goglobalwithtwitterbanner

કેવી રીતે Twitter પર વિડિયો શેર કરવા અને જોવા

Twitter પર વિડિયો શેર કરવા

Twitter પર વિડિયો શેર કરવાની ચાર રીત છે:

  1. રેકોર્ડ કરો: તમે Twitter એપ્લિકેશન (આઈફોન માટે Twitter અથવા એન્ડ્રોઈડ OS 4.1 અને તેથી ઉચ્ચ માટે Twitter)થી વિડિયો રેકોર્ડ, સંપાદિત અને શેર કરી શકો છો.
  2. ઈમ્પોર્ટ કરો: જો તમે આઈફોન અથવા આઈપેડ એપ્લિકેશન માટે Twitterનો ઉપયોગ કરો છો તો, તમે તમારા ઉપકરણમાંથી વિડિયો ઈમ્પોર્ટ કરી શકો છો.
  3. અપલોડ કરો: તમે twitter.com પર વિડિયો અપલોડ કરી શકો છો.
  4. લાઈવ જાઓ: તમારી Twitter એપ્લિકેશનથી કેવી રીતે લાઈવ વિડિયો બનાવવો તે જાણો.
આના માટે સૂચનાઓ જુઓ:

ટ્વીટ માટે વિડિયો રેકોર્ડ કરવા

  1. મોમેન્ટમાં ઝડપથી વિડિયો શેર કરવા માટે, ટોચના મેનૂમાંથી કેમેરા આઈકોન  પર હળવેથી ઠપકારો અથવા સમય અવધિમાંથી ડાબી તરફ સ્વાઇપ કરો.
    વિડિયો રેકોર્ડ કરવા માટે કેપ્ચર આઈકોન પર હળવેથી ઠપકારો અને પકડી રાખો.

    તમારી પાસે ટ્વીટની નકલ અને સ્થાન ઉમેરવાનો વિકલ્પ છે.

    તે શેર કરવા માટે, તમે પોસ્ટ કરવા તૈયાર હોવ ત્યારે ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો અથવા તેને તમારી છેલ્લી ટ્વીટ સાથે જોડવા માટે થ્રેડમાં ઉમેરો પર હળવેથી ઠપકારો અને પછી ઉમેરો પર દબાવો.

  2. ટ્વીટમાં વિડિયો ઉમેરવો.
    તમારા વિચારમાં વિડિયો ઉમેરવા માટે તે લેવા અથવા અપલોડ કરવા તમે ટ્વીટ કરો આઈકોન  પર હળવેથી ઠપકારી શકો છો.

    ટ્વીટ લખવાના બોક્સની નીચે, નવો વિડિયો ઉમેરવા માટે તમે ઝડપથી પસંદગીના વિકલ્પો જોશો. તમારી ગેલેરીમાંથી તમારા સૌથી તાજેતરના વિડિયો સરળ પ્રવેશ માટે થંબનેઇલ પ્રીવ્યૂ તરીકે દેખાશે.

    વિડિયો લેવા માટે કેમેરા આઈકોન  પર હળવેથી ઠપકારો.

    નીચેના ભાગે બારની કોઈપણ બાજુ ખેંચીને તમે તમારા વિડિયોની લંબાઈ ટૂંકી કરી શકો છો. વિડિયોની મહત્તમ લંબાઈ 2 મિનિટ અને 20 સેકન્ડ છે.

    તમારા સંપાદનો સમાપ્ત કરવા માટે ટ્રીમ કરો પર હળવેથી ઠપકારો. તમારા વિડિયોને ટ્વીટ કરવાની પહેલાં તમે પ્લે બટન પર હળવેથી ઠપકારીને તેનું પ્રીવ્યૂ કરી શકો છો અને વિડિયો શેર કરવાની પહેલાં તેમાં વધારાના સંપાદનો કરી શકો છો.

    પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો. 

