એકાઉન્ટની સુરક્ષા વિશે

તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ મળે તે માટે, અમે નીચે આપેલી શ્રેષ્ઠ પદ્ધતિઓની ભલામણ કરીએ છીએ:

  • એવા સશક્ત સાંકેતિક શબ્દનો ઉપયોગ કરો કે જેનો તમે અન્ય વેબસાઈટ્સ પર ફરીથી ઉપયોગ ન કરો.
  • દ્વિ-પરિબળ પ્રમાણીકરણનો ઉપયોગ કરો.
  • સાંકેતિક શબ્દ રીસેટ કરવાની લિંક અથવા કોડની વિનંતી કરવા માટે ઈમેલ અને ફોન નંબરની જરૂર છે.
  • શંકાસ્પદ લિંક્સ અંગે સાવધાન રહો અને તમે તમારી લોગીનની માહિતી દાખલ કરો તેની પહેલાં હંમેશાં ખાતરી કરો કે તમે twitter.com પર જ છો.
  • તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ ક્યારેય ત્રીજા-પક્ષોને આપશો નહીં, ખાસ કરીને એવા લોકોને જેઓ તમને અનુયાયીઓ મેળવી આપવાનું, તમને નાણાં કમાવી આપવાનું અથવા તમારી ચકાસણી કરાવી આપવાનું વચન આપતા હોય.
  • ખાતરી કરો કે તમારા બ્રાઉઝર સહિત તમારું કમ્પ્યુટર સૉફ્ટવેર સૌથી તાજેતરના અપગ્રેડ્સ અને એન્ટિ-વાઇરસ સૉફ્ટવેરની સાથે અપ-ટુ-ડેટ છે.
  • એ તપાસી જુઓ કે તમારા એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે કે નહીં.

સાંકેતિક શબ્દની સશક્તતા

તમારા X એકાઉન્ટ માટે એક સશક્ત અને અનન્ય સાંકેતિક શબ્દ બનાવો. તમારે તમારા X એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ સરનામા માટે પણ એટલો જ સશક્ત અને અનન્ય સાંકેતિક શબ્દ બનાવવો જોઈએ.

આટલું કરો:

  • ઓછામાં ઓછા 10 વર્ણ લાંબો સાંકેતિક શબ્દ બનાવો. લાંબો હોય તેટલો વધુ સારો.
  • અપરકેસ, લોઅરકેસ, સંખ્યાઓ અને પ્રતીકોના મિશ્રણનો ઉપયોગ કરો.
  • તમે મુલાકાત લો તે દરેક વેબસાઈટ માટે અલગ-અલગ સાંકેતિક શબ્દનો ઉપયોગ કરો.
  • તમારા સાંકેતિક શબ્દને એક સલામત જગ્યાએ જાળવી રાખો. લોગીન સંબંધી તમારી બધી માહિતીને સંગ્રહિત કરવા માટે સાંકેતિક શબ્દ મેનેજમેન્ટ સૉફ્ટવેરનો ઉપયોગ કરવા અંગે વિચારો.

આટલું કરશો નહીં:

  • તમારા સાંકેતિક શબ્દમાં ફોન નંબર, જન્મદિવસ વગેરે જેવી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરશો નહીં.
  • "પાસવર્ડ", "આઇલવયુ" વગેરે જેવા શબ્દકોશના સામાન્ય શબ્દોનો ઉપયોગ કરશો નહીં.
  • ”abcd1234” જેવી સીક્વન્સીસ અથવા “qwerty” જેવી કીબોર્ડ સીક્વન્સીસનો ઉપયોગ કરશો નહીં.
  • બધી વેબસાઈટ્સ પર સાંકેતિક શબ્દોનો ફરીથી ઉપયોગ કરશો નહીં. તમારા X એકાઉન્ટનો સાંકેતિક શબ્દ ખાસ X માટે અનન્ય હોવો જોઈએ.

વધુમાં, તમે તમારી એકાઉન્ટ સેટિંગ્સમાં સાંકેતિક શબ્દ રીસેટ રક્ષણ પસંદ કરી શકો છો. જો તમે આ બોક્સમાં ખરાની નિશાની કરશો, તો તમને કાં તો તમારું ઈમેલ સરનામું કે ફોન નંબર દાખલ કરવા અથવા તો તે બંને જ તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા હોવા પર તમારું ઈમેલ સરનામું, તે પછી ફોન નંબર દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે, જેથી કરીને તમારા દ્વારા ક્યારેય સાંકેતિક શબ્દ ભૂલી જવા પર તેને રીસેટ કરવાની લિંક અથવા પુષ્ટિકરણ કોડ મોકલી શકાય. 

