goglobalwithtwitterbanner

કેવી રીતે જોડાણ અટકાવવાના અદ્યતન વિકલ્પોનો ઉપયોગ કરવો

શબ્દો અને હૅશટૅગ્સ માટે જોડાણ અટકાવવાના વિકલ્પો

 

તમે જેનાથી દૂર રહેવા માગતા હોવ તે સામગ્રી તમને ટ્વીટ્સમાં જોવા મળી શકે છે. અમે તમને જેમાં ચોક્કસ શબ્દો, શબ્દસમૂહો, વપરાશકારોના નામ, ઈમોજી અથવા હૅશટૅગ્સ હોય તેવી ટ્વીટ્સનું જોડાણ અટકાવવાનો વિકલ્પ આપીએ છીએ. જોડાણ અટકાવવાથી આ ટ્વીટ્સ તમારા સૂચનાઓ ટેબ, પુશ સૂચનાઓ, એસએમએસ, ઈમેલ સૂચનાઓ, હોમ સમય અવધિ અને ટ્વીટ્સના પ્રત્યુતરોમાંથી દૂર થશે.

Note: શબ્દો અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવાનું માત્ર તમારી સૂચનાઓ અને હોમ સમય અવધિને લાગુ પડે છે. તમે હજુ પણ આ ટ્વીટ્સ શોધ દ્વારા જોઈ શકશો. જોડાણ અટકાવેલા શબ્દો અને હૅશટૅગ્સની સૂચનાઓ પ્રત્યુતરો અને ઉલ્લેખોને લાગુ પડે છે, તે પ્રત્યુતરો અને ઉલ્લેખો પર તમામ વાર્તાલાપો સહિત: લાઈક્સ, વધારાના પ્રત્યુતરો અને ટિપ્પણી સાથેની પુનટ્વીટ્સ. 

તમે અનુસરો છો તે એકાઉન્ટ ટ્વીટ કરે ત્યારે મોબાઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવાનું તમે પસંદ કર્યું હોઈ શકે છે. જો આમ હોય તો, શબ્દો અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવાનું તે સૂચનાઓને લાગુ પડશે નહી. તમે જોડાણ અટકાવ્યું હોય તેવો શબ્દ અથવા હૅશટૅગ તેમની ટ્વીટ(ટ્વીટ્સ)માં હશે તો પણ તે એકાઉન્ટ્સની આવી મોબાઇલ સૂચનાઓ તમને હજુ પણ પ્રાપ્ત થશે.

શબ્દો, શબ્દસમૂહો, વપરાશકારોના નામ, ઈમોજીસ અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવાનું વિહંગાવલોકન:

