સ્વ-હાનિ અને આત્મહત્યા વિશે

જો તમે અથવા તમે જાણતા હોવ તેવી કોઈ વ્યક્તિ સ્વ-હાનિ અથવા આત્મહત્યાના જોખમમાં હોય, તો તમારે શક્ય હોય એટલી વહેલી તકે કટોકટીમાં હસ્તક્ષેપ કરવામાં અને આત્મહત્યા રોકવામાં વિશેષજ્ઞતા ધરાવતી એજન્સીઓનો સંપર્ક કરીને તેમની મદદ માંગવી જોઈએ. જો તમારી સામે સ્વ-હાનિ અથવા આત્મહત્યાનું જોખમ આવે તો આવા જોખમો સંભાળવા માટે Twitter પર સમર્પિત ટીમને પણ ચેતવો.

સ્વ-હાનિ અને આત્મહત્યાના જોખમો પ્રત્યે Twitter નો અભિગમ

સ્વ-હાનિ અથવા આત્મહત્યાના રિપોર્ટનું અમે મૂલ્યાંકન કરી લઈએ તે પછી, Twitter જાણ કરેલા વપરાશકારનો સંપર્ક કરશે અને તેમને અથવા તેણીને જણાવશે કે તેમની ચિંતા કરતી કોઈ વ્યક્તિને જાણવા મળ્યું છે કે તેઓ જોખમમાં હોઈ શકે છે. અમે જાણ કરાયેલા વપરાશકારને ઑનલાઇન અને હોટલાઇન સ્ત્રોતો પૂરાં પાડીશું અને તેમને સહાય લેવા માટે પ્રોત્સાહિત કરીશું.

સંકેતો પારખવા

ઑનલાઈન કરેલી પોસ્ટના આધારે વર્તણૂકનું અનુમાન કરવું એ પડકારજનક છે, પરંતુ સ્વ-હાનિ અથવા આત્મહત્યાની સંભવિત ચેતવણીના સંકેતો અથવા સૂચકો હોય છે. નીચે આપેલા પ્રશ્નો અન્ય કોઈ વપરાશકારને આત્મઘાતી જેવો અનુભવ થાય છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં મદદ માટે તમે પોતાની જાતને પૂછી શકો છો:

  • શું આ વ્યક્તિ હતાશા અથવા નિરાશાની લાગણી વિશેની સામગ્રી પોસ્ટ કરે છે?
  • શું આ વ્યક્તિ મૃત્યુ અથવા મૃત્યુ જ એકમાત્ર વિકલ્પ છે તેવું દર્શાવતી લાગણી વિશે ટિપ્પણીઓ પોસ્ટ કરી રહી છે?
  • શું તે અથવા તેણી ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવા વિશેની ટિપ્પણીઓને પોસ્ટ કરી રહ્યા છે?
  • શું તે અથવા તેણી સ્વ-હાનિના ફોટાનું વર્ણન કરી રહ્યાં અથવા તેમને પોસ્ટ કરી રહ્યાં છે અથવા પોતાની જાતને આત્મઘાતી તરીકે ઓળખાવી રહ્યાં છે?
  • શું તેના અથવા તેણીના મૂડમાં અને તે અથવા તેણીની પોસ્ટ્સની સામગ્રીમાં તાજેતરમાં ફેરફાર થયો છે?

જો તમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હોય અને તેમાં શામેલ વ્યક્તિને જાણતા હોવ, તો તેને અથવા તેણીને પ્રોફેશનલ મદદ લેવા માટે પ્રોત્સાહિત કરો. જો, બીજી બાજુ, તમે શામેલ વ્યક્તિને ના જાણતા હોવ, તો પણ તમે ચિંતા વ્યક્ત કરવા માટે અથવા તેને કે તેણીને સલાહકારની ભલામણ કરવા માટે તેમનો, આત્મહત્યા હોટલાઈનનો અથવા તેમને વધુ સારી રીતે જાણતી હોય તેવી વ્યક્તિનો સંપર્ક કરી શકો છો. જો તમને તમારી જાતે તે વ્યક્તિનો સંપર્ક કરવાનું અનુકૂળ લાગતું ન હોય અથવા તેમનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે નિશ્ચિત ના હોવ, તો તમે Twitter ને ચેતવી પણ શકો છો.

સ્વ-હાનિ અથવા આત્મહત્યાના વિચારોનો ઉકેલ લાવવો

જો તમને સ્વ-હાનિ, આત્મહત્યા અથવા હતાશાના વિચારો આવતા હોય, તો કૃપા કરીને કોઈનો સંપર્ક કરો અને મદદની વિનંતી કરો. તમે હતાશા, એકલતા, નશીલા દ્રવ્યોનો ઉપયોગ, બીમારી, સંબંધોની સમસ્યાઓ અને આર્થિક સમસ્યાઓ સહિત વિવિધ પ્રકારના કારણો માટે આ સ્ત્રોતો નો સંપર્ક કરી શકો છો.

હતાશામાં વિવિધ પ્રકારના લક્ષણો હોય છે અને દર વર્ષે લાખો પુખ્ત લોકો પર તેની અસર થાય છે. તેના સામાન્ય લક્ષણોમાં ઉદાસી, પ્રવૃત્તિઓમાં રુચિનો અભાવ, ભૂખમાં અને ઉંઘવાની શૈલીમાં ફેરફાર, ઉર્જાનો અભાવ, વિચારવામાં મુશ્કેલી અને સંભવિતપણે આત્મહત્યાના વિચારો શામેલ છે. તમે આવા પ્રકારની વર્તણૂકો દર્શાવી શકો છો અથવા તેઓ ગૂઢ હોઈ શકે છે. કોઈપણ રીતે, તેમને અવગણશો નહીં.

જો તમે ભરોસાપાત્ર પ્રોફેશનલ્સ પાસેથી મદદ લેવા માંગતા હોવ, તો સહાય કરી શકે તેવા ઘણા ઑનલાઈન સ્ત્રોતો છે.

Bookmark or share this article

Was this article helpful?

Thank you for the feedback. We’re really glad we could help!

Thank you for the feedback. How could we improve this article?

Thank you for the feedback. Your comments will help us improve our articles in the future.