અપમાનજનક વર્તણૂકની જાણ કરવી

X એવો માહોલ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે કે જ્યાં લોકો પોતાના વિચારોને અભિવ્યક્ત કરવામાં નિઃસંકોચ હોવાનું અનુભવી શકે. જો અપમાનજનક વર્તણૂક થાય તો અમે લોકો માટે અમને તેની જાણ કરવાનું સરળ બનાવવા માંગીએ છીએ. એક જ રિપોર્ટમાં બહુવિધ ટ્વીટ્સ શામેલ કરી શકાય છે, જે અમને સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા માટે તેની તપાસ કરતી વખતે બહેતર સંદર્ભ મેળવવામાં મદદ કરે છે.

શક્ય એટલો વધુ સંદર્ભ પ્રદાન કરવા માટે ટ્વીટ્સના ઉદાહરણની સાથે શું થઈ રહ્યું છે તે વર્ણવવા લોકો માટે આવકારદાયી, વાર્તાલાપજનક સ્પેસ પ્રદાન કરતા અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન શિક્ષણ આપતા એવા "પહેલા-લક્ષણો"નો અભિગમ અપનાવવા માટે અમે તાજેતરમાં અમારા રિપોર્ટિંગના અનુભવને અપડેટ કર્યો છે—આનાથી રિપોર્ટર્સ સાથે વધુ સુરક્ષિત અનુભવ બનશે અને વિશ્વાસની ભાવના જાગશે. અમારા વપરાશકારોની સુરક્ષા કરવા અને Xને વધુ સુરક્ષિત બનાવવા માટે જાણ કરવાની ક્ષમતામાં સુધાર લાવવો એ અમારા કામનું બસ એક પગલું છે. અમારા નવા અભિગમ વિશે અહીં વધુ જાણો. 

અપમાનજનક વર્તણૂક માટે કોઈ ટ્વીટની જાણ કરવા માટે લેવાનાં પગલાં વિશે જાણો.

નોંધ: અમારી અપમાનજનક વર્તણૂક નીતિ વિશે વિશિષ્ટ બાબતો માટે, કૃપા કરીને Xના નિયમો અને સેવાની શરતોને વાંચો.

હું એ વાતનો રિપોર્ટ કેવી રીતે ફાઇલ કરું કે કોઈ ટ્વીટ અથવા એકાઉન્ટ અપમાનજનક છે?

કોઈપણ વ્યક્તિ ટ્વીટ, પ્રોફાઈલ અથવા સીધા સંદેશમાંથી સીધા જ અપમાનજનક વર્તણૂકની જાણ કરી શકે છે.

 

ટ્વીટની જાણ કરવા માટે:

  1. X.com પર અથવા iOS માટે X કે એન્ડ્રોઈડ માટેની X એપ્લિકેશન પરથી તમે જેની જાણ કરવા માંગતા હોવ તે ટ્વીટ પર નેવિગેટ કરો.
  2. વધુ આયકનને પસંદ કરો.
  3. જાણ કરોને પસંદ કરો.
  4. રિપોર્ટ કોના માટે છે તે પસંદ કરો: મારા પોતાના માટે, બીજા કોઈના માટે અથવા લોકોના ચોક્કસ સમૂહ માટે અથવા X પર દરેક માટે
  5. ત્યારબાદ, તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પ્રદાન કરવા માટે અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાની ટ્વીટ્સ પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય. 
  6. અમે પછી તમે જેની જાણ કરી રહ્યા છો તેની તેમજ તમે શેર કરેલા વધારાના સંદર્ભની અને તેણે કયા નિયમનું ઉલ્લંઘન કર્યું હોઈ શકે તેની પુષ્ટિ કરીને અમારી પાસેની તમારી માહિતી સાચી છે તેની ખાતરી કરીશું.
  7. તમે જાણ કરેલી ટ્વીટ્સની ટેક્સ્ટ અમે તમને મોકલવાના અમારા ફૉલો-અપ ઈમેલ્સ અને સૂચનાઓમાં શામેલ કરીશું. આ માહિતી મેળવવાનું બંધ કરવા માટે, કૃપા કરીને આ રિપોર્ટ વિશેનાં અપડેટ્સ આ ટ્વીટ્સ બતાવી શકે છે વિકલ્પની બાજુમાં આપેલા બોક્સની ખરાની નિશાની દૂર કરો. 
  8. એકવાર તમે તમારો રિપોર્ટ સબમિટ કરી દો તે પછી, તમારા X અનુભવને બહેતર બનાવવા તમે કરી શકો એવી વધારાની ક્રિયાઓ માટે અમે ભલામણો પ્રદાન કરીશું. 

