નીતિ વિકાસ અને અમલીકરણ ફિલસૂફી માટે અમારો અભિગમ

Twitter વિશ્વભરમાં વાસ્તવિક વાતચીતોનું પ્રતિબિંબ પાડે છે અને તેમાં કેટલીકવાર એવા દૃષ્ટિકોણનો સમાવેશ થાય છે જે અપમાનજનક, વિવાદાસ્પદ અને/અથવા અન્ય લોકો માટે મતાગ્રહી હોઈ શકે છે. અમે દરેકને અમારી સેવાઓ પર અભિવ્યક્તિ કરવા માટે આવકારીએ છીએ, ત્યારે અન્ય લોકોનો અવાજ બંધ કરવા માટે ડર, ધમકી અથવા ભયનો ઉપયોગ કરતી વર્તણૂકને અમે સહન કરીશું નહીં.

દરેક વ્યક્તિને તેમની માન્યતાઓને સુરક્ષિત રીતે અભિવ્યક્ત કરવાની ખાતરી થાય તે માટે અમારી પાસે Twitter ના નિયમો બનાવેલા છે અને તેનો એકસમાન સુસંગતતા સાથે અમલ કરવા માટે અમે પ્રયાસ કરીએ છીએ. વિવિધ અમીકરણ પગલાં વિશે વધુ જાણો.

અમારી નીતિ વિકાસ પ્રક્રિયા

નવી નીતિ ઘડવામાં અથવા નીતિમાં ફેરફાર કરવા માટે ઓનલાઈન વર્તણૂકમાં વર્તમાન પ્રવાહોની આસપાસ ઊંડાણપૂર્વક સંશોધનની જરૂર પડે છે, સ્પષ્ટ બાહ્ય ભાષા વિકસાવવી પડે છે જે માન્ય હોય તેની અપેક્ષાઓને અનૂકૂળ હોય, અને સમીક્ષકો માટે અમલીકરણ માર્ગદર્શન બનાવવું પડે છે જે લાખો ટ્વીટ્સના આધારે હોઈ શકે છે.

નીતિ ભાષાનો મુસદ્દો તૈયાર કરતી વખતે, અમે વિવિધ આંતરિક ટીમો તેમજ અમારી વિશ્વાસ અને સલામતી કાઉન્સિલ પાસેથી પ્રતિભાવો એકત્ર કરીએ છીએ. અમારા નિયમોને કેવી રીતે લાગુ કરવામાં આવે છે અને વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભોમાં કેવી રીતે અર્થઘટન કરવામાં આવે છે તે સહિત ઓનલાઇન ભાષણની બદલાતી પ્રકૃતિ આસપાસ વૈશ્વિક પરિપ્રેક્ષ્યને અમે ધ્યાનમાં રાખીએ છીએ તે સુનિશ્ચિત કરવા માટે આ મહત્વપૂર્ણ છે. અંતે, અમે અમારી વૈશ્વિક ટીમોને તાલિમ આપીએ છીએ, Twitter ના નિયમો અપડેટ કરીએ છીએ, અને નવી નીતિનો અમલ કરવાનું શરૂ કરીએ છીએ.

અમારી અમલીકરણ ફિલસૂફી

અમે એક મુદ્દાની અલગ અલગ બાજુઓ સમજવા માટે લોકોને સશક્ત કરીએ છીએ અને અસંમતિ વાળા મંતવ્યો તેમજ દૃષ્ટિકોણ વિશે ખુલ્લી ચર્ચા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ અભિગમ અમારા પ્લેટફોર્મ પર ઘણાં પ્રકારનાં ભાષણોના અસ્તિત્વની મંજૂરી આપે છે, અને ખાસ કરીને, વળતા ભાષણને પ્રોત્સાહિત કરે છે: એવા ભાષણ કે જે ખોટાનિવેદન અથવા ખોટાપરિપ્રેક્ષ્યને સુધારવા, હકીકતો રજૂ કરે ઢોંગ અથવા વિરોધાભાસને નિર્દેશિત કરે, ઓફલાઈન અથવા ઓનલાઈન પરિણામોને ચેતવે, દ્વેષપૂર્ણ અથવા જોખમી ભાષણોને વખોડી કાઢે, અથવા લોકોનાં મન અને રોષ બદલવામાં મદદ કરે.