નોંધ: ટ્વીટ કરવાની પહેલાં વિડિયો દૂર કરવા માટે, વિડિયો થંબનેઇલ પર X પર હળવેથી ઠપકારો.

ટ્વીટ માટે વિડિયો રેકોર્ડ કરવા

  1. મોમેન્ટમાં ઝડપથી વિડિયો શેર કરવા માટે, ટોચના મેનૂમાંથી કેમેરા આઈકોન પર હળવેથી ઠપકારો અથવા સમય અવધિમાંથી ડાબી તરફ સ્વાઇપ કરો.

    વિડિયો રેકોર્ડ કરવા માટે કેપ્ચર આઈકોન પર હળવેથી ઠપકારો અને પકડી રાખો.

    તમારી પાસે ટ્વીટની નકલ અને સ્થાન ઉમેરવાનો વિકલ્પ છે.

    તે શેર કરવા માટે, તમે પોસ્ટ કરવા તૈયાર હોવ ત્યારે ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો અથવા તેને તમારી છેલ્લી ટ્વીટ સાથે જોડવા માટે થ્રેડમાં ઉમેરો પર હળવેથી ઠપકારો અને પછી ઉમેરો પર દબાવો.

  2. ટ્વીટમાં વિડિયો ઉમેરવો.
    તમારા વિચારમાં વિડિયો ઉમેરવા માટે તે લેવા અથવા અપલોડ કરવા તમે ટ્વીટ કરો આઈકોન પર હળવેથી ઠપકારી શકો છો.

    ટ્વીટ લખવાના બોક્સની નીચે, નવો વિડિયો ઉમેરવા માટે તમે ઝડપથી પસંદગીના વિકલ્પો જોશો. તમારી ગેલેરીમાંથી તમારા સૌથી તાજેતરના વિડિયો સરળ પ્રવેશ માટે થંબનેઇલ પ્રીવ્યૂ તરીકે દેખાશે.

    વિડિયો લેવા માટે કેમેરા આઈકોન પર હળવેથી ઠપકારો.

    નીચેના ભાગે બારની કોઈપણ બાજુ ખેંચીને તમે તમારા વિડિયોની લંબાઈ ટૂંકી કરી શકો છો. વિડિયોની મહત્તમ લંબાઈ 2 મિનિટ અને 20 સેકન્ડ છે.

    તમારા સંપાદનો સમાપ્ત કરવા માટે ટ્રીમ કરો પર હળવેથી ઠપકારો. તમારા વિડિયોને ટ્વીટ કરવાની પહેલાં તમે પ્લે બટન પર હળવેથી ઠપકારીને તેનું પ્રીવ્યૂ કરી શકો છો અને વિડિયો શેર કરવાની પહેલાં તેમાં વધારાના સંપાદનો કરી શકો છો.

    સમાપ્ત કરવા માટે ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો. 

નોંધ: ટ્વીટ કરવાની પહેલાં વિડિયો દૂર કરવા માટે, વિડિયો થંબનેઇલ પર X પર હળવેથી ઠપકારો.

નોંધ: તમે તમારી સેટિંગ્સ અને ગોપનીયતાના પ્રવેશયોગ્યતા વિભાગમાંથી પણ તમારી ઓટોપ્લે સેટિંગ્સ સમાયોજિત કરી શકો છો.

