Twitter પર સ્પામની જાણ કરો

સ્પામ શું છે?

Twitter ના નિયમો નું ઉલ્લંઘન કરતી અલગ અલગ પ્રતિબંધિત વર્તણૂકોને "સ્પામ" કહેવાય છે. સામાન્યપણે એવી અવાંછિત, પુનરાવર્તિત ક્રિયાઓ કે જેનાથી અન્ય લોકો પર નકારાત્મક અસર પડે તેને સ્પામ તરીકે વર્ણવી શકાય છે. તેમાં સંખ્યાબંધ સ્વરૂપની સ્વયંચાલિત એકાઉન્ટ વાતચીતો અને વર્તણૂકો તેમજ લોકોને ગેરમાર્ગે દોરવાના અથવા છેતરવાના પ્રયાસો શામેલ છે. Twitter પર "સ્પામિંગ" રચવાની વર્તણૂકો ખુલ્લી પડતી રહેશે.

શું "સ્પામિંગ" રચે છે તેના ઉદાહરણોની યાદી Twitter ના નિયમો માં છે. અહીં એવી કેટલીક સામાન્ય યુક્તિઓ દર્શાવી છે જે સ્પામ એકાઉન્ટ્સ દ્વારા મોટાભાગે ઉપયોગમાં લેવાય છે:

 • હાનિકારક લિંક્સ (ફિશિંગ અથવા માલવૅર સાઈટ્સની લિંક્સ સહિત) પોસ્ટ કરવી
 • અનુસરણની આક્રમક વર્તણૂક (લોકોનું ધ્યાન ખેંચવા માટે મોટી સંખ્યામાં અનુસરણ કરવું અને મોટી સંખ્યામાં અનુસરણ બંધ કરવું)
 • એકાઉન્ટ્સમાં અનિચ્છિત સંદેશા પોસ્ટ કરવા માટે અપમાનજનક પ્રત્યુતર અથવા ઉલ્લેખ કામગીરીઓ
 • બહુવિધ એકાઉન્ટ્સ બનાવવા (જાતે અથવા સ્વયંચાલિત ટૂલ્સનો ઉપયોગ કરીને)
 • લોકોનું ધ્યાન ખેંચવા માટે વર્તમાનપ્રવાહમાં હોય તેવા મુદ્દા પર વારંવાર પોસ્ટ કરવું
 • નકલ કરેલ અપડેટ્સ વારંવાર પોસ્ટ કરવા
 • બિનસંબંધિત ટ્વીટ્સ સાથેની લિંક્સ પોસ્ટ કરવી
View instructions for:

કેવી રીતે સ્પામિંગ માટે પ્રોફાઈલની જાણ કરવી

 1. એકાઉન્ટની પ્રોફાઈલની મુલાકાત લો.
 2. ગિઅર આઈકોન  પર ટેપ કરો
 3. મેનુમાંથી જાણ કરો પસંદ કરો.
 4. તમારો રિપોર્ટ દાખલ કરવા માટે તેઓ સ્પામ પોસ્ટ કરી રહ્યા છે પસંદ કરો.
 5. આગળ તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું.

કેવી રીતે સ્પામિંગ માટે પ્રોફાઈલની જાણ કરવી

 1. એકાઉન્ટની પ્રોફાઈલની મુલાકાત લો.
 2. ઓવરફ્લો આઈકોન  પર ટેપ કરો

 2. ઓવરફ્લો આઈકોન  પર ક્લિક કરો
 3. મેનુમાંથી જાણ કરો પસંદ કરો.
 4. તમારો રિપોર્ટ દાખલ કરવા માટે તેઓ સ્પામ પોસ્ટ કરી રહ્યા છે પસંદ કરો.
 5. આગળ તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું.

કેવી રીતે વ્યક્તિગત ટ્વીટ્સની જાણ કરવી

તમે Twitter ના નિયમો અથવા અમારી સેવાની શરતો નું ઉલ્લંઘન કરતી હોય તેવી વ્યક્તિગત ટ્વીટ્સની પણ જાણ કરી શકો છો. 

સ્પામિંગ બદલ ટ્વીટની જાણ કરવી:

 1. તમે જાણ કરવા માંગતા હોવ તે ટ્વીટ પર દિશામાન કરો.
 2.   આઈકોનને ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
 3. ટ્વીટની જાણ કરો પસંદ કરો. 
 4. તમારો રિપોર્ટ દાખલ કરવા માટે તે સ્પામ છે પસંદ કરો.
 5. આગળ તમારો Twitter નો અનુભવ સુધારી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું.

જો તમને Twitter પર અન્ય હાનિકારક, ત્રાસદાયક અથવા ગેરકાયદે સામગ્રી મળે, તો કેવી રીતે અન્ય સંભવિત ઉલ્લંઘનોની જાણ કરવી શોધો.

Twitter પર મારી જાતને સ્પામથી સુરક્ષિત કરવા માટે હું શું કરી શકુ?

તમે કેટલીક સરળ સાવચેતીઓ અનુસરીને તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવામાં તમે મદદ કરી શકો છો, આ લેખમાં એકાઉન્ટ સુરક્ષા ટિપ્સ ની ચર્ચા કરેલી છે.

Twitter પર સ્પામ કયા કારણે ફેલાઈ થઈ શકે છે?

 • હાનિકારક લિંક્સ (ફિશિંગ અથવા માલવૅર સાઈટ્સની લિંક્સ સહિત)
 • ત્રીજા પક્ષની દૂષિત એપ્લિકેશન્સ જે આપોઆપ હાનિકારક લિંક્સ અથવા વ્યવસ્થાપક સ્પામી ક્રિયાઓ (અનુસરણ, લાઈક્સ, પુનટ્વીટ્સ વગેરે) પોસ્ટ કરે છે.
 • સ્પામી પ્રવૃત્તિઓ અથવા ક્રિયા માટે ઉપયોગમાં લેવાયેલ ચેડાં કરાયેલ અથવા હેક કરાયેલ એકાઉન્ટ્સ

સ્પામ રોકવા માટે Twitter શું કરી રહી છે?

Twitter સ્પામ સામે ગંભીરતાથી લડત આપી રહી છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારા વપરાશકારો સ્પામ વિશે ચિંતા કર્યા વગર સેવાઓનો આનંદ માણી શકે. અમારી સ્પામ-વિરોધી ટીમ નવા સ્વરૂપના સ્પામ સતત ખુલ્લા પાડે છે અને પ્રતિભાવ આપે છે જેથી Twitter પર સ્પામ મુક્ત માહોલ સક્ષમ થાય.

જ્યારે Twitter પર સ્પામ શોધવા માટે અમારી પાસે સિસ્ટમ્સ અને ટૂલ્સ છે, ત્યારે તમે સ્પામની જાણ કરીને મદદ કરો તે માટે અમે તમારા પર પણ આધાર રાખીએ છીએ.

Bookmark or share this article