કેવી રીતે X યાદીઓનો ઉપયોગ કરવો

X યાદીઓથી તમે તમારી સમય અવધિમાં તમને દેખાતી ટ્વીટ્સને કસ્ટમાઇઝ કરી શકો, ગોઠવી શકો અને પ્રાથમિકતા આપી શકો છો. તમે X પર અન્ય લોકો દ્વારા બનાવવામાં આવેલી યાદીઓમાં જોડાવાનું પસંદ કરી શકો છો અથવા તો તમારા પોતાના એકાઉન્ટમાંથી તમે સમૂહ, મુદ્દા અથવા રુચિ અનુસાર અન્ય એકાઉન્ટ્સની યાદીઓ બનાવવાનું પસંદ કરી શકો છો. યાદી સંબંધી સમય અવધિ જોવાથી તમને ફક્ત તે યાદી પરના એકાઉન્ટ્સની ટ્વીટ્સની સ્ટ્રીમ દેખાશે. તમે તમારી મનપસંદ યાદીઓને તમારી હોમ સમય અવધિની ટોચ પર પિન પણ કરી શકો છો જેથી કરીને તમારા માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય તેવા એકાઉન્ટ્સની ટ્વીટને તમે ક્યારેય ચૂકી જશો નહીં.
 

કેવી રીતે યાદીઓ શોધવી

iOS અને એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશન્સ પર તમારી હોમ સમય અવધિમાં, તમને નવી યાદીઓ શોધોનું પ્રોમ્પ્ટ દેખાઈ શકે છે. જો અમે કોઈ યાદી સૂચવીએ છીએ કે જે રુચિકર હોય, તો બસ અનુસરો પર હળવેથી ઠપકારો. પ્રોમ્પ્ટમાંથી, તમે અમારી યાદીઓના શોધ પૃષ્ઠમાંથી બ્રાઉઝ કરવા માટે વધુ બતાવો પર પણ હળવેથી ઠપકારી શકો છો. ત્યાં, અમે તમને એવી વધુ યાદીઓ બતાવીશું કે જેને અનુસરવાનું તમે પસંદ કરશો એવું અમે વિચારતા હોઈ શકીએ અને તમે પૃષ્ઠની ટોચ પર આવેલા શોધ બૉક્સમાં વધારાની યાદીઓને શોધી શકો છો. 

અમે તમે જેને અનુસરો છો તે યાદીઓની ટોચની ટ્વીટ્સને પણ સીધા તમારી હોમ સમય અવધિમાં તમને બતાવીશું.

કેવી રીતે યાદી બનાવવી
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

યાદીઓ પર હળવેથી ઠપકારો.

પગલું 3

નવી યાદી આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 4

તમારી યાદીનું નામ અને યાદીનું ટૂંકું વર્ણન પસંદ કરો. યાદીનાં નામ ન તો 25 અક્ષરને વટાવી શકે, નહીં કે તે સંખ્યા સાથે શરૂ થઈ શકે. તમારી યાદી માટે ડિફૉલ્ટ સેટિંગ સાર્વજનિક છે (યાદીને કોઈપણ અનુસરી શકે છે). યાદી માત્ર તમને જ પ્રવેશયોગ્ય બનાવવા માટે, ખાનગીની બાજુમાં આવેલા સ્લાઇડરને ખેંચી ચાલુ પર કરો.

પગલું 5

થઈ ગયું પર હળવેથી ઠપકારો.

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો, પછી યાદીઓ પસંદ કરો.

પગલું 2

નવી યાદી આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

તમારી યાદીનું નામ અને યાદીનું ટૂંકું વર્ણન પસંદ કરો. યાદીનાં નામ ન તો 25 અક્ષરને વટાવી શકે, નહીં કે તે સંખ્યા સાથે શરૂ થઈ શકે. તમારી યાદી માટે ડિફૉલ્ટ સેટિંગ સાર્વજનિક છે (યાદીને કોઈપણ અનુસરી શકે છે). યાદી માત્ર તમને જ પ્રવેશયોગ્ય બનાવવા માટે, ખાનગી રાખોની બાજુમાં આવેલ ચેકબૉક્સ પર હળવેથી ઠપકારો.

