કેવી રીતે લોકો માટે છબીઓ પ્રવેશયોગ્ય કરવી
તમે iOS અથવા એન્ડ્રોઇડ માટે Twitter એપ્લિકેશનનો ઉપયોગ કરીને અથવા twitter.com પર ફોટા ટ્વીટ કરો ત્યારે, તમારી પાસે છબીનું વર્ણન કમ્પોઝ કરવાનો વિકલ્પ હોય છે જેથી પ્રજ્ઞાચક્ષુ લોકોને સામગ્રી પ્રવેશયોગ્ય થાય.
આ લેખમાં આનો ઉપયોગ કરીને છબી વર્ણનો કમ્પોઝ કરવા માટે કેવી રીતે છબી વર્ણનો કમ્પોઝ કરો સક્ષમ કરવું સેટિંગ અને સૂચનાઓ વિશે માહિતી સામેલ છે.
twitter.com સાથેના મૅક માટે વૉઇસઓવરનો ઉપયોગ
કેવી રીતે twitter.com ના છબી વર્ણનોનું કમ્પોઝિશન સક્ષમ કરવું
- ઝડપથી “g” કી દબાવીને, પછી “s” કી દબાવીને સેટિંગ્સ અને ગોપનીયતા પર નેવિગેટ કરો.
- વેબ રોટરને ઉપર લાવવા માટે “control + option + u” કી એકસાથે દબાવો.
- વેબ રોટરમાં લિંક્સ પસંદ કરવા માટે જમણી તરફના તીરની કી દબાવો.
- ચીજ પ્રવેશયોગ્યતા શોધવા માટે નીચે તરફના તીરની કીનો ઉપયોગ કરો અને “enter” કી દબાવો.
- પ્રવેશયોગ્યતા સેટિંગ્સમાં નેવિગેટ કરવા માટે “enter” દબાવો.
- વેબ રોટરને ઉપર લાવવા માટે “control + option + u” કી એકસાથે દબાવો.
- વેબ રોટરમાં ફોર્મ નિયંત્રણો પસંદ કરવા માટે જમણી તરફના તીરની કી દબાવો.
- છબી વર્ણનો કમ્પોઝ કરો શોધવા માટે નીચે તરફના તીરની કીનો ઉપયોગ કરો અને “enter” કી દબાવો.
- સેટિંગ ચાલુ અથવા બંધ કરવા માટે સ્પેસબારનો ઉપયોગ કરો.
- વેબ રોટરને ઉપર લાવવા માટે “control + option + u” કી દબાવો.
- ફેરફારો સાચવો શોધવા માટે નીચે તરફના તીરની કીનો ઉપયોગ કરો અને “enter” કી દબાવો.
કેવી રીતે twitter.com ની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા
- કીબોર્ડ શૉર્ટકટ ("n" કી દબાવો)નો ઉપયોગ કરીને ટ્વીટ કમ્પોઝર ખોલો.
- ફોટા અને વિડિયો ઉમેરો પર નેવિગેટ થવા માટે "tab" કીનો ઉપયોગ કરો અને પછી “enter” કી દબાવો.
- ઉમેરવા માટે છબી પસંદ કરવા માટે ફાઇલ સિસ્ટમ ડાયલોગનો ઉપયોગ કરો.
- કમ્પોઝરમાં, “tab” કીનો ઉપયોગ કરીને તમે ઉમેરેલી છબી શોધો. છબી જે ક્રમમાં ઉમેરવામાં આવી હતી તે અનુસાર લેબલ કરવામાં આવશે (ઉદા. "Image 1")
- વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે, છબી પર ફોકસ કરેલું હોય ત્યારે “enter” કી દબાવીને થમ્બનેઇલ પ્રીવ્યૂ ડાયલોગ ખોલો.
- તમારી છબીનું વર્ણન ટાઇપ કરો. (મર્યાદા 420 અક્ષરોની છે.)
- “tab” કી દબાવીને લાગુ કરો બટન શોધો અને “enter” દબાવો અથવા “command” કી પકડી રાખી હોય ત્યારે ફક્ત “enter” દબાવો.
- ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં વર્ણન સંપાદિત કરવા માટે, થમ્બનેઇલ પ્રીવ્યૂ ફરી ખોલો.
twitter.com સાથે વિન્ડોઝ સ્ક્રીન વાચકો માટે JAWSનો ઉપયોગ કરવો
કેવી રીતે twitter.com ના છબી વર્ણનોનું કમ્પોઝિશન સક્ષમ કરવું
- JAWSનું વર્ચ્યુઅલ નેવિગેશન અસ્થાયી બાયપાસ કરવા માટે “insert” અને “3” એકસાથે દબાવો.
- તમને પસાર થવા માટે કી દાખલ કરો સંભળાય તે પછી, કીબોર્ડનો ઉપયોગ કરીને સેટિંગ્સમાં નેવિગેટ થાઓ. શૉર્ટકટ (“g” કી દબાવો, પછી ઝડપથી “s” કી દબાવો).
- પેજ માટે લિંક્સની યાદી ઉપર લાવવા માટે “insert” અને “F7” કી દબાવો.
- ચીજ પ્રવેશયોગ્યતા શોધવા માટે નીચે તરફના તીરની કીનો ઉપયોગ કરો અને “enter” કી દબાવો.
- છબી વર્ણનો કમ્પોઝ કરો ચીજ શોધવા માટે “f” કી દબાવો.
- સેટિંગ ચાલુ અથવા બંધ કરવા માટે સ્પેસબારનો ઉપયોગ કરો.
