કાયદાના અમલીકરણ માટે માર્ગદર્શિકાઓ

આ માર્ગદર્શિકાઓ કાયદાના અમલીકરણ અધિકારીઓ દ્વારા Twitter એકાઉન્ટ્સ વિશે માંગવામાં આવતી માહિતીના ઉદ્દેશ્યથી છે. Twitter પર સામગ્રી જાળવી રાખવા માટેની વિનંતીઓ સંબંધિત માહિતી ઉપલબ્ધ છે. વધુ સામાન્ય માહિતી અમારી ગોપનીયતા નીતિ, સેવાની શરતો અને Twitterના નિયમોમાં ઉપલબ્ધ છે.   

 

આવરી લીધેલા મુદ્દાઃ

 

Twitter શું છે?


Twitter એ વાસ્તવિક સમયની માહિતી આપતું વૈશ્વિક માહિતી નેટવર્ક છે જે વપરાશકારોને જાહેર વાર્તાલાપને સેવા આપવા માટે વિચારો અને માહિતીઓ ત્વરિત તૈયાર કરવા અને શેર કરવાની મંજૂરી આપે છે. Twitter એ છે જે વિશ્વમાં થઈ રહ્યું છે અને અત્યારે લોકો શું વાત કરી રહ્યા છે તે વિશે છે જ્યારે તે થાય છે, તે Twitter પર થાય છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને about.twitter.comની મુલાકાત લો. Twitterની સુવિધાઓ અને કામગીરી વિશે અદ્યતન વિગતો માટે કૃપા કરીને અમારા સહાયતા કેન્દ્રની મુલાકાત લો.
 

 

એકાઉન્ટ માહિતીની વિનંતીઓ

 

Twitter પાસે કઈ એકાઉન્ટ માહિતી હોય છે?


Twitter એકાઉન્ટ પ્રોફાઈલમાં ઘણીવાર પ્રોફાઈલ ફોટો, શીર્ષક ફોટો, બેકગ્રાઉન્ડ છબી અને ટ્વીટ્સ તરીકે ઓળખાતા સ્ટેટસ અપડેટ્સ શામેલ હોય છે. વધુમાં, એકાઉન્ટ ધારક પાસે સ્થાન (ઉદા., સાનફ્રાન્સિસ્કો), URL (ઉદા., twitter.com) અને તેમની જાહેર પ્રોફાઈલ પર પ્રદર્શિત કરવા માટે એકાઉન્ટ વિશે ટૂંકા "વ્યક્તિગત વર્ણન" વિભાગનો વિકલ્પ હોય છે. અમે દરેક માટે મજબૂત ગોપનીયતા નિયંત્રણો પ્રદાન કરીએ છીએ. વપરાશકારો વિશે અને તેમની પાસેથી અમે જે ડેટા એકત્ર કરીએ છીએ તેના વિશે વધુ માહિતી માટે કૃપા કરીને અમારી ગોપનીયતા નીતિ જુઓ.

 

શું Twitter પાસે વપરાશકાર દ્વારા જનરેટ કરાયેલા ફોટા અથવા વિડિયોનો પ્રવેશ છે?


Twitter કેટલીક છબીના અપલોડ્સ (ઉદા., pic.twitter.com છબીઓ) માટે ફોટો હોસ્ટિંગ પૂરાં પાડે છે તેમજ Twitter એકાઉન્ટ પ્રોફાઈલ ફોટા અને શીર્ષક ફોટા પૂરાં પાડે છે. જોકે, Twitter એ છબીઓ માટે એકમાત્ર ફોટો પ્રદાતા નથી જે છબીઓ Twitter મંચ પર જોવા મળે છે. Twitter પર ફોટા પોસ્ટ કરવા વિશે વધુ માહિતી.

Twitter કેટલાક Twitter પર અપલોડ કરેલા વિડિયો (ઉદા., pic.twitter.com વિડિયો) માટે તેમજ Periscope પર પોસ્ટ કરેલા વિડિયો માટે વિડિયો હોસ્ટિંગ પૂરાં પાડે છે. કૃપા કરીને નોંધી લેશો કે Twitter એ વિડિયો માટે એકમાત્ર પ્રદાતા નથી જે વિડિયો Twitter મંચ પર જોવા મળે છે.

Twitter પર સીધા સંદેશામાં શેર કરેલી લિંક્સ સહિત શેર કરેલી બધી લિંક્સ, આપોઆપ https://t.co લિંક પર પ્રક્રિયા થઈ જશે અને ટૂંકી કરી દેવાશે. તમે જ્યારે https://t.co લિંક જુઓ, ત્યારે એવું સૂચિત નથી થતું કે વિડિયો અથવા છબી Twitter દ્વારા હોસ્ટ કરેલ છે.

