goglobalwithtwitterbanner

Twitter મોમેન્ટસ માર્ગદર્શિકાઓ અને સિદ્ધાંતો

એક દિવસની લાખો ટ્વીટ્સમાંથી, મોમેન્ટસ, Twitter પર જે થઈ રહ્યું છે તેમાંથી શ્રેષ્ઠ બાબતોને અલગ તારવે છે. મોમેન્ટસ દ્વારા, લાખો લોકો - વિરોધના કેન્દ્રમાં, ઓસ્કારમાં આગળની હારમાં, વિશ્વ કપના ક્ષેત્રમાં અથવા બાહ્ય અવકાશમાંથી Twitterની શક્તિનો આનંદ માણી શકે છે. તમે Twitter પર જે જુઓ છો તે દુનિયામાં જે થઈ રહ્યું છે તે છે.

જેનું અનુસરણ કરવામાં આવે છે તે એક Twitter ક્યુરેશન ટીમ તરીકે અમારી દ્વારા અનુસરવામાં આવતા મોમેન્ટસ બનાવવા અને પસંદ કરવા માટેના ધોરણો અને માર્ગદર્શિકાઓ છે.

મોમેન્ટસ ક્યુરેશન નીતિ

મોમેન્ટસ લોકોને Twitter પર મહત્વની સામગ્રી શોધવામાં સહાય કરવા માટે રચાયેલ છે. અમારા પોતાના curatorએ અસલ સામગ્રીના જાણકર્તા અથવા નિર્માતાઓ તરીકે કાર્ય કરતા નથી; તેના બદલે, તેઓ Twitter પર પહેલાંથી જ મોજૂદ હોય એવી આકર્ષક સામગ્રીને સરળ અને વપરાશ-માટે-સહેલી રીતે ગોઠવે છે અને પ્રસ્તુત કરે છે.

આ વૈશ્વિક માર્ગદર્શિકાઓ, સામગ્રીના ગ્રાહકો અને મોમેન્ટસમાં જેમની સામગ્રી દર્શાવવામાં આવી છે તે લોકો, બંને માટે સંભવિત શ્રેષ્ઠ અનુભવ બનાવવા માટે લાગતી વસ્તુઓ સ્પષ્ટ કરવા માટે રચાયેલ છે.

શ્રેષ્ઠ મોમેન્ટસ બનાવવા

મોમેન્ટસ Twitter પર નોંધપાત્ર સામગ્રી હાઇલાઇટ કરવા માટે રચાયેલ છે. તેઓએ વ્યાપક પ્રેક્ષકોને અપીલ કરવી જોઈએ અને સામગ્રી Twitter સમુદાયના તમામ ભાગો માટે યોગ્ય હોવી જોઈએ.

કેટલીકવાર મોમેન્ટસ, વિશ્વ સ્તરે અથવા મીડિયામાં જે સુસંગત હશે તે સામગ્રીની સમાન હશે; અન્ય સમયે, તે Twitter પરની અનન્ય સામગ્રીના આધારે બનાવવામાં આવશે. Twitter પર શું ચાલી રહ્યું છે તેના આધારે અમે મોમેન્ટસ પસંદ કરીશું, અથવા મીડિયા આઉટલેટ્સમાં દર્શાવવામાં આવેલી Twitter સામગ્રીના આધારે મોમેન્ટ્સ બનાવીશું. વિવાદાસ્પદ મુદ્દાઓને લગતા મોમેન્ટસ પસંદ કરતી વખતે, અમે મુખ્ય પ્રવાહના પ્રેસમાં મોટા સમાચાર હોય અથવા Twitter પર મોટા પ્રમાણમાં જાહેર વાર્તાલાપો હોય તેવા મુદ્દાઓને પસંદ કરીશું.

અમે એવા મોમેન્ટસ બનાવવાનું ટાળીએ છીએ જે ગોપનીયતા પર આક્રમણ કરી શકે છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી શકે છે, સગીરોનું શોષણ અથવા નુકસાન કરી શકે છે અથવા Twitter, ઇન્ક.ને વાર્તાનું ફોકસ બનાવી શકે છે.

અમે એકલ ત્રીજા-પક્ષ વેબસાઇટ પર એમ્બેડ કરેલી અથવા એકલ Twitter એકાઉન્ટમાંથી પુનટ્વીટ કરેલી ટ્વીટ્સના ક્યુરેટ કરેલા સંગ્રહ અથવા સેટ્સની નકલ કરતાં નથી.

શ્રેષ્ઠ ટ્વીટ્સ પસંદ કરવી

મોમેન્ટસ એ Twitter પરના લોકો દ્વારા બનાવવામાં આવેલ સામગ્રી દર્શાવવા વિશે હોય છે. જ્યારે અમે વ્યક્તિગત અભિપ્રાયોને મોમેન્ટસમાં સામેલ કરીશું ત્યારે અમે હંમેશાં તેમના પ્રત્યે વફાદાર રહીશું અને ગેરમાર્ગે દોરતી, ટ્વીટના મૂળ સંદર્ભને નોંધપાત્ર રીતે બદલતી અથવા સુરક્ષિત એકાઉન્ટ્સની સામગ્રી સમાવતી ટ્વીટ્સને અમે સામેલ કરીશું નહીં. અમે Twitter ના કર્મચારીઓ દ્વારા બનાવાયેલ સામગ્રી દર્શાવવાનું ટાળીશું.