 

કોઈ એકાઉન્ટની જાણ કરવા માટે:

  1. એકાઉન્ટની પ્રોફાઈલ પર જાઓ અને વધુ  આયકનને પસંદ કરો.
  2. જાણ કરોને પસંદ કરો.
  3. રિપોર્ટ કોના માટે છે તે પસંદ કરો: મારા પોતાના માટે, બીજા કોઈના માટે અથવા લોકોના ચોક્કસ સમૂહ માટે અથવા X પર દરેક માટે.  
  4. ત્યારબાદ, તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પૂરી પાડવાનું અમે તમને કહીશું. તે એકાઉન્ટમાંથી ટ્વીટ્સ પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.
  5. અમે પછી તમે જેની જાણ કરી રહ્યા છો તેની તેમજ તમે શેર કરેલા વધારાના સંદર્ભની અને તેણે કયા નિયમનું ઉલ્લંઘન કર્યું હોઈ શકે તેની પુષ્ટિ કરીને અમારી પાસેની તમારી માહિતી સાચી છે તેની ખાતરી કરીશું. 
  6. તમે જાણ કરેલી ટ્વીટ્સની ટેક્સ્ટ અમે તમને મોકલવાના અમારા ફૉલો-અપ ઈમેલ્સ અને સૂચનાઓમાં શામેલ કરીશું. આ માહિતી મેળવવાનું બંધ કરવા માટે, કૃપા કરીને આ રિપોર્ટ વિશેનાં અપડેટ્સ આ ટ્વીટ્સ બતાવી શકે છે વિકલ્પની બાજુમાં આપેલા બોક્સની ખરાની નિશાની દૂર કરો.
  7. એકવાર તમે તમારો રિપોર્ટ સબમિટ કરી દો તે પછી, તમારા X અનુભવને બહેતર બનાવવા તમે કરી શકો એવી વધારાની ક્રિયાઓ માટે અમે ભલામણો પ્રદાન કરીશું.
 
કેવી રીતે વ્યક્તિગત સંદેશ અથવા વાર્તાલાપની જાણ કરવી
પગલું 1

સીધા સંદેશના વાર્તાલાપને પસંદ કરો અને તમે જાણ કરવા માંગો છો તે સંદેશ શોધો.

પગલું 2

સંદેશ પર હળવેથી ઠપકારો અને દબાવી રાખો. પૉપ-અપ મેનૂમાંથી સંદેશની જાણ કરો પસંદ કરો. (સંપૂર્ણ વાર્તાલાપની જાણ કરવા માટે, માહિતી આયકન  પર હળવેથી ઠપકારો, પછી @વપરાશકારના નામની જાણ કરો પસંદ કરો).

પગલું 3

જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો છો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પ્રદાન કરવા માટે અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાના સંદેશા પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.

પગલું 4

એકવાર તમે તમારો રિપોર્ટ સબમિટ કરી દો તે પછી, તમારા Twitter અનુભવને બહેતર બનાવવા તમે કરી શકો એવી વધારાની ક્રિયાઓ માટે અમે ભલામણો પ્રદાન કરીશું.
નોંધ: વધુમાં, તમારી પાસે સમૂહ સંદેશમાંથી વાર્તાલાપની જાણ કરવાનો વિકલ્પ છે.

પગલું 1

સીધા સંદેશના વાર્તાલાપને પસંદ કરો અને તમે જાણ કરવા માંગો છો તે સંદેશ શોધો.

પગલું 2

સંદેશ પર હળવેથી ઠપકારો અને દબાવી રાખો. પૉપ-અપ મેનૂમાંથી સંદેશની જાણ કરો પસંદ કરો. (સંપૂર્ણ વાર્તાલાપની જાણ કરવા માટે, ઓવરફ્લો આયકન  પર હળવેથી ઠપકારો, પછી વાર્તાલાપની જાણ કરો પસંદ કરો).