 

Periscope શું છે?

Periscope એ સ્વતંત્ર મોબાઈલ સેવા છે જે વપરાશકારને વાસ્તવિક સમયમાં તેમના બ્રોડકાસ્ટ્સ વિડિયો બનાવવા અને શેર કરવાની મંજૂરી આપે છે. Periscope વપરાશકારો વિશે અને તેમની પાસેથી અમે જે ડેટા એકત્ર કરીએ છીએ તેના વિશે વધુ માહિતી માટે કૃપા કરીને Periscope ગોપનીયતા નિવેદન જુઓ, અને Periscope વિશે વધુ માહિતી માટે Periscope સહાયતા કેન્દ્રની મુલાકાત લો. વપરાશકારો અનરૂપ Twitter એકાઉન્ટ ધરાવ્યા વગર અથવા તે એકાઉન્ટનું જોડાણ કર્યા વગર Periscope એકાઉન્ટમાં સાઈન અપ કરી શકે છે.

Periscope વપરાશકારના નામનું સ્થાન કેવી રીતે શોધવું તેના વિશે અમારા સૂચનો વાંચો.

 

ડેટા જાળવણી માહિતી


Twitter

Twitter વિવિધ સમયગાળા માટે અને અમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિને સુસંગત વિભિન્ન પ્રકારની માહિતી જાળવી રાખે છે. Twitterના વાસ્તવિક સમયના પ્રકારના કારણે, કેટલીક માહિતી (ઉદા., IP લોગ) કદાચ ખૂબ ટૂંકા સમયગાળા માટે સંગ્રહિત થઈ શકે છે.

અમે સંગ્રહિત કરેલી કેટલીક માહિતી આપોઆપ એકત્રિત થાય છે, જ્યારે અન્ય માહિતી વપરાશકારની ઈચ્છાનુસાર પૂરી પાડવામાં આવે છે. અમે આ માહિતી સંગ્રહિત કરતા હોવા છતાં, અમે તેની ચોક્કસાઈની ખાતરી નથી આપી શકતા. ઉદાહરણ તરીકે, વપરાશકારે ખોટી અથવા અજ્ઞાત પ્રોફાઈલ બનાવી હોઈ શકે છે. Twitterને વાસ્તવિક નામના ઉપયોગ, ઈમેલ ચકાસણી અથવા ઓળખ પ્રમાણીકરણની જરૂર નથી. Twitterની જાળવણી નીતિઓ વિશે વધુ માહિતી અમારી ગોપનીયતા નીતિમાં મળી શકે છે.

નોંધ: એકવાર એકાઉન્ટ નિષ્ક્રિય થઈ ગયા પછી, ખૂબ ટૂંકા સમયગાળામાં અમે ટ્વીટ્સ સહિતની એકાઉન્ટની માહિતીનો પ્રવેશ મેળવવા માટે સમર્થ હોઈએ છીએ. નિષ્ક્રિય કરેલા એકાઉન્ટ્સ વિશે વધુ માહિતી અહીં ઉપલબ્ધ છે. એકાઉન્ટ ધારક દ્વારા દૂર કરાયેલી સામગ્રી (ઉદા., ટ્વીટ્સ) સામાન્યપણે ઉપલબ્ધ હોતી નથી.
 

Periscope

Periscope વિવિધ સમયગાળા માટે વિભિન્ન પ્રકારની માહિતી જાળવી રાખે છે. બ્રૉડકાસ્ટ્સ અને બ્રૉડકાસ્ટની માહિતી કદાચ ખૂબ ટૂંકા સમયગાળા માટે સંગ્રહિત થઈ શકે છે. બ્રૉડકાસ્ટ્સની ઉપલબ્ધતા વિશેની માહિતી Periscope સહાયતા કેન્દ્રમાં મળી શકે છે અમારી જાળવણી નીતિઓ વિશે વધુ માહિતી Periscopeની ગોપનીયતા નીતિમાં મળી શકે છે.

 

ડેટા નિયંત્રક


જે લોકો યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપિયન યુનિયન અથવા યુરોપિયન ઇકોનોમિક વિસ્તારની બહાર અન્ય કોઈ દેશમાં રહે છે, તેમના માટે વ્યક્તિગત ડેટા માટે જવાબદાર ડેટા નિયંત્રક Twitter, ઇન્ક છે જે સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા સ્થિત છે. યુરોપિયન યુનિયન અથવા યુરોપિયન ઇકોનોમિક વિસ્તારમાં રહેતા લોકો માટે ડેટા નિયંત્રક આયર્લેન્ડના ડબલિન સ્થિત Twitter આંતરરાષ્ટ્રીય કંપની છે.

