goglobalwithtwitterbanner

ખાનગી માહિતી નીતિ:

વિહંગાવલોકન

માર્ચ 2019

તમે અન્ય લોકોની સ્પષ્ટ અધિકૃતતા અને પરવાનગી વગર તેમની અંગત માહિતી પ્રકાશિત અથવા પોસ્ટ નહીં કરી શકો. અમે ખાનગી માહિતી જાહેર કરવાની ધમકી આપવાનું અથવા અન્ય લોકોને આમ કરવા માટે પ્રોત્સાહન આપવાનું પ્રતિબંધિત કરીએ છીએ.

કોઈની પરવાનગી વગર તેમની અંગત માહિતીને ઑનલાઇન શેર કરવી, જેને કેટલીકવાર ડોક્સિંગ કહેવામાં આવે છે, તે તેમની ગોપનીયતા અને Twitterના નિયમોનું ઉલ્લંઘન છે. અંગત માહિતી શેર કરવાથી અસરગ્રસ્ત લોકો માટે ગંભીર સલામતી અને સુરક્ષા જોખમો ઊભા થઈ શકે છે અને તે શારીરિક, ભાવનાત્મક અને નાણાકીય મુશ્કેલીઓ તરફ દોરી શકે છે.

આ નીતિ હેઠળ રિપોર્ટ્સની સમીક્ષા કરતી વખતે, અમે સંખ્યાબંધ બાબતોને ધ્યાનમાં લઈએ છીએ, જેમાં સામેલ છે:

કેવા પ્રકારની માહિતી શેર કરવામાં આવી રહી છે?
અમે આને ધ્યાનમાં લઈએ છીએ કારણ કે અમુક પ્રકારની ખાનગી માહિતી, જો પરવાનગી લીધા વગર શેર કરવામાં આવે તો, તે અન્યો કરતાં વધુ જોખમો ધરાવે છે. લોકોની માહિતીને શેર કરવામાં આવે તેના પરિણામે થતાં શારીરિક નુકસાનથી તેમને સુરક્ષિત રાખવું એ અમારું પ્રાથમિક લક્ષ્ય છે, તેથી અમે ભૌતિક સ્થાન જેવી માહિતીને અન્ય પ્રકારની માહિતી કરતાં વધુ જોખમી માનીએ છીએ. 

માહિતી કોણ શેર કરી રહ્યું છે?
જાણ કરવામાં આવેલી માહિતી કોણ શેર કરી રહ્યું છે અને તેની સાથે સંબંધિત વ્યક્તિની સંમતિ તેમની પાસે છે કે નહીં તે પણ અમે ધ્યાનમાં લઈએ છીએ. અમે આવું કરીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે ઘણીવાર લોકો તેમની વ્યક્તિગત માહિતીના કેટલાક સ્વરૂપો જાહેરમાં શેર કરવા માંગે છે. ઉદાહરણ તરીકે, પ્રોફેશનલ નેટવર્કિંગ માટે કે સામાજિક ઘટનાઓ સંકલિત કરવા માટે માટે કોઈ વ્યક્તિગત ફોન નંબર અથવા ઈમેલ શેર કરવા, અથવા કુદરતી આપત્તિ પછી સહાય માટે કોઈ વ્યક્તિના ઘરનું સરનામું સાર્વજનિક રૂપે શેર કરવા. 

શું માહિતી બીજે ક્યાંક ઑનલાઇન ઉપલબ્ધ છે?
જો જાણ કરવામાં આવેલી માહિતી Twitter પર શેર કરતાં પહેલાં બીજે ક્યાંક શેર કરવામાં આવી હતી, ઉદા., કોઈ વ્યક્તિ પોતાનો વ્યક્તિગત ફોન નંબર તેમની પોતાની સાર્વજનિક રૂપે સુલભ વેબસાઇટ પર શેર કરી રહી હોય, તો માલિકે તેને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરેલી હોવાથી અમે આ માહિતીને ખાનગી તરીકે માની શકતા નથી. નોંધ: ભૌતિક નુકસાનની સંભાવનાના લીધે, ઘરનું સરનામું શેર કરવા બદલ અમે કાર્યવાહી કરી શકીએ છીએ, ભલે પછી તે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ હોય. 

માહિતી શા માટે શેર કરવામાં આવી રહી છે?
માહિતી શેર કરનાર વ્યક્તિનો ઉદ્દેશ્ય પણ અમારી માટે મહત્વનો છે. ઉદાહરણ તરીકે, જો અમને લાગે કે કોઈ વ્યક્તિ અપમાનજનક હેતુથી અથવા અન્ય વ્યક્તિને પજવવા માટે અથવા બીજી વ્યક્તિને પજવવા માટે અન્યોને પ્રોત્સાહિત કરવા માટે માહિતી શેર કરી રહી છે, તો અમે કાર્યવાહી કરીશું. બીજી બાજું, જો કોઈ વ્યક્તિ હિંસાત્મક ઘટના પછીની કટોકટીની સ્થિતિમાં સંકળાયેલ વ્યક્તિની મદદ માટે તેમની માહિતી શેર કરી રહી હોય, તો અમે કદાચ કાર્યવાહી નહીં કરીએ. 