તમારા સાંકેતિક શબ્દને રીસેટ કરવાની સેટિંગ્સ કેવી રીતે શોધવી
  1. તમારા મુખ્ય મેનૂ પર નેવિગેટ કરો
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો
  3. એકાઉન્ટ પર હળવેથી ઠપકારો
  4. સુરક્ષા પર હળવેથી ઠપકારો
  5. સાંકેતિક શબ્દ રીસેટ રક્ષણ પર ટૉગલ ચાલુ કરો
  1. તમારી એપ્લિકેશન સેટિંગ્સ પર નેવિગેટ કરો
  2. એકાઉન્ટ પર હળવેથી ઠપકારો
  3. સુરક્ષા પર હળવેથી ઠપકારો
  4. સાંકેતિક શબ્દ રીસેટ રક્ષણને ટૉગલ કરો
દ્વિ-પરિબળ પ્રમાણીકરણનો ઉપયોગ કરો



દ્વિ-પરિબળ પ્રમાણીકરણ એ તમારા એકાઉન્ટ માટે સુરક્ષાનું એક વધારાનું સ્તર છે. માત્ર સાંકેતિક શબ્દ પર જ નિર્ભર રહેવાને બદલે, દ્વિ-પરિબળ પ્રમાણીકરણ એક બીજા ચેકને પ્રસ્તુત કરે છે જેનાથી તમે, અને માત્ર તમે જ તમારા X એકાઉન્ટમાં પ્રવેશ કરી શકો છો તેની ખાતરી કરવામાં મદદ મળે છે. જેમની પાસે તમારા સાંકેતિક શબ્દ અને તમારા મોબાઈલ ફોન (અથવા સુરક્ષા કી) એમ બંનેનો પ્રવેશ હશે, માત્ર તે જ લોકો તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરી શકશે.

વધુ જાણવા માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ અંગેનો અમારો લેખ વાંચો.



તમે twitter.com પર જ છો તે તપાસો


ફિશિંગ એ ત્યારે હોય છે જ્યારે કોઈ વ્યક્તિ તમને તમારું X વપરાશકારનું નામ, ઈમેલ સરનામું અથવા ફોન નંબર અને સાંકેતિક શબ્દ આપી દેવા માટે છેતરવાનો પ્રયાસ કરે છે, સામાન્ય રીતે એ કારણસર કે તેઓ તમારા એકાઉન્ટમાંથી બિનજરૂરી સામગ્રી મોકલી શકે. ઘણી વાર, તેઓ તમને કોઈ નકલી લોગીનના પૃષ્ઠ પર જતી હોય એવી લિંક સાથે છેતરવાનો પ્રયાસ કરશે. જ્યારે પણ તમને તમારો X સાંકેતિક શબ્દ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવે, ત્યારે તમે twitter.com પર જ છો તેની ખાતરી કરવા માટે તમારા બ્રાઉઝરના સરનામા બારમાં રહેલ URL પર ઝડપથી એક નજર ફેરવી લો. વધુમાં, જો તમને વિચિત્ર દેખાતું URL ધરાવતો કોઈ સીધો સંદેશો (ભલેને તે કોઈ મિત્રનો હોય) પ્રાપ્ત થાય, તો તમે તે લિંક ખોલશો નહીં તેવી અમે ભલામણ કરીએ છીએ.

ફિશિંગ વેબસાઈટ્સ ઘણી વાર Xના લોગીન પૃષ્ઠ જેવી જ દેખાશે, પરંતુ વાસ્તવિક રીતે તે એવી વેબસાઈટ્સ હશે કે જે X નહીં હોય. X ડોમેન્સમાં મૂળ ડોમેન તરીકે હંમેશાં https://twitter.com/ રહેશે. X લોગીન પૃષ્ઠોના કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે:


જો તમે ક્યારેય કોઈ લોગીન પૃષ્ઠ વિશે અનિશ્ચિત હો, તો સીધા જ twitter.com પર જાઓ અને ત્યાં તમારા ક્રેડેન્શિયલ્સ દાખલ કરો. જો તમને લાગે કે તમારા એકાઉન્ટને ફિશ કરવામાં આવ્યું છે, તો શક્ય હોય એટલી વહેલી તકે તમારો સાંકેતિક શબ્દ બદલો અને વધારાની સૂચનાઓ માટે ચેડાં કરાયેલ એકાઉન્ટનો અમારો લેખ જુઓ. 

ઈમેલ મારફતે થતા ફિશિંગ વિશે વધુ માહિતી માટે નકલી X ઈમેલ્સ વિશે વાંચો.  



અમે તમારો સાંકેતિક શબ્દ પૂછવા માટે તમારો સંપર્ક કરીશું નહીં



X તમને ક્યારેય ઈમેલ, સીધા સંદેશ અથવા પ્રત્યુતરનાં માધ્યમથી તમારો સાંકેતિક શબ્દ પ્રદાન કરવા માટે કહેશે નહીં.