 

જાળવણીની વિનંતીઓ


જ્યાં કાનૂની રીતે યોગ્ય હશે, એવા રેકોર્ડ્સ કે જેમાં સંભવિતપણે કાયદાકીય પ્રક્રિયાઓમાં સંબંધિત પુરાવા હોય તેને સાચવવા માટે અમે કાયદાના અમલીકરણ વિભાગ પાસેથી મળતી વિનંતીઓ સ્વીકારીએ છીએ. માન્ય કાયદાકીય પ્રક્રિયાઓની પડતર સેવાઓ માટે 90 દિવસ સુધી સંબંધિત એકાઉન્ટ રેકોર્ડ્સનો હંગામી સ્નેપશૉટ અમે જાળવીશું, પરંતુ જાહેર નહીં કરીએ. 

લાગુ પડતા કાયદા અનુસાર જાળવણીની વિનંતીઓ, આવી હોવી જોઈએઃ

 • વિનંતી કરતા અધિકારી દ્વારા સહી કરેલી હોવી જોઈએ;
 • માન્ય સત્તાવાર ઈમેલ સરનામું લેખલું હોવું જોઈએ;
 • કાયદાના અમલીકરણના લેટરહેડ પર બિન-સંપાદન ફોર્મેટમાં મોકલેલ હોવી જોઈએ;
 • તેમાં @વપરાશકારનું નામ અને Twitter પ્રોફાઈલ વિષયવ્યક્તિનું URL (ઉદા.https://twitter.com/twittersafety (@twittersafety), અને/અથવા Twitter એકાઉન્ટનો અનન્ય, જાહેર વપરાશકાર ઓળખ નંબર અથવા (UID) અથવા Periscope વપરાશકારનું નામ અને URL (ઉદા., @twittersafety અને https://periscope.tv/twittersafety) શામેલ હોવું જોઈએ. Twitter UIDનું સ્થાન શોધવા માટે અહીં જુઓ અથવા Periscope વપરાશકારના નામનું સ્થાન શોધવા માટે અહીં જુઓ.
   

અમે જાળવણીની અરજીઓના વિસ્તરણ માટેની અરજીઓને માન આપી શકીએ છીએ, પરંતુ સમયસર અને કાયદેસર રીતે યોગ્ય ચેનલો દ્વારા રેકોર્ડ મેળવવા માટે કાયદાના અમલીકરણની એજન્સીઓને પ્રોત્સાહિત કરીએ છીએ, કારણ કે અમે ખાતરી આપી શકાત નથી કે વિનંતી કરેલી માહિતી ઉપલબ્ધ રહેશે.

જો તમે જાળવણી વિસ્તરણ વિનંતી સબમિટ કરશો, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે તેને જાળવણી સમયગાળાના અંત પહેલાં ઓછામાં ઓછા એક અઠવાડિયા (7 દિવસ) સબમિટ કરો, જેથી પૂરતા પ્રક્રિયા સમય માટે મંજૂરી આપી શકાય.

વપરાશકારની માહિતી માટે કાયદાના અમલીકરણ અને સરકારી જાળવણી વિનંતીઓ અમારી કાયદાકીય વિનંતી સબમિશન કરવાની સાઈટ (t.co/lr અથવા http://legalrequests.twitter.com) દ્વારા સબમિટ કરી શકાય છે. કૃપા કરીને અલગ વિનંતી તરીકે જાળવણી વિસ્તરણો સબમિટ કરો. તમે વધુ સૂચનાઓ નીચે શોધી શકો છો.

 

Twitter એકાઉન્ટ માહિતી માટે વિનંતીઓ


કાયદાના અમલીકરણ વિભાગ દ્વારા વપરાશકારના એકાઉન્ટની માહિતી માટે વિનંતી કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો સ્થિત Twitter, ઇન્ક દ્વારા અથવા આયર્લેન્ડમાં ડબલીન સ્થિત Twitter આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા નિર્દેશિત હોવી જોઈએ. Twitter લાગુ પડતા કાયદાના અનુપાલનમાં જારી કરેલ માન્ય કાયદાકીય પ્રક્રિયાને પ્રતિભાવ આપે છે.