વેબ મારફતે વિડિયો અપલોડ અને ટ્વીટ કરવા માટે

  1. કંપોઝ બોક્સનો ઉપયોગ કરો અથવા ટ્વીટ કરો બટન પર ક્લિક કરો. 
  2. ગેલેરી બટન પર ક્લિક કરો
  3. તમારા કમ્પ્યુટરમાં સંગ્રહિત વિડિયો ફાઈલ પસંદ કરો અને ખોલો પર ક્લિક કરો. જો વિડિયો સમર્થિત ફોર્મેટમાં નહીં હોય તો તમને સચેત કરવામાં આવશે. ટ્વીટવિડિયો માટે મહત્તમ ફાઇલ કદ 512MB છે, પરંતુ તમે 2 મિનિટ અને 20 સેકન્ડ કરતા વધુ લાંબો વિડિયો અપલોડ કરી શકો છો અને ટ્વીટમાં વિડિયો શામેલ કરતાં પહેલાં તેને ટ્રિમ કરી શકો છો.
  4. તમારો સંદેશ પૂર્ણ કરો અને તમારી ટ્વીટ અને વિડિયો શેર કરવા માટે ટ્વીટ કરો પર ક્લિક કરો. 

Twitter પર વિડિયો જોવા

સમય અવધિઓ, મોમેન્ટ્સ, અન્વેષણ કરો ટેબ અને સમગ્ર Twitterમાં, મૂળ વિડિયો અને GIF ઓટોપ્લે થશે.

કેવી રીતે હું વિડિયોને ઓટોપ્લે થતા રોકી શકું?

તમે વિડિયો ઓટોપ્લે સેટિંગમાં ફેરફાર કરીને તમારી સમય અવધિ, મોમેન્ટ્સ અને અન્વેષણ કરો ટેબમાં વિડિયો ઓટોપ્લે થતા રોકી શકો છો. twitter.com અને Twitter એપ્લિકેશન પર વિડિયો ઓટોપ્લે માટેની તમારી સેટિંગ્સ સ્વતંત્ર રીતે સમાયોજિત કરી શકાય છે (ઉદાહરણ તરીકે, તમે iOS ઉપકરણ પર વિડિયો ઓટોપ્લે રોકવાનું સેટ કરો પરંતુ વેબ પર ના રોકો તેમ કરી શકો છો).

તમારી iOS એપ્લિકેશન માટે Twitter પર ઓટોપ્લે સમાયોજિત કરવા:

  1. તમારી સેટિંગ્સ અને ગોપનીયતા પર નેવિગેટ કરો.
  2. સામાન્ય વિભાગમાં, ડેટા વપરાશ પર હળવેથી ઠપકારો.
  3. વિડિયો ઓટોપ્લે પર હળવેથી ઠપકારો. 
  4. તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો: 

    સેલ્યુલર કે વાઇ-ફાઇ પર, માત્ર વાઇ-ફાઇ પર અને ક્યારેય નહીં.

તમારી એન્ડ્રોઈડ માટે Twitter એપ્લિકેશન પર ઓટોપ્લે સમાયોજિત કરવા:

  1. તમારી સેટિંગ્સ અને ગોપનીયતા પર નેવિગેટ કરો. 
  2. સામાન્ય વિભાગમાં, ડેટા વપરાશ પર હળવેથી ઠપકારો.
  3. વિડિયો ઓટોપ્લે પર હળવેથી ઠપકારો. 
  4. તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો: મોબાઇલ ડેટા અને વાઇ-ફાઇ, માત્ર વાઇ-ફાઇ અને ક્યારેય નહીં.

twitter.com પર ઓટોપ્લે સમાયોજિત કરવા:

  1. મુખ્ય મેનૂમાંથી, વધુ પર ક્લિક કરો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  2. સામાન્ય હેઠળ આવતા ડેટા વપરાશ પર ક્લિક કરો.
  3. ઓટોપ્લે પર ક્લિક કરો, પછી સેલ્યુલર કે વાઇ-ફાઇ પર અથવા ક્યારેય નહીંની વચ્ચે પસંદગી કરો.

 

બંધ કૅપ્શન્સ અને ઉપશીર્ષકો

વિડિયો પર બંધ કૅપ્શન્સ કેવી રીતે જોવા:
તમારા ઉપકરણની પ્રવેશયોગ્યતા સેટિંગ્સમાં કૅપ્શન્સ વિકલ્પ ચાલુ કરો. IOS પર, આને બંધ કરેલ કૅપ્શન્સ તરીકે લેબલ કરવામાં આવશે. એન્ડ્રોઈડ પર, તેને કૅપ્શન્સ તરીકે લેબલ કરવામાં આવશે. 

