Twitter પર પોસ્ટ કરેલી ખાનગી માહિતીની જાણ કરોો

અન્ય વ્યક્તિની ખાનગી અને ગોપનીય માહિતી પોસ્ટ કરવી એ Twitterના નિયમોનું ઉલ્લંઘન છે. અમારી Twitter પર પોસ્ટ કરેલી ખાનગી માહિતી સંબંધિત નીતિ વિશે વાંચો. 

શું જાણ કરવા માટે મારી પાસે Twitter એકાઉન્ટ હોવું જરૂરી છે?

ના, તમારી ખાનગી અને ગોપનીય માહિતી Twitter પર પોસ્ટ કરેલી છે તેનો રિપોર્ટ દાખલ કરવા માટે તમારી પાસે Twitter એકાઉન્ટનું હોવું જરૂરી નથી.

શું હું કૉપિરાઇટ લીધેલી સામગ્રીના બિનઅધિકૃત પોસ્ટિંગની જાણ કરી શકુ?

જો તમારી કૉપિરાઇટ લીધેલી સામગ્રી તમારી મંજૂરી વગર ટ્વીટ કરવામાં આવી હોય, તો કૃપા કરીને અમારી કૉપિરાઇટ અને DMCA નીતિ ની સમીક્ષા કરો.  

જો મારી માહિતી અન્ય વેબસાઈટ્સ પર પોસ્ટ કરેલી હોય તો હું શું કરી શકું?

Twitter સિવાય અન્ય કોઈપણ વેબસાઈટ પર પોસ્ટ કરેલી માહિતી અમે દૂર કરી શકતા નથી. જો તમારી માહિતી અન્ય વેબસાઈટ પર પોસ્ટ કરેલી હોય, તો કૃપા કરીને જ્યાં માહિતી પોસ્ટ કરેલી હોય તે વેબસાઈટ માટેના સહાયતા કેન્દ્ર અથવા સહાય સ્ટાફનો સંપર્ક કરો.

Twitter પર મારી ખાનગી માહિતી પોસ્ટ થઈ છે તેવી જાણ હું કેવી રીતે કરી શકુ?

તમે અપમાનજનક ટ્વીટ (ટ્વીટ્સ) પરથી સીધા જ જાણ કરી શકો છો કે તમારી ખાનગી માહિતી Twitter પર પોસ્ટ કરેલી છે. કેવી રીતે વ્યક્તિગત ટ્વીટ્સની જાણ કરવી તે જાણો.

કોઈએ તમારી ખાનગી માહિતી પોસ્ટ કરી છે તેવો રિપોર્ટ દાખલ કરો. 

Twitter ને માન્ય રિપોર્ટ મળે ત્યારે શું થાય?

અમને Twitter પર ખાનગી માહિતી પોસ્ટ કરવામાં આવી છે તેવો સંપૂર્ણ અને માન્ય રિપોર્ટ મળે એટલે, અમે જાણ કરેલા એકાઉન્ટ અને ટ્વીટ્સની તપાસ કરીશું. અમે એકાઉન્ટ અથવા ટ્વીટ્સ પર પગલાં લેતા પહેલા ક્યાં, કોઈપણ જગ્યાએ, માહિતી જાહેરમાં ઉપલબ્ધ કરાવાઈ છે કે કેમ તેની સમીક્ષા કરીશું.  જો તમે જાણ કરેલી માહિતી ઇન્ટરનેટ પર અગાઉ બીજે ક્યાંક પોસ્ટ કરેલી હશે, તો તે અમારી નીતિનું ઉલ્લંઘન નથી અને અમે પગલાં લઈશું નહીં.

Twitter અને અન્ય વેબસાઈટ્સ પર તમારી ખાનગી માહિતીનું રક્ષણ કરવું વિશે વધુ જાણો.

અમારી Twitter પર પોસ્ટ કરેલી ખાનગી માહિતી સંબંધિત નીતિ વાંચો.

Bookmark or share this article