 

અંગત માહિતી માટે અદાલતી ફરમાન અથવા કોર્ટનો આદેશ જરૂરી છે

Twitter વપરાશકારો વિશેની બિન-જાહેર માહિતી કાયદાના અમલીકરણ વિભાગને જાહેર કરવામાં આવશે નહીં સિવાય કે અદાલતી ફરમાન, કોર્ટનો આદેશ, અન્ય માન્ય કાયદાકીય પ્રક્રિયા જેવી યોગ્ય કાયદાકીય પ્રક્રિયાના પ્રતિભાવમાં અથવા નીચે વર્ણન કર્યા અનુસાર માન્ય ઈમરજન્સી વિનંતીના પ્રતિભાવમાં.

 

સંચારની સામગ્રીઓ માટે સર્ચ વૉરંટ હોવું જરૂરી છે

કમ્યુનિકેશન્સની સામગ્રીની વિનંતીઓ (ઉદા., ટ્વીટ્સ, સીધા સંદેશા, ફોટામાં) માન્ય સર્ચ વૉરંટ અથવા Twitter પર યોગ્ય અધિકારક્ષેત્ર સાથેની એજન્સી તરફથી તેને સમકક્ષ પત્ર હોવો જરૂરી છે.

 

શું Twitter એકાઉન્ટની માહિતી માટેની વિનંતીઓ અંગે વપરાશકારોને સૂચના આપશે?

હા. પારદર્શિતા અને યોગ્ય પ્રક્રિયાના હેતુઓ માટે, Twitterની નીતિ તેમના Twitter અથવા Periscope એકાઉન્ટની માહિતી માટે અરજીઓ વિશે વપરાશકારો (દા.ત. ખાતાની માહિતી જાહેર કરતા પહેલા) ને સૂચિત કરવાની છે, જેમાં વિનંતીની નકલ પણ સામેલ છે, સિવાય કેે અમે પ્રતિબંધિત ના હોઈએ (ઉદા., 18 U.S.C. § 2705(b)હેઠળ આદેશ) ત્યાં સુધી કરાશે. અમે પૂછીએ છીએ કે કોઈપણ બિન-એકરાર જોગવાઈમાં કોઈ ચોક્કસ સમયગાળો શામેલ છે (ઉદા., 90 દિવસ) જેમાં Twitter વપરાશકારોને સૂચિત કરવાથી પ્રતિબંધિત છે. અમારી વપરાશકાર નોટિસ નીતિમાં અપવાદોમાં અતિશય અથવા પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સમાવેશ થઈ શકે છે, જેમ કે જીવન પ્રત્યેના તાકીદના જોખમો, બાળ જાતીય શોષણ અથવા આતંકવાદ વિશેની કટોકટી.

 

એકાઉન્ટની માહિતીની વિનંતીઓમાં કઈ વિગતો શામેલ કરેલી હોવી આવશ્યક છે?

લાગુ કાયદા અનુસાર વપરાશકારના એકાઉન્ટની માહિતી માટેની અરજીઓમાં, નીચેની માહિતી શામેલ કરવી આવશ્યક છેઃ

 • જેની સામે પ્રશ્ન ઉઠાવાયો હોય તે વિષયવ્યક્તિના Twitter એકાઉન્ટના Twitter @વપરાશકારનું નામ અને URL (ઉદા., https://twitter.com/twittersafety (@twittersafety) અથવા એકાઉન્ટનો અનન્ય, જાહેર વપરાશકાર ઓળખ નંબર અથવા UID શામેલ કરો;
 • અને/અથવા માન્ય Periscope વપરાશકારનું નામ અને URL (ઉદા., @twittersafety અને https://periscope.tv/twittersafety) શામેલ કરો.  Periscope વપરાશકારના નામનું સ્થાન શોધવાવિશે સૂચનો અહીં શોધો;
 • કઈ ચોક્કસ માહિતીની વિનંતી કરવામાં આવી છે (ઉદા., મૂળભૂત સબસ્ક્રાઈબર માહિતી) તેની અને તમારી તપાસ સાથે તેના સંબંધ વિશે વિગતો આપો;
  • નોંધ: કૃપા કરીને ખાતરી કરો કે તમે માંગી રહ્યા છો તે માહિતી જાહેરમાં ઉપલબ્ધ નથી (ઉદા., એવી ટ્વીટ્સ જે સુરક્ષિત નથી). અમે અતિ વ્યાપક અથવા અસ્પષ્ટ વિનંતીઓ પર પ્રક્રિયા કરવામાં અસમર્થ છીએ.
 •  માન્ય સત્તાવાર ઈમેલ સરનામું (ઉદા., name@agency.gov) શામેલ કરો જેથી અમે તમારી કાયદાકીય પ્રક્રિયા મળ્યા પછી તમારો સંપર્ક કરી શકીએ;
 • કાયદા અમલીકરણ લેટરહેડ પર જારી કરવામાં આવશે.
   