પગલું 3

જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો છો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પ્રદાન કરવા માટે અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાના સંદેશા પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.

પગલું 4

એકવાર તમે તમારો રિપોર્ટ સબમિટ કરી દો તે પછી, તમારા Twitter અનુભવને બહેતર બનાવવા તમે કરી શકો એવી વધારાની ક્રિયાઓ માટે અમે ભલામણો પ્રદાન કરીશું.
નોંધ: વધુમાં, તમારી પાસે સમૂહ સંદેશમાંથી વાર્તાલાપની જાણ કરવાનો વિકલ્પ છે. 

પગલું 1

સીધા સંદેશના વાર્તાલાપને પસંદ કરો અને તમે જાણ કરવા માંગો છો તે સંદેશ શોધો. (સંપૂર્ણ વાર્તાલાપની જાણ કરવા માટે, વધુ આયકન  પર ક્લિક કરો )

પગલું 2

માહિતી  આયકન પસંદ કરો અને @વપરાશકારના નામની જાણ કરો પસંદ કરો.

પગલું 3

જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો છો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પ્રદાન કરવા માટે અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાના સંદેશા પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.

પગલું 4

એકવાર તમે તમારો રિપોર્ટ સબમિટ કરી દો તે પછી, તમારા Twitter અનુભવને બહેતર બનાવવા તમે કરી શકો એવી વધારાની ક્રિયાઓ માટે અમે ભલામણો પ્રદાન કરીશું.


નોંધ: વધુમાં, તમારી પાસે સમૂહ સંદેશમાંથી વાર્તાલાપની જાણ કરવાનો વિકલ્પ છે.


જો મને હિંસક ધમકી પ્રાપ્ત થાય તો, મારે શું કરવું જોઈએ?
 

તમે ટ્વીટ્સ, પ્રોફાઈલો અથવા સીધા સંદેશાની અમને સીધી જ જાણ કરી શકો છો (ઉપર જુઓ). X ધમકીપૂર્ણ ટ્વીટ, સીધા સંદેશ અને/અથવા જવાબદાર એકાઉન્ટ પર કાર્યવાહી કરી શકે છે.

તેમ છતાં, જો કોઈએ હિંસક ધમકી ધરાવતી કોઈ ટ્વીટ કરી હોય અથવા સંદેશ મોકલ્યો હોય જે તમને લાગે છે કે તે આમ કરી શકે છે અથવા તમને તમારી પોતાની અથવા કોઈ બીજાની શારીરિક સલામતી માટે ડર છે તો, તમે તમારી સ્થાનિક કાયદા અમલીકરણની એજન્સીનો સંપર્ક કરી શકો છો. તેઓ તે ધમકીની માન્યતાનું સચોટ રીતે આકલન કરી શકે છે, ધમકીના સ્રોતની તપાસ કરી શકે છે અને શારીરિક સલામતી વિશેની ચિંતા અંગે પ્રતિસાદ આપી શકે છે. જો કાયદા અમલીકરણ દ્વારા સીધો જ સંપર્ક કરવામાં આવે તો, અમે તેમની સાથે કામ કરી શકીએ છીએ અને ધમકીની તેમની તપાસ માટે જરૂરી માહિતી પ્રદાન કરી શકીએ છીએ. માત્ર ટ્વીટ સંબંધી રિપોર્ટ્સ માટે: તમે અમને તમારો રિપોર્ટ પ્રાપ્ત થયો છે સ્ક્રીન પર રિપોર્ટ ઈમેલ કરો પર ક્લિક કરીને કાયદા અમલીકરણની સાથે શેર કરવા માટે હિંસક ધમકીના તમારા રિપોર્ટની તમારી પોતાની કૉપિ મેળવી શકો છો.

 

હું રિપોર્ટ સબમિટ કરું તે પછી શું થશે?