અમે તમને ક્યારેય કંઈક ડાઉનલોડ કરવા અથવા બિન-X વેબસાઈટ પર સાઈન-ઈન કરવા માટે કહીશું નહીં. ક્યારેય અમારા તરફથી હોવાનો દાવો કરતો હોય એવા કોઈ ઈમેલમાં રહેલ જોડાણને ખોલશો નહીં અથવા તેમાંથી કોઈપણ સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરશો નહીં; તે અમે નહીં હોઈએ.


જો અમને શંકા જાય કે તમારા એકાઉન્ટને ફિશ કે હૅક કરવામાં આવ્યું છે, તો અમે તમારા સાંકેતિક શબ્દને રીસેટ કરી શકીએ છીએ જેથી હૅકરને તમારા એકાઉન્ટનો દુરુપયોગ કરવાથી અટકાવી શકીએ. આ કિસ્સામાં, અમે તમને twitter.com સાંકેતિક શબ્દ રીસેટ કરવાની લિંક ઈમેલ કરીશું.


જો તમે તમારો સાંકેતિક શબ્દ ભૂલી જાઓ છો, તો તમે આ લિંકનાં માધ્યમથી તેને રીસેટ કરી શકો છો.

 

નવા અને શંકાસ્પદ લોગીનની ચેતવણીઓ

જો અમને શંકાસ્પદ લોગીન મળી આવે તો અથવા જ્યારે તમે કોઈ નવા ડિવાઇસ પરથી પહેલવહેલી વાર તમારા X એકાઉન્ટમાં લોગ ઈન કરો છો ત્યારે, અમે તમારા એકાઉન્ટ માટેની સુરક્ષાના વધારાના સ્તર રૂપે તમને X એપ્લિકેશનની અંદર અથવા ઈમેલનાં માધ્યમથી પુશ સૂચના મોકલીશું. માત્ર iOS અને એન્ડ્રોઈડ માટે X, X.com તથા મોબાઈલ વેબ મારફતે થતાં નવા લોગીન્સનાં પગલે જ લોગીનની ચેતવણીઓ મોકલવામાં આવે છે.

આ ચેતવણીઓ મારફતે, તમે એ વાતની ચકાસણી કરી શકો છો કે જે-તે ડિવાઇસથી લોગ ઈન કરનારા તમે જ હતા. જો જે-તે ડિવાઇસથી લોગ ઈન તમે કર્યું ન હતું, તો તમારે તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે સૂચનામાં આપેલા પગલાંને અનુસરવું જોઈએ, જેની શરૂઆત તમારા X સાંકેતિક શબ્દને તરત જ બદલીને કરી દેવી જોઈએ. કૃપા કરીને નોંધ લેશો કે સૂચનામાં યાદીબદ્ધ સ્થાન Xમાં પ્રવેશ કરવા માટે તમે ઉપયોગમાં લીધેલ IP સરનામા પરથી તારવેલું અંદાજિત સ્થાન હોય છે અને તમારા વાસ્તવિક સ્થાનથી તે અલગ હોઈ શકે છે.

નોંધ: જો તમે ગુપ્ત બ્રાઉઝર્સ અથવા જેમાં કુકીઝ અક્ષમ કરેલી હોય એવા બ્રાઉઝર્સ પરથી તમારા X એકાઉન્ટમાં લોગ ઈન કરો છો, તો તમને દરેક વખતે ચેતવણી પ્રાપ્ત થશે.

ઈમેલ સરનામા સંબંધી અપડેટની ચેતવણીઓ

જ્યારે પણ તમારા X એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ સરનામું બદલવામાં આવે છે ત્યારે, અમે તમારા એકાઉન્ટ પર રહેલ અગાઉ-ઉપયોગમાં લીધેલ ઈમેલ સરનામા પર ઈમેલ સૂચના મોકલીશું. તમારા એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યાની સ્થિતિમાં, આ ચેતવણીઓથી તમને તમારા એકાઉન્ટનું નિયંત્રણ ફરીથી મેળવવા માટે પગલાં લેવામાં મદદ મળશે.
 

X પર લિંક્સનું મૂલ્યાંકન કરવું

અનેક X વપરાશકારો જેને ટ્વીટ્સમાં શેર કરવાનું વધુ સરળ હોય એવી અનન્ય, ટૂંકી થયેલી લિંક બનાવવા માટે bit.ly અથવા TinyURL જેવા URL ટૂંકાવનારાનો ઉપયોગ કરીને લિંક્સ પોસ્ટ કરતા હોય છે. જોકે, URL ટૂંકાવનારા છેડે રહેલા ડોમેનને ઢાંકી દઈ શકે છે, જેનાથી એ લિંક ક્યાં જાય છે તે કહેવું મુશ્કેલ બને છે.