વપરાશકારની માહિતી માટે કાયદાના અમલીકરણ અને સરકારી વિનંતીઓ અમારી કાયદાકીય વિનંતી સબમિશનની સાઈટ (https://t.co/lr અથવા https://legalrequests.twitter.com) દ્વારા સબમિટ કરી શકાય છે. તમે વધુ સૂચનાઓ નીચે શોધી શકો છો.

 

રેકોર્ડ્સની રજૂઆત

જ્યાં સુધી અન્યથા સંમત ન થાય ત્યાં સુધી, અમે પ્રતિભાવક રેકોર્ડ્સ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં (ઉદા., કોઈપણ વર્ડ પ્રોસેસિંગ સૉફ્ટવેર જેમ કે વર્ડ અથવા ટેક્સ્ટએડિટમાં ખોલી શકાય તેવી ટેક્સ્ટ ફાઈલો) પૂરા પાડીએ છીએ.

 

રેકોર્ડ્સનું પ્રમાણીકરણ

વધુમાં, રેકોર્ડ રજૂ કરતી વખતે તેની અખંડિતતાની ખાતરી કરવા માટે તે ઇલેક્ટ્રોનિક રૂપે સહી કરેલા હોય છે. જો તમારે એકરારની જરૂર હોય, તો કૃપા કરીને તમારી સબમિશનમાં સૂચિત કરો.

 

ખર્ચ ભરપાઈ

Twitter કાયદાકીય પ્રક્રિયા અનુસાર અને કાયદા દ્વારા મંજૂરી (ઉદા. 18 U.S.C. §2706 હેઠળ) અનુસાર રજૂ કરેલી માહિતી સાથે સંકળાયેલ ખર્ચ માટે ભરપાઈની માંગણી કરી શકે છે.

 

ઈમરજન્સી એકરાર વિનંતીઓ


અમારી ગોપનીયતા નીતિ પ્રમાણે, માન્ય ઈમરજન્સી એકરાર વિનંતીના પ્રતિભાવમાં અમે કાયદાના અમલીકરણ વિભાગને એકાઉન્ટ માહિતી આપી શકીએ છીએ.

Twitter સંબંધિત કાયદા અનુસાર અલગ અલગ કેસ પ્રમાણે ઈમરજન્સી એકરાર વિનંતીઓનું મૂલ્યાંકન કરે છે. જો અમને એવી માહિતી પ્રાપ્ત થાય જે અમને પુરા વિશ્વાસ સાથે જણાવે કે કોઈ વ્યક્તિને મૃત્યુના ભય અથવા ગંભીર શારીરિક ઈજાથી સંકળાયેલી અત્યંત ઈમરજન્સી છે, તો તે નુકસાનને રોકવા માટે કોઈપણ ઉપલબ્ધ જરૂરી માહિતી અમે તે પૂરી પાડી શકીએ છીએ.

 

ઈમરજન્સી એકરાર વિનંતી કેવી રીતે કરવી

જો કોઈ વ્યક્તિને મૃત્યુ અથવા ગંભીર શારીરિક ઈજા સહિતની અત્યંત ઈમરજન્સી અને તે રોકવા માટે Twitter પાસેથી જરૂરી માહિતી હોઈ શકે, તો અમારી કાયદાકીય વિનંતી સબમિશન કરવાની સાઈટદ્વારા કાયદાના અમલીકરણ અધિકારીઓ ઈમરજન્સી એકરાર વિનંતી સબમિટ કરી શકે છે (સૌથી ઝડપી અને સૌથી કાર્યક્ષમ રીત).
 

