TweetDeckનો ઉપયોગ કેવી રીતે કરવો

TweetDeck તમને એક સરળ ઇન્ટરફેસમાં બહુવિધ સમય અવધિઓ જોવાની મંજૂરી આપીને વધુ અનુકૂળ Twitter અનુભવ પ્રદાન કરે છે. Twitterમાંથી સૌથી વધુ મેળવવામાં મદદ કરવા માટે તેમાં અદ્યતન સુવિધાઓની ભરમાર સામેલ છે: બહુવિધ Twitter એકાઉન્ટ્સનું સંચાલન કરો, ભવિષ્યમાં પોસ્ટ કરવા માટે ટ્વીટ્સ શેડ્યુલ કરો, ટ્વીટ સંગ્રહો તૈયાર કરો અને વધુ.

TweetDeck હાલમાં tweetdeck.com અથવા Mac એપ્લિકેશન સ્ટોર પર ઉપલબ્ધ છે.

TweetDeckનો ઉપયોગ કેવી રીતે શરૂ કરવો

  1. http://tweetdeck.twitter.com પર જાઓ અથવા Mac માટે ડેસ્કટૉપ એપ્લિકેશન ખોલો.
  2. તમારા Twitter એકાઉન્ટ સાથે લોગ ઈન કરો. અમે ભલામણ કરીએ છીએ કે તમે એવા Twitter એકાઉન્ટનો ઉપયોગ કરો જે અન્ય વ્યક્તિઓ સાથે શેર કરવામાં આવ્યું ના હોય.
  3. એકવાર તમે લોગ ઈન કરી લો તે પછી તમે તમારા TweetDeck એકાઉન્ટ સાથે બહુવિધ Twitter એકાઉન્ટ્સનું જોડાણ કરી શકો છો.

Note: જો તમે Mac માટે અમારી ડેસ્કટૉપ એપ્લિકેશનના જૂના સંસ્કરણ (Mac: 3.5.0 કરતાં જૂના)નો ઉપયોગ કરી રહ્યા હો, તો તમે તાજેતરના સંસ્કરણ પર અપગ્રેડ ન કરો ત્યાં સુધી તમે Twitter એકાઉન્ટ સાથે સાઈન ઈન કરી શકશો નહીં અથવા નવું એકાઉન્ટ બનાવી શકશો નહીં.

જો તમે કોર્પોરેટ અથવા ટીમના માહોલમાં TweetDeckનો ઉપયોગ કરો છો તો, ટીમ એકાઉન્ટ કેવી રીતે સેટ કરવું તે વિશે જાણી લો.

તમારા TweetDeckમાં બહુવિધ Twitter એકાઉન્ટ્સ કેવી રીતે જોડવા

  1. નેવિગેશન બારમાં આપેલ એકાઉન્ટ્સ  પર ક્લિક કરો.
  2. તમારી માલિકીનું અન્ય એકાઉન્ટ લિંક કરો પર ક્લિક કરો.
  3. તમે ઉમેરી રહ્યા છો તેનાથી ટીમ સંબંધ એકાઉન્ટ બનાવશો તે સમજવા માટે સંદેશ વાંચો, તે પછી ચાલુ રાખો પર ક્લિક કરો.
  4. નવી વિંડોમાં, વપરકાશકારનું નામ અથવા ઈમેલ અને એકાઉન્ટનો સાંકેતિક શબ્દ દાખલ કરો અને અધિકૃત કરો પર ક્લિક કરો.
  5. તમે TweetDeckનો ઉપયોગ કરવા માટે તૈયાર છો!

TweetDeckમાંથી એકાઉન્ટ કેવી રીતે દૂર કરવું

  1. નેવિગેશન બારમાં આપેલ એકાઉન્ટ્સ પર ક્લિક કરો.
  2. નીચે તરફનાં તીર પર ક્લિક કરીને તમે જે એકાઉન્ટ કાઢી નાખવા માંગો છો તેનું વિસ્તરણ કરો.
  3. ટીમ છોડી દો પર ક્લિક કરો અને છોડી દો પર ક્લિક કરીને પુષ્ટિ કરો.

