કેવી રીતે તમારા Twitterના અનુભવને નિયંત્રિત કરવો

Twitter એ વિચારો અને માહિતી શેર કરવાનું, તમારા સમુદાય સાથે જોડાવાનું અને તમારી આસપાસાની દુનિયા જોવાનું સ્થળ છે. તે અનુભવના સૌથી શ્રેષ્ઠ ભાગની સુરક્ષા માટે, અમે એવા ટૂલ્સ આપીએ છે જે તમે જે કંઈપણ જુઓ અને અન્ય લોકો તમારા વિશે જે જુએ, તેના પર તમે નિયંત્રણ રાખી શકો તે રીતે બનાવ્યા છે, જેથી તમે Twitter પર તમારી જાતને આત્મવિશ્વાસ સાથે અભિવ્યક્ત કરી શકો.

 

ટ્વીટ પર ક્રિયા કરવા માટે અમે તેને તમારા માટે સરળ બનાવ્યું છે. અનુસરવાનું બંધ કરો, જોડાણ અટકાવો, જાણ કરો અને બીજા ઘણા વિકલ્પોનો ત્વરિત પ્રવેશ મેળવવા માટે તમારી હોમ સમય અવધિમાં જમણી બાજુથી કોઈપણ ટ્વીટની ટોચે  આયકન પર હળવેથી ઠપકારો. 
 

અનુસરવાનું બંધ કરો

તમારી હોમ સમય અવધિ પર કોઈ બીજાની ટ્વીટ્સ જોવાનું બંધ કરવા માટે અનુસરવાનું બંધ કરો એ સૌથી સરળ પગલું છે જે તમે લઈ શકો છો. જો તમારું મન બદલાય તો તમે હંમેશા ફરી એકાઉન્ટને અનુસરી શકો છો. તમે ટ્વીટમાં  આયકન પરથી આ વિકલ્પનો પ્રવેશ મેળવી શકો છો.

કેવી રીતે લોકોને અનુસરવાનું બંધ કરવું વિશે વધુ વાંચો.

સૂચનાઓને ફિલ્ટર કરો

તમારી સૂચનાઓ સમય અવધિ અન્ય Twitter એકાઉન્ટ્સ સાથે તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ જેમકે, ઉલ્લેખો, લાઈક્સ, પુનટ્વીટ્સ અને તાજેતરમાં તમને કોણે અનુસર્યા વગેરે દર્શાવે છે. જો તમે જેમને નથી અનુસરતા તેવા એકાઉન્ટ્સ તરફથી તમને અનિચ્છિત પ્રત્યુતરો અથવા ઉલ્લેખો મળી રહ્યા છે, તો તમે મેળવો છો તે પ્રકારની સૂચનાઓને ફિલ્ટર કરી શકો છો.

સમય અવધિ પર તમારી સૂચનાઓને સમાયોજિત કરો માટે સૂચનો વાંચો.

ઓછી વાર બતાવો 

તમે જ્યારે ટ્વીટને ઓછી વાર બતાવો તરીકે ચિહ્નિત કરો, ત્યારે તમારી હોમ સમય અવધિ પર તમે કેવા પ્રકારની ટ્વીટ્સ જોવાનું પસંદ કરો છો તે વધુ સારી રીતે સમજવામાં Twitter ને મદદ કરે છે. અમે ભવિષ્યમાં તમારા અનુભવને શ્રેષ્ઠ અને તમારી પસંદગીનો બનાવવા માટે આ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે ટ્વીટમાં  આયકન પરથી આ વિકલ્પનો પ્રવેશ મેળવી શકો છો.
 

જોડાણ અટકાવો

અન્ય Twitter એકાઉન્ટનું જોડાણ અટકાવવાનો મતલબ એવો થાય છે કે ભવિષ્યમાં તમારી સમય અવધિ પર તમે તે એકાઉન્ટની ટ્વીટ્સ જોશો નહીં. તમે તમારા મિત્રોની બધી જ ટ્વીટ્સ જોવામાં રસ ના ધરાવતા હોવ તો પણ, મિત્રો સાથે જોડાયેલા રહેવા માટેની તે શ્રેષ્ઠ રીત છે. જોડાણ અટકાવેલા એકાઉન્ટને તમે તેમનું જોડાણ અટકાવ્યું હોવાની સૂચના અપાતી નથી અને તેઓ ટ્વીટ્સમાં તમારો ઉલ્લેખ કરે અને તમને સીધો સંદેશો મોકલે ત્યારે તમને હજી પણ સૂચનાઓ મળશે. તમે જે એકાઉન્ટને અનુસરતા નથી તેનું પણ જોડાણ અટકાવી શકો છો જેથી તમારી સૂચનાઓ સમય અવધિમાં તેમની ટ્વીટ્સ તમને જોવા મળશે નહીં.

જોડાણ અટકાવવું એ અવરોધિત કરવું અથવા અનુસરવાનું બંધ કરવુંથી અલગ છે: તમે જે એકાઉન્ટ્સનું જોડાણ અટકાવ્યું છે તેમને કોઈપણ રીતે કહેવાતું નથી કે તમે તેમનું જોડાણ અટકાવી રહ્યા છો. તમે ટ્વીટમાં  આયકન પરથી આ વિકલ્પનો પ્રવેશ મેળવી શકો છો.