કૃપા કરીને નીચે દર્શાવેલી તમામ માહિતી શામેલ કરોઃ

 • તમારી કવર શીટ પર સૂચન કે તમે કોઈ ઇમરજન્સી એકરાર વિનંતી સબમિટ કરી રહ્યાં છો જે કાયદાના અમલીકરણ લેટરહેડ પર હોવું આવશ્યક છે;
 • જે વ્યક્તિને મૃત્યુ અથવા ગંભીર શારીરિક ઈજાનું જોખમ છે તેની ઓળખ;
 • ઈમરજન્સીનો પ્રકાર (ઉદા., આત્મહત્યાની જાણ કરવી, આતંકવાદી હુમલો, બોંબની ધમકી);
 • ઈમરજન્સી રોકવા માટે જેમની માહિતી આવશ્યક છે તે વિષયવ્યક્તિના એકાઉન્ટ (એકાઉન્ટ્સ)નું Twitter @વપરાશકારનું નામ અને URL (ઉદા., https://twitter.com/TwitterSafety (@twittersafety);
 • તમે અમારી પાસે સમીક્ષા કરાવવા માંગતા હોવ તેવી કોઈપણ સ્પષ્ટ ટ્વીટ્સ;
 • વિનંતી કરેલી સ્પષ્ટ માહિતી અને ઈમરજન્સી રોકવા શા માટે તે માહિતી જરૂરી છે તેની વિગતો;
 • સબમિટ કરી રહેલા કાયદાના અમલીકરણ અધિકારીની સહી; અને
 • ચોક્કસ સંજોગો સંબંધિત તમામ અન્ય ઉપલબ્ધ વિગતો અથવા સંદર્ભ.
 

મ્યુચ્યુઅલ કાયદાકીય સહાય સંધિઓ


મ્યુચ્યુઅલ કાયદાકીય સહાય સંધિઓ ("MLAT") અથવા પત્ર વ્યવહાર દ્વારા યોગ્ય રીતે જારી કરાયેલી વિનંતીઓને પ્રક્રિયાની યોગ્ય સેવા હેઠળ ત્વરિત પ્રતિભાવ આપવો એ Twitterની નીતિ છે. MLAT પ્રક્રિયા દ્વારા વિનંતી સબમિટ કરો ત્યારે, કૃપા કરીને સ્પષ્ટતા કરો કે વિનંતી MLAT દ્વારા આવી રહી છે અને મૂળ દેશનું નામ શામેલ કરો.

 

સામગ્રી દૂર કરવાની વિનંતીઓ


સેવાની શરતોની સમીક્ષાની વિનંતી કેવી રીતે કરવી

જો તમે કાયદાના અમલીકરણના એજન્ટ અથવા સરકારી અધિકારી હોવ અને સ્થાનિક કાયદ(કાયદાઓ)ના ઉલ્લંઘન બદલ Twitter પરથી સંભવિત ગેરકાયદે સામગ્રી દૂર કરવા માંગતા હોવ, તો કૃપા કરીને સૌથી પહેલા Twitterના નિયમોની સમીક્ષા કરો અને જો લાગુ પડે તો, અમારી સેવાની શરતોના સંભવિત ઉલ્લંઘન માટે સામગ્રીની સમીક્ષા કરવાની વિનંતી સબમિટ કરો. Twitterના નિયમો અને સેવાની શરતો ના સંભવિત ઉલ્લંઘન વિશે કેવી રીતે જાણ કરવી તેનું વિહંગાવલોકન અહીં ઉપલબ્ધ છે. અમારી સેવાની શરતોના સંભવિત ઉલ્લંઘનો વિશે જાણકારીથી સુનિશ્ચિત થશે કે તમારી વિનંતી યોગ્ય ટીમ પાસે પહોંચી છે અને ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી છે. અમે Twitter પારદર્શિતા રિપોર્ટમાં દર છ મહિને આ ડેટા જાહેર કરીએ છીએ.
 

સામગ્રી જાળવી રાખવા માટે કેવી રીતે કાયદાકીય વિનંતી સબમિટ કરવી

જો તમે પહેલાથી જ અમારી સેવાની શરતોના સંભવિત ઉલ્લંઘન માટે સામગ્રીની સમીક્ષા કરવાની વિનંતી સબમિટ કરેલ હોય અને જાણ કરેલ સામગ્રી હાલમાં અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી નથી તેવું સૂચિત કરતો પ્રતિભાવ Twitter તરફથી મળ્યો હોય, તો તમે સામગ્રી જાળવી રાખવા માટે અમારી કાયદાકીય વિનંતી સબમિશન સાઈટ દ્વારા માન્ય અને યોગ્ય રીતે ચકાસેલી કાયદાકીય વિનંતી સબમિટ કરી શકો છો. સ્થાનિક કાયદાના આધારે સામગ્રી જાળવી રાખવા માટે વિનંતી સબમિટ કરવાની આ સૌથી ઝડપી અને સૌથી કાર્યક્ષમ રીત છે. જો તમે અમારી સેવાની શરતોના સંભવિત ઉલ્લંઘનની સમીક્ષા માટે પ્રથમ રિપોર્ટ ન આપ્યો હોય તો કૃપા કરીને સામગ્રી અટકાવવાની વિનંતી સબમિટ ન કરો.