Note: TweetDeck પર તમે જે એકાઉન્ટ સાથે સાઈન ઈન કર્યું છે તે TweetDeckમાંથી દૂર કરી શકાતું નથી.

TweetDeck પર બહુવિધ એકાઉન્ટ્સનું સંચાલન

મૂળભૂત એકાઉન્ટ પસંદ કરો:

તમારા એકાઉન્ટ્સમાંથી ક્યા એકાઉન્ટનો ઉપયોગ તમારા મૂળભૂત એકાઉન્ટ તરીકે કરવો તે તમે પસંદ કરી શકો છો. આ એકાઉન્ટમાંથી તમે ટ્વીટ કમ્પોઝ કરશો, તેમાંથી ટ્વીટ લાઈક કરશો અને તેની સાથે ટ્વીટ્સનો પ્રત્યુતર આપશો.

  1. નેવિગેશન બારમાં આપેલ એકાઉન્ટ્સ પર ક્લિક કરો.
  2. નીચે તરફનાં તીર પર ક્લિક કરીને તમે જે એકાઉન્ટ મૂળભૂત તરીકે સેટ કરવા માંગો છો તેનું વિસ્તરણ કરો.
  3. મૂળભૂત એકાઉન્ટ વિકલ્પ પર ટૉગલ કરો.

બહુવિધ એકાઉન્ટ્સમાંથી ટ્વીટ કરવી:

TweetDeck તમને બહુવિધ એકાઉન્ટ્સમાંથી સરળતાથી ટ્વીટ કરવાની મંજૂરી આપે છે. તમે કયા એકાઉન્ટ્સમાંથી ટ્વીટ કરવા માંગો છો તે પસંદ કરવા માટે:

  1. નેવિગેશન બારની ટોચ પર ટ્વીટ કરો બટન પર ક્લિક કરો; તમે અધિકૃત કરેલ એકાઉન્ટ્સ ટોચ પર સૂચિબદ્ધ કરવામાં આવશે (એકાઉન્ટના વપરાશકારનું નામ જોવા માટે તમે આઈકોન પર પૉઇન્ટર ફેરવી શકો છો).
  2. તમે કયા એકાઉન્ટમાંથી ટ્વીટ કરવા માંગો છો તે પસંદ કરો (જો એકાઉન્ટ પસંદ કરેલું હોય, તો તે લીલા ચેકમાર્ક સાથે હાઇલાઇટ થશે).
    સૂચન: તમારા TweetDeck સાથે જોડાયેલ કોઈપણ એકાઉન્ટ માટે અગાઉથી (અસ્કયામત સાથે અથવા તેના વગર)ટ્વીટ્સ શેડ્યુલ કરો .

બહુવિધ એકાઉન્ટ્સમાંથી લાઈક કરવું:

TweetDeck તમને બહુવિધ એકાઉન્ટ્સમાંથી ટ્વીટ લાઈક કરવાની મંજૂરી આપે છે.

  1. ટ્વીટ પર વધુ આઈકોન  પર ક્લિક કરો.
  2. પોપ અપ થતા મેનુમાંથી એકાઉન્ટ્સમાંથી લાઈક કરો… પર ક્લિક કરો
  3. તમે જેમાંથી લાઈક કરવા માંગો છો તે એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ની બાજુમાં આપેલ લાઈક કરો પર ક્લિક કરો.

બહુવિધ એકાઉન્ટ્સમાંથી અનુસરવું:

TweetDeck તમને બહુવિધ એકાઉન્ટ્સમાંથી કોઈ વ્યક્તિને અનુસરવાની મંજૂરી આપે છે. તમે કોઈ વ્યક્તિની પ્રોફાઈલ પર અનુસરો પર ક્લિક કરીને પણ તેમને અનુસરી શકો છો, પરંતુ માત્ર તમારું મૂળભૂત એકાઉન્ટ જ તેમને અનુસરી શકશે.