આમ, સંદર્ભનું મહત્વ હોય છે. કાયદાના અમલીકરણની ક્રિયા કરવી કે કેમ તે નિર્ધારિત કરતી વખતે, અમે આ સહિત (માત્ર આટલા જ નહીં)ના પરિબળોનો વિચાર કરી શકીએ છેઃ

  • વર્તણૂક કોઈ એક વ્યક્તિ, સમૂહ, અથવા સુરક્ષિત શ્રેણીના લોકો પ્રત્યે નિર્દેશિત છે;
  • દાખલ કરવામાં આવેલો રિપોર્ટ દુરુપયોગની લક્ષિત વ્યક્તિ દ્વારા દાખલ કરાયો છે કે મૂક પ્રેક્ષક દ્વારા;
  • અમારી નીતિઓનું ઉલ્લંઘન કરવા બાબતે વપરાશકારનો ભૂતકાળ;
  • ઉલ્લંઘનની ગંભીરતા;
  • સામગ્રી કાયદાકીય રીતે જાહેરહિતનો મુદ્દો હોઈ શકે છે.


શું વર્તણૂક કોઈ એક વ્યક્તિ કે સમૂહ પ્રત્યે નિર્દેશિત છે?

મંચ પર જુદા જુદા અભિપ્રાય વ્યક્ત કરવા અને અમારા વપરાશકારોની સુરક્ષા કરવા વચ્ચે સંતુલન રાખવા માટે, જ્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિ અથવા લોકોના જૂથને લક્ષ્યમાં રાખીને થતી દુરુપયોગપૂર્ણ વર્તણૂકની કોઈ વ્યક્તિ જાણ કરે ત્યારે અમે નીતિઓનો અમલ કરીએ છીએ. આ લક્ષ્યીકરણ ઘણા પ્રકારે થઈ શકે છે (ઉદાહરણ તરીકે, @ઉલ્લેખો, ફોટો ટૅગ કરવો, નામ દ્વારા તેમનો ઉલ્લેખ કરવો, અને વધુ).


શું રિપોર્ટ દુરુપયોગની લક્ષિત વ્યક્તિ દ્વારા દાખલ કરાયો છે કે મૂક પ્રેક્ષક દ્વારા?

કેટલીક ટ્વીટ્સ અલગતામાં જોવામાં આવે ત્યારે દુરુપયોગપૂર્ણ લાગે છે, પરંતુ મંચ પર તેને લોકો વચ્ચે મોટી વાતચીત અથવા ઐતિહાસિક સંબંધ હોવાના સંદર્ભમાં જોવામાં આવે ત્યારે અપમાનજનક ના પણ લાગી શકે. ઉદાહરણ તરીકે, મિત્રો વચ્ચેની મૈત્રીપૂર્ણ મજાક મૂક પ્રેક્ષકોને અપમાનજનક લાગી શકે છે, અને કેટલીક ટિપ્પણીઓ એક સંસ્કૃતિ અથવા દેશમાં સ્વીકાર્ય હોય તે બીજામાં સ્વીકાર્ય ના પણ હોઈ શકે છે. અમારી ટીમોને ભૂલ કરવાથી રોકવા અને તેની સહસંબંધી ક્રિયાપ્રતિક્રિયાઓને દૂર કરવામાં મદદ કરવા માટે, ચોક્કસ પરિસ્થિતિઓમાં કોઈપણ અમલીકરણ ક્રિયા કરતા પહેલા અમારે વાસ્તવિક લક્ષ્ય (અથવા તેમના અધિકૃત પ્રતિનિધી) પાસેથી રિપોર્ટ મેળવવો જરૂરી છે.


શું વપરાશકાર અમારી નીતિઓનું ઉલ્લંઘન કરવાનો ભૂતકાળ ધરાવે છે?

