Twitter પર લાઈવ વિડિયો કેવી રીતે બનાવવા
Twitter એ દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે—બ્રેકિંગ ન્યૂઝથી લઈને મુખ્ય લાઈવ ઘટનાઓ સુધી જોવા માટેનું સ્થળ છે. જે કંઈ લાઈવ થઈ રહ્યું છે તે શેર કરવા માટે તમે સરળતાથી Periscope દ્વારા સંચાલિત લાઈવ વિડિયો બનાવી શકો છો.
મહેમાનો સાથે લાઈવ જાઓ
સક્ષમ કરેલ હોય ત્યારે, બ્રૉડકાસ્ટર તેમના દર્શકોને મહેમાન તરીકે જોડાવા માટે આમંત્રિત કરી શકે છે અને લાઈવ બ્રૉડકાસ્ટના દર્શકો મહેમાન તરીકે જોડાવા માટે વિનંતી કરી શકે છે. લાઈવ બ્રૉડકાસ્ટમાં એક સમયે 3 મહેમાનો જેટલા લોકો ભાગ લઈ શકે છે. બ્રૉડકાસ્ટર્સ કેમેરો બંધ કરવાનું અને માત્ર ઓડિયો તરીકે ભાગ લેવાનું પસંદ કરી શકે છે. મહેમાનો ઓડિયો સાથે ભાગ લેશે અને તમામ દર્શકો તેમને સાંભળી શકશે.
મહેમાનો સાથે લાઈવ બ્રૉડકાસ્ટ શરૂ કરવા માટે:
તમારી સમય અવધિમાંથી ડાબી બાજુએ સ્વાઇપ કરીને અથવા ટ્વીટ કમ્પોઝરમાંથી પર હળવેથી ઠપકારીને કેમેરો ખોલો.
નીચે આપેલ લાઈવ મોડ પર હળવેથી ઠપકારો.
લાઈવ દર્શકોને તમારા બ્રૉડકાસ્ટમાં જોડાવાની વિનંતી કરવાની મંજૂરી આપવા માટે, ઉપર જમણી બાજુએ આપેલ આઈકોન પર હળવેથી ઠપકારો.
તમારું બ્રૉડકાસ્ટ શરૂ કરવા માટે લાઈવ જાઓ પર હળવેથી ઠપકારો.
જ્યારે કોઈ દર્શકે તમારા બ્રૉડકાસ્ટમાં જોડાવાનું કહ્યું હશે, ત્યારે ચૅટમાં એક સૂચના દેખાશે. તમે નીચેના બાર પર આપેલ આઈકોન પર હળવેથી ઠપકારીને આવેલા કૉલની યાદી પણ જોઈ શકો છો અને બ્રૉડકાસ્ટમાં જોડાવાની વિનંતી કરનાર દરેક દર્શકને જોઈ શકો છો.
તેમને બ્રૉડકાસ્ટમાં ઉમેરવા માટે પર હળવેથી ઠપકારો. તેઓ જોડાય તે પહેલાં 5 સેકન્ડનો કાઉન્ટડાઉન થશે.
- બ્રૉડકાસ્ટમાંથી મહેમાનને દૂર કરવા માટે તેમના અવતારની ટોચ પર જમણી બાજુએ આપેલ X પર હળવેથી ઠપકારો.
દર્શકોને લાઈવ બ્રૉડકાસ્ટમાં આમંત્રિત કરવા માટે:
તમારી સમય અવધિમાંથી ડાબી બાજુએ સ્વાઇપ કરીને અથવા ટ્વીટ કમ્પોઝરમાંથી આઈકોન પર હળવેથી ઠપકારીને કેમેરો ખોલો.
નીચે આપેલ લાઈવ મોડ પર હળવેથી ઠપકારો.
લાઈવ દર્શકોને તમારા બ્રૉડકાસ્ટમાં જોડાવાની વિનંતી કરવાની મંજૂરી આપવા માટે, ઉપર જમણી બાજુએ આપેલ આઈકોન પર હળવેથી ઠપકારો.