  • જોડાણ અટકાવવું એ કેસ-ઇન્સેન્સિટીવ છે. ઉદાહરણ તરીકે:
    • જો તમે તમારી જોડાણ અટકાવવાની યાદીમાં "CATS" ઉમેરો તો, "cats"ના કોઈપણ ઉલ્લેખનું તમારી સૂચનાઓમાંથી જોડાણ અટકાવી દેવાશે.
  • જોડાણ અટકાવતી વખતે તમે શબ્દ અથવા શબ્દસમૂહમાં વિરામચિહ્ન શામેલ કરી શકો છો. શબ્દ અથવા શબ્દસમૂહના અંતે વિરામચિહ્ન જરૂરી નથી.
  • શબ્દનું જોડાણ અટકાવવાથી શબ્દ પોતે અને તેનું હૅશટૅગ બંનેનું જોડાણ અટકી જશે. ઉદાહરણ તરીકે:
    • જો તમે "unicorn"નું જોડાણ અટકાવો તો, તમારી સૂચનાઓમાંથી "unicorn" અને "#unicorn" બંનેનું જોડાણ અટકાવી દેવાશે.
  • ટ્વીટ સૂચનાઓનું જોડાણ અટકાવવા માટે, હોમ સમય અવધિમાં રહેલી ટ્વીટ્સ અથવા એક ચોક્કસ એકાઉન્ટનો ઉલ્લેખ કર્યો હોય તેવી ટ્વીટ્સના પ્રત્યુતરોમાંથી, તમારે નામની પહેલાં @ ચિહ્ન શામેલ કરવું આવશ્યક છે. આમ કરવાથી તે એકાઉન્ટનો ઉલ્લેખ કર્યો હોય તે ટ્વીટ્સની સૂચનાઓનું જોડાણ અટકી જશે, પરંતુ તે એકાઉન્ટનું જોડાણ અટકશે નહીં. 
  • મહત્તમ સંખ્યામાં મૂળાક્ષર સાથેના શબ્દો, શબ્દસમૂહો, વપરાશકારોના નામ, ઈમોજીસ અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવી શકાય છે.
  • તમામ Twitter-સમર્થિત ભાષાઓમાં જોડાણ અટકાવવાનું શક્ય છે.
  • જોડાણ અટકાવવાનો મૂળભૂત સમયગાળો હંમેશા પર સેટ કરેલો છે. સમર્થિત ઉપકરણો માટે કેવી રીતે જોડાણ અટકાવવાનો સમયગાળો સમાયોજિત કરવો તેની સૂચનાઓ નીચે સૂચિબદ્ધ છે.
  • તમે તમારી સેટિંગ્સમાં તમારા જોડાણ અટકાવેલા શબ્દોની યાદી જોઇ શકો છો (અને તેનું નિષેધ દૂર કરી શકો છો).
  • તમને ઈમેલ અથવા Twitter મારફતે મોકલવામાં આવતી ભલામણો એવી સામગ્રીનું સૂચન નહીં કરે જેમાં તમારા જોડાણ અટકાવેલા શબ્દો અને હૅશટૅગ્સ શામેલ હોય.

Note: જ્યારે ફક્ત સૂચનાઓને વિશેષતા લાગુ કરવામાં આવી હતી ત્યારે, જો તમે અગાઉ તમારા જોડાણ અટકાવેલાની યાદીમાં શબ્દો ઉમેર્યા હતા તો, નીચે દર્શાવેલી મૂળભૂત જોડાણ અટકાવાની સેટિંગ્સ સક્ષમ થશે: ફક્ત સૂચનાઓ; કોઈપણ પાસેથી; હંમેશા. તમે કોઈપણ સમયે હાલની જોડાણ અટકાવવાની સેટિંગ્સ સંપાદિત કરી શકો છો, સૂચનાઓ નીચે સૂચિબદ્ધ છે.

View instructions for:

કેવી રીતે શબ્દો અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવું

  1. તમારા સૂચનાઓ ટેબ પર જાઓ 
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો
  3. જોડાણ અટકાવેલ પર હળવેથી ઠપકારો, પછી જોડાણ અટકાવેલ શબ્દો પર હળવેથી ઠપકારો.
  4. ઉમેરો પર હળવેથી ઠપકારો.
  5. તમે જોડાણ અટકાવવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ ટાઇપ કરો. એન્ટ્રીઓ ફક્ત એક જ વાર ઉમેરી શકાય છે.
  6. કાં તો હોમ સમય અવધિ અથવા સૂચનાઓમાં અથવા બંનેમાં આ સક્ષમ કરવું છે તે પસંદ કરો.
  7. આ કાં તો કોઈપણ પાસેથી અથવા તમે અનુસરતા નથી તેવા લોકો પાસેથી (ફક્ત સક્ષમ કરેલી સૂચનાઓ માટે) છે તે પસંદ કરો.
  8. કેટલા સમય સુધી? પર હળવેથી ઠપકારો અને હંમેશા, 24 કલાક, 7 દિવસ અથવા 30 દિવસમાંથી પસંદ કરો.
  9. સેવ કરો પર હળવેથી ઠપકારો.
  10. તમને દાખલ કરેલા દરેક શબ્દ અથવા હૅશટૅગની બાજુમાં જોડાણ અટકાવવાનો સમયગાળો સૂચિત કરેલો દેખાશે.
  11. બહાર નીકળવા માટે થઇ ગયું પર હળવેથી ઠપકારો.