આ નીતિના ઉલ્લંઘનમાં શું આવે છે?

આ નીતિ હેઠળ, માહિતી સાથે સંબંધિત વ્યક્તિની પરવાનગી વગર, તમે નીચે આપેલ પ્રકારની અંગત માહિતી શેર કરી શકતા નથી:

 • શેરીના સરનામાં, GPS યામો અથવા સ્થાનો સંબંધિત અન્ય ઓળખ માહિતી કે જે ખાનગી માનવામાં આવતી હોય, તેના સહિત ઘરનું સરનામું અથવા ભૌતિક સ્થાનની માહિતી;
 • સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ID અને સામાજિક સુરક્ષા અથવા અન્ય રાષ્ટ્રીય ઓળખ નંબરો સહિત ઓળખ દસ્તાવેજો - નોંધ: જે પ્રદેશોમાં આ માહિતી અંગત માનવામાં આવતી નથી ત્યાં અમે મર્યાદિત અપવાદો કરી શકીએ છીએ;
 • બિન-સાર્વજનિક વ્યક્તિગત ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ સહિત સંપર્ક માહિતી; 
 • બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડની વિગતો સહિત નાણાકીય એકાઉન્ટ માહિતી; અને
 • બાયોમેટ્રિક ડેટા અથવા મેડિકલ રેકોર્ડ્સ સહિત અન્ય અંગત માહિતી.

નીચે આપેલ વર્તણૂકોની પણ પરવાનગી નથી: 

 • કોઈપણ વ્યક્તિની અંગત માહિતી સાર્વજનિક રૂપે જાહેર કરવાની ધમકી આપવી;
 • એવી માહિતી શેર કરવી કે જેનાથી અન્ય લોકો કોઈપણ વ્યક્તિની ખાનગી માહિતીને હૅક કરી શકે અથવા તેમની સંમતિ વગર તેમાં પ્રવેશ મેળવી શકે છે, ઉદા., ઑનલાઇન બેંકિંગ સેવાઓ માટેની સાઇન-ઇન ઓળખ વિગતો શેર કરવી;
 • કોઈપણ વ્યક્તિની અંગત માહિતીને પોસ્ટ કરવાના બદલામાં બક્ષિસ અથવા આર્થિક વળતરની માંગણી કરવી અથવા ઑફર કરવી;
 • કોઈપણ વ્યક્તિની અંગત માહિતી પોસ્ટ ના કરવાના બદલામાં, બક્ષિસ અથવા આર્થિક વળતરની માંગણી કરવી જેને ઘણીવાર બ્લેકમેઇલ કહેવામાં આવે છે;

આ નીતિના ઉલ્લંઘનમાં શું નથી આવતું?

નીચે દર્શાવેલી બાબતો આ નીતિના ઉલ્લંઘનમાં નથી આવતી:

 • લોકોએ પોતાની અંગત માહિતી શેર કરવી:
 • બીજે ક્યાંક જાહેરમાં ઉપલબ્ધ હોય તેવી માહિતી બિન-અપમાનજનક રીતે શેર કરવી; અને
 • અમે જેને અંગત માનતા નથી તેવી માહિતી શેર કરવી, જેમકે:
  • નામ;
  • જન્મતારીખ અથવા ઉંમર;
  • શિક્ષણ અથવા રોજગારીનું સ્થળ;
  • વ્યાપારિક મિલકત અથવા વ્યવસાયના સ્થળો સાથે સંબંધિત જાહેરમાં ઉપલબ્ધ હોય તેવી સ્થાનની માહિતી;
  • શારીરિક દેખાવનું વર્ણન;
  • ગપશપ, અફવાઓ, આરોપો અને આક્ષેપો; અને
  • ટેક્સ્ટ સંદેશા અથવા અન્ય પ્લેટફોર્મના સંદેશાના સ્ક્રીનશૉટ્સ (સિવાય કે તેમાં ફોન નંબર જેવી અંગત માહિતી ન હોય).

આ નીતિના ઉલ્લંઘનોની જાણ કોણ કરી શકે છે?

કોઈપણ વ્યક્તિ સ્પષ્ટપણે અપમાનજનક રીતે શેર કરવામાં આવેલી અંગત માહિતીની જાણ કરી શકે (ભલે પછી તેમની પાસે Twitter એકાઉન્ટ હોય કે ના હોય). સ્પષ્ટપણે અપમાનજનક હેતુ સાથે માહિતી શેર કરવામાં આવી ન હોય તેવા કિસ્સામાં, અમલીકરણ કાર્યવાહી કરતા પહેલાં અમને આ માહિતીના માલિક (અથવા વકીલ જેવા કોઈ અધિકૃત પ્રતિનિધિ) સાથે સીધી વાત કરવી પડશે. 