તમારું બ્રૉડકાસ્ટ શરૂ કરવા માટે લાઈવ જાઓ પર હળવેથી ઠપકારો.
આઈકોન પર હળવેથી ઠપકારો.
- મહેમાનોને આમંત્રિત કરો પર હળવેથી ઠપકારો.
લાઈવ બ્રૉડકાસ્ટમાં મહેમાનો ઉમેરવા માટે:
- તમારી સમય અવધિમાંથી ડાબી બાજુએ સ્વાઇપ કરીને અથવા ટ્વીટ કમ્પોઝરમાંથી આઈકોન પર હળવેથી ઠપકારીને કેમેરો ખોલો.
- નીચે આપેલ લાઈવ મોડ પર હળવેથી ઠપકારો.
- લાઈવ દર્શકોને તમારા બ્રૉડકાસ્ટમાં જોડાવાની વિનંતી કરવાની મંજૂરી આપવા માટે, ઉપર જમણી બાજુએ આપેલ આઈકોન પર હળવેથી ઠપકારો.
- તમારું બ્રૉડકાસ્ટ શરૂ કરવા માટે લાઈવ જાઓ પર હળવેથી ઠપકારો.
- આઈકોન પર હળવેથી ઠપકારો.
- તમે મહેમાનો તરીકે ઉમેરવા માંગતા હોવ તે દર્શકોની બાજુમાં આપેલ "+" પર હળવેથી ઠપકારો.
મહેમાન તરીકે લાઈવ બ્રૉડકાસ્ટમાં જોડાવા માટે:
મહેમાનો સક્ષમ હોય એવો લાઈવ બ્રૉડકાસ્ટ જોતી વખતે, આઈકોન પર હળવેથી ઠપકારો, પછી જોડાવાનું કહો પર હળવેથી ઠપકારો.
મહેમાન તરીકે જોડાવાની તમારી વિનંતીને બ્રૉડકાસ્ટરે મંજૂરી આપવી જરૂરી છે.
એકવાર સ્વીકાર કરી લીધા પછી, તમને બ્રૉડકાસ્ટમાં ઉમેરવામાં આવે તે પહેલાં સ્ક્રીન પર 5 સેકન્ડનું કાઉન્ટડાઉન દેખાશે. જો તમે ન જોડાવાનું પસંદ કરો, તો રદ કરો પર હળવેથી ઠપકારો.
તમારો ઓડિયો બ્રૉડકાસ્ટના તમામ દર્શકો સાંભળી શકશે.
મહેમાન તરીકે બ્રૉડકાસ્ટ છોડવા માટે:
મહેમાન તરીકે લાઈવ બ્રૉડકાસ્ટમાંથી બહાર નીકળવા માટે, નીચે આપેલ આઈકોન પર હળવેથી ઠપકારો અને હેંગ અપ કરો પસંદ કરો અથવા સ્ક્રીનની ટોચ પર ડાબી બાજુએ આપેલ X પર ફક્ત હળવેથી ઠપકારો. જ્યારે તમે મહેમાન તરીકે બ્રૉડકાસ્ટ છોડો છો, ત્યારે તમે દર્શક તરીકે લાઈવ બ્રૉડકાસ્ટ જોવાનું ચાલુ રાખી શકો છો.
