એન્ડ્રોઈડ માટે Twitterનો ઉપયોગ કેવી રીતે કરવો

નવા એકાઉન્ટમાં સાઈન અપ કરવા માટે:
 1. એન્ડ્રોઇડ માટે Twitter એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જો તમે તેને પહેલેથી ઇન્સ્ટોલ કર્યું નથી.
 2. એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી, તમે હાલના એકાઉન્ટ સાથે લોગ ઈન કરી શકો છો અથવા એપ્લિકેશનમાંથી સીધા નવા એકાઉન્ટમાં સાઈન અપ કરી શકો છો. તમારા એપ્લિકેશન દ્વારા બહુવિધ Twitter એકાઉન્ટ્સને મેનેજ કરવા વિશે વધુ જાણો.
 3. તમને અમારા સાઈન અપ અનુભવ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને તમારું નામ અને ઈમેલ સરનામા જેવી માહિતી દાખલ કરવા માટે કહેવામાં આવશે.
 4. જો તમે સાઈન અપ કરતી વખતે કોઈ ઈમેલ સરનામું આપ્યું હોય, તો અમે તરત જ તમને સૂચનો વાળો એક ઈમેલ મોકલીશું જેથી અમે તમારું ઈમેલ સરનામું ચકાસી શકીશું.
 5. જો તમે સાઈન અપ કરતી વખતે કોઈ ફોન નંબર આપ્યો હોય, તો અમે તરત જ તમને કોડ વાળો એક ટેક્સ્ટ સંદેશો મોકલીશું જેથી અમે તમારો નંબર ચકાસી શકીશું. 
 6. તમારા નવા એકાઉન્ટ માટે કેવી રીતે સેટિંગ્સ કસ્ટમાઇઝ કરવા તે વિશે જાણો.

નોંધ: હવે અમે Google પ્લે સ્ટોરના એન્ડ્રોઈડના 2.3 થી 4.1 સુધીના સંસ્કરણોનું સમર્થન કરતાં નથી. જો તમે આ સંસ્કરણો પર રહેશો, તો કૃપા કરી નોંધી લો કે તે અપડેટ કરવામાં નહીં આવે. સૌથી તાજેતરના અન્ડ્રોઈડ માટે Twitterના અનુભવનો અુનભવ લેવા માટે, સ્ટોરમાં આપેલ તાજેતરનું સંસ્કરણ ડાઉનલોડ કરો અથવા તમારા બ્રાઉઝરમાં આપેલ twitter.comની મુલાકાત લો.


તમારી પ્રોફાઈલ સંપાદિત કરવી
 

 1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ નું આયકન  અથવા તમારી પ્રોફાઈલ નું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો.
 2. પ્રોફાઈલ પર હળવેથી ઠપકારો, પછી પ્રોફાઈલ સંપાદિત કરો પર હળવેથી ઠપકારો.
 3. અહીંથી તમે તમારી પ્રોફાઈલ અને હેડર છબી બદલી શકો છો (જેને "બેનર" તરીકે પણ ઓળખવામાં આવે છે), પ્રદર્શન નામ, સ્થાન, વેબસાઈટ, જન્મ તારીખ અને વ્યક્તિગત વર્ણન. 
 4. તમને જોઈતા ફેરફારો કરો, પછી સાચવો પર હળવેથી ઠપકારો.
   

તમારી એકાઉન્ટ સેટિંગ્સ અપડેટ કરવી
 

 1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલ નું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો.
 2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
 3. મેનૂમાં સ્ક્રોલ કરો અને તમે જે એકાઉન્ટ સેટિંગને જોવા/સંપાદિત કરવા માંગો છો તેને પસંદ કરો જેમ કે તમારું વપરાશકારનું નામ બદલવું.
   

તમારો ડેટા વપરાશ કેવી રીતે ઓછો કરવો
 

તમે ડેટા બચતકર્તા મોડ સક્ષમ કરીને Twitter દ્વારા વપરાતા ડેટાની માત્રા ઓછી કરી શકો છો. ડેટાની બચત કરવા માટે વાસ્તવિક સમયમાં તમે જે મીડિયાને ડાઉનલોડ કરવા માંગો છો તેને નિયંત્રિત કરો. 

 1. તમારા પ્રોફાઈલ મેનૂમાંથી, સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
 2. સામાન્ય હેઠળ આવતા ડેટા વપરાશ પર હળવેથી ઠપકારો.
 3. ચાલુ કરવા માટે ડેટા બચતકર્તાની બાજુમાં આવેલ ટૉગલ કરો પર હળવેથી ઠપકારો.

આ મોડમાં, છબીઓ ઓછી ગુણવત્તામાં લોડ થશે અને વિડિયો ઓટોપ્લે નહીં થાય. તમારી પાસે ઉચ્ચ ગુણવત્તાવાળી છબીઓ, વિડિયો અને વિડિયો ઓટોપ્લેનો વિકલ્પ પણ છે.

કોઈપણ ટ્વીટ કેવી રીતે પોસ્ટ કરવી અને કાઢી નાખવી
 

ટ્વીટ પોસ્ટ કરવા માટે:

 1. ટ્વીટ આયકન પર હળવેથી ઠપકારો 
 2. તમારો સંદેશો દાખલ કરો અને પછી ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો.
 3. તમારા ડિવાઇસના સ્ટેટસ બારમાં એક સૂચના દેખાશે અને એકવાર ટ્વીટ સફળતાપૂર્વક મોકલી દીધા પછી તે જતી રહેશે.
   