  1. તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટ પર ક્લિક કરો; એક પ્રોફાઈલ દેખાશે.
  2. વધુ આઈકોન પર ક્લિક કરો અને પછી એકાઉન્ટ્સમાંથી અનુસરો... પસંદ કરો
  3. તમે કયા એકાઉન્ટ્સમાંથી અનુસરવા માગશો તે પસંદ કરો.
    નોંધ: એકાઉન્ટ અનુસરવાનું બંધ કરતી વખતે સમાન સૂચનાઓ લાગુ પડે છે.

વ્યક્તિગત Twitter વપરાશકારના નામ સાથે લોગ ઈન કરવું વધુ સુરક્ષિત શા માટે છે?

જો તમે એવા વ્યક્તિગત વપરાશકારના નામનો ઉપયોગ કરીને લોગ ઈન કરશો જેનો સાંકેતિક શબ્દ માત્ર તમારી પાસે જ હોય, તો તમે એકાઉન્ટ્સ સુરક્ષાને કોઈપણ જોખમમાં મૂક્યા વગર તમારા ટીમ એકાઉન્ટ્સમાં સુરક્ષિત રીતે પ્રવેશ મેળવી શકો છો. અમે ભલામણ કરીએ છીએ કે તમે વધારાની સુરક્ષા માટે લોગીન ચકાસણીનો ઉપયોગ કરો.

TweetDeckમાં ટ્વીટ કેવી રીતે બનાવવી

TweetDeckમાં રહેલું ટ્વીટ કમ્પોઝર વાર્તાલાપમાં જોડાવવાનું સરળ બનાવે છે, પછી ભલેને તમે શબ્દો, છબીઓ, GIF, ઈમોજીસ, થ્રેડ્સ, મતદાન અને વધુ સાથે જે થઈ રહ્યું છે તે શેર કરવા માંગતા હોવ.

  1. તમારા Twitter એકાઉન્ટમાં લોગ ઈન થયેલા હોવ ત્યારે ટ્વીટ કરો પર ક્લિક કરો.
  2. જો તમે બહુવિધ એકાઉન્ટ્સમાં લોગ ઈન કરેલું હોય, તો તમે જેમાંથી ટ્વીટ કરવા માંગતા હો તે Twitter એકાઉન્ટ પસંદ કરેલું છે કે નહીં તેની પુષ્ટિ કરો.
  3. ટેક્સ્ટ સાથે તમારી ટ્વીટ કમ્પોઝ કરો. પર ક્લિક કરીને ઈમોજી ઉમેરો.   પસંદ કરીને એક છબી અથવા વિડિયો સામેલ કરો, પર હળવેથી ઠપકારીને GIF ઉમેરો અથવા  સાથે મતદાન ઉમેરો.
  4. થ્રેડ બનાવવા માટે, તમારા થ્રેડમાં આગામી ટ્વીટ ઉમેરવા માટે  પર ક્લિક કરો.
  5. શેર કરવા માટે ટ્વીટ કરો પર ક્લિક કરો.

TweetDeck કૉલમ્સનો ઉપયોગ કરવો

એકલ સમય અવધિના બદલે, TweetDeck તમને રુચિપ્રદ લાગતી ચોક્કસ સામગ્રી પ્રદર્શિત કરવા માટે કૉલમ્સ ઉમેરવાની અને તેમને પાસેપાસે જોવાની મંજૂરી આપે છે. તમારા તમામ ઉલ્લેખો, શોધ ક્વેરીના પરિણામો, લાઈક્સની યાદી, હૅશટૅગ અથવા વર્તમાનપ્રવાહની તાજેતરની ટ્વીટ્સ વગેરે બતાવતા કૉલમ્સ ઉમેરો.

કૉલમ ઉમેરવા માટે:

  1. કૉલમ ઉમેરો પસંદ કરવા માટે, નેવિગેશન બારમાંથી, વત્તા આઈકોન  પર ક્લિક કરો. 
  2. તમે ઉમેરવા માગતા હો તે કૉલમનો પ્રકાર પસંદ કરો.
  3. તમારા એકાઉન્ટ્સ હેઠળ આવતા, તમે કૉલમ ભરવા માંગતા હો તે એકાઉન્ટ પસંદ કરો.

