Twitterના નિયમો

Twitterનો ઉદ્દેશ્ય જાહેર વાર્તાલાપને સેવા આપવાનો છે. હિંસા, પજવણી અને અન્ય સમાન પ્રકારની વર્તણૂક લોકોને પોતાને વ્યક્ત કરવા માટે હતોત્સાહિત કરે છે અને છેવટે વૈશ્વિક જાહેર વાર્તાલાપનું મૂલ્ય ઘટાડે છે. બધા લોકો જાહેર વાર્તાલાપમાં મુક્તપણે અને સલામત રીતે ભાગ લઈ શકે છે કે નહીં તેની ખાતરી કરવા માટે અમારા નિયમો છે.
 

સલામતી


હિંસા:
તમે કોઈ વ્યક્તિ અથવા લોકોના સમૂહ વિરુદ્ધ હિંસાની ધમકી આપી શકતા નથી. અમે હિંસાની મહત્તા વધારવાને પણ પ્રતિબંધિત કરીએ છીએ. અમારી હિંસક ધમકી અને હિંસાની મહત્તા વધારવાની નીતિઓ વિશે વધુ જાણો. 

આતંકવાદ/હિંસક ઉગ્રવાદ: તમે આતંકવાદ અથવા હિંસક ઉગ્રવાદને ધમકી આપી શકતા નથી અથવા તેનો પ્રચાર કરી શકતા નથી. વધુ જાણો.

બાળ જાતીય શોષણ: Twitter પર બાળ જાતીય શોષણ માટે અમારી પાસે શૂન્ય સહનશીલતા છે. વધુ જાણો.

દુરૂપયોગ/પજવણી: કોઈ વ્યક્તિની લક્ષિત પજવણી કરવામાં અથવા અન્ય લોકોને આમ કરવા માટે ઉત્તેજન આપવામાં તમે જોડાઈ શકશો નહીં. કોઈ વ્યક્તિને શારીરિક હાનિ થાય તેવી ઈચ્છા અથવા આશા કરવી આમાં સામેલ છે. વધુ જાણો.

દ્વેષપૂર્ણ આચરણ: તમે જાતિ, વંશીયતા, રાષ્ટ્રીય મૂળ, જ્ઞાતિ, જાતીય અભિગમ, લિંગ, લિંગ ઓળખ, ધાર્મિક જોડાણ, ઉંમર, અપંગતા અથવા ગંભીર રોગના આધારે હિંસાને પ્રોત્સાહન, ધમકી આપી શકતા નથી અથવા અન્ય લોકોની પજવણી કરી શકતા નથી. વધુ જાણો

આત્મહત્યા અથવા સ્વ-હાનિ: તમે આત્મહત્યા અથવા સ્વ-હાનિનો પ્રચાર કરી શકતા નથી અથવા પ્રોત્સાહન આપી શકતા નથી. વધુ જાણો.

ગ્રાફિક હિંસા અને વયસ્ક સામગ્રી સહિત સંવેદનશીલ મીડિયા: તમે વધુ પડતા આક્રમક મીડિયાને પોસ્ટ કરી શકતા નથી અથવા લાઈવ વિડિયો અથવા પ્રોફાઈલ અથવા હેડર છબીઓમાં સામેલ હિંસક અથવા વયસ્ક સામગ્રી શેર કરી શકતા નથી. જાતીય હિંસા અને/અથવા હુમલો દર્શાવતા મીડિયાને પણ મંજૂરી નથી. વધુ જાણો

ગેરકાયદે અથવા ચોક્કસ નિયમન કરેલ સામાન અથવા સેવાઓ: તમે કોઈપણ ગેરકાયદે ઉદ્દેશ્ય અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે અમારી સેવાનો ઉપયોગ કરી શકતા નથી. આમાં ગેરકાયદેસર સામાન અથવા સેવાઓ તેમજ કેટલાક ચોક્કસ પ્રકારનાં નિયમન કરેલ સામાન અથવા સેવાઓનાં વ્યવહારોનું વેંચાણ, ખરીદ અથવા સુલભતાનો સમાવેશ થાય છે. વધુ જાણો.

ગોપનીયતા


અંગત માહિતી:
તમે અન્ય લોકોની સ્પષ્ટ અધિકૃતતા અને પરવાનગી વગર તેમની (ઘરનો ફોન નંબર અને સરનામું જેવી) અંગત માહિતી પ્રકાશિત અથવા પોસ્ટ કરી શકતા નથી. અમે અંગત માહિતી જાહેર કરવાની ધમકી આપવાનું અથવા અન્ય લોકોને આમ કરવા માટે પ્રોત્સાહન આપવાનું પણ પ્રતિબંધિત કરીએ છીએ. વધુ જાણો.

