કેવી રીતે પ્રગત શોધનો ઉપયોગ કરવો

શું તમે કોઈ જૂની ટ્વીટ શોધવા અથવા કોઈ ચોક્કસ ટ્વીટ મેળવવા માંગો છો? તમે જે શોધી રહ્યાં છો, ચોક્કસ રૂપથી તે જ બાબતને શોધમાં ખોજી કાઢો
 

જ્યારે તમે twitter.com પર લોગ ઈન થયેલા હોવ ત્યારે પ્રગત શોધ ઉપલબ્ધ છે. તે તમને શોધ પરિણામોને ચોક્કસ તારીખ શ્રેણીઓ, લોકો અને વધુને અનુરૂપ બનાવવા માટે મંજૂરી આપે છે. આ, ચોક્કસ ટ્વીટ્સને શોધવાનું સરળ બનાવે છે.
 

કેવી રીતે પ્રગત શોધનો ઉપયોગ કરવો
 1. twitter.com પર શોધ બારમાં તમારી શોધ દાખલ કરો.
 2. તમારા પરિણામોના પૃષ્ઠની ઉપરની જમણી બાજુએ શોધ ફિલ્ટર્સની નીચે સ્થિત, પ્રગત શોધ પર ક્લિક કરો અથવા વધુ વિકલ્પો પર ક્લિક કરો અને પછી પ્રગત શોધ પર ક્લિક કરો.
 3. તમારા શોધ પરિણામોને રિફાઇન કરવા માટે યોગ્ય ફીલ્ડ્સ ભરો (કેટલીક મદદરૂપ ટિપ્સ માટે નીચે જુઓ).
 4. તમારા પરિણામો જોવા માટે શોધો પર ક્લિક કરો.


કેવી રીતે તમારી પ્રગત શોધ રિફાઇન કરવી


પ્રગત શોધનો ઉપયોગ કરીને, તમે નીચેના ફીલ્ડ્સમાંથી કોઈપણના સંયોજનનો ઉપયોગ કરીને તમારા શોધ પરિણામોને રિફાઇન કરી શકો છો:
 

શબ્દો

 • કોઇપણ સ્થિતિમાં તમામ શબ્દો સમાવતી ટ્વીટ્સ (“Twitter” અને “શોધ”)  
 • ચોક્કસ શબ્દસમૂહો સમાવતી ટ્વીટ્સ (“Twitter શોધ”)
 • કોઈપણ શબ્દોને સમાવતી ટ્વીટ્સ (“Twitter” અથવા “શોધ”)
 • ચોક્કસ શબ્દોને બાકાત કરતી ટ્વીટ્સ (“Twitter” પરંતુ “શોધ” નહીં)
 • ચોક્કસ હૅશટૅગ સાથેની ટ્વીટ્સ (#twitter)
 • ચોક્કસ ભાષામાં રહેલી ટ્વીટ્સ (અંગ્રેજીમાં લખાયેલ)
   

લોકો

 • ચોક્કસ એકાઉન્ટની ટ્વીટ્સ (“@TwitterComms” દ્વારા ટ્વીટ કરેલ)
 • ચોક્કસ એકાઉન્ટને પ્રત્યુતર તરીકે મોકલેલી ટ્વીટ્સ (“@TwitterComms”ને પ્રત્યુતરમાં)
 • ચોક્કસ એકાઉન્ટનો ઉલ્લેખ કરતી ટ્વીટ્સ (ટ્વીટમાં “@TwitterComms” સામેલ હોય)
   

જગ્યાઓ

 • ભૌગોલિક સ્થાન પરથી મોકલેલી ટ્વીટ્સ, ઉદા. એક ચોક્કસ શહેર, રાજ્ય, દેશ
  • ભૌગોલિક સ્થાન પસંદ કરવા માટે જગ્યાના ડ્રોપડાઉનનો ઉપયોગ કરો
    

તારીખો

 • ચોક્કસ તારીખ પહેલાં, ચોક્કસ તારીખ પછી અથવા એક તારીખ શ્રેણીમાં મોકલેલી ટ્વીટ્સ
  • “આરંભ” તારીખ, “અંત” તારીખ અથવા બંને પસંદ કરવા માટે કેલેન્ડરના ડ્રોપડાઉનનો ઉપયોગ કરો
 • પ્રથમ સાર્વજનિક ટ્વીટ કર્યાની તારીખ પછીથી કોઈપણ તારીખની ટ્વીટ્સ શોધો
   

પ્રગત શોધમાં ફીલ્ડ્સને સંયોજિત કરીને, તમે તમારા શોધ પરિણામોને સશક્ત રીતે અનુરૂપ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે નવ વર્ષના દિવસે તમે જે કરેલું તે વિશે મોકલેલી કોઈ જૂની ટ્વીટ શોધી રહ્યા છો, તો તમે 30 ડિસેમ્બર, 2013 અને 2 જાન્યુઆરી, 2014ની વચ્ચેની એવી ટ્વીટ્સ માટે શોધ કરી શકો છો કે જેમાં “નવ વર્ષ” તો હોય પરંતુ “રિઝોલ્યૂશન” શામેલ ન હોય. તમે હૅશટૅગનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં હોય તેવી ટ્વીટ્સને શોધી પણ શકો છો. ઉદાહરણ તરીકે, જુલાઈ 2014માં બ્રાઝિલથી મોકલેલી “#WorldCup” તમને તે વર્ષની વર્લ્ડ કપ વિશેની ટ્વીટ્સ બતાવશે.

આ લેખને શેર કરો