સમસ્યા પર ચોક્કસ ટ્વીટ (ટ્વીટ્સ) અથવા એકાઉન્ટ (એકાઉન્ટ્સ)ની ઓળખ સાથે, કૃપા કરીને સ્થાનિક કાયદાની ઓળખ કરો જેનું જાણ કરેલી સામગ્રી દ્વારા ઉલ્લંઘન થયું હોવાનું માનવામાં આવે છે. જો તમારી પાસે કોર્ટનો ઓર્ડર અથવા અન્ય સંબંધિત કાયદાકીય દસ્તાવેજીકરણ હોય, તો કૃપા કરીને તમારી વિનંતી સબમિટ કરતી વખતે તેની નકલ જોડો ("ફાઈલ જોડાણો" વિભાગ જુઓ). કૃપા કરીને તમારી વિનંતીની સમીક્ષા ઝડપથી કરવામાં મદદરૂપ થઈ શકે તેવા અન્ય કોઈપણ સંભવિત મદદરૂપ સંદર્ભ પૂરા પાડો જેમાં કાનૂની દસ્તાવેજોના કોઈપણ અનુવાદોનો સમાવેશ થાય છે, જો તે અંગ્રેજીમાં ન હોય. અમારે સત્તાવાર સરકારી અથવા કાયદાના અમલીકરણ અધિકારીના ઈમેલ સરનામું (ઉદા., name@agency.gov)ની પણ જરૂર છે જેથી જો જરૂર જણાય તો યોગ્ય ટીમ તમારો સંપર્ક કરી શકે. અમે શક્ય હોય એટલી ઝડપથી તમારી વિનંતીની પ્રક્રિયા કરીશું.પરંતુ કૃપા કરીને નોંધ લો કે ડુપ્લિકેટ મોકલવાથી તમારી વિનંતી (વિનંતિઓ) કાર્યક્ષમ રીતે પ્રક્રિયા કરવાની અમારી ક્ષમતામાં વિલંબ થઈ શકે છે.

Twitter અસરગ્રસ્ત વપરાશકારને સામગ્રી જાળવી રાખવા માટેની કાયદાકીય વિનંતીઓ વિશે તુરંત જાણ કરશે જેમાં મૂળ વિનંતીની નકલ આપવાનું પણ શામેલ છે, અને આમ કરવા માટે અમે કાનૂની રીતે પ્રતિબંધિત ના હોઈએ ત્યાં સુધી કરાશે. જો તમને લાગતુ હોય કે Twitter વપરાશકારોને સુચિત કરવાથી પ્રતિબંધિત છે, તો કૃપા કરીને સંબંધિત કાયદા (જ્યાં લાગુ હોય તો) માટેના સંદર્ભો સહિત, તમારી વિનંતિમાં કારણ જણાવો અને/અથવા જો આ પ્રતિબંધને સમર્થન આપતા કોઈપણ દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો "ફાઇલ જોડાણો" વિભાગમાં તે અપલોડ કરો.

સરકાર અને કાયદા અમલીકરણના જાણ કરનારા લોકો નીચે યાદીબદ્ધ સંપર્કની માહિતી પર અથવા તમારી વિનંતીની હાર્ડ નકલ પત્ર દ્વારા મોકલીને તેમના અધિકારક્ષેત્રમાં ગેરકાયદે નિર્ધારિત થયેલ સામગ્રીને જાળવી રાખવા વિનંતી કરી શકે છે. જો તમે યુરોપિયન યુનિયન અથવા યુરોપિયન ઇકોનોમિક વિસ્તારમાં હોવ, તો કૃપા કરીને તમારી વિનંતી આયર્લેન્ડમાં Twitter ઈન્ટરનેશનલ કંપનીને પત્ર દ્વારા મોકલો (નીચેના વિભાગમાં "સંપર્કની માહિતી" જુઓ). મેલ દ્વારા સબમિટ કરેલી વિનંતીઓ લાંબા પ્રતિસાદ સમયની અપેક્ષા રાખવી જોઈએ. 

અમારી દેશ અનુસાર સામગ્રી જાળવી રાખવાની નીતિ વિશે વધુ માહિતી અહીં શોધો.