બિન-સહિયારી નગ્નતા: તમે કોઈપણ વ્યક્તિની સંમતિ વગર બનાવેલ અથવા વિતરિત કરેલ તેમના ખાનગી ફોટા અથવા વિડિયો પોસ્ટ અથવા શેર કરી શકતા નથી. વધુ જાણો.
 

પ્રમાણિતતા


પ્લેટફોર્મ હેરફેર અને બિનજરૂરી:
તમે Twitterની સેવાઓનો ઉપયોગ એ રીતે કરી શકતા નથી કે જેનો હેતુ માહિતીને કૃત્રિમ રીતે વિસ્તૃત કરવા અથવા દબાવવા માટે અથવા Twitter પર લોકોના અનુભવમાં ચાલાકી અથવા વિક્ષેપિત કરતી વર્તણૂકમાં સહભાગી થવાનો હોય. વધુ જાણો.

નાગરિક અખંડિતતા: તમે ચુંટણીઓ અથવા અન્ય નાગરિક પ્રક્રિયાઓમાં હેરફેર અથવા દખલ કરવાના હેતુસર Twitterની સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. સહભાગિતાને દબાવી શકે અથવા લોકોને ક્યારે, ક્યાં અથવા કેવી રીતે નાગરિક પ્રક્રિયામાં સહભાગી થવું તે વિશે ગેરમાર્ગે દોરી શકે તેવી સામગ્રી પોસ્ટ અથવા શેર કરવાનું આમાં સામેલ છે. વધુ જાણો.

અન્યનો સ્વાંગ તમે અન્યોને ગેરમાર્ગે દોરવા, ગુંચવવા અથવા છેતરવાના હેતુસર કોઈપણ વ્યક્તિ, સમૂહ અથવા સંગઠનનો સ્વાંગ કરી શકતા નથી. વધુ જાણો.

કૃત્રિમ અને નિયંત્રિત મીડિયા: તમે કપટથી કૃત્રિમ અથવા નિયંત્રિત મીડિયા શેર કરી શકતા નથી જેનાથી નુકસાન થવાની સંભાવના હોય. આ ઉપરાંત, અમે કૃત્રિમ અને નિયંત્રિત મીડિયા સમાવતી ટ્વીટ્સને લેબલ કરી શકીએ છીએ જેથી લોકોને તેમની પ્રમાણિતતા સમજવામાં મદદ મળે અને વધારાના સંદર્ભ પ્રદાન કરી શકાય. વધુ જાણો.

કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક: તમે કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક સહિત અન્યોના બૌદ્ધિક સંપદા હકોનું ઉલ્લંઘન કરી શકતા નથી. અમારી ટ્રેડમાર્ક નીતિ અને કૉપિરાઇટ નીતિ વિશે વધુ જાણો.
 

અમલીકરણ અને અપીલો


આ નિયમોનું ઉલ્લંઘન કરવાના અથવા અમલીકરણ અટકાવવાનો પ્રયાસ કરવાના સંભવિત પરિણામો તેમજ અપીલ કરવાની રીત સહિત અમલમાં મૂકવાના અમારા અભિગમ વિશે વધુ જાણો.
 

વિડિયો સામગ્રીમાં ત્રીજા-પક્ષની જાહેરાત


જેમાં પ્રિ-રોલ વિડિયો જાહેરાતો અથવા પ્રાયોજન ગ્રાફિક્સ જેવી ત્રીજા-પક્ષની જાહેરાત હોય તેવી કોઈપણ વિડિયો સામગ્રી અમારી પૂર્વ સંમતિ વગર તમે અમારી સેવાઓ પર અથવા તેના દ્વારા દાખલ કરી શકો, પોસ્ટ કરી શકો અથવા પ્રદર્શિત કરી શકો નહીં.

નોંધ: એક સ્વાસ્થ્યપ્રદ જાહેર વાર્તાલાપને પ્રોત્સાહન આપવાના અમારા લક્ષ્યને સમર્થિત કરવા માટે અમને આ નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. સૌથી તાજેતરનું સંસ્કરણ અહીં હંમેશા ઉપલબ્ધ હોય છે https://twitter.com/rules.

આ લેખને શેર કરો