કેવી રીતે શબ્દો અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવું

  1. તમારા સૂચનાઓ ટેબ પર જાઓ 
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો 
  3. જોડાણ અટકાવેલા શબ્દો પર હળવેથી ઠપકારો.
  4. પ્લસ આઈકોન  પર હળવેથી ઠપકારો
  5. તમે જોડાણ અટકાવવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ ટાઇપ કરો. એન્ટ્રીઓ ફક્ત એક જ વાર ઉમેરી શકાય છે.
  6. કાં તો હોમ સમય અવધિ અથવા સૂચનાઓમાં અથવા બંનેમાં આ સક્ષમ કરવું છે તે પસંદ કરો.
  7. આ કાં તો કોઈપણ અથવા તમે અનુસરતા નથી તેવા લોકો પાસેથી (ફક્ત સક્ષમ કરેલી સૂચનાઓ માટે, સમાયોજિત કરવા સૂચનાઓ પર હળવેથી ઠપકારો) છે તે પસંદ કરો.
  8. કેટલા સમય સુધી? પર હળવેથી ઠપકારો અને હંમેશા, અત્યારથી 24 કલાક, અત્યારથી 7 દિવસ અથવા અત્યારથી 30 દિવસમાંથી પસંદ કરો.)
  9. સેવ કરો પર હળવેથી ઠપકારો.
  10. તમને દાખલ કરેલા દરેક શબ્દ અથવા હૅશટૅગની બાજુમાં જોડાણ અટકાવેલ આઈકોન  જોડાણ અટકાવવાનો સમયગાળો સૂચિત કરેલો દેખાશે.

 

કેવી રીતે શબ્દો અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવું

  1. તમારી પ્રોફાઈલ છબી ડ્રોપ-ડાઉનમાંથી, સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.
  2. જોડાણ અટકાવેલ શબ્દો પર ક્લિક કરો.
  3. ઉમેરો પર ક્લિક કરો. 
  4. તમે જોડાણ અટકાવવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ દાખલ કરો. એન્ટ્રીઓ ફક્ત એક જ વાર ઉમેરી શકાય છે.
  5. જો તમે તમારી હોમ સમય અવધિમાંથી શબ્દ અથવા શબ્દસમૂહનું જોડાણ અટકાવવા માંગતા હોવ તો, હોમ સમય અવધિ પસંદ કરો.
  6. જો તમે તમારી સૂચનાઓમાંથી શબ્દ અથવા શબ્દસમૂહનું જોડાણ અટકાવવા માંગતા હોવ તો, સૂચનાઓ પસંદ કરો.
  7. સ્પષ્ટ કરો કે, કોઈપણ પાસેથી અથવા ફક્ત હું અનુસરતો/અનુસરતી નથી તેવા લોકો પાસેથી.
  8. કેટલા સમય સુધી? હેઠળ હંમેશા, અત્યારથી 24 કલાક, અત્યારથી 7 દિવસ અથવા અત્યારથી 30 દિવસમાંથી પસંદ કરો.)
  9. ઉમેરો પર ક્લિક કરો.
  10. તમને દાખલ કરેલા દરેક શબ્દ અથવા હૅશટૅગની બાજુમાં જોડાણ અટકાવવાનો સમયગાળો સૂચિત કરેલો દેખાશે.

 

mobile.twitter.com દ્વારા:

