કેવી રીતે ટ્વીટ શેર કરવી

ખાનગી રીતે ટ્વીટ શેર કરવી સરળ હોય છે. તમારી પાસે તમારા અનુયાયીઓ સાથે સીધા સંદેશ દ્વારા અથવા તમારા ફોનની સરનામા બુકમાંથી તમારા સંપર્કોની સાથે એક એસએમએસ અથવા ઈમેલ મારફતે શેર કરવાનો વિકલ્પ હોય છે.

સીધા સંદેશ દ્વારા ટ્વીટ શેર કરવી
પગલું 1

તમારી હોમ સમય અવધિ પર રહેલી ટ્વીટ પરથી અથવા ટ્વીટની વિગતમાંથી શેર કરો આયકન  પર હળવેથી ઠપકારો.
નોંધ: કોઈ સુરક્ષિત ટ્વીટ સીધા સંદેશ મારફતે શેર કરી શકાતી નથી.

પગલું 2

તમે જે એકાઉન્ટ્સ સાથે વારંવાર સંદેશાની આપ-લે કરો છો તેની ઝડપી-શેર યાદીમાંથી પ્રાપ્તકર્તા પસંદ કરો. અથવા તમે જેમને સંદેશ મોકલવા માંગો છો તે એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ના નામ ટાઈપ કરવા માટે લોકો અને સમૂહોને શોધો વિકલ્પ પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારી પાસે તમારા સંદેશમાં ટિપ્પણી ઉમેરવાનો વિકલ્પ છે.

પગલું 4

મોકલો પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમારી હોમ સમય અવધિ પર રહેલી ટ્વીટ પરથી અથવા ટ્વીટની વિગતમાંથી શેર કરો આયકન  પર હળવેથી ઠપકારો.
નોંધ: કોઈ સુરક્ષિત ટ્વીટ સીધા સંદેશ મારફતે શેર કરી શકાતી નથી.

પગલું 2

મેનૂમાંથી સીધા સંદેશ દ્વારા મોકલો પર હળવેથી ઠપકારો.

પગલું 3

સૂચવેલ યાદીમાંથી એક એકાઉન્ટ પસંદ કરો અથવા તમે જેમને સંદેશ મોકલવા માંગો છો તે એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ના નામ ટાઈપ કરવા માટે લોકો અને સમૂહોને શોધો ટેક્સ્ટ બોક્સ પર હળવેથી ઠપકારો. 

પગલું 4

તમારી પાસે તમારા સંદેશમાં નોંધ ઉમેરવાનો વિકલ્પ હોય છે.

પગલું 5

મોકલો પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમારી હોમ સમય અવધિ પર રહેલી ટ્વીટ પરથી અથવા ટ્વીટની વિગતમાંથી શેર કરો આયકન  પર ક્લિક કરો.
નોંધ: કોઈ સુરક્ષિત ટ્વીટ સીધા સંદેશ મારફતે શેર કરી શકાતી નથી.

પગલું 2

સીધા સંદેશ દ્વારા મોકલો પસંદ કરો.

પગલું 3

પૉપ-અપ મેનૂમાંથી, તમે જે વ્યક્તિને સંદેશ મોકલવા માંગો છો તેનું નામ દાખલ કરો અથવા સૂચવેલ એકાઉન્ટની યાદીમાંથી પસંદગી કરો.

પગલું 4

તમારી પાસે તમારા સંદેશમાં ટિપ્પણી ઉમેરવાનો વિકલ્પ છે.

પગલું 5

મોકલો પર ક્લિક કરો.

નોંધ: તમારા પ્રોફાઈલ પૃષ્ઠ પરની તમારી પોતાની ટ્વીટ્સ શેર કરો આયકન પ્રદર્શિત કરશે નહીં. તમારી પ્રોફાઈલમાંથી સીધા સંદેશ દ્વારા તમારી ટ્વીટ્સમાંથી કોઈ એકને મોકલવા માટે સૌથી નીચેના ભાગે જમણી બાજુએ રહેલ  આયકન પર ક્લિક કરો. સીધા સંદેશા વિશે વધુ જાણો.

એસએમએસ અથવા ઈમેલ દ્વારા ટ્વીટ શેર કરવા માટે
પગલું 1

તમારી હોમ સમય અવધિ પર રહેલી ટ્વીટ પરથી અથવા ટ્વીટની વિગતમાંથી શેર કરો આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 2

પૉપ-અપ મેનૂમાંથી, … દ્વારા ટ્વીટ શેર કરો પસંદ કરો.

પગલું 3

એસએમએસ દ્વારા મોકલવા માટે, તમારી એસએમએસ એપ્લિકેશન પસંદ કરો અને તમે જેમને ટ્વીટ મોકલવા માંગો છો તે સંપર્કોને ઉમેરો.

પગલું 4

ઈમેલ દ્વારા મોકલવા માટે, તમારા ઈમેલ ક્લાયન્ટને પસંદ કરો અને તમે જેમને ટ્વીટ ઈમેલ કરવા માંગો છો તે લોકોનું(ના) ઈમેલ સરનામું(સરનામાં) દાખલ કરો.

પગલું 5

તમે એસએમએસ અથવા ઈમેલ પર ટિપ્પણી ઉમેરવાનું પસંદ કરી શકો છો.

પગલું 6

ટ્વીટમાં રહેલા આયકન પર ક્લિક કરો.

પગલું 2

પૉપ-અપ મેનૂમાંથી, ટ્વીટની લિંક કૉપિ કરો પસંદ કરો.

પગલું 3

URL તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ જશે.

પગલું 4

એકવાર તમે તમારું ઈમેલ ક્લાયન્ટ ખોલી લો, તે પછી તમે કમ્પોઝ કરો છો તે ઈમેલમાં URLને પેસ્ટ કરી શકો છો.

આ લેખને શેર કરો