goglobalwithtwitterbanner

દ્વેષપૂર્ણ આચરણ નીતિ

જો અવાજોને દબાવી દેવામાં આવે, તો અભિવ્યક્તિની આઝાદીનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે લોકો પોતાનો અવાજ ઉઠાવવાથી ગભરાતા હોય છે. અમે એવી વર્તણૂક ક્યારેય સહન નથી કરતી જે અન્ય કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટે પજવણી કે, ધમકાવો અથવા ડરનો ઉપયોગ કરે. જો તમને Twitter પર એવું કંઈક જોવા મળે જે આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને અમને તેની જાણ કરો.

અમારી નીતિ કેવી રીતે કામ કરે છે

Twitter ના નિયમોમાં સમજાવ્યું તેમ,

 • દ્વેષપૂર્ણ આચરણ: તમે જાતિ, વંશીયતા, રાષ્ટ્રીય મૂળ, જાતીય અભિગમ, લિંગ, લિંગ ઓળખ, ધાર્મિક જોડાણ, ઉંમર, અપંગતા અથવા ગંભીર રોગના આધારે અન્ય લોકો પ્રતિ થતી હિંસાને પ્રોત્સાહન આપી શકો નહીં અથવા તેમના પર સીધો હુમલો કરી શકો નહીં કે ધમકી આપી શકો નહીં. અમે એવા એકાઉન્ટ્સને પણ મંજૂરી આપતા નથી કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ શ્રેણીઓના આધારે અન્ય લોકોને હાનિ પહોંચાડવા ઉત્તેજના ફેલાવવાનો હોય.

અમે જે નથી સહન કરતા તેનાં ઉદાહરણોમાં લોકો અથવા લોકોના સમૂહોને દર્શાવેલી બાબતો સાથે પજવણી કરતી વર્તણૂકનો સમાવેશ થાય છે પરંતુ તે ઉદાહરણો આટલા મર્યાદિત નથીઃ

 • હિંસક ધમકીઓ;
 • કોઈપણ વ્યક્તિ અથવા સમૂહોને શારીરિક હાનિ, મૃત્યુ અથવા બીમારી પહોંચાડવાની ઈચ્છા;
 • સામૂહિક હત્યા, હિંસક ઘટનાઓ અથવા ચોક્કસ પ્રકારની હિંસા કે જેમાં/જેના સાથે આવા સમૂહોને પ્રાથમિક રીતે લક્ષ્ય બનાવાય અથવા તેઓ ભોગ બને તેવા સંદર્ભો;
 • એવી વર્તણૂક જે સુરક્ષિત સમૂહો વિશે ભયની લાગણીને ઉત્તેજન આપે;
 • વારંવાર અને/અથવા બિન-સહમતિજન્ય લાંછન લગાડતી, નામ કે ઉપાધિ આપતી, જાતિવાદી અને લૈંગિકવાદી શબ્દાલંકારવાળી અથવા અન્ય સામગ્રી જે બીજાને નીચે ઉતારી પાડતી હોય છે.

અમારા અમલીકરણ કેવી રીતે કામ કરે છે

સંદર્ભ મહત્વનો હોય છે. 

 • કેટલીક ટ્વીટસ જ્યારે અલગ પાડીને જોવામાં આવે ત્યારે અપમાનજનક લાગતી હોઈ શકે છે, પરંતુ મોટી વાતચીતના સંદર્ભમાં જોવામાં આવે ત્યારે તેમ ન હોય તેવું બની શકે છે. અમે જ્યારે કોઈપણ પાસેથી ઉલ્લંઘનોના રિપોર્ટ્સ સ્વીકારીએ છીએ, ત્યારે કેટલીકવાર અમારે પણ લક્ષિતથી સીધું સાંભળવાની જરૂર પડે છે જેથી અમારી પાસે યોગ્ય સંદર્ભ હોવાની ખાતરી થાય. 
 • કંઈક દૂર કરવામાં આવશે કે કેમ તેના પર અમને પ્રાપ્ત થયેલ રિપોર્ટ્સની સંખ્યાનો કોઈ જ પ્રભાવ પડતો નથી. જોકે, કોની સમીક્ષા કરવી તેનો ક્રમ નક્કી કરવામાં તે મદદરૂપ થઈ શકે છે.

અમે વર્તણૂક પર ધ્યાન આપીએ છીએ. 

 • અમે નીતિઓ ત્યારે લાગુ કરીએ છીએ જ્યારે કોઈ એવી વર્તણૂકની જાણ કરે જે અપમાનજનક છે અને એવા સંપૂર્ણ સુરક્ષિત જૂથ અને/અથવા વ્યક્તિઓને લક્ષિત કરે જે સભ્યો હોઈ શકે છે. 
 • આ લક્ષ્યીકરણ કોઈપણ પ્રકારે થઈ શકે છે (ઉદાહરણ તરીકે, @ઉલ્લેખો, ફોટો ટૅગ કરવો અને વધુ).

અમારી પાસે સંખ્યાબંધ પ્રકારના અમલીકરણ વિકલ્પો છે. 

 • અમારા નિયમોનું ઉલ્લંઘન કરવાના પરિણામો ઉલ્લંઘનની ગંભીરતા અને વ્યક્તિ દ્વારા ઉલ્લંઘનના અગાઉના રેકોર્ડ્સના આધારે અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, અમે કોઈ વ્યક્તિને તેઓ ફરી ટ્વીટ કરે તે પહેલાં અપમાનજનક ટ્વીટ દૂર કરવાનું કહી શકીએ છીએ. અન્ય કિસ્સામાં, અમે એકાઉન્ટ રદ બાતલ કરી શકીએ છીએ.

 

આ લેખ બુકમાર્ક કરો અથવા શેર કરો

શું આ લેખ મદદરૂપ હતો?

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે મદદ કરી શક્યા તેની અમને ખરેખર ખુશી છે!

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે કેવી રીતે આ લેખ સુધારી શકીએ છીએ?

પ્રતિભાવ બદલ આપનો આભાર. તમારી ટિપ્પણીઓ ભવિષ્યમાં અમારા લેખમાં સુધારો લાવવા માટે અમને મદદરૂપ થશે.