  1. તમારા સૂચનાઓ ટેબ પર જાઓ 
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો
  3. જોડાણ અટકાવેલા શબ્દો પર હળવેથી ઠપકારો.
  4. +જોડાણ અટકાવેલા અથવા શબ્દસમૂહ ઉમેરો પર હળવેથી ઠપકારો.
  5. તમે જોડાણ અટકાવવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ ટાઇપ કરો. એન્ટ્રીઓ ફક્ત એક જ વાર ઉમેરી શકાય છે.
  6. જો તમે તમારી હોમ સમય અવધિ પર તે શબ્દ અથવા શબ્દસમૂહનું જોડાણ અટકાવવા માંગતા હોવ તો, બોક્સમાં ખરાની નિશાની ચેક કરો.
  7. જો તમે તમારી સૂચનાઓમાંથી તે શબ્દ અથવા શબ્દસમૂહનું જોડાણ અટકાવવા માંગતા હોવ તો, બોક્સમાં ખરાની નિશાની ચેક કરો.
  8. આ કાં તો કોઈપણ પાસેથી અથવા ફક્ત હું અનુસરું છું તેવા લોકો પાસેથી (ફક્ત સૂચનાઓ માટે) છે તે પસંદ કરો.
  9. કેટલા સમય સુધી? હેઠળ હંમેશા, અત્યારથી 24 કલાક, અત્યારથી 7 દિવસ અથવા અત્યારથી 30 દિવસમાંથી પસંદ કરો.)
  10. સેવ કરો પર હળવેથી ઠપકારો.
  11. તમને દાખલ કરેલા દરેક શબ્દ અથવા હૅશટૅગની બાજુમાં જોડાણ અટકાવેલ આઈકોન  જોડાણ અટકાવવાનો સમયગાળો સૂચિત કરેલો દેખાશે.
View instructions for:

કેવી રીતે શબ્દો અને હૅશટૅગ્સ સંપાદિત કરવા અથવા તેનું નિષેધ દૂર કરવું

  1. તમારા સૂચનાઓ ટેબ પર જાઓ 
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો
  3. જોડાણ અટકાવેલ પર હળવેથી ઠપકારો, પછી જોડાણ અટકાવેલ શબ્દો પર હળવેથી ઠપકારો.
  4. તમે સંપાદિત અથવા નિષેધ દૂર કરવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ પર હળવેથી ઠપકારો.
  5. જોડાણ અટકાવવાનો પ્રારંભ અથવા લંબાવેલો જોડાણ અટકાવવાનો સમય પસંદગીઓ બદલો અને સેવ કરો પર હળવેથી ઠપકારો.
  6. શબ્દનું નિષેધ દૂર કરવા માટે, શબ્દ કાઢી નાખો પર હળવેથી ઠપકારો, પછી પુષ્ટિ કરવા માટે શબ્દ કાઢી નાખો પર હળવેથી ઠપકારો.
  7. બહાર નીકળવા માટે થઇ ગયું પર હળવેથી ઠપકારો.

કેવી રીતે શબ્દો અને હૅશટૅગ્સ સંપાદિત કરવા અથવા તેનું નિષેધ દૂર કરવું

  1. તમારા સૂચનાઓ ટેબ પર જાઓ 
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો
  3. જોડાણ અટકાવેલા શબ્દો પર હળવેથી ઠપકારો.
  4. તમે સંપાદિત અથવા નિષેધ દૂર કરવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ પર હળવેથી ઠપકારો.
  5. જોડાણ અટકાવવાનો પ્રારંભ અથવા લંબાવેલો જોડાણ અટકાવવાનો સમય પસંદગીઓ બદલો અને સેવ કરો પર હળવેથી ઠપકારો.
  6. શબ્દ અથવા હૅશટૅગનું નિષેધ દૂર કરવા માટે, શબ્દ કાઢી નાખો પર હળવેથી ઠપકારો, પછી પુષ્ટિ કરવા માટે હા, મને ખાતરી છે પર હળવેથી ઠપકારો.

