પેરોડી, ન્યૂઝફીડ, કોમેન્ટરી અને ચાહક એકાઉન્ટ નીતિ

અમારા સિદ્ધાંતો
 

Twitter લોકો માટે વિચારો અને સામગ્રીઓની એક વિશાળ શ્રેણી શેર અને પ્રાપ્ત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને અમે અમારા વપરાશકારોની અભિવ્યક્તિના અધિકારને ખૂબ મહત્વ અને આદર આપીએ છીએ. અમારા વપરાશકારો તેઓ જે સામગ્રી પ્રકાશિત કરે છે તે માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે અને તેમની વચ્ચે થતાં વિવાદો ઉકેલવા માટે ઘણીવાર ઉત્તમ સ્થિતિમાં હોય છે. આ સિદ્ધાંતોને લીધે, અમે સામગ્રી સક્રિયપણે મોનિટર કરતા નથી, અને અમે સેવાની શરતો ના ઉલ્લંઘન અથવા માન્ય કાનૂની પ્રક્રિયાના પ્રતિભાવ સિવાય વપરાશકાર સામગ્રી સંપાદિત કરતા અથવા કાઢી નાખતા નથી.

વપરાશકારોને Twitter પર પેરોડી, ન્યૂઝફીડ, કોમેન્ટરી અને ચાહક એકાઉન્ટ્સ બનાવવાની પરવાનગી આપવામાં આવે છે, એ શરતે કે એકાઉન્ટ્સ નીચે આપેલી જરૂરિયાતો અનુસરતા હોય.
 

પેરોડી, ન્યૂઝફીડ, કોમેન્ટરી, અને ચાહક એકાઉન્ટ્સ માટેની જરૂરિયાતો
 

તમારું એકાઉન્ટ ચિહ્નિત કરવા માટેની જરૂરિયાતો અહીં આપેલ છે. નીતિનું પાલન કરવા માટે બધી જરૂરિયાતો પૂરી કરવી આવશ્યક છે.

  • વ્યક્તિગત વર્ણન: વ્યક્તિગત વર્ણનએ સ્પષ્ટપણે સૂચવવું જોઈએ કે વપરાશકાર એકાઉન્ટના વિષય સાથે સંબંધિત નથી. ઉદાહરણ તરીકે, "પેરોડી," "નકલી," "ચાહક," અથવા "કોમેન્ટરી" જેવા (પરંતુ મર્યાદિત નહીં) શબ્દોને સામેલ કરીને બિન-જોડાણ સૂચવી શકાય છે. બિન-જોડાણને એવી રીતે દર્શાવવું જોઈએ કે જે હેતુપૂર્ણ પ્રેક્ષક સમજી શકે.
  • એકાઉન્ટનું નામ: એકાઉન્ટના નામે (નોંધ: આ વપરાશકારનું નામ અથવા @handleથી અલગ છે) સ્પષ્ટપણે સૂચવવું જોઈએ કે વપરાશકાર એકાઉન્ટના વિષય સાથે સંબંધિત નથી. ઉદાહરણ તરીકે, "પેરોડી," "નકલી," "ચાહક," અથવા "કોમેન્ટરી" જેવા (પરંતુ મર્યાદિત નહીં) શબ્દોને સામેલ કરીને બિન-જોડાણ સૂચવી શકાય છે. બિન-જોડાણને એવી રીતે દર્શાવવું જોઈએ કે જે હેતુપૂર્ણ પ્રેક્ષક સમજી શકે.

કૃપા કરી નોંધી લો કે આ જરૂરિયાતો પહોંચી વળવા સાથે તમારું એકાઉન્ટ Twitterના નિયમો અને સેવાની શરતો સાથે સંપૂર્ણપણે સુસંગત હોવું જોઈએ.
 

આ નીતિ હેઠળ Twitter ક્યારે એકાઉન્ટ્સની સમીક્ષા કરે છે?
 

અન્યનો સ્વાંગ અથવા ટ્રેડમાર્ક ફરિયાદના પ્રતિભાવમાં અમે અમારી નીતિ હેઠળ કોઈ એકાઉન્ટની સમીક્ષા કરીશું.
 

હું ટ્રેડમાર્ક અથવા અન્યના સ્વાંગનો રિપોર્ટ કેવી રીતે દાખલ કરું?
 

તમે ટ્રેડમાર્ક નીતિ ઉલ્લંઘન સંબંધિત રિપોર્ટ અહીં દાખલ કરી શકો છો, અને અન્યનો સ્વાંગ કરવા બદલ એકાઉન્ટની જાણ અહીં કરી શકો છો. અન્યનો સ્વાંગ રિપોર્ટ દાખલ કરવા વિશેની વધુ માહિતી માટે, આ લેખ વાંચો.

કૃપા કરી ફોર્મમાં વિનંતી કરેલ બધી માહિતી પૂરી પાડો. જો તમે અપૂર્ણ માહિતી સાથે રિપોર્ટ જમા કરશો, તો અમે તે માહિતીની વિનંતી કરવા માટે તમારી સાથે ફોલો-અપ કરીશું. કૃપા કરી નોંધી લેશો કે, આના પરિણામસ્વરૂપ તમારી રિપોર્ટ પર પ્રક્રિયા કરવામાં વિલંબ થશે.

જો તમને ફોર્મનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવતી હોય, તો તમારા બ્રાઉઝરને અપડેટ કરવાનો અથવા બીજા બ્રાઉઝરમાં ફેરબદલી કરવાનો પ્રયાસ કરો.

જો તમારી રિપોર્ટ Twitter પર અપમાનજનક વર્તણૂક વિશેની હોય, તો તેની કેવી રીતે જાણ કરવી તે બદલની માહિતી માટે આ લેખ જુઓ.
 

પેરોડી, ન્યૂઝફીડ, કોમેન્ટરી, અને ચાહક એકાઉન્ટ્સ સાથે સંબંધિત રિપોર્ટ્સ પર Twitter કેવી રીતે પ્રતિભાવ આપે છે?
 

જ્યારે અમને અમારી નીતિના અનુપાલનમાં ન હોય એવા કોઈ એકાઉન્ટ વિશે માન્ય અન્યનો સ્વાંગ અથવા ટ્રેડમાર્ક રિપોર્ટ મળે છે, ત્યારે અમે એકાઉન્ટના માલિકને તેમનું એકાઉન્ટ અનુપાલનમાં લાવવાની તક આપી શકીએ છીએ અને અમે હંગામી ધોરણે એકાઉન્ટને રદ બાતલ કરી શકીએ છીએ. વારંવારના ઉલ્લંઘનોના ઇતિહાસવાળા એકાઉન્ટ્સ હંગામી ધોરણે રદ બાતલ કરવામાં આવી શકે છે.

કૃપા કરી સમજો કે એવું માનવામાં આવે છે કે અમારી નીતિ હેઠળ આવતા એકાઉન્ટે અમારા ટ્રેડમાર્ક અથવા અન્યનો સ્વાંગ નીતિઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.

આ લેખને શેર કરો