લોકો અમારા નિયમોનું ઉલ્લંઘન કરવાનો ઈરાદો રાખતા નથી તેવા અનુમાન સાથે અમે શરૂઆત કરીએ છીએ. ઉલ્લંઘન ભયંકર ગંભીર હોય અને અમારે તાત્કાલિક એકાઉન્ટ સ્ઘગિત કરવું જ પડે તેવી સ્થિતિ ના આવે ત્યાં સુધી, અમે સૌથી પહેલા લોકોને અમારા નિયમો સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમની વર્તણૂક સુધારવાની તક આપીએ છીએ. અમે ઉલ્લંઘન કરનારને અપમાનજનક ટ્વીટ (ટ્વીટ્સ) બતાવી, કયા નિયમનો ભંગ થયો છે તે જણાવ્યું, અને તેઓ ફરી ટ્વીટ કરી શકે તે પહેલા તે સામગ્રી કાઢી નાખવાનું કહ્યું હતું. જો કોઈ વ્યક્તિ વારંવાર અમારા નિયમોનું ઉલ્લંઘન કરે તો અમારી અમલીકરણની ક્રિયાઓ વધુ કડક બની જાય છે. તેમાં ઉલ્લંઘન કરનાર ટ્વીટ (ટ્વીટ્સ) કાઢી નાખે તે ક્રિયાનો સમાવેશ થાય છે અને વધુમાં એકાઉન્ટની માલિકીની ચકાસણી કરવી અને/અથવા ચોક્કસ સમયગાળા માટે તેમની ટ્વીટ કરવાની સમર્થતા હંગામી ધોરણે મર્યાદિત કરવી જેવી ક્રિયાનો સમાવેશ થાય છે. જો તે પછી પણ કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે તો તેમનું એકાઉન્ટ કાયમ માટે સ્થગિત થઈ શકે છે.


ઉલ્લંઘનની ગંભીરતા શું છે?

કેટલાક પ્રકારની વર્તણૂક સુરક્ષા અને સલામતીનાં ગંભીર જોખમો બતાવી શકે છે અને/અથવા તેના પરિણામે લોકો માટે શારીરિક, ભાવનાત્મક અને નાણાકીય મુશ્કેલી થઈ શકે છે. Twitter ના નિયમોનું આવું ભયંકર ઉલ્લંઘન -- જેમકે હિંસક ઘમકીઓ, બિન-સહસંબંધી ઉશ્કેરણીજનક મીડિયા, અથવા બાળકોનું જાતીય શોષણ કરતી સામગ્રી -- કરવાથી એકાઉન્ટ તાત્કાલિક કાયમી માટે સ્થગિત થઈ શકે છે. અન્ય ઉલ્લંઘનોમાં સંખ્યાબંધ વિવિધ પગલાં લેવાઈ શકે છે, જેમકે કોઈ વ્યક્તિએ અપમાનજનક ટ્વીટ (ટ્વીટ્સ) કાઢી નાખવી અને/અથવા નવી ટ્વીટ (ટ્વીટ્સ) પોસ્ટ કરવા માટે તેમની સમર્થતા હંગામી ધોરણે મર્યાદિત કરવી હોઈ શકે છે.


શું વર્તણૂક સમાચારયોગ્ય અને કાયદાકીય જાહેર હિતમાં છે?

Twitter જાહેર જાગૃતિની ઝડપે આગળ વધે છે અને દરેક બાબતો વિશે માહિતગાર રહેવા માટે લોકો આ સેવા માટે આવે છે. વિભિન્ન દૃષ્ટિકોણ સામે આવવાથી લોકોને અન્યો પાસેથી વધુ જાણવામાં, વધુ સહિષ્ણુ બનવામાં, અને આપણે જ્યાં રહેવા માંગીએ છીએ તે પ્રકારના સમાજ વિશે નિર્ણય લેવામાં મદદ મળી શકે છે.

