સંવેદનશીલ મીડિયાની જાણ કરો

જો તમને ટ્વીટ્સમાં એવું મીડિયા મળે જે Twitter ની મીડિયા નીતિ હેઠળ સંવેદનશીલ તરીકે ગણવું જોઈએ તેવું તમને લાગતુ હોય તો, કૃપા કરીને નીચે વર્ણવેલી પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેની જાણ કરો.

કેવી રીતે ટ્વીટ્સમાં રહેલા મીડિયાની જાણ કરવી

 1. twitter.com પર અથવા iOS કે એન્ડ્રોઈડ એપ્લિકેશન પર Twitter પરથી તમે જાણ કરવા માંગતા હોવ તે ટ્વીટ પર નેવિગેટ કરો.
 2.   આઈકોનને ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. 
 3. ટ્વીટની જાણ કરો પસંદ કરો.
 4. તે સંવેદનશીલ છબી દર્શાવે છે પસંદ કરો.
 5. આગળ તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું.

કૃપા કરીને યાદ રાખો કે જો તમને પસંદ ના હોય તેવું કંઈક તમે જોઈ રહ્યા હોવ અને Twitter એ તેના પહેલા ચેતવણીનું લેબલ ના મૂક્યું હોય, તો અમારી મીડિયા અંગેની ચેતવણી માટેની હદ સુધી તે ના પહોંચતું હોય તેવું બની શકે છે.

હું જે સંવેદનશીલ મીડિયાની જાણ કરું તેનું શું થાય છે?

Twitter વપરાશકાર દ્વારા ફ્લેગ કરવામાં આવેલા મીડિયાને Twitter ની મીડિયા નીતિઓનું પાલન કરવા માટે ચેતવણી સંદેશ આપવાની જરૂર છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે તે મીડિયાના રિપોર્ટ્સની સમીક્ષા કરે છે. કૃપા કરીને યાદ રાખો કે તમે મીડિયા ફ્લેગ કરીને તેને Twitter ની ટીમના ધ્યાન પર લાવી રહ્યા છો. ફ્લેગ કરેલી સામગ્રીને આપોઆપ ચેતવણી સંદેશ નહીં મળે અથવા તેને સાઈટ પરથી દૂર કરવામાં આવશે નહીં.

જો તમારી સામગ્રીને સંવેદનશીલ તરીકે જાણ કરેલી હોય, તો તમે શું કરી શકો છો તેની માહિતી માટે, Twitter ની મીડિયા નીતિ જુઓ.
 

View instructions for:

તમે ટ્વીટ્સમાં સંવેદનશીલ મીડિયા જુઓ છો કે કેમ તે કેવી રીતે નિયંત્રિત કરવું

twitter.com પર લોગ ઈન કરીને તમારી ટ્વીટ મીડિયા સેટિંગ્સ સમાયોજિત કરો. ડેસ્કટૉપ કમ્પ્યૂટર આઈકોન પસંદ કરીને twitter.com માટે સૂચનો જૂઓ. 

તમે ટ્વીટ્સમાં સંવેદનશીલ મીડિયા જુઓ છો કે કેમ તે કેવી રીતે નિયંત્રિત કરવું

 1. ટોચના મેનુમાં, તમને નેવિગેશન મેનુ આઈકોન  અથવા તમારી પ્રોફાઈલનું આઈકોન જોવા મળશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર ટેપ કરો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
 2. ગોપનીયતા અને સલામતી પર ટેપ કરો.
 3. સલામતી હેઠળ, જેમાં સંવેદનશીલ સામગ્રી હોઈ શકે છે તે મીડિયા દર્શાવો ની બાજુના બોક્સમાં ચેકમાર્ક કરો.

તમે ટ્વીટ્સમાં સંવેદનશીલ મીડિયા જુઓ છો કે કેમ તે કેવી રીતે નિયંત્રિત કરવું

 1. twitter.com પર લોગ ઈન કરો અને તમારી ગોપનીયતા અને સલામતી સેટિંગ્સમાં જાઓ.
 2.  ટ્વીટ મીડિયા વિભાગ જુઓ અને જેમાં સંવેદનશીલ સામગ્રી હોઈ શકે છે તે મીડિયા દર્શાવો ની બાજુના બોક્સમાં ચેકમાર્ક કરો.
 3. પેજ પર નીચે તમારી સેટિંગ્સ સાચવો.

Note: જે એકાઉન્ટ્સ તમારા Twitter ના અનુભવમાં ખલેલ પાડી રહ્યા છે તેને તમે અનુસરવાનું બંધ કરી શકો છો અથવા અવરોધિત કરી શકો છો.

જે સામગ્રી ગેરકાયદે છે અથવા Twitter ના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેની જાણ કેવી રીતે કરવી

અન્ય પ્રકારના ઉલ્લંઘનો અને તમે કેવી રીતે અમને તેની જાણ કરી શકો છો તેનું સંક્ષેપમાં વર્ણન કરતી માહિતી માટે, કૃપા કરીને કેવી રીતે ઉલ્લંઘનોની જાણ કરવી વિશે આ લેખ જુઓ.

Bookmark or share this article