પગલું 4

સાચવો પર હળવેથી ઠપકારો.

પગલું 1

નેવિગેશન બારમાં યાદીઓ પર ક્લિક કરો.

પગલું 2

ટોચ પર આવેલા નવી યાદી બનાવો  આયકન પર ક્લિક કરો.

પગલું 3

તમારી યાદીનું નામ અને યાદીનું ટૂંકું વર્ણન પસંદ કરો. યાદીનાં નામ ન તો 25 અક્ષરને વટાવી શકે, નહીં કે તે સંખ્યા સાથે શરૂ થઈ શકે. પછી યાદી ખાનગી (ફક્ત તમને પ્રવેશયોગ્ય) રહે કે સાર્વજનિક (યાદીને કોઈપણ અનુસરી શકે) તે તમારી ઇચ્છાનુસાર પસંદ કરો.

પગલું 4

આગળ પર ક્લિક કરો.

પગલું 5

પછી તમે લોકોને શોધી શકો છો અને તમારી યાદીમાં લોકોને ઉમેરી શકો છો.

પગલું 6

થઈ ગયું પર ક્લિક કરો.

તમારી યાદીઓમાં કેવી રીતે લોકોને ઉમેરવા અને તેમાંથી દૂર કરવા.
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

યાદીઓ પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમે જેને સંપાદિત કરવા માંગો છો તે યાદી પર હળવેથી ઠપકારો. 

પગલું 4

સભ્યો પર હળવેથી ઠપકારો.

પગલું 5

એકાઉન્ટની પ્રોફાઈલ પર રહેલા વધુ આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 6

તમે યાદીમાં જેને ઉમેરવા માંગો છો તે એકાઉન્ટ્સ પર હળવેથી ઠપકારો અથવા જેને યાદીમાંથી દૂર કરવા માંગો છો તે એકાઉન્ટ્સનું ખરાની નિશાની દૂર કરો.

પગલું 1

એકાઉન્ટની પ્રોફાઈલ પર રહેલા વધુ આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 2

યાદીમાં ઉમેરો પસંદ કરો. (એકાઉન્ટને તમારી યાદીમાં ઉમેરવા માટે તમારે તેને અનુસરવાની જરૂર નથી.)

પગલું 3

તમે બનાવેલી યાદીઓને પ્રદર્શિત કરતું એક પૉપ-અપ દેખાશે. તમે જેમાં એકાઉન્ટ ઉમેરવા માંગો છો તે યાદીઓની બાજુમાં આવેલા ચેકબૉક્સ પર હળવેથી ઠપકારો અથવા તમે જેમાંથી એકાઉન્ટ દૂર કરવા માંગો છો તે યાદીઓનું ખરાનું ચિહ્ન દૂર કરો.

પગલું 4

તમે જેને ઉમેરવા માંગતા હતા તે એકાઉન્ટ તે યાદીમાં સફળતાપૂર્વક સામેલ કરવામાં આવ્યું હતું કે કેમ તે તપાસી જોવા માટે, ટોચના મેનૂમાંથી યાદીઓ ટેબ પર નેવિગેટ કરો. ઇચ્છિત યાદી પર હળવેથી ઠપકારો, પછી સભ્યો પર હળવેથી ઠપકારો. સભ્યોની યાદીમાં એકાઉન્ટ દેખાશે.

પગલું 1

એકાઉન્ટની પ્રોફાઈલ પર રહેલ વધુ આયકન  પર ક્લિક કરો.

પગલું 2

યાદીમાં ઉમેરો અથવા તેમાંથી દૂર કરો પસંદ કરો. (એકાઉન્ટને તમારી યાદીમાં ઉમેરવા માટે તમારે તેને અનુસરવાની જરૂર નથી.)