પૂર્વગ્રહ, ચોકસાઈ, ધોરણો

મોમેન્ટસનો હેતુ આકર્ષક, મૂળ અને વૈવિધ્યસભર સામગ્રી દર્શાવવાનો હોય છે. મોમેન્ટમાં પ્રદર્શિત કરવા માટે સામગ્રી પસંદ કરતી વખતે, અમે ટ્વીટ, કોઈપણ મીડિયાની સામગ્રી અને પોસ્ટરના અવતાર અને વપરાશકારનું નામ ધ્યાનમાં લઈએ છીએ.

  • પૂર્વગ્રહ: વિવાદાસ્પદ મુદ્દાઓના આસપાસની ટ્વીટ્સ પસંદ કરતી વખતે અમે ડેટા સંચાલિત નિર્ણયનો ઉપયોગ કરીશું, અને Twitter પર પહેલેથી સૌથી વધુ જોડાયેલ ટ્વીટ્સને હાઇલાઇટ કરીશું. જાહેર ચર્ચાને પ્રતિબિંબિત કરતાં મુદ્દાઓ પર, શક્ય હોય ત્યાં અમે એવી ટ્વીટ્સ પસંદ કરીશું જે દલીલ અથવા વાર્તાની ઘણી બાજુઓને રજૂ કરતી હોય. Twitter curatorએ તેમના પોતાના અભિપ્રાયોને આગળ વધારવું ન જોઈએ, પરંતુ અમારા પ્લેટફોર્મ પર દેખાતી ચર્ચાને પ્રતિબિંબિત કરવું જોઈએ.
  • ચોકસાઈ: સમાચાર અથવા સમાચારોની સામગ્રી સાથે કામ કરતી વખતે, અમે સચોટ માહિતીને રજૂ કરતી હોય એવી ગુણવત્તાયુક્ત ટ્વીટ્સને હાઇલાઇટ કરવા માંગીએ છીએ. જો આપણને ખબર પડે કે આપણે જે સામગ્રી હાઇલાઇટ કરી છે તે અચોક્કસ છે, તો અમે દૃશ્યમાન સુધારા સાથે મોમેન્ટને અપડેટ કરીશું અને અપડેટ કરેલ ટ્વીટ જારી કરીશું. જૂજ કિસ્સાઓમાં, અમે મોમેન્ટ કાઢી નાખીશું અને પુનરાવર્તન પોસ્ટ કરીશું.
  • ધોરણો: નમ્રતા, હિંસા, નગ્નતા, અને અન્ય પ્રકારની સંભવિત સંવેદનશીલ સામગ્રીને ટાળવું જોઈએ સિવાય કે જ્યાં સમાચારપ્રદ વાર્તા કહેવાની જરૂર હોય. ગેરકાયદે વર્તનને પ્રોત્સાહન આપતી અથવા દર્શાવતી સામગ્રીને અમે સામેલ નહીં કરીએ. અમે વ્યક્તિઓને સ્પષ્ટ સૂચના આપીશું કે મોમેન્ટમાં સંભવિત રૂપે સંવેદનશીલ સામગ્રી સામેલ હોઈ શકે છે.

શૈલી માર્ગદર્શિકાઓ 

મોમેન્ટ એ ટ્વીટ્સનો એક સંગ્રહ છે, જેમ કે ટ્વીટ્સ પોતે, સર્જનાત્મક વાર્તાઓ કહેતી, અવાજની વિવિધ શ્રેણીનો, મીડિયાની વિશાળ શ્રેણીનો ઉપયોગ કરતી અને જે સંપૂર્ણ અને આકર્ષક વાર્તા કહેવા માટે પ્રગટ થતી એક લવચીક રીત છે. શ્રેષ્ઠ મોમેન્ટસમાં પરિદૃશ્ય અથવા સ્રોતમાંથી સીધી આવતી અને Twitter દ્વારા સક્ષમ કરવામાં આવતી અનન્ય સામગ્રી પર મૂડીકરણ કરવા માટે દ્રષ્ટિકોણ, સમયસરતા અથવા અવાજને પ્રતિબિંબિત કરતી ટ્વીટ્સ સામેલ હોય છે.

મોમેન્ટસ બનાવવા માટેની કેટલીક બાબતો અહીં આપેલ છે:

  • દરેક મોમેન્ટએ Twitter પર અનન્ય હોય એવી માહિતી અથવા કોણ પૂરો પાડવો જોઈએ.
  • દરેક મોમેન્ટએ તેને શેર કરવા માટે દર્શકોને પ્રોત્સાહિત કરવું જોઈએ.
  • દરેક મોમેન્ટ સમયસર હોવો જોઈએ.
  • દરેક મોમેન્ટએ એક વાર્તાના લોકો, અભિપ્રાયો અને દ્રષ્ટિકોણોને હાઇલાઇટ કરવા જોઈએ.