 

Twitterના વપરાશકારની મદદ કરવી


નોંધાયેલા Twitter વપરાશકારો તેમના પોતાના એકાઉન્ટની માહિત સહિત તેમના અથવા તેણીના Twitter એકાઉન્ટ પર પોસ્ટ કરેલી ટ્વીટ્સ સહિતને ડાઉનલોડ મેળવી શકે છે. વપરાશકાર અમારા સહાયતા કેન્દ્રમાં ઉપલબ્ધ માહિતીની વિનંતી કેવી રીતે કરી શકે છે તેની માર્ગદર્શિકા.

વપરાશકારો અમારા સહાયતા કેન્દ્રમાં સમજાવ્યા પ્રમાણે તેના અથવા તેણીના Twitter એકાઉન્ટ દ્વારા સીધા જ IP લોગ અને અન્ય ડેટા મેળવી શકે છે. જો કોઈ Twitter વપરાશકારએ તેઓને જોઈએ તે ડેટાને સ્વ-ડાઉનલોડ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોય, તો કૃપા કરીને વપરાશકારને અમારા ગોપનીયતા ફોર્મ દ્વારા ટ્વિટર પર વિનંતી મોકલવા નિર્દેશ કરો.
 

અન્ય સમસ્યાઓ

Twitter એકાઉન્ટ ધારકો અમારા સહાયતા કેન્દ્ર દ્વારા સીધા જ અમારી પાસે પૂછપરછ સબમિટ કરે તો મોટાભાગની સમસ્યાઓ ઉકેલી શકાય છે. કેવી રીતે ઉલ્લંઘનોની જાણ કરવી તેના વિશે વધુ માહિતી અહીં ઉપલબ્ધ છે.
 

સામાન્ય પૂછપરછો

કાયદાના અમલીકરણ અધિકારીઓ અથવા સરકારી અધિકારીઓ(વપરાશકારના ડેટા અથવા સામગ્રી દૂર કરવાની વિનંતી ન કરવી)ની સામાન્ય પૂછપરછો અમારા વેબ ફોર્મ દ્વારા સબમિટ કરી શકાય છે.

 

વિનંતીઓ ક્યાં સબમિટ કરાવવાની


જાળવણીઓ, એકાઉન્ટની માહિતી માટે વિનંતીઓ (નિયમિત અને ઈમરજન્સી) અને દૂર કરવાની વિનંતીઓ સહિત તમામ કાયદાકીય વિનંતીઓ અહીં દર્શાવેલ Twitterની કાયદાકીય વિનંતી સબમિશનોની સાઈટ દ્વારા સબમિટ કરી શકાય છેઃ t.co/lr or legalrequests.twitter.com.

જો કાયદાકીય વિનંતી સબમિશનની સાઈટમાં તમે કોઈ સમસ્યા અનુભવો, તો વિનંતીના પ્રકાર માટે "અન્ય પૂછપરછ" પસંદ કરીને તમે અમારા વેબ ફોર્મ દ્વારા સહાય માંગી શકો છો.  

આ માધ્યમથી પત્રવ્યવહારની પ્રાપ્તિ માત્ર સુવિધા માટે છે અને અધિકારક્ષેત્ર અથવા યોગ્ય સેવાની અભાવ સહિત કોઈપણ વાંધામાંથી મુક્તિ નથી.

બિન-કાયદાના અમલીકરણ વિનંતીઓ અમારા સહાયતા કેન્દ્ર દ્વારા સબમિટ કરવી.

 

સંપર્ક માહિતી


અમારું સરનામું અને ફેક્સની વિગતો આ પ્રમાણે છેઃ

Twitter, ઇન્ક.
c/o વિશ્વાસ અને સલામતી - કાયદાકીય નીતિ
1355, માર્કેટ સ્ટ્રીટ, સ્યૂટ 900
સાન ફ્રાન્સિસ્કો, CA 94103

Twitter આંતરરાષ્ટ્રીય કંપની
c/o વિશ્વાસ અને સલામતી - કાયદાકીય નીતિ
એક કમ્બરલેન્ડ પ્લેસ
ફેનિઅન સ્ટ્રીટ
ડબલીન 2
D02 AX07
આયર્લેન્ડ

આમાંથી કોઈપણ માધ્યમથી પત્રવ્યવહારની પ્રાપ્તિ માત્ર સુવિધા માટે છે અને અધિકારક્ષેત્ર અથવા યોગ્ય સેવાની અભાવ સહિત કોઈપણ વાંધામાંથી મુક્તિ નથી. કાનૂની વિનંતી સબમિશન સાઈટ મારફતે કાનૂની વિનંતીઓ સબમિટ ન કરતી સરકારી સંસ્થાઓએ લાંબા પ્રતિસાદ સમયની અપેક્ષા રાખવી જોઈએ.

આ લેખને શેર કરો