પગલું 3

તમે બનાવેલી યાદીઓને પ્રદર્શિત કરતું એક પૉપ-અપ દેખાશે. તમે જેમાં એકાઉન્ટ ઉમેરવા માંગો છો તે યાદીઓની બાજુમાં આવેલા ચેકબૉક્સને ક્લિક કરો અથવા તમે જેમાંથી એકાઉન્ટ દૂર કરવા માંગો છો તે યાદીઓનું ખરાની નિશાની દૂર કરો.

પગલું 4

તમે જેને ઉમેરવા માંગતા હતા તે એકાઉન્ટ તે યાદીમાં સફળતાપૂર્વક સામેલ કરવામાં આવ્યું હતું કે કેમ તે તપાસી જોવા માટે, યાદીઓ ટેબ પર નેવિગેટ કરો. ઇચ્છિત યાદી પર ક્લિક કરો, પછી સભ્યોની યાદી પર ક્લિક કરો. સભ્યોની યાદીમાં એકાઉન્ટ દેખાશે.

તમે કઈ યાદીઓમાં સભ્ય છો તે કેવી રીતે જોવું
તમે તમારી યાદીઓ ટેબ મારફતે એ જોઈ શકો છો કે તમે કઈ યાદીઓમાં સભ્ય છો.
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

 યાદીઓ પર હળવેથી ઠપકારો.

પગલું 3

 વધુ  આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 4

તમે જે યાદીઓના સભ્ય છો તેના પર હળવેથી ઠપકારો.

નોંધ: યાદીમાંથી તમને પોતાને દૂર કરવા માટે તમારે તે યાદીના સર્જકને અવરોધિત કરવા ની જરૂર પડશે.

તમે તમારી યાદીઓ ટેબ મારફતે એ જોઈ શકો છો કે તમે કઈ યાદીઓમાં સભ્ય છો.
પગલું 1

તમારી પ્રોફાઈલ પર જાઓ

પગલું 2

3 ટપકાં પર હળવેથી ઠપકારો

પગલું 3

 તમે જે યાદીઓમાં સભ્ય છો તે પસંદ કરો

નોંધ:
યાદીમાંથી તમને પોતાને દૂર કરવા માટે તમારે તે યાદીના સર્જકને અવરોધિત કરવા ની જરૂર પડશે.

તમે તમારી યાદીઓ ટેબ મારફતે એ જોઈ શકો છો કે તમે કઈ યાદીઓમાં સભ્ય છો.
પગલું 1

નેવિગેશન મેનૂમાંથી યાદીઓ ટેબ પર ક્લિક કરો.

પગલું 2

નવા યાદી આયકનની બાજુમાં આવેલા વધુ આયકન ને ક્લિક કરો.

પગલું 3

તમે યાદીઓમાં સભ્ય છો તેના પર ક્લિક કરો.

પગલું 4

તમે જેમાંથી તમને પોતાને દૂર કરવા માંગો છો તે યાદી પર ક્લિક કરો.

પગલું 5

યાદી સર્જકની પ્રોફાઈલ પર ક્લિક કરો

પગલું 6

યાદી સર્જકની પ્રોફાઈલ પર ક્લિક કરો

પગલું 7

 શેર કરો આયકન ની બાજુમાં આવેલા વધુ આયકન પર ક્લિક કરો.

પગલું 8

પ્રોફાઈલ હેન્ડલ (@HANDLE)ની બાજુમાં આવેલા અવરોધિત કરો વિકલ્પ પર ક્લિક કરો.

નોંધ: યાદીમાંથી તમને પોતાને દૂર કરવા માટે તમારે તે યાદીના સર્જકને અવરોધિત કરવા ની જરૂર પડશે.

યાદીમાંથી તમને પોતાને કેવી રીતે દૂર કરવું
તમે તમારી યાદીઓ ટેબ મારફતે એ જોઈ શકો છો કે તમે કઈ યાદીઓમાં સભ્ય છો. યાદીમાંથી તમને પોતાને દૂર કરવા માટે તમારે નીચે આપેલી સૂચનાઓ અનુસરીને તે યાદીના સર્જકને અવરોધિત કરવાની જરૂર પડશે:
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

યાદીઓ પર હળવેથી ઠપકારો.

