કેવી રીતે ટ્વીટમાં તમારું સ્થાન ઉમેરવું
નોંધ: આ વિશેષતા સક્ષમ કરવાથી તમારી ટ્વીટના ભાગ રૂપે તમે જ્યાંથી ટ્વીટ કરી રહ્યાં છો તે સ્થાન બતાવવાની Twitterને મંજૂરી મળે છે.
એન્ડ્રોઇડ માટે Twitter, iOS માટે Twitter, twitter.com અથવા અન્ય મોબાઇલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને તમે તમારી ટ્વીટ્સમાં સ્થાન ઉમેરવાનું પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે: તમારી ટ્વીટને વધારાનો સ્થાન સંદર્ભ આપવા માટે, તમે "સોમા, સાન ફ્રાન્સિસ્કો" જેવા સામાન્ય સ્થાન લેબલ ઉમેરી શકો છો. પસંદગીના સ્થાનોમાં, iOS માટે Twitter અને એન્ડ્રોઇડ માટે Twitter પર, તમે કોઈ ચોક્કસ વ્યવસાય, સીમાચિહ્ન અથવા રુચિના અન્ય મુદ્દાના નામ સાથે પણ તમારી ટ્વીટને લેબલ કરી શકો છો. આ સ્થાનો ફોરસ્ક્વેર અને યેલ્પ દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
જો તમે એન્ડ્રોઇડ માટે Twitter અથવા iOS માટે Twitterનો ઉપયોગ કરી રહ્યા છો તો, ટ્વીટમાં તમારું ચોક્કસ સ્થાન (એટલે કે, તમે જ્યાંથી ટ્વીટ કરી તેના GPS યામ) સામેલ હોઈ શકે છે, જે તમે પસંદ કરેલ સ્થાન લેબલ ઉપરાંત Twitter API દ્વારા શોધી શકાય છે. વધુ માહિતી માટે નીચે જુઓ.
નોંધ: તે નોંધવું મહત્વપૂર્ણ છે કે Twitter પર સ્થાનની માહિતીને કાઢી નાખવાથી એ બાંયધરી મળતી નથી કે તે માહિતી તૃતીય-પક્ષ એપ્લિકેશનો અથવા બાહ્ય શોધ પરિણામો પર ડેટાની બધી કૉપિઓમાંથી દૂર કરવામાં આવશે. વધુમાં, આ સેટિંગ સીધા સંદેશા દ્વારા શેર કરેલ સ્થાનોને દૂર કરશે નહીં.
કેટલાક વિસ્તારોમાં, તમારી પાસે તમારી ટ્વીટને ચોક્કસ વ્યવસાય, સીમાચિહ્ન અથવા રુચિના મુદ્દા સાથે લેબલ કરવાનો વિકલ્પ હોય છે. આ સ્થાનો ફોરસ્ક્વેર અને યેલ્પથી મેળવવામાં આવે છે. જો તમને ફોરસ્ક્વેર દ્વારા પ્રદાન કરવામાં આવેલ સ્થાન સાથે કોઈ સમસ્યા દેખાય તો, તમે ફોરસ્ક્વેરના સહાયતા કેન્દ્ર દ્વારા તેની જાણ કરી શકો છો. જો તમને લાગતું હોય કે ચોક્કસ ટ્વીટ અપમાનજનક છે તો, કૃપા કરીને અહીંની સૂચનાઓ અનુસરીને Twitterને તેની જાણ કરો.