ઉપશીર્ષકો કેવી રીતે જોવા:
તમારા ઉપકરણનો અવાજ બંધ કરો. વેબ પર ઉપશીર્ષકો જોવા માટે, વિડિયો પર “CC” સ્લાઇડરને હળવેથી ઠપકારો.

નોંધ: બધા જ વિડિયોમાં કૅપ્શન્સ અથવા ઉપશીર્ષકો ઉપલબ્ધ નહીં હોય. iOS અને એન્ડ્રોઈડ પર, તમારી સમય અવધિમાં જ્યારે વિડિયો જોવામાં આવે છે ત્યારે કૅપ્શન્સ આપોઆપ બતાવવામાં આવે છે. સંપૂર્ણ સ્ક્રીનમાં કૅપ્શન્સ જોવા માટે, કૅપ્શન્સને સિસ્ટમ સ્તરે સક્ષમ કરો.

નોંધ: પ્રીમિયમ લાઈવ સામગ્રી સ્ટ્રીમિંગ અને એમ્બેડેડ લાઈવ વિડિયો વિજેટ twitter.comના twimg.com નામના ડોમેનની કુકીઝ પર આધાર રાખે છે, જે બે વસ્તુઓ કરવા માટે છે: લાઈવ વિડિયોનો અનુભવ આપે છે અને જાહેરાતો ડિલિવર કરે છે. જો તમારા બ્રાઉઝરમાં તૃતીય-પક્ષ કુકીઝ અક્ષમ કરેલી હોય તો, લાઈવ વિડિયો અનુભવ કામ નહીં કરે તેમજ અનુભવને સમર્થન કરવા માટે અમે જાહેરાતો આપી શકીશું નહીં. સફારી વપરાશકારો જ્યારે સચેત કરવામાં આવે ત્યારે "પરવાનગી આપો" બટન પર ક્લિક કરીને તેમની બ્રાઉઝર સેટિંગ્સ બદલ્યા વગર પ્રીમિયમ લાઈવ સામગ્રી સ્ટ્રીમિંગ અથવા એમ્બેડેડ લાઈવ વિડિયો વિજેટનો અનુભવ કરી શકે છે. આનાથી અમે twimg.com માટે કુકીઝ સેટ કરી શકીશું જે લાઈવ વિડિયોનો અનુભવ આપવામાં અને જાહેરાતો ડિલિવર કરવામાં અમને મદદ કરશે. જો તમે અન્ય બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો તો, કૃપા કરીને તતૃતીય પક્ષ કુકીઝને પરવાનગી આપવાની માહિતી માટે તમારા બ્રાઉઝરના સહાયતા વિભાગની સલાહ લો.

આના માટે સૂચનાઓ જુઓ:

લાઈવ વિડિયો માટે પુશ સૂચનાઓ

જો કોઈ એવું એકાઉન્ટ છે જેના લાઈવ વિડિયો તમે ચૂકવા માંગતા નથી તો, તેઓ જ્યારે લાઈવ થાય ત્યારે પુશ સૂચનાઓ મેળવવાનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો. એકાઉન્ટના પ્રોફાઈલ પેજમાંથી સૂચનાઓ સેટ અપ કરવાનું સરળ છે.

  1. એકાઉન્ટ પ્રોફાઈલમાંથી, સૂચના આઈકોન  પર હળવેથી ઠપકારો
  2. પોપ-અપ સંદેશમાંથી, માત્ર લાઈવ વિડિયો સાથેની ટ્વીટ્સ પસંદ કરો.
  3. લાઈવ વિડિયો પુશ સૂચનાઓ રદ કરવા માટે, એકાઉન્ટ પ્રોફાઈલમાંથી હાઇલાઇટ કરેલ સૂચના આઈકોન  પર હળવેથી ઠપકારો અને કોઈ નહીં પસંદ કરો.

