કેવી રીતે તમારા સંપર્કો અપલોડ અને સંચાલિત કરવા

તમારા એકાઉન્ટમાં તમે તમારા સંપર્કો અપલોડ કરો ત્યારે, તમે પહેલાંથી જાણતા હોવ તેવા લોકોને Twitter પર શોધવામાં અમે તમારી મદદ કરી શકીએ છીએ. પછી તમે એવા સંપર્કોને શોધવા અને અનુસરવામાં સમર્થ હશો જેમણે અન્ય લોકોને તેમના ઈમેલ એડ્રેસ અથવા ફોન નંબર દ્વારા તેઓને શોધવાની મંજૂરી આપી છે. અમે સામગ્રીના વૈયક્તિકરણ માટે, જેમ કે તમારા અને અન્ય લોકો માટે સૂચનો કરવા અથવા વપરાશકારના એકાઉન્ટ્સ અને ટ્વીટ્સ બતાવવા, તમારી ઇમ્પોર્ટ કરેલી એડ્રેસ બુકના સંપર્કોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એકાઉન્ટ સૂચનો કરવા માટે અને Twitter પર અનુસરવા માટે લોકોને શોધવાની અન્ય રીતો વિશે અમે તમારા અપલોડ કરેલા સંપર્કોનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ જાણો.

તમારા ઈમેલ એડ્રેસ અથવા ફોન નંબર દ્વારા અન્ય લોકોને તમને શોધવાની મંજૂરી આપતી ગોપનીયતા સેટિંગ્સને સમાયોજિત કરીને તમારું એકાઉન્ટ અન્ય લોકોને સૂચવવા માટે Twitter તમારી એડ્રેસ બુકનો ઉપયોગ કરશે કે નહીં તે તમે નિયંત્રિત કરી શકો છો. 

 

View instructions for:

Twitter પર સંપર્કો અપલોડ કરવા માટે

  1. ટોચના મેનૂમાં, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
  2. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો. 
  3. શોધ ક્ષમતા અને સંપર્કો હેઠળ, શોધ ક્ષમતા અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. એડ્રેસ બુકના સંપર્કો સમન્વયિત કરો પર હળવેથી ઠપકારો. તમે તમારા સંપર્કો સમન્વયિત કરો ત્યારે, તમારા ઉપકરણની એડ્રેસ બુકના સંપર્કો Twitter પર ચાલુ ધોરણે અપલોડ કરવામાં આવશે.
  5. તમારી એડ્રેસ બુકમાંથી સંપર્કોના જે એકાઉન્ટ્સ પહેલાંથી જ Twitter પર છે તે બતાવવામાં આવશે.

 

 

Twitter પર સંપર્કો અપલોડ કરવા માટે

  1. ટોચના મેનુમાં, તમને કાં તો નેવિગેશન મેનુ આઈકોન   અથવા તમારી પ્રોફાઈલનું આઈકોન દેખાશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  2. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધ ક્ષમતા અને સંપર્કો હેઠળ, શોધ ક્ષમતા અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. એડ્રેસ બુકના સંપર્કો સમન્વયિત કરો પર હળવેથી ઠપકારો. તમે તમારા સંપર્કો સમન્વયિત કરો ત્યારે, તમારા ઉપકરણની એડ્રેસ બુકના સંપર્કો Twitter પર ચાલુ ધોરણે અપલોડ કરવામાં આવશે.
  5. તમારી એડ્રેસ બુકમાંથી સંપર્કોના જે એકાઉન્ટ્સ પહેલાંથી જ Twitter પર છે તે બતાવવામાં આવશે.

iOS અથવા એન્ડ્રોઇડ માટે Twitter એપ્લિકેશન પર એડ્રેસ બુકના સંપર્કો સમન્વયિત કરવાનું રોકવું

તમે એડ્રેસ બુકના સંપર્કોના સમન્વયનની સેટિંગ સમાયોજિત કરીને Twitter પર ચાલુ ધોરણે તમારા સંપર્કો અપલોડ થવાનું રોકી શકો છો.

iOS માટે Twitterનો ઉપયોગ કરવો:

  1. ટોચના મેનૂમાં, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો, પછી ગોપનયીતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધ ક્ષમતા અને સંપર્કો હેઠળ, શોધ ક્ષમતા અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. બંધ કરવા માટે એડ્રેસ બુકના સંપર્કો સમન્વયિત કરોની બાજુમાં, સ્લાઇડર ખેંચો.

 

એન્ડ્રોઇડ માટે Twitterનો ઉપયોગ કરવો:

  1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ આઈકોન  અથવા તમારી પ્રોફાઈલનું આઈકોન દેખાશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો, પછી ગોપનયીતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધ ક્ષમતા અને સંપર્કો હેઠળ, શોધ ક્ષમતા અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. બંધ કરવા માટે એડ્રેસ બુકના સંપર્કો સમન્વયિત કરોની બાજુમાં, બોક્સ પરથી ખરાનું ચિહ્ન દૂર કરો.