એકાઉન્ટ્સનું જોડાણ અટકાવવા વિશે વધુ વાંચો.

તમે જેમાં ચોક્કસ શબ્દો, શબ્દસમૂહો, વપરાશકારોના નામ, ઈમોજી અથવા હૅશટૅગ્સ હોય તેવી ટ્વીટ્સનું પણ જોડાણ અટકાવી શકો છો
 

અવરોધિત કરો

તમે Twitter પર જ્યારે કોઈ એકાઉન્ટ અવરોધિત કરો છો, ત્યારે તમે તમારા એકાઉન્ટ સાથે વાતચીત કરવાના તેમના સામર્થ્યને પ્રતિબંધિત કરો છો. તમે જેમની સાથે જોડાયેલા રહેવા માંગતા નથી તેવા એકાઉન્ટ્સ તરફથી આવતી અનિચ્છિત ક્રિયાપ્રતિક્રિયાઓને અંકુશમાં લેવા માટે આ અસરકારક રીત છે.

તમે જે એકાઉન્ટ્સ અવરોધિત કર્યા છે તે તમારી ટ્વી્ટ્સ, અનુસરણ અથવા અનુયાયીઓની યાદીઓ, લાઈક્સ અથવા ક્યારે Twitterમાં લોગ ઈન કર્યું તેની યાદીઓ જોવા તેઓ સમર્થ રહેશે નહીં અને તે એકાઉન્ટ્સમાંથી ઉલ્લેખોની સીધી સૂચનાઓ તમે મેળવશો નહીં. તમને તમારી સમય અવધિ પર તેમની ટ્વીટ દેખાવાનું પણ બંધ થઈ જશે.

અવરોધિત કરેલ એકાઉન્ટ જો તમારી પ્રોફાઈલ જોવાનો અથવા તમને અનુસરવાનો પ્રયાસ કરે તો તમે તેમને અવરોધિત કર્યા હોવાની જાણ થઈ શકે છે, પરંતુ તમે તેમને અવરોધિત કર્યા છે તેવી કોઈ સૂચનાઓ તેમને મળશે નહીં. તમે ટ્વીટમાં  આયકન પરથી આ વિકલ્પનો પ્રવેશ મેળવી શકો છો.

એકાઉન્ટ્સ અવરોધિત કરવા વિશે વધુ વાંચો.

જાણ કરો

જો એકાઉન્ટ અથવા ટ્વીટમાં Twitterના નિયમો અથવા અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન થતું હોવાનું તમને લાગતું હોય, તો અમને એકાઉન્ટ અથવા ટ્વીટ વિશે જાણ કરીને તેના વિશે અમને જણાવો. તમે જાણ કરી શકો છો તેવા કેટલાક ઉલ્લંઘનોમાં આ શામેલ છે: અપમાન, સંવેદનશીલ મીડિયા, અન્યનો સ્વાંગ કરવો અને બિનજરૂરી બાબતો. રિપોર્ટ દાખલ કરવામાં કેટલાક પગલાં લેવાશે, પરંતુ દરેક વ્યક્તિ માટે Twitterને બહેતર સ્થળ બનાવવામાં તમારો રિપોર્ટ અમને મદદરૂપ થશે. તમે ટ્વીટમાં  આયકન પરથી આ વિકલ્પનો પ્રવેશ મેળવી શકો છો.

Twitter પર તમે શાની જાણ કરી શકો છો તે વિશે વધુ વાંચો.

તમે ટ્વીટ્સમાં જુઓ છો તે મીડિયાને નિયંત્રિત કરો

સંવેદનશીલ સામગ્રી ધરાવતી ટ્વીટ્સમાં રહેલ મીડિયા વિશે તમે ચેતવણી જોવા માંગો છો તેવો તમે નિર્ણય લો તો, તમારી ગોપનીયતા અને સલામતી સેટિંગ્સમાં ટ્વીટ મીડિયા વિકલ્પો શામેલ છે. તમારી મૂળભૂત સેટિંગ્સમાં આ ચેતવણી આપેલ છે, પરંતુ તમે કોઈપણ સમયે સેટિંગ બદલી શકો છો.

કેવી રીતે તમે ટ્વીટ્સમાં જુઓ છો તે મીડિયાને નિયંત્રિત કરવા તે વિશે વધુ વાંચો.

અન્યો તમારા વિશે શું જુઓ છે તે નિયંત્રિત કરો

તમારી ટ્વીટ્સને સુરક્ષિત રાખો

તમારી ટ્વીટ્સને સુરક્ષિત રાખવાનો મતલબ એ છે કે તમારી ટ્વીટ્સ માત્ર તમારા અનુયાયીઓને જ દેખાશે. તમારી સુરક્ષિત ટ્વીટ્સથી, તમે તમારા Twitterના અનુભવ પર નિયંત્રણ ધરાવો છોઃ કોઈ તમારું એકાઉન્ટ અનુસરવા માંગે ત્યારે દર વખતે, તમારી પાસે તેમની વિનંતી સ્વીકારવા કે નકારવાનો વિકલ્પ હોય છે.

