કેવી રીતે મોબાઈલ ડિવાઇસેસ પર ચોક્કસ સ્થાનની સુવિધાનો ઉપયોગ કરવો

Xની સત્તાવાર એપ્લિકેશન્સ મારફતે ચોક્કસ સ્થાનની સુવિધાને સક્ષમ કરવાથી X, GPS માહિતી જેવા તમારા ચોક્કસ સ્થાનને એકત્રિત, સંગ્રહિત કરી શકે છે અને તેને ઉપયોગમાં લઈ શકે છે. આનાથી અમે અમારી વિવિધ સેવાઓ પ્રદાન, વિકસિત કરી શકીએ છીએ અને તેને બહેતર બનાવી શકીએ છીએ, તેમાં નીચેનાનો સમાવેશ થાય છે પરંતુ તે પૂરતી તે મર્યાદિત નથી:

  • ટ્વીટ્સ અને જાહેરાત સહિત એવી સામગ્રીનું વિતરણ કે જે તમારા સ્થાનને વધુ અનુરૂપ બનાવેલી હોય.
  • સ્થાન-વિશિષ્ટ વર્તમાનપ્રવાહના વિષયોનું વિતરણ.
  • જો તમે તમારી ટ્વીટમાં ભૌગોલિક સ્થાન ટેગ કરવાનું નક્કી કરો, તો તમારી ટ્વીટના ભાગ રૂપે તમે જ્યાંથી ટ્વીટ કરી રહ્યા હો તે સ્થાન તમારા અનુયાયીઓને બતાવવું. 
 
ડિવાઇસ સ્તરે સ્થાન સેવાઓને સક્ષમ અને અક્ષમ કેવી રીતે કરવી
પગલું 1

તમારા ડિવાઇસની સેટિંગ્સ સુવિધા પર જાઓ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

સ્થાન સેવાઓ પર હળવેથી ઠપકારો.

પગલું 3

સ્થાન સેવાઓની બાજુમાં, એ સુવિધાને ચાલુ કરવા માટે સ્લાઇડરને ખેંચો.

પગલું 4

પછી, યાદીમાં Twitter એપ્લિકેશનને શોધી કાઢો અને ક્યારેય નહીં અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમારા ડિવાઇસની સેટિગ્સ સુવિધા પર જાઓ અને એપ્લિકેશન્સ પર હળવેથી ઠપકારો.

પગલું 2

તમારી એપ્લિકેશન્સની યાદીમાં Twitterને શોધી કાઢો અને પરવાનગીઓ પર હળવેથી ઠપકારો, પછી સ્થાનની બાજુમાં રહેલી સ્વિચને ચાલુ કે બંધ કરવા માટે ટૉગલ કરો.

Twitter એપ્લિકેશનની અંદર એકાઉન્ટ સ્તરે ચોક્કસ સુવિધાની સુવિધાને સક્ષમ અને અક્ષમ કેવી રીતે કરવી
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.

પગલું 3

સલામતી હેઠળ, સ્થાન વિભાગમાં રહેલ ચોક્કસ સ્થાન પર હળવેથી ઠપકારો.

પગલું 4

ચોક્કસ સ્થાનના પૃષ્ઠની અંદર, એ સુવિધાને ચાલુ કે બંધ કરવા માટે સ્લાઇડરને ખેંચો.

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.

પગલું 3

સલામતી હેઠળ, સ્થાન વિભાગમાં રહેલ ચોક્કસ સ્થાન પર હળવેથી ઠપકારો.

પગલું 4

ચોક્કસ સ્થાનના પૃષ્ઠની અંદર, એ સુવિધાને ચાલુ કે બંધ કરવા માટે ચેકબોક્સ પર હળવેથી ઠપકારો.

આ લેખને શેર કરો