Note: તમે અન્ય એકાઉન્ટ્સની ક્રિયાઓના આધારે માહિતીનો ઉપયોગ કરીને પણ કૉલમ્સ બનાવી શકો છો. એકાઉન્ટના વપરાશકારના નામ પર ક્લિક કરો અને તેમના ઉલ્લેખો, યાદીઓ, સંગ્રહો અથવા લાઈક્સ જેવી ક્રિયાઓમાંથી પસંદ કરો.

કૉલમ દૂર કરવા માટે:

  1. કૉલમ શીર્ષકની બાજુમાં આવેલ, કૉલમ હેડરમાં ફિલ્ટર આઈકોન  પર ક્લિક કરો.
  2. કૉલમ કાઢી નાખવા માટે દૂર કરો બટન પર ક્લિક કરો.

કૉલમ ફિલ્ટર્સ:

તમારી દરેક કૉલમમાં તમે પ્રદર્શિત કરવા માંગતા હો તેવી ટ્વીટ્સના પ્રકારને તમે સરળતાથી નિયંત્રિત કરી શકો છો. તમે સામગ્રી, સ્થાનવપરાશકારો, જોડાણો અથવા ચેતવણીઓ; અથવા આ ત્રણેનાં સંયોજનમાંથી પસંદ કરી શકો છો. 

  1. સામગ્રી ફિલ્ટરિંગ તમને ચોક્કસ પ્રકારની ટ્વીટ, જેમ કે, પુનટ્વીટ્સ, ચોક્કસ શબ્દ અથવા શબ્દસમૂહ ધરાવતી ટ્વીટ્સ અથવા ફોટાવાળી ટ્વીટ્સ અનુસાર કૉલમ ફિલ્ટર કરવાની મંજૂરી આપે છે. 
  2. સ્થાન ફિલ્ટર તમને ચોક્કસ સ્થાનોમાં જીઓટૅગ કરેલી ટ્વીટ્સને ફિલ્ટર કરવાની મંજૂરી આપે છે.
  3. વપરાશકાર ફિલ્ટર તમને ચોક્કસ લેખક દ્વારા લખાયેલી અને તેમણે ઉલ્લેખ કરેલી ચોક્કસ કૉલમમાં રહેલી ટ્વીટ્સ ફિલ્ટર કરવાની મંજૂરી આપે છે. 
  4. જોડાણ ફિલ્ટર તમને ઓછામાં ઓછી સંખ્યામાં પુનટ્વીટ્સ, લાઈક્સ અથવા પ્રત્યુતરો વાળી ટ્વીટ્સ ફિલ્ટર કરવાની મંજૂરી આપે છે.
  5. ચેતવણી ફિલ્ટર તમને ચોક્કસ કૉલમ માટે પોપ-અપ્સ અથવા અવાજો સક્ષમ કરવાની મંજૂરી આપે છે.
  6. નોંધ: જો તમે શોધ કૉલમ બનાવો, તો તમે સ્થાન, તારીખ અને જોડાણ અનુસાર પણ પરિણામો ફિલ્ટર કરી શકો છો. સ્થાન ફિલ્ટર તમને રુચિ ધરાવતા વિસ્તારમાં સંબંધિત સામગ્રી શોધવા માટે તમને તમારા શોધ પરિણામો સરળતાથી સંકીર્ણ કરવાની મંજૂરી આપે છે. જ્યારે સ્થાન ફિલ્ટર લાગુ કરેલું હોય ત્યારે સ્થાન સાથે જીઓટૅગ કરેલી અસુરક્ષિત ટ્વીટ્સ જ શોધ પરિણામોમાં દેખાશે.