 

કેવી રીતે શબ્દો અને હૅશટૅગ્સ સંપાદિત કરવા અથવા તેનું નિષેધ દૂર કરવું

  1. તમારી પ્રોફાઈલ છબી ડ્રોપ-ડાઉનમાંથી, સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.
  2. જોડાણ અટકાવેલ શબ્દો પર ક્લિક કરો.
  3. તમે સંપાદિત અથવા નિષેધ દૂર કરવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગની બાજુમાં સંપાદિત કરો બટન  પર ક્લિક કરો.
  4. જોડાણ અટકાવવાનો પ્રારંભ અથવા લંબાવેલો જોડાણ અટકાવવાનો સમય પસંદગીઓ બદલો અને સેવ કરો પર ક્લિક કરો.
  5. શબ્દ અથવા હૅશટૅગનું નિષેધ દૂર કરવા માટે, જોડાણ અટકાવેલ બટન  પર ક્લિક કરો

 

mobile.twitter.com દ્વારા:

  1. તમારા સૂચનાઓ ટેબ પર જાઓ 
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો
  3. જોડાણ અટકાવેલા શબ્દો પર હળવેથી ઠપકારો.
  4. સંપાદિત કરવા માટે, સેવ કરેલા શબ્દ અથવા હૅશટૅગ પર હળવેથી ઠપકારો અને જોડાણ અટકાવવાનો પ્રારંભ અથવા જોડાણ અટકાવવાનો સમય બદલો (અથવા લંબાવેલો જોડાણ અટકાવવાનો સમય, તમારી સેટિંગ્સના આધારે) પસંદગીઓ બદલો, પછી સેવ કરો પર હળવેથી ઠપકારો.
  5. શબ્દ અથવા હૅશટૅગનું નિષેધ દૂર કરવા માટે, જોડાણ અટકાવેલ બટન  પર હળવેથી ઠપકારો પછી નિષેધ દૂર કરો પર હળવેથી ઠપકારો.

 

iOS માટે Twitter પરથી કેવી રીતે મોટી સંખ્યામાં શબ્દો અને હૅશટૅગ્સ કાઢી શકાય

  1. તમારા સૂચનાઓ ટેબ પર જાઓ 
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો
  3. જોડાણ અટકાવેલ પર હળવેથી ઠપકારો, પછી જોડાણ અટકાવેલ શબ્દો પર હળવેથી ઠપકારો.
  4. સંપાદિત કરો પર હળવેથી ઠપકારો.
  5. તમે મોટી સંખ્યામાં કાઢી નાખવા માંગતા હોવ તો શબ્દો શબ્દસમૂહો પસંદ કરો. 
  6. કાઢી નાખો પર હળવેથી ઠપકારો.
  7. પુષ્ટિ કરવા માટે હળવેથી ઠપકારો.
  8. બહાર નીકળવા માટે થઇ ગયું પર હળવેથી ઠપકારો.

Note: તમે એન્ડ્રોઇડ માટે Twitter, twitter.com અથવા mobile.twitter.com પરથી મોટી સંખ્યામાં કાઢી શકતા નથી.

વાર્તાલાપ માટે સૂચનાઓનું જોડાણ અટકાવવું

 

જો તમે એક ચોક્કસ વાર્તાલાપ માટે સૂચનાઓ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માંંગતા હોવ તો, તમે તેનું જોડાણ અટકાવવાનું પસંદ કરી શકો છો. જ્યારે તમે એક વાર્તાલાપનું જોડાણ અટકાવો ત્યારે, તે વાર્તાલાપ વિશે તમને કોઈપણ નવી સૂચનાઓ મળશે નહીં. જોકે, હજુ પણ તમે તમારી સમય અવધિ પર અને તે મૂળ ટ્વીટમાં તમે ક્લિક કરો ત્યારે તે વાર્તાલાપની ટ્વીટ્સ જોઈ શકશો. 

twitter.com દ્વારા અથવા તમારી iOS અથવા એન્ડ્રોઈડ માટે Twitter એપ્લિકેશનમાંથી વાર્તાલાપનું જોડાણ અટકાવવા માટે:

  1. તમે જોડાણ અટકાવવા માંગો છો તે કોઈપણ ટ્વીટની ટ્વીટ વિગત પર અથવા વાર્તાલાપમાં રહેલા પ્રત્યુતર પર જાઓ.
  2.   આઈકોન ને ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
  3.  આ વાર્તાલાપનું જોડાણ અટકાવો પર હળવેથી ઠપકારો. 

Bookmark or share this article