- ફેરફારો સાચવો બટન શોધવા માટે “f” કી દબાવો અને “enter” કી દબાવો.
કેવી રીતે twitter.com ની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા
- JAWSનું વર્ચ્યુઅલ નેવિગેશન અસ્થાયી બાયપાસ કરવા માટે “insert” અને “3” એકસાથે દબાવો.
- કીબોર્ડ શૉર્ટકટ ("n" કી દબાવો)નો ઉપયોગ કરીને ટ્વીટ કમ્પોઝર ખોલો.
- ફોટા અને વિડિયો ઉમેરો પર નેવિગેટ થવા માટે "tab" કીનો ઉપયોગ કરો અને પછી “enter” કી દબાવો.
- ઉમેરવા માટે છબી પસંદ કરવા માટે ફાઇલ સિસ્ટમ ડાયલોગનો ઉપયોગ કરો.
- કમ્પોઝરમાં, “tab” કીનો ઉપયોગ કરીને તમે ઉમેરેલી છબી શોધો. છબી જે ક્રમમાં ઉમેરવામાં આવી હતી તે અનુસાર લેબલ કરવામાં આવશે (ઉદા. "Image 1").
- વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે, છબી પર ફોકસ કરેલું હોય ત્યારે “enter” કી દબાવીને થમ્બનેઇલ પ્રીવ્યૂ ડાયલોગ ખોલો.
- તમારી છબીનું વર્ણન ટાઇપ કરો. (મર્યાદા 420 અક્ષરોની છે.)
- “tab” કી દબાવીને લાગુ કરો બટન શોધો અને “enter” દબાવો અથવા “control” કી પકડી રાખી હોય ત્યારે ફક્ત “enter” દબાવો.
- ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં વર્ણન સંપાદિત કરવા માટે, થમ્બનેઇલ પ્રીવ્યૂ ફરી ખોલો.
Twitter.com સાથે વિન્ડોઝ વાચકો માટે NVDA સ્ક્રીન રીડર ઉપયોગ કરવો
કેવી રીતે twitter.com ના છબી વર્ણનોનું કમ્પોઝિશન સક્ષમ કરવું
- ફોર્મ્સ મોડમાં દાખલ થવા માટે “insert” અને “space” કી એકસાથે દબાવો.
- ઝડપથી “g” કી દબાવીને, પછી “s” કી દબાવીને સેટિંગ્સ અને ગોપનીયતા પર નેવિગેટ કરો.
- ફોર્મ્સ મોડમાંથી બહાર નીકળવા માટે “insert” અને “space” કી એકસાથે દબાવો.
- પેજ માટે લિંક્સની યાદી ઉપર લાવવા માટે “insert” અને “F7” કી એકસાથે દબાવો.
- ચીજ પ્રવેશયોગ્યતા શોધવા માટે નીચે તરફના તીરની કીનો ઉપયોગ કરો અને “enter” કી દબાવો.
- છબી વર્ણનો કમ્પોઝ કરો ચીજ શોધવા માટે “f” કી દબાવો.
- સેટિંગ ચાલુ અથવા બંધ કરવા માટે “સ્પેસબાર”નો ઉપયોગ કરો.
- ફેરફારો સાચવો બટન શોધવા માટે “f” કી દબાવો અને “enter” કી દબાવો.
કેવી રીતે twitter.com ની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા
- ફોર્મ્સ મોડમાં દાખલ થવા માટે “insert” અને સ્પેસ કી એકસાથે દબાવો.
- કીબોર્ડ શૉર્ટકટ (n કી દબાવો)નો ઉપયોગ કરીને ટ્વીટ કમ્પોઝર ખોલો.
- ફોટા અને વિડિયો ઉમેરો પર નેવિગેટ થવા માટે "tab" કીનો ઉપયોગ કરો અને પછી “enter” કી દબાવો.
- ઉમેરવા માટે છબી પસંદ કરવા માટે ફાઇલ સિસ્ટમ ડાયલોગનો ઉપયોગ કરો.
- કમ્પોઝરમાં, “tab” કીનો ઉપયોગ કરીને તમે ઉમેરેલી છબી શોધો. છબી જે ક્રમમાં ઉમેરવામાં આવી હતી તે અનુસાર લેબલ કરવામાં આવશે (ઉદા. "Image 1").
- વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે, છબી પર ફોકસ કરેલું હોય ત્યારે “enter” કી દબાવીને થમ્બનેઇલ પ્રીવ્યૂ ડાયલોગ ખોલો.
- તમારી છબીનું વર્ણન ટાઇપ કરો. (મર્યાદા 420 અક્ષરોની છે.)
- “tab” કી દબાવીને લાગુ કરો બટન શોધો અને “enter” દબાવો અથવા “control” કી પકડી રાખી હોય ત્યારે ફક્ત “enter” દબાવો.
- ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં વર્ણન સંપાદિત કરવા માટે, થમ્બનેઇલ પ્રીવ્યૂ ફરી ખોલો.
Note: એકવાર પોસ્ટ થઈ ગયા પછી, છબીમાં લાગુ કરવામાં આવેલ વર્ણન દૃશ્યક્ષમ રહેશે નહીં પરંતુ પ્રજ્ઞાચક્ષુ લોકોને તેમની સહાયક તકનીક (ઉદા., સ્ક્રીન રીડર્સ અને બ્રેઇલ ડિસ્પ્લે) દ્વારા તેનો પ્રવેશ મળશે.