કેવી રીતે ટ્વીટ કરવી
ટ્વીટમાં ફોટા, GIF, વિડિયો, લિંક્સ અને ટેક્સ્ટ સામેલ હોઈ શકે છે.
આના માટે સૂચનો જુઓ:
ટ્વીટ સ્રોત લેબલ્સ
ટ્વીટ સ્રોત લેબલ્સ તમને કેવી રીતે ટ્વીટ પોસ્ટ થઈ તે બહેતર રીતે સમજવામાં મદદ કરે છે. આ વધારાની માહિતી ટ્વીટ અને તેના લેખક વિશે સંદર્ભ પ્રદાન કરે છે. જો તમે સ્રોતને ઓળખતા નથી તો, તમે સામગ્રી પર કેટલો વિશ્વાસ કરો છો તે નિર્ધારિત કરવા માટે તમે વધુ જાણવાનું ઈચ્છી શકો છો.
- ટ્વીટ વિગતો પેજ પર જવા માટે ટ્વીટ પર ક્લિક કરો.
- ટ્વીટના નીચેના ભાગે, તમને એકાઉન્ટની ટ્વીટના સ્રોત માટે લેબલ દેખાશે. ઉદાહરણ તરીકે, “આઇફોન માટે Twitter,” “એન્ડ્રોઇડ માટે Twitter” અથવા “વેબ માટે Twitter.”
- કેટલાક કિસ્સામાં તમે તૃતીય-પક્ષના ક્લાયન્ટ નામ જોઈ શકો છો, જે સૂચવે છે કે ટ્વીટ બિન-Twitter એપ્લિકેશનથી આવી છે. લેખકો કેટલીક વખત તેમની ટ્વીટ્સને સંચાલિત કરવા, માર્કેટિંગ ઝુંબેશોનું સંચાલન કરવા, જાહેરાત પ્રદર્શનને માપવા, ગ્રાહક સહાય પ્રદાન કરવા અને જાહેરાત કરવા માટેના કેટલાક સમૂહોને લક્ષિત કરવા માટે તૃતીય-પક્ષ ક્લાયન્ટ એપ્લિકેન્સનો ઉપયોગ કરે છે. ટ્વીટ્સ અને ઝુંબેશો સીધા જ માણસો દ્વારા બનાવવામાં આવી શકે છે અથવા કેટલાક સંજોગોમાં, એપ્લિકેશન દ્વારા સ્વયંચાલિત કરી શકાય છે. સામાન્ય તૃતીય-પક્ષ સ્રોતો ની યાદી માટે અમારા ભાગીદાર પેજની મુલાકાત લો.
ટ્વીટ્સ કાઢી નાખવી
- કેવી રીતે ટ્વીટ કાઢી નાખવી વિશે વાંચો.
- નોંધી લેશો કે તમે માત્ર તમારી પોતાની ટ્વીટ્સ કાઢી શકો છો.
- તમે એવી ટ્વીટ્સ નથી કાઢી શકતા તે અન્ય એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. તેના બદલે, તમે તેમની ટ્વીટ્સ પ્રાપ્ત કરવા માંગતા નથી તેવા એકાઉન્ટ્સ અનુસરવાનું બંધ કરી શકો છો, અવરોધિત કરી શકો છો અથવા જોડાણ અટકાવી શકો છો .
- કેવી રીતે પુનટ્વીટ કાઢી નાખવી અથવા પૂર્વવત કરવી વિશે વાંચો.
કીબોર્ડના શૉર્ટકટ્સ
twitter.com પર ઉપયોગમાં લેવા માટે કીબોર્ડના શૉર્ટકટ્સની યાદી નીચે આપેલી છે.
ક્રિયાઓ
- n = નવી ટ્વીટ
- l = લાઈક
- r = પ્રત્યુતર
- t = પુનટ્વીટ
- m = સીધો સંદેશ
- u = એકાઉન્ટનું જોડાણ અટકાવો
- b = એકાઉન્ટ અવરોધિત કરો
- enter = ટ્વીટની વિગતો ખોલો
- o = ફોટાનું વિસ્તરણ કરો
- / = શોધો
- cmd-enter | ctrl-enter = ટ્વીટ મોકલો
નેવિગેશન
- ? = સંપૂર્ણ કીબોર્ડ મેનૂ
- j = આગળની ટ્વીટ
- k = અગાઉની ટ્વીટ
- space = પેજ નીચે તરફ
- . = નવી ટ્વીટ્સ લોડ કરો
સમય અવધિઓ
- g અને h = હોમ સમય અવધિ
- g અને o = મોમેન્ટ્સ
- g અને n = સૂચનાઓ ટેબ
- g અને r = ઉલ્લેખો
- g અને p = પ્રોફાઈલ
- g અને l = લાઈક્સ ટેબ
- g અને i = યાદીઓ ટેબ
- g અને m = સીધા સંદેશા
- g અને s = સેટિંગ્સ અને ગોપનીયતા
- g અને u = કોઈની પ્રોફાઈલ પર જાઓ