કોઈપણ ટ્વીટને એક રૂપરેખા તરીકે સાચવવા માટે:

 1. જો તમે તમારી ટ્વીટને એક રૂપરેખા તરીકે સાચવવા માગતા હો, તો ટ્વીટ કમ્પોઝ વિંડોમાં આપેલ X પર હળવેથી ઠપકારો.
 2. તમને એક રૂપરેખા તરીકે સાચવવાનો વિકલ્પ દેખાશે. તમારી સાચવેલી રૂપરેખાઓમાં પ્રવેશ કરવા માટે, તમારી પ્રોફાઈલ પર જાઓ અને ઓવરફ્લો આયકન પર હળવેથી ઠપકારો  પછી રૂપરેખાઓ પસંદ કરો. 
 3. તમે કમ્પોઝર બોક્સ પર હળવેથી ઠપકારીને, પછી બોક્સમાં આપેલ રૂપરેખાઓ પર હળવેથી ઠપકારીને પણ તમારી રૂપરેખાઓમાં પ્રવેશ કરી શકો છો.
 4. જ્યારે તમારી પાસે ઓછામાં ઓછી રૂપરેખા સાચવેલી હશે ત્યારે જ તમે રૂપરેખા પ્રોમ્પ્ટ દેખાશે. જો તમે તમારી એપ્લિકેશન દ્વારા તમારા એકાઉન્ટમાંથી લોગ આઉટ કરો અથવા તમારી એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરો, તો તમે બચાવેલી કોઈપણ રૂપરેખાઓ કાઢી નાખવામાં આવશે અને પુનઃસ્થાપિત કરી શકાતા નથી.
   

તમારી ટ્વીટ સાથે કોઈ ફોટો અથવા GIF પોસ્ટ કરવા માટે:

તમારી ટ્વીટ સાથે કોઈ વિડિયો પોસ્ટ કરવા માટે:

તમારી ટ્વીટ સાથે Twitter મતદાન પોસ્ટ કરવા માટે:

કોઈપણ પ્રત્યુતર કેવી રીતે પોસ્ટ કરવું:

 1. તમે જે ટ્વીટને પ્રત્યુતર મોકલવા માંગો છો તે શોધી કાઢો.
 2. પ્રત્યુતર આયક્ન પર ક્લિક કરો 
 3. એક કમ્પોઝ બોક્સ પૉપ-અપ થશે, તેમાં તમારો સંદેશો ટાઇપ કરો અને તેને પોસ્ટ કરવા માટે પ્રત્યુતર પર હળવેથી ઠપકારો.
   

કોઈપણ ઉલ્લેખને કેવી રીતે પોસ્ટ કરવો:

 1. ટ્વીટ બોક્સમાં તમારો સંદેશો ટાઇપ કરો. 
 2. કોઈપણ વિશિષ્ટ એકાઉન્ટને સંબોધતી વખતે વપરાશકારના નામ (વપરાશકારના નામો) પહેલાં @ ચિહ્ન ટાઇપ કરો. 
 3. પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
 4. પ્રત્યુતરો અને ઉલ્લેખો વિશે વધુ વાંચો.
   

તમારા સ્થાન સાથે ટ્વીટ કરવા માટે:

 1. તમારી ટ્વીટમાં તમારું સ્થાન ઉમેરવા માટે સ્થાન આયકન પર હળવેથી ઠપકારો .
 2. તમારા મોબાઈલ ડિવાઇસ પર સ્થાન સુવિધાનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.
   

કોઈપણ ટ્વીટમાં URL સામેલ કરવા માટે:

 1. Twitterની પોતાની t.co સેવાનો ઉપયોગ કરવાથી લિંક્સ આપોઆપ ટૂંકી થાય છે.
 2. કોઈપણ URLમાં ટાઇપ અથવા પોસ્ટ કરવાથી ભલેને મૂળ લિંક કેટલીયે લાંબી હોય—તેમ છતાં તમારી અક્ષર મર્યાદામાંથી અક્ષરોનો આપમેળે કપાત કરવામાં આવશે.
   

ટ્વીટ કાઢી નાખવા માટે:

 1. તમારા પ્રોફાઈલ મેનૂમાંથી, સેટિંગ્સ પર હળવેથી ઠપકારો.
 2. તમે જે ટ્વીટને કાઢી નાખવા માંગો છો તે શોધી કાઢો.
 3. ટ્વીટની ટોચ પર આવેલા આયકન પર હળવેથી ઠપકારો.
 4. કાઢી નાખો પર હળવેથી ઠપકારો.
 5. પુષ્ટિ કરવા માટે હા પર હળવેથી ઠપકારો.
   

ડાર્ક મોડ કેવી રીતે સક્ષમ કરવો

 1. ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.
 2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
 3. પ્રદર્શન અને અવાજ ટેબ પર હળવેથી ઠપકારો.
 4. સુવિધા ચાલુ કરવા માટેડાર્ક મોડ પર હળવેથી ઠપકારો. તમે સૂર્યાસ્ત સમયે ઓટોમેટિક વિકલ્પને પણ સક્ષમ કરી શકો છો.
 5. ડાર્ક થીમ હેઠળ, તમારી પસંદગી પર હળવેથી ઠપકારીને ઝાંખુ અથવા લાઇટ આઉટ પસંદ કરો.
 6. સુવિધા બંધ કરવા માટે, ડાર્ક મોડ વિકલ્પ પર ફરીથી હળવેથી ઠપકારો.
   

મેનૂમાંથી ડાર્ક મોડ કેવી રીતે સક્ષમ કરવો

 1. તમારા પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો.
 2. ડાર્ક મોડ ચાલુ કરવા માટે લાઇટ બલ્બ આયકન પર હળવેથી ઠપકારો.
 3. ઝાંખુ અથવા લાઇટ આઉટ વચ્ચે સ્વિચ કરવા માટે સેટિંગ્સમાં જાઓ.

આ લેખને શેર કરો