Note: આપેલ ઉપકરણ પર તમે તમારી એડ્રેસ બુકના સંપર્કો સમન્વયિત કરો સેટિંગ બંધ કરો ત્યારે, આ ફક્ત તે ઉપકરણમાંથી તમારા સંપર્કોને Twitter પર સમન્વયિત કરવાનું રોકશે. જો તમે અન્ય ઉપકરણોમાંથી તમારા સંપર્કોનું સમન્વયન રોકવા માંગતા હોવ તો, તમારે તે ઉપકરણો પર તમારી સેટિંગ્સ સમાયોજિત કરવાની અથવા Twitter પરથી તમામ સંપર્કો દૂર કરવાની જરૂર પડશે. Twitter તમે તમામ સંપર્કો દૂર ના કરો ત્યાં સુધી, તમે અગાઉ અપલોડ કરેલા સંપર્કોને સંગ્રહિત કરવાનું અને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખશે.

તમારી iOS અથવા એન્ડ્રોઇડ માટે Twitter એપ્લિકેશન પર સંપર્કો દૂર કરવા

  1. ટોચના મેનુમાં, તમારા પ્રોફાઈલ આઈકોન (iOS) અથવા નેવિગેશન મેનુ આઈકોન  અથવા તમારા પ્રોફાઈલ આઈકોન (એન્ડ્રોઇડ) પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો, પછી ગોપનયીતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધ ક્ષમતા અને સંપર્કો હેઠળ, શોધ ક્ષમતા અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. તમામ સંપર્કો દૂર કરો પર હળવેથી ઠપકારો. તમારે પ્રોમ્પ્ટ પર હળવેથી ઠપકારીને તમામ સંપર્કો દૂર કરવા માટે પુષ્ટિ કરવાની જરૂર પડશે.

Note: આ તમે અગાઉ અપલોડ કરેલા તમારા કોઈપણ સંપર્કો દૂર કરશે અને તમે અગાઉ સંપર્કો સમન્વયિત કરવાનું પસંદ કર્યું હોય તેવા કોઈપણ ઉપકરણ પરથી તમારા એકાઉન્ટની એડ્રેસ બુકના સંપર્કો સમન્વયિત કરો સેટિંગ બંધ કરશે. કૃપા કરીને ધ્યાન રાખો કે આ થોડો સમય લે છે અને તે દરમિયાન તમે હજુ પણ Twitter પર (તમારા સંપર્કોના આધારે) કેટલાક સૂચનો જોઈ શકો છો.

કેવી રીતે twitter.com દ્વારા સંપર્કો જોવા અને દૂર કરવા

સંપર્કો જોવા અથવા દૂર કરવા માટે:

તમે કોઈપણ સમયે Twitter પર અગાઉ ઇમ્પોર્ટ કરેલા સંપર્કોને જોઈ અથવા દૂર કરી શકો છો. કૃપા કરીને નોંધી લેશો કે આ માહિતી દૂર કર્યા પછી તમારી એકાઉન્ટ માટેની ભલામણો સંબંધિત ના પણ હોઈ શકે.

  1. વધુ  મેનુ પર ક્લિક કરો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર જાઓ.
  3. ગોપનીયતા અને સલામતી પર ક્લિક કરો.
  4. શોધ ક્ષમતા અને સંપર્કો પર ક્લિક કરો.
  5. સંપર્કો સંચાલિત કરો પર ક્લિક કરો.
  6. તમને તમારો સાંકેતિક શબ્દ દાખલ કરવા કહેવામાં આવી શકે છે. તમારા તમામ અપલોડ કરેલા સંપર્કો પ્રદર્શિત થશે.
  7. જો તમે તમારા સંપર્કો દૂર કરવા માંગો છો તો, તમામ સંપર્કો દૂર કરો પર ક્લિક કરો. તમે એકવાર દૂર કરો પર ક્લિક કરીને આ વિનંતીની પુષ્ટિ કરો એટલે, તમે અગાઉ અપલોડ કરેલા તમારા કોઈપણ સંપર્કો Twitter પરથી દૂર થશે અને તમે અગાઉ સંપર્કો સમન્વયિત કરવાનું પસંદ કર્યું હોય તેવા કોઈપણ ઉપકરણ પરથી તમારા એકાઉન્ટની એડ્રેસ બુકના સંપર્કો સમન્વયિત કરો સેટિંગ બંધ થશે. કૃપા કરીને ધ્યાન રાખો કે આ થોડો સમય લે છે અને તે દરમિયાન તમે હજુ પણ Twitter પર (તમારા સંપર્કોના આધારે) કેટલાક સૂચનો જોઈ શકો છો.

mobile.twitter.com દ્વારા સંપર્કો દૂર કરવા:

  1. તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો, પછી ગોપનયીતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધ ક્ષમતા અને સંપર્કો હેઠળ, શોધ ક્ષમતા અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. સંપર્કો દૂર કરો પર હળવેથી ઠપકારો. તમારે પ્રોમ્પ્ટ પર હળવેથી ઠપકારીને તમામ સંપર્કો દૂર કરવા માટે પુષ્ટિ કરવાની જરૂર પડશે.

Bookmark or share this article