તમારી ટ્વીટ્સ સુરક્ષિત થઈ તે પહેલા તમને અનુસરી રહ્યા હતા તે કોઈપણ એકાઉન્ટ્સ તમને અનુસરવાનું ચાલુ રાખશે (મતલબ કે, તમારે તેમને ફરી મંજૂરી આપવી પડશે નહીં), પરંતુ તમે તેમને અવરોધિત કરીને તમને અનુસરવાથી રોકી શકો છો.

જાહેર અને સુરક્ષિત ટ્વીટ્સ વિશે વધુ વાંચો.
 

ફોટો ટેગીંગ

ફોટામાં મિત્રોને ટેગ કરવા એ જોડાયેલા રહેવા માટેની શ્રેષ્ઠ રીત છે, પરંતુ તમે તમારા Twitterના અનુભવને વધુ અંગત કરવા માંગતા હોવાનો નિર્ણય લઈ શકો છો. તમે ફોટામાં તમને ટેગ કરવા માટે દરેક, માત્ર મિત્રો અથવા કોઈ નહીં વિકલ્પ પસંદ કરી શકો છો.

તમારી ફોટો ટેગીંગ સેટિંગ્સ બદલવી વિશે વાંચો.

શોધક્ષમતા

તમે જેમની ચિંતા કરો છો તે મિત્રો અને લોકો વિશે Twitter પર શોધવા એ શ્રેષ્ઠ અનુભવ થઈ શકે છે અને તમારા ઈમેલ સરનામા અથવા ફોન નંબરનો ઉપયોગ કરીને અમે તમને તે જોડાણો સરળતાથી કરવામાં મદદ કરી શકીએ છીએ.

જોકે, તમે અમારી મદદ વગર મિત્રો અને સંપર્કો શોધવાનું પસંદ કરી શકો છો અને આ પ્રકારે તમારું એકાઉન્ટ શોધક્ષમ થવાથી દૂર રાખવા માટે સેટિંગ્સમાં સમાયોજન કરવું એ સહેલું છે. શોધક્ષમતા સેટિંગ્સ અને કેવી રીતે તમારી શોધક્ષમતા સેટિંગ્સ બદલવી તેના વિશે વધુ વાંચો.

ટ્વીટ્સમાં તમારું સ્થાન શેર કરવું

Twitter તમને દરેક વ્યક્તિગત ટ્વીટમાં તમારું સ્થાન સમાવવું છે કે કેમ તે પસંદ કરવાની મંજૂરી આપે છે. જ્યારે તમારું સ્થાન શેર કરી રહ્યા હોવ ત્યારે તમારા અનુયાયીઓ ટિપ્પણી કરી શકે છે અને ત્યાં કરવા જેવી બાબતો તેમજ જવા જેવા સ્થળો વિશે ભલામણો કરી શકે છે, તમારું સ્થાન જાહેરમાં શેર કરવામાં કેટલાક જોખમો સમાયેલા છે. કદાચ તમે ના જાણતા હોવ કે તમારા બધા અનુયાયીઓ કેવા છે, ત્યારે તમે શેર કરવા માટે શું પસંદ કરી રહ્યા છો તે બાબતે સજાગ રહેવું એ સારો વિચાર છે.

તમારું સ્થાન ટ્વીટ કરવું વિશે વધુ જાણો. મોબાઈલ ડિવાઇસો પર સ્થાન સુવિધાનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે પણ તમે વધુ જાણી શકો છો.

મીડિયા સેટિંગ્સ

તમે તમારી પોતાની ટ્વીટ્સને સંભવિતપણે સંવેદનશીલ મીડિયા શામેલ છે તરીકે ફ્લેગ કરી શકો છો જેથી અન્ય લોકો મીડિયા પ્રદર્શિત થાય તે પહેલા તેને ચેતવણી તરીકે જોશે.

તમારી ટ્વીટમાં રહેલા મીડિયાને કેવી રીતે સંવેદનશીલ સામગ્રી શામેલ છે તરીકે ચિહ્નિત કરી શકો વિશે વધુ વાંચો.

ત્રીજા-પક્ષની એપ્લિકેશન્સને તમે શું માહિતી પૂરી પાડી રહ્યા છો તે જાણો

અન્ય કંપનીઓએ તમારા Twitterના અનુભવને વ્યાપક બનાવવા માટે એપ્લિકેશન્સ તૈયાર કરી છે. ત્રીજા-પક્ષની એપ્લિકેશન સાથે જોડાતા પહેલા, તેમની વેબસાઈટની ખાતરીપૂર્વક મુલાકાત લો અને તેમની સેવાની શરતોથી તમારી જાતને પરિચિત કરો. ત્રીજા પક્ષની એપ્લિકેશનને અધિકૃતતા આપવી અને તેની સાથે જોડાવું વિશે વધુ જાણો.

 

આ લેખને શેર કરો