લાઈવ વિડિયો માટે પુશ સૂચનાઓ

જો કોઈ એવું એકાઉન્ટ છે જેના લાઈવ વિડિયો તમે ચૂકવા માંગતા નથી તો, તેઓ જ્યારે લાઈવ થાય ત્યારે પુશ સૂચનાઓ મેળવવાનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો. એકાઉન્ટના પ્રોફાઈલ પેજમાંથી સૂચનાઓ સેટ અપ કરવાનું સરળ છે.

  1. એકાઉન્ટ પ્રોફાઈલમાંથી, સૂચના આઈકોન  પર હળવેથી ઠપકારો
  2. એકાઉન્ટ સૂચનાઓ પછીના બોક્સ પર ચેક કરો. 
  3. પોપ-અપ સંદેશમાંથી, માત્ર લાઈવ વિડિયો પસંદ કરો.
  4. લાઈવ વિડિયો પુશ સૂચનાઓ રદ કરવા માટે, એકાઉન્ટ પ્રોફાઈલમાંથી હાઇલાઇટ કરેલ સૂચના આઈકોન  પર હળવેથી ઠપકારો અને કોઈ નહીં પસંદ કરો.

અવારનવાર પૂછાતા પ્રશ્નો

મારી ટ્વીટ્સ સુરક્ષિત છે. શું મારા વિડિયો પણ સુરક્ષિત છે?

જો તમારી ટ્વીટ્સ સુરક્ષિત છે તો, ફક્ત તમારા અનુયાયીઓ જ તમારી ટ્વીટ્સમાં તમારા વિડિયો જોઈ શકે છે. કૃપા કરીને નોંધો કે તમારા અનુયાયીઓ તમે સુરક્ષિત ટ્વીટ્સમાં શેર કરેલા વિડિયોની લિંક્સને ડાઉનલોડ અથવા ફરીથી શેર કરી શકે છે. Twitter પર શેર કરેલા વિડિયોની લિંક્સ સુરક્ષિત નથી. લિંક ધરાવનાર કોઈપણ વ્યક્તિ સામગ્રીને જોઈ શકશે. જો Twitter પર તમારા વિડિયો કોઈપણ વ્યક્તિ જુએ તેવું તમે ના ઇચ્છતા હોવ તો, અમે સૂચવીએ છીએ કે તમે તે વિડિયો ધરાવતી ટ્વીટ્સને કાઢી નાખો.

શું ટ્વીટની અક્ષરની મર્યાદામાં વિડિયોની ગણતરી થાય?

ના, ટ્વીટની અક્ષરની મર્યાદામાં વિડિયોની ગણતરી થતી નથી.

શું વિડિયો આપોઆપ Twitter પર લૂપ થઈ જાય છે?

Twitter પર પોસ્ટ કરેલા 60 સેકન્ડ અથવા તેનાથી ટૂંકા તમામ વિડિયો આપોઆપ લૂપ થઈ જશે.

શું તમે Twitter પર વિડિયો ડૉક કરી શકો છો?

તમે તમારી iOS માટે Twitter અને એન્ડ્રોઈડ માટે Twitter એપ્લિકેશન પરથી અગાઉથી રેકોર્ડ કરેલ વિડિયો ડૉક કરી શકો છો અથવા બ્રૉડકાસ્ટ કરી શકો છો. વિડિયો ડૉકિંગથી, જ્યારે Twitterનો ઉપયોગ કરવાનું ચાલુ હોય ત્યારે જોવાનું સરળ છે––જેમ કે, તમારી સમય અવધિમાં સ્ક્રોલ કરવું અથવા સીધો સંદેશ મોકલવો. 