હું આ નીતિના ઉલ્લંઘનોની જાણ કેવી રીતે કરી શકું છું?

એપ્લિકેશનમાં

તમે નીચે જણાવ્યા મુજબ એપ્લિકેશનમાં સમીક્ષા કરવા માટે આ સામગ્રીની જાણ કરી શકો છો:

 1. \{\{ htc-icon:chevron_down }} આઈકોનમાંથી ટ્વીટની જાણ કરો પસંદ કરો.
 2. તે અપમાનજનક અથવા હાનિકારક છે પસંદ કરો.
 3. અંગત માહિતી સામેલ છે પસંદ કરો.
 4. તમે જાણ કરી રહ્યા છો તે માહિતીનો પ્રકાર પસંદ કરો.
 5. તમે જાણ કરી રહ્યા છો તે માહિતીની માલિકી કોણ ધરાવે છે તેના આધારે સંબંધિત વિકલ્પ પસંદ કરો.
 6. સમીક્ષા માટે જાણ કરવા માટે 5 ટ્વીટ સુધી પસંદ કરો.
 7. તમારો રિપોર્ટ જમા કરો.

ડેસ્કટૉપ

તમે નીચે જણાવ્યા મુજબ સમીક્ષા કરવા માટે આ સામગ્રીની ડેસ્કટૉપ દ્વારા જાણ કરી શકો છો:

 1. \{\{ htc-icon:chevron_down }} આઈકોનમાંથી ટ્વીટની જાણ કરો પસંદ કરો.
 2. તે અપમાનજનક અથવા હાનિકારક છે પસંદ કરો.
 3. અંગત માહિતી સામેલ છે પસંદ કરો.
 4. તમે જાણ કરી રહ્યા છો તે માહિતીનો પ્રકાર પસંદ કરો. 
 5. તમે જાણ કરી રહ્યા છો તે માહિતીની માલિકી કોણ ધરાવે છે તેના આધારે સંબંધિત વિકલ્પ પસંદ કરો.
 6. સમીક્ષા માટે જાણ કરવા માટે 5 ટ્વીટ સુધી પસંદ કરો.
 7. તમારો રિપોર્ટ જમા કરો.

તમે જે પ્રકારની અંગત માહિતીની જાણ કરવા માંગો છો તે પસંદ કરીને, અમારા અંગત માહિતી રિપોર્ટ ફોર્મ દ્વારા પણ સમીક્ષા કરવા માટે આ સામગ્રીની જાણ કરી શકો છો.

જો તમે આ નીતિનું ઉલ્લંઘન કરશો તો શું થશે?

અમારી અંગત માહિતી નીતિનું ઉલ્લંઘન કરવાના પરિણામો ઉલ્લંઘનની ગંભીરતા અને એકાઉન્ટના ઉલ્લંઘનોનાં અગાઉના ઇતિહાસ પર આધારિત હોય છે. 

પહેલી વાર જ્યારે તમે આ નીતિનું ઉલ્લંઘન કરો છો, ત્યારે અમારી આવશ્યકતા રહેશે કે તમે આ સામગ્રી દૂર કરો તમે ફરીથી ટ્વીટ કરી શકો તે પહેલાં અમે તમારા એકાઉન્ટમાંથી તમને હંગામી ધોરણે લૉક પણ કરીશું. જો પહેલી ચેતવણી પછી તમે ફરીથી આ નીતિનું ઉલ્લંધન કરશો તો, તમારું એકાઉન્ટ કાયમી ધોરણે રદ બાતલ કરવામાં આવશે. જો તમને લાગતું હોય કે તમારું એકાઉન્ટ ભૂલથી રદ બાતલ કરવામાં આવ્યું હતું, તો તમે અપીલ જમા કરી શકો છો.

વધારાના સ્ત્રોતો

અમલીકરણ વિકલ્પોની અમારી શ્રેણી અને નીતિ વિકાસ અને અમલીકરણ માટેના અમારા અભિગમ વિશે વધુ જાણો.

માલિકની સંમતિ વગર અન્ય પ્રકારની સામગ્રીનું વિતરણ કરવું એ હૅક કરેલ સામગ્રી નીતિના અમારા વિતરણ હેઠળ કાર્યવાહીયોગ્ય બની શકે છે.

આ લેખ બુકમાર્ક કરો અથવા શેર કરો

શું આ લેખ મદદરૂપ હતો?

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે મદદ કરી શક્યા તેની અમને ખરેખર ખુશી છે!

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે કેવી રીતે આ લેખ સુધારી શકીએ છીએ?

પ્રતિભાવ બદલ આપનો આભાર. તમારી ટિપ્પણીઓ ભવિષ્યમાં અમારા લેખમાં સુધારો લાવવા માટે અમને મદદરૂપ થશે.