goglobalwithtwitterbanner

કૉપિરાઇટ નીતિ

કેવા પ્રકારની કૉપિરાઇટ ફરિયાદોનો Twitter પ્રતિભાવ આપે છે?

ડિજિટલ મિલેનિયમ કૉપિરાઇટ એક્ટ (“DMCA”) હેઠળ દાખલ થયેલી કૉપિરાઇટ ફરિયાદોને Twitter પ્રતિભાવ આપે છે. DMCA ની કલમ 512 કૉપિરાઇટ ઉલ્લંઘન બાબતે ઔપચારિક જાણ કરવાની કાનૂની જરૂરિયાતોનું સંક્ષેપમાં વર્ણન કરે છે, તેમ જ પીડિત પક્ષ કેવી રીતે ફરિયાદની વળતી-નોટિસ જમા કરાવીને દૂર કરવાની અપીલ કરી શકે છે તેના સૂચનોનું સંક્ષેપમાં વર્ણન કરે છે.

કથિત કૉપિરાઇટ ઉલ્લંઘન, જેમ કે પ્રોફાઈલ અથવા હેડર ફોટો તરીકે કૉપિરાઇટ છબીના અનઅધિકૃત ઉપયોગ સંબંધિત આક્ષેપો, અમારી મીડિયા હોસ્ટિંગ સેવાઓ દ્વારા અપલોડ કરેલા કૉપિરાઇટ વિડિયો અથવા છબીના અનઅધિકૃત ઉપયોગ સંબંધિત આક્ષેપો, અથવા કથિત ઉલ્લંઘન કરતી સામગ્રીની લિંક ધરાવતી ટ્વીટ્ની જાણકારીઓને Twitter પ્રતિભાવ આપશે. નોંધી લેશો કે કૉપિરાઇટ સામગ્રીના તમામ અનઅધિકૃત ઉપયોગો ઉલ્લંઘન નથી (વધુ માહિતી માટે અમારો વાજબી ઉપયોગ લેખ જુઓ).

જો તમે તમારી બ્રાન્ડ અથવા ઔદ્યોગિક એકમના નામના ઉપયોગ વિશે ચિંતિત હોવ, તો કૃપા કરીને Twitter ની ટ્રેડમાર્ક નીતિ ની સમીક્ષા કરો. જો તમે પેરોડી, ન્યૂઝફીડ, કોમેન્ટરી અથવા ચાહક એકાઉન્ટ વિશે ચિંતિત હોવ, તો કૃપા કરીને અહીં સંબંધિત નીતિ જુઓ. આ સામાન્યપણે કૉપિરાઇટ સમસ્યાઓ નથી.

શું હું કૉપિરાઇટ ધારક છુ? હું કેવી રીતે જાણી શકુ?

કોઈ ચોક્કસ કામ માટે તમે અધિકારોને ધરાવો છે કે કેમ તે બાબતે તમે અનિશ્ચિંત હોવ, તો કૃપા કરીને એટર્ની અથવા અન્ય સલાહકારની સલાહ લો, કારણ કે Twitter કાયદેસર સલાહ આપી શકતું નથી. કૉપિરાઇટ કાયદા વિશે વધુ જાણવા માટે http://copyright.govhttps://lumendatabase.org/ અને http://www.eff.org/issues/bloggers/legal/liability/IP જેવા કેટલાક નામો સહિત સંખ્યાબંધ સ્ત્રોતો છે.

કૉપિરાઇટ ફરિયાદ જમા કરાવતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ

અમારી સાથે કૉપિરાઇટ ફરિયાદને જમા કરાવતા પહેલાં, કૃપા કરીને ઉપયોગને વાજબી ઉપયોગગણી શકાય તેમ છે કે કેમ તે ધ્યાનમાં લો. 

જો તમને વાજબી ઉપયોગ લાગતો હોય, અને હજી પણ તમે કૉપિરાઇટ ફરિયાદ કરવા માંગતા હોવ, તો તમે વપરાશકાર સાથે સીધી જ આ બાબતનો ઉકેલ લાવી શકો છો કે કેમ તે જોવા માટે વિવાદિત વપરાશકારનો સીધો જ સંપર્ક કરી શકો છો. તમે વપરાશકારની ટ્વીટનો પ્રત્યુતર આપી શકો છો અથવા Twitter નો સંપર્ક કરવાની જરૂર પડ્યા વિના વપરાશકારને સીધો સંદેશ મોકલીને તમારી કૉપિરાઇટ કરેલ સામગ્રીને દૂર કરવા માટે તેમને જણાવી શકો છો. 