Twitter ક્યુરેશન ટીમ દ્વારા બનાવવામાં આવેલ કેટલાંક મોમેન્ટસમાં શીર્ષકની નીચે અથવા ટ્વીટ્સ વચ્ચે વધારાનું ટેક્સ્ટ સામેલ હોઈ શકે છે. આ ટેક્સ્ટ મોમેન્ટમાં સંદર્ભ ઉમેરવા માટે અને કદાચ મોમેન્ટની ટ્વીટ્સનો અનુવાદ અથવા આ ટ્વીટ્સમાંથી સામગ્રીનું પુનરાવર્તન કરવા માટે હોઈ શકે છે. જો આ વધારાનું ટેક્સ્ટ મોમેન્ટની ટ્વીટમાંથી લેવામાં ન આવ્યું હોય, તો તેના સ્રોત માટે તે સહેલાઈથી ચકાસવા યોગ્ય અથવા જવાબદાર હોવું જોઈએ.

રુચિના વિવાદો ટાળવા

અમારી મોમેન્ટસ ક્યુરેશન ટીમ આવક, વપરાશકાર વૃદ્ધિ અથવા Twitterના ભાગીદાર સંબંધોને સંચાલિત કરવા માટે જવાબદાર નથી. અમે મોમેન્ટસમાં ટ્વીટ્સ બતાવીશું અને વિજ્ઞાપકો, ભાગીદારો અથવા Twitterના વ્યાવસાયિક હિતોને લાભ કરાવવા માટે નહીં, અમારા પ્રેક્ષકોને શ્રેષ્ઠ સેવા આપી શકે તેના આધારે મોમેન્ટ્સ પસંદ કરીશું. ક્યુરેશન ટીમ સામાન્ય રીતે એવા મોમેન્ટસ બનાવવાનું ટાળશે જે આપણા પોતાના ઉદ્યોગ, આપણી કંપની અથવા આપણા સ્પર્ધકોને આવરી લે છે. જો કે, જો Twitter અથવા તેના સ્પર્ધકો પ્લેટફોર્મ પરની વાર્તાલાપનો એક મહત્વપૂર્ણ ભાગ બની જાય (ઉદાહરણ તરીકે, જો સમસ્યા કોઈ વર્તમાનપ્રવાહનો વિષયબની જાય), તો અમારી ક્યુરેશન ટીમ, ઉપલબ્ધ હોય ત્યાં કંપની તરફથી એક પ્રતિભાવ સહિત વાર્તાલાપનો એક વાસ્તવિક સારાંશ ક્યુરેટ કરી શકે છે.

વ્યક્તિઓ અને Twitter ભાગીદારો દ્વારા બનાવવામાં આવેલ મોમેન્ટસ

અમે વ્યક્તિઓ અને ભાગીદારોને મોમેન્ટસને ક્યુરેટ કરવાની મંજૂરી આપીએ છીએ, અને તે મોમેન્ટ્સને મોમેન્ટ્સ ટેબ (twitter.com) અને એક્સપ્લોર ટેબ (iOS અને Android માટે Twitter)માં દર્શાવી શકીએ છીએ. તેને દર્શાવતા પહેલા અમે દરેક મોમેન્ટની સમીક્ષા કરીએ છીએ, અને મોમેન્ટ્સ ટેબ અને એક્સપ્લોર ટેબમાં દર્શાવેલ અથવા મોમેન્ટસ એકાઉન્ટમાંનો કોઈપણ મોમેન્ટ આ નીતિમાં દર્શાવેલ સમગ્ર ક્યુરેટોરીયલ ધોરણો પૂરા કરે છે કે નહીં તેની ખાતરી કરીશું. અમે મોમેન્ટ ક્યુરેટ કરનાર વ્યક્તિ પણ હંમેશાં સ્પષ્ટપણે સૂચવીશું.

Twitterના ભાગીદારો દ્વારા બનાવવામાં આવેલા કેટલાંક મોમેન્ટસ ત્રીજા-પક્ષ દ્વારા પ્રાયોજિત હોઈ શકે છે. મોમેન્ટસ અને એક્સપ્લોર ટેબમાં સામેલ કરવા માટે ભાગીદાર મોમેન્ટસ પસંદ કરતી વખતે અમે આ પ્રાયોજકોને ધ્યાનમાં લેતા નથી. પ્રાયોજિત ભાગીદાર મોમેન્ટ્સ સહિત તમામ મોમેન્ટ્સએ, અમારા સમગ્ર ક્યુરેટોરીયલ ધોરણોનું પૂર્ણપણે પાલન કરવું જોઈએ.

આ લેખ બુકમાર્ક કરો અથવા શેર કરો

શું આ લેખ મદદરૂપ હતો?

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે મદદ કરી શક્યા તેની અમને ખરેખર ખુશી છે!

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે કેવી રીતે આ લેખ સુધારી શકીએ છીએ?

પ્રતિભાવ બદલ આપનો આભાર. તમારી ટિપ્પણીઓ ભવિષ્યમાં અમારા લેખમાં સુધારો લાવવા માટે અમને મદદરૂપ થશે.