ્યારે તમને કોઈ ટીમ એકાઉન્ટમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિને તમારા એકાઉન્ટ્સમાંથી કોઈ એક માટે ટીમ પર આમંત્રિત કરવામાં આવે છે ત્યારે Twitter ઈમેલ સૂચના મોકલે છે. અમને લાગે છે કે આ તમારી ટીમ વિશે એક મહત્વપૂર્ણ સૂચના છે, તેથી તેમના માટે કોઈ અનસબ્સ્ક્રાઈબ વિકલ્પ નથી. "તમને આમંત્રિત કરવામાં આવ્યા છે" ઈમેલ સૂચનાઓ મેળવવાનું તમે રોકવા માંગતા હો, તો તમે twitter.com પર તમારી ગોપનીયતા અને સલામતી સેટિંગ્સ પર જઈને તમને કોણ આમંત્રિત કરી શકે છે તે સમાયોજિત કરવા માટે તમારી સેટિંગ્સ બદલી શકો છો.
તે વ્યક્તિની ગોપનીયતા સેટિંગ્સ સક્ષમ કરેલી હોઈ શકે છે જે તેમને કોઈ ટીમમાં ઉમેરવાથી રોકે છે. આવું થયું છે કે નહીં તે તપાસવા માટે ટીમના સભ્ય સાથે વાત કરો. નવા આમંત્રણને સ્વીકારવા માટે twitter.com પર આપેલ તેમની ગોપનીયતા અને સલામતી સેટિંગ્સ પૃષ્ઠના ટીમો માટે Twitter વિભાગની સેટિગ્સ તેઓ હંગામી રૂપે અક્ષમ કરી શકે છે.