લોકોને સમસ્યાની દરેક બાજુ જોવાની તક છે તેવી ખાતરી કરવામાં મદદ કરવા માટે, ભાગ્યે જ એવા પ્રસંગ હોઈ શકે છે જ્યારે અમે વિવાદાસ્પદ સામગ્રી અથવા વર્તણૂકને મંજૂરી આપીએ છીએ જે અમારી સેવા પર રહેલા અમારા નિયમોનું ઉલ્લંઘન કરી શકે છે, કારણ કે અમને લાગે છે કે તેની ઉપલબ્ધતામાં કાયદાકીય જાહેર હિત છે. દરેક સ્થિતિનું એક પછી એક કિસ્સાના ધોરણે મૂલ્યાંકન કરવામાં આવે છે અને છેવટે ક્રોસ-ફંકશન ટીમ દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

સામગ્રી વિશે અમારો નિર્ણય લેવામાં માહિતગાર કરવા માટે મદદ કરતા કેટલાક પરિબળો જાહેરજનતા, સામગ્રીનો સ્ત્રોત અને ઘટનાના વૈકલ્પિક કવરેજની ઉપલબ્ધતા પર થતી અસરો હોઈ શકે છે.

સામગ્રીની જાહેર અસર: કાયદાકીય રીતે જાહેરહિતનો મુદ્દો જનતાને જેમાં જિજ્ઞાસા હોય તેવા મુદ્દાથી અલગ છે. જો નાગરિકો આ સામગ્રી વિશે ના જાણતા હોય તો તેમના પર શું અસર પડશે તેનો અમે વિચાર કરીશુ. જો ટ્વીટમાં મોટી સંખ્યામાં લોકો પર, દેશ ચલાવવા પર અસર કરવાની સંભાવના હશે અને/અથવા તે કોઈ મહત્વપૂર્ણ સામાજિ સમસ્યા વિશે કહેતી હશે તો અમે તે સામગ્રીને સેવા પર જાળવી રાખવા માટે મંજૂરી આપી શકીએ છીએ. તેવી જ રીતે, જો લોકો પર અસર ખૂબ ઓછી હશે તો અમે અમારી નીતિઓના ઉલ્લંઘનમાં તે સામગ્રી દૂર કરીશું તેવી પ્રબળ સંભાવના છે.

સામગ્રીનો સ્ત્રોત: Twitter પર કેટલાક લોકો, સમૂહો, સંગઠનો અને પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી તેના જાહેર જાગૃતિના લક્ષણ બદલ કાયદીકાય રીતે જાહેરહિતના મુદ્દા તરીકે ધ્યાનમાં લેવાઈ શકે છે. તેનો અર્થ એવો નથી કે તેમની ટ્વીટ્સ હંમેશા સેવા પર રાખવામાં આવશે. તેના બદલે, અમે ચોક્કસ ટ્વીટ જાળવી રાખવા માટે તેમાં કાયદાકીય રીતે જાહેરહિત છે કે કેમ તેનો વિચાર કરીશુ જેથી તેના પર ખુલ્લી ચર્ચા થઈ શકે.

કવરેજની ઉપલબ્ધતા: દરરોજ લોકો દુનિયામાં જે કંઈપણ બની રહ્યું છે તેના વિશે એકાઉન્ટ્સ પર સૌપ્રથમ જાણ કરવા, સ્થાપિત દૃષ્ટિકોણ પર વળતો સૂર મુકવા અને કેટલાક કિસ્સામાં, સત્તામાં રહેલી કોઈ વ્યક્તિ દ્વારા થતા તેમની સત્તાના દુરુપયોગને જગજાહેર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. જેવી કોઈ પરિસ્થિતિ ઉજાગર થાય એટલે, ચોક્કસ માહિતીનો પ્રવેશ દૂર કરવાથી અજાણતા સંદર્ભ છુપાઈ જાય અને/અથવા લોકો મુદ્દાની દરેક બાજુ જોતા અટકી જાય તેવું બની શકે છે. આમ, સંભવિત રૂપે ઉલ્લંઘન કરતી ટ્વીટ પર ક્રિયા કરતા પહેલા, વ્યાપક વાત દર્શાવવામાં તેમની ભૂમિકા અને તે સામગ્રી અન્ય ક્યાંય મળે છે કે કેમ તેના પર ધ્યાન આપીશુ.

Bookmark or share this article