ફિલ્ટર બનાવવા માટે:

  1. કૉલમ શીર્ષકની બાજુમાં આવેલ, કૉલમ હેડરમાં ફિલ્ટર આઈકોન  પર ક્લિક કરો.
  2. તમે કૉલમમાં ક્યા પ્રકારના ફિલ્ટર (ફિલ્ટર્સ) લાગુ કરવા માંગો છો તેમની (સામગ્રી, વપરાશકારો અથવા ચેતવણીઓ) પસંદ કરો.
  3. કૉલમ સેટિંગ્સ સંકુચિત કરવા માટે ફિલ્ટર આઈકોન   પર ફરીથી ક્લિક કરો.
    નોંધ: કસ્ટમ ફિલ્ટરિંગ વાળી કૉલમ્સ તમે સક્ષમ કરેલા ફિલ્ટરના આઈકોન સાથે આની અનુસાર ફિલ્ટર કરેલ પ્રદર્શિત કરશે.

કૉલમની ફરી ક્રમમાં ગોઠવણી:

TweetDeckમાં માત્ર કેટલીક ઝડપી ક્લિક્સ સાથે કૉલમ્સનો ક્રમ સરળતાથી ફરી ગોઠવો.

  1. કૉલમ શીર્ષકની બાજુમાં આવેલ, કૉલમ હેડરમાં ફિલ્ટર આઈકોન  પર ક્લિક કરો.
  2. તમે કઈ દિશામાં કૉલમ ખસેડવા માંગો છો તેના આધારે ડાબી અથવા જમણી તરફનાં તીર પર ક્લિક કરો.
    નોંધ: તમારી કૉલમ્સને ફરી ક્રમમાં ગોઠવવા માટે તમે કૉલમ્સને નેવિગેશન બારમાંથી તેના અનુરૂપ આઈકોન દ્વારા ઘસડીને મૂકી પણ શકો છો.

TweetDeck કૉલમ્સના પ્રકારો અને તેઓ શું પ્રદર્શિત કરે છે

  • હોમ: કોઈપણ ચોક્કસ એકાઉન્ટ માટે હોમ સમય અવધિ.
  • વપરાશકાર: ચોક્કસ એકાઉન્ટમાંની ટ્વીટ્સ.
  • સૂચનાઓ: એકાઉન્ટ ક્યારે ટ્વીટ કરે છે, તેમને ક્યારે પુનટ્વીટ, લાઈક કરવામાં અથવા તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિ એકાઉન્ટને અનુસરે છે તે સહિત કોઈ ચોક્કસ એકાઉન્ટ માટેની સૂચનાઓ.
  • શોધ: એક ચોક્કસ શોધ શબ્દ.
  • યાદીઓ: તમે જેને પહેલાંથી જ અનુસરો છો તેની યાદી બનાવો અથવા તેનું જોડાણ કરો.
  • સંગ્રહ: અન્યો સાથે શેર કરવા માટે, તમે જાતે પસંદ કરેલી, સંકલિત ટ્વીટ્સની સમય અવધિ.
  • પ્રવૃત્તિ: તમે અનુસરો છો તે એકાઉન્ટ્સ સાથે શું થઈ રહ્યું છે.
  • લાઈક્સ: ચોક્કસ એકાઉન્ટમાંથી લાઈક્સ તરીકે ચિહ્નિત કરેલી ટ્વીટ્સ.
  • સંદેશા (એક એકાઉન્ટ): ચોક્કસ એકાઉન્ટ માટે સીધા સંદેશા.
  • ઉલ્લેખો (એક એકાઉન્ટ): કોઈ વ્યક્તિ જ્યારે ચોક્કસ એકાઉન્ટનો ઉલ્લેખ કરે છે.
  • અનુયાયીઓ: ચોક્કસ એકાઉન્ટ માટે પ્રવૃત્તિ અનુસરો.
  • શેડ્યુલ કરેલ: તમારી શેડ્યુલ કરેલી ટ્વીટ્સ.
  • સંદેશા (તમામ એકાઉન્ટ્સ): એકંદરે તમારા તમામ અધિકૃત કરેલા એકાઉન્ટ્સમાંના સીધા સંદેશા.
  • ઉલ્લેખો (તમામ એકાઉન્ટ્સ): તમામ એકાઉન્ટ્સમાંના ઉલ્લેખો.
  • વર્તમાનપ્રવાહનો: ચોક્કસ વિશ્વવ્યાપી વર્તમાનપ્રવાહો.

 

Bookmark or share this article