પગલું 3

વધુ આયકન પર હળવેથી ઠપકારો. 

પગલું 4

તમે જે યાદીઓના સભ્ય છો તેના પર હળવેથી ઠપકારો.

પગલું 5

તમે જેમાંથી તમને પોતાને દૂર કરવા માંગો છો તે યાદી પર હળવેથી ઠપકારો.

પગલું 6

શેર કરો બટન ની બાજુમાં આવેલાવધુ આયકન પર હળવેથી ઠપકારો. 

પગલું 7

પ્રોફાઈલ હેન્ડલ (@HANDLE)ની બાજુમાં આવેલા અવરોધિત કરો વિકલ્પ પર હળવેથી ઠપકારો 

તમે તમારી યાદીઓ ટેબ મારફતે એ જોઈ શકો છો કે તમે કઈ યાદીઓમાં સભ્ય છો. યાદીમાંથી તમને પોતાને દૂર કરવા માટે તમારે નીચે આપેલી સૂચનાઓનો ઉપયોગ કરીને તે યાદીના સર્જકને અવરોધિત કરવાની જરૂર પડશે: 

1. તમારી પ્રોફાઈલ પર જાઓ

2. 3 ટપકાં પર હળવેથી ઠપકારો 

3. તમે જે યાદીઓમાં સભ્ય છો તે પસંદ કરો

4. યાદી પર ક્લિક કરો

5. @વપરાશકારના નામને અવરોધિત કરો

તમે તમારી યાદીઓ ટેબ મારફતે એ જોઈ શકો છો કે તમે કઈ યાદીઓમાં સભ્ય છો. યાદીમાંથી તમને પોતાને દૂર કરવા માટે તમારે નીચે આપેલી સૂચનાઓ અનુસરીને તે યાદીના સર્જકને અવરોધિત કરવાની જરૂર પડશે: 

1. નેવિગેશન મેનૂમાંથી યાદીઓ ટેબ પર ક્લિક કરો. 

2. નવી યાદી આયકન ની બાજુમાં આવેલા વધુ આયકન ને ક્લિક કરો.

3. તમે  યાદીઓમાં સભ્ય છો તેના પર ક્લિક કરો..

4. તમે જેમાંથી તમને પોતાને દૂર કરવા માંગો છો તે યાદી પર ક્લિક કરો.

5. શેર કરો બટન ની બાજુમાં આવેલા વધુ આયકન  પર ક્લિક કરો.

7. પ્રોફાઈલ હેન્ડલ (@HANDLE)ની બાજુમાં આવેલાઅવરોધિત કરોવિકલ્પ પર ક્લિક કરો. 

 


યાદી શેર કરવા માટે
 

1. તમે જેને શેર કરવા માંગો છો તે યાદી પર જાઓ.

2. યાદીના વિગત પેજમાં સૌથી ઉપર જમણી બાજુએ આવેલા શેર કરો આયકન (iOS અને વેબ પર અને એન્ડ્રોઈડ પર) નો ઉપયોગ કરો અને નીચેનામાંથી વિકલ્પ પસંદ કરો:

  • યાદીની લિંક કૉપિ કરો
  • સીધા સંદેશનાં માધ્યમથી મોકલો
  • આને ટ્વીટ કરો
     

યાદીની ટ્વીટ્સ જોવા માટે

  1. તમારી યાદીઓ ટેબ પર જાઓ.
  2. તમે જેને જોવા માંગો છો તે યાદી પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
  3. તમને તે યાદીમાં સમાવિષ્ટ એકાઉન્ટ્સની ટ્વીટ્સની સમય અવધિ દેખાશે.
     