કેવી રીતે વિડિયો ડૉક અને અનડૉક કરવા (iOS અને એન્ડ્રોઈડ):

  • વિડિયો ડૉક કરવા માટે, ફુલ-સ્ક્રીન મોડમાં વિડિયોની જમણી બાજુ ટોચે ડૉકિંગ આઈકોન પર માત્ર હળવેથી ઠપકારો. 
  • ડૉક કરેલ વિડિયોમાંથી ફુલ-સ્કીન વ્યૂમાં પરત આવવા માટે, વિડિયો પર હળવેથી ઠપકારો.
  • ડૉક કરેલ વિડિયો કાઢી નાખવા માટે, ડૉક કરેલા વિડિયોને તમારી સ્ક્રીનના છેડા તરફ તે દેખાતો બંધ થાય ત્યાં સુધી ઘસડવા માટે તમારી આગળીનો ઉપયોગ કરો. વૈકલ્પિક રીતે, જો તમે અલગ વિડિયો પર હળવેથી ઠપકારો તો, હાલમાં ડૉક કરેલ વિડિયો આપોઆપ દેખાતો બંધ થઈ જશે. 

 

કેવા પ્રકારના વિડિયો ફોર્મેટ્સનું તમે સમર્થન કરો છો?

અમે હાલમાં મોબાઈલ એપ્લિકેશન્સ પર MP4 અને MOV વિડિયો ફોર્મેટ્સનું સમર્થન કરીએ છીએ.

વેબ પર, અમે AAC ઓડિયો સાથે H264 ફોર્મેટ સાથેના MP4 વિડિયો ફોર્મેટનું સમર્થન કરીએ છીએ. તમે 512MB સુધીના વિડિયો અપલોડ કરી શકો છો, જો કે તમને વિડિયોની લંબાઈ 2 મિનિટ અને 20 સેકન્ડ અથવા તેથી ઓછી કરવા માટે સચેત કરવામાં આવશે.

વિડિયો રિઝોલ્યુશન્સ અને સાપેક્ષ પ્રમાણ કે જેને વેબ પર અપલોડ કરી શકાય તેની મર્યાદાઓ શું છે?

  • લઘુતમ રિઝોલ્યુશન: 32 x 32
  • મહત્તમ રિઝોલ્યુશન: 1920 x 1200 (અને 1200 x 1900)
  • સાપેક્ષ પ્રમાણ: 1:2.39 - 2.39:1 રેન્જ (સમાવિષ્ટ)
  • મહત્તમ ફ્રેમ દર: 40 fps
  • મહત્તમ બિટદર: 25 Mbps

શું હું વિડિયોમાં લોકોને ટેગ કરી શકું?

તમે વિડિયોમાં લોકોને ટેગ કરી શકતા નથી, પરંતુ ફોટામાં ટેગ કરવાનું ઉપલબ્ધ છે. ફોટો ટેગીંગ વિશે વધુ જાણો.

કેવી રીતે હું વિડિયો કાઢી શકું (ટ્વીટ કર્યા પછી)?

તમે ટ્વીટ કાઢી નાખીને ફોટો કાઢી નાખો છો તેવી જ રીતે તમે વિડિયો કાઢી શકો છો. 

શું હું સીધા સંદેશ દ્વારા વિડિયો મોકલી શકું?

હા, તમે સીધા સંદેશા દ્વારા વિડિયો અને GIF મોકલી શકો છો. 

આ લેખ બુકમાર્ક કરો અથવા શેર કરો

શું આ લેખ મદદરૂપ હતો?

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે મદદ કરી શક્યા તેની અમને ખરેખર ખુશી છે!

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે કેવી રીતે આ લેખ સુધારી શકીએ છીએ?

પ્રતિભાવ બદલ આપનો આભાર. તમારી ટિપ્પણીઓ ભવિષ્યમાં અમારા લેખમાં સુધારો લાવવા માટે અમને મદદરૂપ થશે.