કેવી રીતે Twitter શોધનો ઉપયોગ કરવો
ચોક્કસ ટ્વીટ્સ, એકાઉન્ટ્સ અથવા હાલમાં ચાલી રહેલા વાર્તાલાપ શોધો
Twitter પર શોધનો ઉપયોગ કરવાની ઘણી રીતો છે. તમે તમારી, મિત્રો, સ્થાનિક વ્યવસાયો અને જાણીતા મનોરંજનકારોથી માંડીને વૈશ્વિક રાજકીય નેતાઓ સુધીના દરેકની ટ્વીટ્સ શોધી શકો છો. મુદ્દાના મુખ્ય શબ્દો અથવા હૅશટૅગ માટે શોધ કરીને, તમે બ્રેકિંગ ન્યૂઝ અથવા અંગત રુચિઓ વિશે હાલમાં ચાલી રહેલા વાર્તાલાપોને અનુસરી શકો છો.
સુરક્ષિત શોધ મોડ દ્વારા તમે તમારા શોધ પરિણામોમાં શું જુઓ છો તે અંગે અમે તમને નિયંત્રણ આપીએ છીએ. આ ફિલ્ટર્સ તમારા શોધ પરિણામોમાંથી તમે જોડાણ અટકાવેલા અથવા અવરોધિત કરેલા એકાઉન્ટ્સ તેમજ સંભવિત રૂપે સંવેદનશીલ સામગ્રીને બાકાત રાખે છે. તમારી પાસે કોઈપણ સમયે તેને બંધ કરવા અથવા પાછું ચાલુ કરવાનો વિકલ્પ છે (સૂચનાઓ નીચે આપેલી છે).
તમે વેબ પર તમારા એકાઉન્ટમાં સાઈન ઈન હોવ ત્યારે, શોધનો ઉપયોગ કરવાનું iOS અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ માટે Twitter દ્વારા તેના ઉપયોગ કરતાં સહેજ અલગ છે. તમને બંને માટે સૂચનાઓ નીચે મળી શકે છે.