યાદીઓ સંપાદિત કરવા અથવા કાઢી નાખવા માટે
 

  1. તમારા પ્રોફાઈલ પૃષ્ઠ પર જાઓ.
  2. યાદીઓ ટેબ પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
  3. તમને અનુસરો ટેબ હેઠળ તમે બનાવેલી યાદીઓ અને તમે જેમને અનુસરો છો તે અન્ય લોકોની યાદીઓ દેખાશે.
  4. તમે બનાવેલી યાદીઓમાંથી તમે જેને સંપાદિત કરવા અથવા કાઢી નાખવા માંગતા હોવ તે યાદી પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. તમારી યાદીની વિગતો અપડેટ કરવા માટે સંપાદિત કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. 
  5. જો તમે તમારી યાદીમાં લોકોને ઉમેરવા અથવા તેમાંથી દૂર કરવા માંગો છો, તો યાદી સંપાદિત કરો પર હળવેથી ઠપકારો અને પછી સભ્યોને મેનેજ કરો પસંદ કરો. શોધ બૉક્સનો ઉપયોગ કરીને સભ્યોને ઉમેરો અને યાદીમાંથી તેમને સંપૂર્ણપણે દૂર કરવા માટે સભ્યોને કાઢી નાખો.
  6. યાદી કાઢી નાખવા માટે, યાદીને કાઢી નાખો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. 
     

અન્ય લોકોની યાદીઓને અનુસરવા માટે
 

  1. એકાઉન્ટની પ્રોફાઈલ પર રહેલા વધુ આયકન  પર હળવેથી ઠપકારો.
  2. યાદીઓ જુઓ પર હળવેથી ઠપકારો.
  3. તમે કઈ યાદીને અનુસરવા માંગો છો તે પસંદ કરો.
  4. યાદી પૃષ્ઠમાંથી, યાદીને અનુસરવા માટે અનુસરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. તમે તે યાદીમાં રહેલા વ્યક્તિગત એકાઉન્ટ્સને અનુસર્યા વગર યાદીઓને અનુસરી શકો છો.
     

તમારી હોમ સમય અવધિમાં યાદીઓને ઉમેરવા/તેમાંથી દૂર કરવા માટે
 

  1. તમારા પ્રોફાઈલ આયકન મેનૂમાં જાઓ.

  2.  યાદીઓ પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.

  3. તમને તમે બનાવેલી યાદીઓ અને તમે જેમને અનુસરો છો તે અન્ય લોકોની યાદીઓ દેખાશે.

  4. તમારી હોમ સમય અવધિમાં યાદી ઉમેરવા માટે  આયકન પર હળવેથી ઠપકારો. 

  5. તમારી હોમ સમય અવધિમાંથી તેમાં પ્રવેશ કરવા માટે જમણે સ્વાઇપ કરો.

  6. 5 જેટલી યાદી ઉમેરો. 

  7. યાદીને દૂર કરવા માટે, પિન કરેલ હેઠળ, પુશપિનનું હાઇલાઇટ રદ કરવા માટે  આયકન પર હળવેથી ઠપકારો અને તે તમારી હોમ સમય અવધિમાંથી દૂર કરી દેવાશે. (નોંધ: આનાથી યાદી કાઢી નાખવામાં આવશે નહીં.) 
     

પિન કરેલી યાદીઓને ફરીથી ક્રમવાર ગોઠવવા માટે
 

  1. તમારા પ્રોફાઈલ આયકન મેનૂમાં જાઓ.
  2. યાદીઓ પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
  3. તમને તમે બનાવેલી યાદીઓ અને તમે જેમને અનુસરો છો તે અન્ય લોકોની યાદીઓ દેખાશે.
  4. સંપાદિત કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
  5. યાદીના સેલની જમણી બાજુ પર રહેલા ફરીથી ક્રમવાર ગોઠવો આઈકોનને દબાવી રાખો અને જે-તે યાદીને ઇચ્છિત સ્થાન પર ખેંચીને લઈ જાઓ.
  6. નવા ક્રમને સબમિટ કરવા માટે થઈ ગયું પર ક્લિક કરો. તમને તમારા ફેરફારો તમારી હોમ સમય અવધિમાં પ્રતિબિંબિત થયેલા દેખાશે.
     

યાદીની જાણ કરવા માટે


અપમાનજનક વર્તણૂક માટે કેવી રીતે યાદીની જાણ કરવી તે જાણો.

આ લેખને શેર કરો