હા! લાઈવ વિડિયો અથવા રીપ્લે સંપૂર્ણ સ્ક્રીનમોડમાંથી, શેર કરો આઈકોન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો પછી નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો:
- શરૂઆતથી સંપૂર્ણ લાઈવ વિડિયો અથવા રીપ્લેને ટ્વીટ કરવા, સીધો સંદેશો આપવા અથવા તેની લિંક કૉપિ કરવા માટે (લાઈવ હોય ત્યારે) લાઈવ શેર કરો અથવા (રીપ્લે મોડમાં હોય ત્યારે) શરૂઆતથી શેર કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
- પસંદગી બારનો ઉપયોગ કરીને પસંદ કરેલા બિંદુએથી શરૂ થતા લાઈવ વિડિયો અથવા રીપ્લેને ટ્વીટ કરવા, સીધો સંદેશો આપવા અથવા તેની લિંક કૉપિ કરવા માટે આમાંથી શેર કરો… પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
Periscope બ્રૉડકાસ્ટર્સ મધ્યસ્થીઓને મુકરર કરવાનું પસંદ કરી શકે છે, જે તેમના બ્રૉડકાસ્ટમાં અપાતી ટિપ્પણીઓ પર નજર રાખવામાં અને તેમના વતીથી લોકોનું જોડાણ અટકાવવામાં મદદ કરી શકે. જ્યારે તેમના પસંદ કરેલા મધ્યસ્થીઓમાંથી કોઈ એક પ્રેક્ષકોમાંથી કોઈનું જોડાણ અટકાવે છે, ત્યારે ટિપ્પણીકર્તા બાકીના બ્રૉડકાસ્ટ માટે ચૅટ કરી શકશે નહીં. Periscope અથવા Twitter પર બ્રૉડકાસ્ટમાં જોડાતી કોઈપણ વ્યક્તિ જ્યારે મધ્યસ્થીઓમાંથી કોઈ એક દ્વારા કોઈનું જોડાણ અટકાવવામાં આવે ત્યારે તે જોઈ શકશે.
Periscopeમાંથી ચૅટ મધ્યસ્થીઓ કેવી રીતે મુકરર કરવા તે વિશે વધુ જાણો.
તમારો લાઈવ વિડિયો જ્યાં ટ્વીટ જઈ શકે તેવી કોઈપણ જગ્યાએ જઈ શકે છે. આનો મતલબ એ છે કે તે Twitter એપ્લિકેશનમાં, Twitter વેબસાઇટ પર શોધવા યોગ્ય હશે અને તે કોઈપણ અન્ય ટ્વીટની જેમ અન્ય વેબસાઇટ્સ પર એમ્બેડ કરી શકાશે. તે Periscope, જે Twitter પર લાઈવ વિડિયો સંચાલિત કરે છે, તેના પર મોજૂદ અને શોધવા યોગ્ય હશે. જો તમે તમારી લાઈવ વિડિયો ટ્વીટમાં કોઈ સ્થાન ઉમેરો છો, તો તમારો વિડિયો Periscope પરનાં વૈશ્વિક નકશા પર શોધવા યોગ્ય હશે.
iOS અને એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ માટે Twitterમાં, તમે શીર્ષક, થંબનેલ છબી બદલી શકો છો અને બ્રૉડકાસ્ટ સમાપ્ત થયા પછી એક કસ્ટમ પ્રારંભિક બિંદુ સેટ કરી શકો છો. શરૂઆત કરવા માટે, તમે સંપાદિત કરવા માંગતા હો તે બ્રૉડકાસ્ટ પર હળવેથી ઠપકારો. ઓવરફ્લો મેનુ પર હળવેથી ઠપકારો, પછી બ્રૉડકાસ્ટ સંપાદિત કરો વિકલ્પ પર હળવેથી ઠપકારો. એકવાર તમે તમારા ફેરફારો કરી લો તે પછી તમને સાચવવા માટે પૂછવામાં આવશે.
ધ્યાનમાં રાખો કે બ્રૉડકાસ્ટ શીર્ષકો ત્રણ વખત સુધી સંપાદિત કરી શકાય છે. વધુમાં, Twitterમાં સંપાદનો દેખાવવા માટે 15 મિનિટ જેટલો સમય લાગશે અને Periscopeમાં તે દેખાવવા માટે એક મિનિટ જેટલો સમય લાગશે.
Periscopeમાં લોગ ઈન કરવા માટે અમે તમારા Twitter એકાઉન્ટનો ઉપયોગ કરીએ છીએ. Periscopeની સુવિધાઓનો સંપૂર્ણ લાભ લેવા માટે, લોકપ્રિય અને સુવિધાયુક્ત લાઈવ વિડિયો શોધવા અને અનુસરવા માટે એકાઉન્ટ્સ શોધવા માટે Periscope એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમે Periscope પર તમારી એકાઉન્ટ સેટિંગ્સ પણ અપડેટ કરી શકો છો.