Chrome અને Firefox જેવા કેટલાક બ્રાઉઝર્સમાં મફત પ્લગ-ઇન્સ હોય છે કે જે તમને વિસ્તારિત URL બતાવશે, તે પણ તેના પર તમારે ક્લિક કરવાની જરૂર પડ્યા વિના:

સામાન્ય સ્થિતિમાં, કૃપા કરીને લિંક્સ પર ક્લિક કરતી વખતે સાવધાની રાખો. જો તમે કોઈ લિંક પર ક્લિક કરો અને અનપેક્ષિત રીતે પોતાને એવા પૃષ્ઠ પર લઈ જાઓ કે જે X લોગીન પૃષ્ઠના જેવું હોય, તો તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ દાખલ કરશો નહીં. તેને બદલે, X.com પર જાઓ અને સીધા જ X હોમપેજ પરથી લોગ ઈન કરો.
 

તમારા કમ્પ્યુટર અને બ્રાઉઝરને અપ-ટુ-ડેટ તથા વાઇરસ વિનાનું રાખો

તમારા બ્રાઉઝર અને ઓપરેટિંગ સિસ્ટમને સૌથી નવીનતમ સંસ્કરણો અને પૅચથી અપડેટ કરેલા રાખો—પૅચ, ઘણી વાર કોઈ ચોક્કસ સુરક્ષા જોખમોનું સમાધાન કરવા માટે રિલીઝ કરવામાં આવતા હોય છે. તમારા કમ્પ્યુટરને વાઇરસ, સ્પાયવેર અને એડવેર માટે પણ નિયમિત રીતે સ્કૅન કરવાની ખાતરી કરો.

જો તમે કોઈ સાર્વજનિક કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા હો, તો ખાતરી કરો કે જ્યારે તમારું કામ પૂર્ણ થઈ જાય ત્યારે તમે Xમાંથી સાઈન આઉટ કરી દો છો.

ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સને કાળજીપૂર્વક પસંદ કરો

X પ્લેટફોર્મ પર બાહ્ય વિકાસકર્તાઓ દ્વારા બનાવવામાં આવેલી એવી અનેક ત્રીજા પક્ષ માટેની એપ્લિકેશન્સ છે કે જેનો ઉપયોગ તમે તમારા X એકાઉન્ટ(એકાઉન્ટ્સ) વડે કરી શકો છો. જોકે, ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સને તમારા એકાઉન્ટનો પ્રવેશ આપવાની પહેલાં તમારે સાવધ રહેવું જોઈએ.

જો તમે કોઈ ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનને તમારા એકાઉન્ટનો પ્રવેશ આપવા માંગો છો, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે ફક્ત Xની OAuth પદ્ધતિનો ઉપયોગ કરીને જ તેમ કરો. OAuth એ એક સુરક્ષિત જોડાણ કરવાની પદ્ધતિ છે અને તેના માટે તમારે તમારું X વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ ત્રીજા-પક્ષને આપવાની જરૂર પડતી નથી. તમને જ્યારે તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ કોઈ એપ્લિકેશન કે વેબસાઈટ પર આપવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવે ત્યારે તમારે ખાસ કરીને સાવધ રહેવું જોઈએ, કારણ કે ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સને Oauthનાં માધ્યમથી તમારા એકાઉન્ટના પ્રવેશની મંજૂરી મેળવવા માટે તમારા વપરાશકારના નામ અને સાંકેતિક શબ્દની જરૂર હોતી નથી. જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ આપો છો, ત્યારે તેમની પાસે તમારા એકાઉન્ટનું સંપૂર્ણ નિયંત્રણ હોય છે અને તેઓ તમને તમારા એકાઉન્ટમાં પ્રવેશ કરવાથી અટકાવી શકે છે અથવા એવી ક્રિયાઓ કરી શકે છે કે જેના લીધે તમારા એકાઉન્ટને રદ બાતલ કરવામાં આવે. ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સનું જોડાણ કરવા અથવા તેને રદબાતલ કરવા વિશે જાણો.

જેની પાસે તમારા એકાઉન્ટનો પ્રવેશ હોય એવી ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સની તમે સમય-સમય પર સમીક્ષા કરો એવું અમે સૂચવીએ છીએ. તમે તમારી એકાઉન્ટ સેટિંગ્સમાં એપ્લિકેશન્સ ટેબની મુલાકાત લઈને જેને તમે ઓળખતા ન હો અથવા જે તમારા વતી ટ્વીટ કરી રહી હોય એવી એપ્લિકેશન્સ માટે પ્રવેશને રદ કરી શકો છો.

આ લેખને શેર કરો