તમે રિપોર્ટ સબમિટ કરો તે પછી, અમને તમારો રિપોર્ટ પ્રાપ્ત થયો છે તેવો તમને સતર્ક કરતો અમારા તરફથી પુષ્ટિકરણનો સંદેશ તમને જોવા મળશે (તમને સંદેશ જોવા મળે તે પહેલાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે). અમે જાણ કરેલા એકાઉન્ટ અને/અથવા ટ્વીટ(ટ્વીટ્સ) અને/અથવા સીધા સંદેશ(સંદેશા)ની સમીક્ષા કરીશું. જો અમે નિર્ધારિત કરીએ કે જાણ કરેલા એકાઉન્ટ અને/અથવા ટ્વીટ(ટ્વીટ્સ) અને/અથવા સીધા સંદેશ(સંદેશા) અમારી નીતિઓના ઉલ્લંઘનમાં છે તો, અમે કાર્યવાહી (ચેતવણી આપવાથી લઈને એકાઉન્ટ કાયમ માટે રદ બાતલ કરવા સુધીની) કરીશું. જ્યારે અમે જાણ કરેલા એકાઉન્ટ અને/અથવા ટ્વીટ(ટ્વીટ્સ) અને/અથવા સીધા સંદેશ(સંદેશા) પર કાર્યવાહી કરીએ ત્યારે અથવા જો અમને તમારી પાસેથી વધુ માહિતીની જરૂર હશે તો, અમારા તરફથી તમને ફૉલો અપ પ્રાપ્ત થશે.

તદુપરાંત, જાણ કરેલી ટ્વીટ્સની મૂળ સામગ્રી તમે તેની જાણ કરી છે તેવું જણાવતી સૂચના સાથે બદલવામાં આવશે. તમે ઈચ્છો તો તમે એ ટ્વીટ પર ક્લિક કરી તેને જોઈ શકો છો. 

નોંધ: તદુપરાંત, તમે તાજેતરમાં જાણ કરેલા એકાઉન્ટ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી હશે તો, તમને ઇન-પ્રોડક્ટ સૂચના પ્રાપ્ત થશે. આ કાર્યવાહી તમારા રિપોર્ટથી સંબંધિત હોઈ શકે અથવા ન પણ હોઈ શકે.

શા માટે X કોઈ એકાઉન્ટને નવાં એકાઉન્ટ્સ બનાવવાથી અવરોધિત કરી શકતું નથી?
 

IP અવરોધિત કરવું એ અનિચ્છિત વર્તણૂકને રોકવા માટે સામાન્યપણે બિનઅસરકારક હોય છે અને કદાચ કાયદેસરનાં એકાઉન્ટ્સને અમારી સેવાને ઍક્સેસ કરવાથી ખોટી રીતે અટકાવી શકે છે.

IP સરનામાં સામાન્ય રીતે ઘણાં બધાં એકાઉન્ટ્સ દ્વારા વિવિધ સ્થળોએ શેર કરવામાં આવે છે, એનો અર્થ એ છે કે, એક જ IPને અવરોધિત કરવું એ મોટી સંખ્યામાં ન જોડાયેલાં એકાઉન્ટ્સને X પર લોગ ઈન કરવાથી અટકાવી શકે છે. તદુપરાંત, IP સરનામાં બદલવામાં સરળ છે અને અવરોધનને અલગ સ્થળ, ત્રીજા-પક્ષની સેવા અથવા ઘણી બધી મફત વેબસાઈટ અથવા એપ્લિકેશન્સ પૈકી કોઈ એકમાંથી લોગ ઈન કરીને સરળતાથી ટાળી શકાય છે.

શું X મને અન્ય એકાઉન્ટની માહિતી આપી શકે છે?

અમારી ગોપનીયતા નીતિ અનુસાર, X, એકાઉન્ટની માહિતીને છતી કરતું નથી, સિવાય કે માન્ય કાનૂની પ્રક્રિયા દ્વારા તેમ કરવું જરૂરી હોય. જો તમે પોલીસ અથવા તમારા વકીલ સાથે કામ કરી રહ્યા છો તો, તેઓ આવી માહિતી મેળવવા માટેની યોગ્ય અને સાચી કાનૂની પ્રક્રિયા બાબતે તમારી મદદ કરી શકશે. જો કાયદા અમલીકરણ દ્વારા સીધો જ Xનો સંપર્ક કરવામાં આવે તો, અમે તેમની સાથે કામ કરી શકીએ છીએ અને તેમની તપાસ માટે મદદ પ્રદાન કરી શકીએ છીએ. તમે કાયદા અમલીકરણના અધિકારીઓને અમારી કાયદા અમલીકરણ માટેની માર્ગદર્શિકા તરફ નિર્દેશિત કરી શકો છો.

આ લેખને શેર કરો