તમે લાઈવ જાઓ ત્યારે તમારા લાઈવ વિડિયો આપોઆપ ટ્વીટ તરીકે પોસ્ટ કરવામાં આવશે. તમારો લાઈવ વિડિયો સમાપ્ત થાય ત્યારે કેમેરા રોલમાં સાચવો પર હળવેથી ઠપકારીને તમે બરાબર તમારા ઉપકરણના કેમેરા રોલમાં તમારા લાઈવ વિડિયોને સાચવી પણ શકો છો. જો તમે તમારો વિડિયો પછીથી અપલોડ અને શેર કરવા માંગતા હો, તો Twitter પર કેવી રીતે વિડિયો શેર કરવા અને જોવા વાંચો.
હા! જ્યારે એકાઉન્ટ્સ અમારા Twitter પર વિડિયો શેર કરવા અને જોવા લેખ દ્વારા લાઈવ જાય છે ત્યારે તેમની પાસેથી પુશ સૂચનાઓ મેળવવાનું કેવી રીતે પસંદ કરવું તે જાણો.
હા, તમે iOS, એન્ડ્રોઇડ અને વેબ પર જોઈ રહ્યાં હોવ તેવા કોઈપણ લાઈવ વિડિયોમાં તમે ટિપ્પણી કરી શકો છો અને દિલના ચિહ્નો મોકલી શકો છો. તમે એકાઉન્ટ પ્રોફાઈલ જોવા માટે, ટિપ્પણીને પ્રતિભાવ આપવા માટે અથવા એકાઉન્ટ અવરોધિત કરવા માટે ટિપ્પણી પર હળવેથી ઠપકારીને પ્રેક્ષકોમાં રહેલા અન્ય સભ્યો સાથે વાતચીત પણ કરી શકો છો. કૃપા કરી નોંધી લો કે જો તમે Twitterમાંથી કોઈ એકાઉન્ટ અવરોધિત કરો છો, તો તે Periscopeમાં પણ અવરોધિત થઈ જશે.
દિલના ચિહ્નો શું છે?
દિલના ચિહ્નો તમે વિડિયો માટે કેવી રીતે સમર્થન શેર કરો છો અને તમારો ઉત્સાહ દર્શાવો છો તે છે. iOS અથવા એન્ડ્રોઇડ પર, બ્રૉડકાસ્ટરને દિલનું ચિહ્ન આપવા માટે સ્ક્રીન પર હળવેથી ઠપકારો. વેબ પર, એકવાર તમે લોગિન થઈ ગયા પછી તમે નીચે જમણી બાજુના ખૂણે દિલના આઈકોન પર ક્લિક કરીને દિલના ચિહ્નો આપી શકો છો. અમારી પાસે ઉપલબ્ધ દિલના ચિહ્નો અને સુપર દિલના ચિહ્નો વિશે વધુ માહિતી છે.
તમે Twitter પર કોઈ વ્યક્તિને અવરોધિત કરો છો ત્યારે તેઓ તમારો લાઈવ વિડિયો જોઈ અથવા તેમાં ટિપ્પણી કરી શકશે નહીં. જો તમે તમારા લાઈવ વિડિયોમાં કોઈને ટિપ્પણી કરવાથી રોકવા માંગતા હો, તો તમે તેમની ટિપ્પણી પર હળવેથી ઠપકારીને, તેમની પ્રોફાઈલ પસંદ કરીને, ગીઅર આઈકોન પર હળવેથી ઠપકારીને અને પછી વપરાશકારને અવરોધિત કરો પસંદ કરીને તેમને અવરોધિત કરી શકો છો. એકાઉન્ટ તમારા લાઈવ વિડિયોમાં હવે ભાગ લઈ શકશે નહીં અને તેને Twitter અને Periscope પર અવરોધિત કરવામાં આવશે. વધુ જાણવા માટે Periscopeનો ટિપ્પણી મધ્યસ્થતા લેખ વાંચો.
એક દર્શક તરીકે, ટિપ્પણી પસંદ કરીને અને ટિપ્પણીની જાણ કરો પસંદ કરીને તમને અપમાનજનક અથવા વાંધાજનક લાગતી ટિપ્પણીઓની તમે જાણ કરી શકો છો. તમે ટિપ્પણીની જાણ કરો ત્યારે લાઈવ વિડિયોના બાકીના ભાગ માટે તમને તે ટિપ્પણીકર્તાના સંદેશા હવે નહીં દેખાય. જોકે, આનાથી Twitter અથવા Periscope પરનું એકાઉન્ટ અવરોધિત કરવામાં નહીં આવે.
હા, તમે તમારા પોસ્ટ કરેલા કોઈપણ વિડિયો કોઈપણ સમયે કાઢી નાખી શકો છો.
નોંધ: તમારા લાઈવ વિડિયો સાથેની ટ્વીટ કાઢી નાખવાથી Periscopeમાંથી પણ વિડિયો કાઢી નાખવામાં આવશે, જ્યારે Periscopeમાંથી તમારો વિડિયો કાઢી નાખવાથી Twitterમાંથી ટ્વીટ આપોઆપ કાઢી નાખવામાં આવશે નહીં.
હા, તમે કરી શકો છો. નાપસંદ કરવા માટે: સુવિધા બંધ કરવા માટે તમારી સેટિંગ્સ અને ગોપનીયતામાં નેવિગેટ કરો, ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો, પછી Periscope સાથે જોડાણ કરો નાપસંદ કરો.
તમે નાપસંદ કરો ત્યારે તમે હવે Twitter પર લાઈવ જઈ શકશો નહીં અથવા અન્યોના લાઈવ વિડિયોમાં ટિપ્પણી કરી શકશો નહીં અને દિલનું ચિહ્ન મોકલી શકશો નહીં, પરંતુ તમારા અગાઉના લાઈવ વિડિયો હજી પણ Twitter અને Periscope પર ઉપલબ્ધ રહેશે. તમે તમારા લાઈવ વિડિયો સાથેની ટ્વીટ કાઢી નાખીને Twitter અને Periscopeમાંથી અગાઉના લાઈવ વિડિયો કાઢી નાખવાનું હંમેશાં પસંદ કરી શકો છો.
જો તમારી પાસે સુરક્ષિત ટ્વીટ્સ હોય તો તમે Twitterમાંથી લાઈવ જઈ શકતા નથી. જોકે, તમે Periscope ડાઉનલોડ કરી શકો છો અને Periscope દ્વારા ખાનગી લાઈવ વિડિયો હોસ્ટ કરી શકો છો.
તમે તમારી ટ્વીટ્સને સાર્વજનિક કર્યા પછી સુરક્ષિત બનાવો ત્યારે, તમારા લાઈવ વિડિયો Twitter પર માત્ર તમારા અનુયાયીઓ માટે જ શોધવા યોગ્ય હશે, પરંતુ Periscope પર ઉપલબ્ધ રહેશે. તમે તમારા લાઈવ વિડિયો સાથેની ટ્વીટ કાઢી નાખીને Twitter અને Periscopeમાંથી અગાઉના લાઈવ વિડિયો કાઢી નાખી શકો છો.
દર્શકો સીધા જ Twitter અને Periscope દ્વારા લાઈવ વિડિયોમાં ટિપ્પણી કરી શકે છે. વધુ જાણવા માટે, Periscope સહાયતા કેન્દ્રની મુલાકાત લો.
વિશ્વભરના લાઈવ વિડિયોનું અન્વેષણ કરવા માટે Periscope ડાઉનલોડ કરો.
Twitter પર સ્વીકાર્ય મીડિયા સામગ્રી વિશે વાંચો.