Twitter સાથે ઔપચારિક ફરિયાદ દાખલ કરતા પહેલાં, કૃપા કરીને જાણ રાખો કે જો તમે જાણીજોઈને આવશ્યકપણે સામગ્રી અથવા પ્રવૃત્તિ ઉલ્લંઘન કરનારી છે એવી ખોટી રજૂઆત કરતાં હોવ તો, 17 U.S.C. § 512(f) અંતર્ગત, અમારા અથવા અમારા વપરાશકારો દ્વારા ભોગવવામાં આવેલ ખર્ચા તથા એટર્નીની ફી સહિત કોઈપણ નુકસાન માટે તમે જવાબદાર હોઈ શકો છો. જો તમે જાણ કરી રહ્યા છો તે સામગ્રી વાસ્તવમાં ઉલ્લંઘન કરે છે કે કેમ તે બાબતે તમે અનિશ્ચિત હોવ તો, અમને સૂચના મોકલતા પહેલા તમે એટર્નીનો સંપર્ક કરી શકો છો.

નોંધ: સામાન્યપણે, ફોટોગ્રાફર પરિણામી ફોટોગ્રાફનો વાસ્તવિક અધિકારોનો ધારક હોય છે, નહીં કે ફોટોગ્રાફમાંનો વિષય. જો તમે કોઈ કામ માટે કૉપિરાઇટ્સના માલિક છો કે કેમ તે બાબતે તમે અનિશ્ચિત હોવ અથવા જો તમે કોઈ અન્યના કામમાં ઉલ્લંઘન કરી રહ્યાં હોવ, તો કૃપા કરીને એટર્ની અથવા અન્ય સલાહકારનો સંપર્ક કરો.

કૉપિરાઇટ ફરિયાદની પ્રક્રિયા કરવા માટે તમારે કઈ માહિતીની જરૂર છે?

દાવો કરેલ કૉપિરાઇટ ઉલ્લંઘનની નોટિસ દાખલ કરવા માટે, તમારે અમને નીચે દર્શાવેલી માહિતી આપવી જરૂરી છેઃ

  1. કૉપિરાઇટ માલિક અથવા તેમના વતી પગલાં લેવા માટે અધિકૃત વ્યક્તિની ભૌતિક અથવા ઈલેક્ટ્રોનિક સહી (તમારું પૂરું નામ ટાઈપ કરેલું પૂરતું છે);
  2. જેનું ઉલ્લંઘન થયું છે તે દાવો કરેલ કૉપિરાઇટ કરેલ કામની ઓળખ (ઉદા. તમારાં મૂળ કામની લિંક અથવા કથિત ઉલ્લંઘન થયેલું છે જે સામગ્રીનું સ્પષ્ટ વિવરણ);
  3. ઉલ્લંઘન થયેલ સામગ્રીની ઓળખ અને Twitter ને અમારી વેબસાઈટ અથવા સેવાઓ પર સામગ્રી શોધવા માટે વાજબી રીતે પૂરતી મંજૂરી આપે તેવી માહિતી;
  4. તમારું સરનામું, ટેલિફોન નંબર, અને ઈમેલ એડ્રેસ સહિત તમારા સંપર્કની માહિતી;
  5. એક નિવેદન કે જેમાં તમને પૂરો વિશ્વાસ છે કે સામગ્રીના ઉપયોગને જે રીતે ભારપૂર્વક જણાવેલ છે તે કૉપિરાઇટ માલિક, તેના એજન્ટ અથવા કાયદા દ્વારા અધિકૃત નથી; અને
  6. એક નિવેદન કે ફરિયાદમાંની માહિતી સચોટ છે, અને, ખોટી જુબાનીના દંડ હેઠળ, કે તમે કૉપિરાઇટ માલિકની વતી પગલાં લેવા માટે અધિકૃત છો.

જો તમે ટ્વીટની સામગ્રીની જાણ કરી રહ્યા છો તો, કૃપા કરીને અમને તે ટ્વીટની સીધી લિંક આપો. અથવા કૃપા કરીને સ્પષ્ટ કરો કે કથિત ઉલ્લંઘન હેડર, અવતાર વગેરેમાં છે. TWITTER ને ઉલ્લંઘન થયેલ સામગ્રીની ઓળખ કરવા માટે પ્રોફાઈલ પેજની લિંક અપૂરતી છે.

હું કેવી રીતે કૉપિરાઇટ ફરિયાદ કરી શકુ?

તમે Twitter ના સહાયતા કેન્દ્રની મુલાકાત લઈને અને કૉપિરાઇટ ફરિયાદ દાખલ કરીને કથિત કૉપિરાઇટ ઉલ્લંઘનની જાણ કરી શકો છો. જો તમે twitter.com પર લોગ ઈન થયેલા હોવ તો, તમે તમારા Twitter એકાઉન્ટમાં સાઈડ બાર પર આપેલ 'સહાય' લિંક પર ક્લિક કરીને સીધા જ Twitter સહાયતા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.

DMCA ફરિયાદ દાખલ કરવી એ પૂર્વ-નિર્ધારિત કાયદેસર પ્રક્રિયાની શરૂઆત છે. તમારી ફરિયાદની ચોક્કસાઈ, માન્યતા અને સંપૂર્ણતા માટે સમીક્ષા કરવામાં આવશે. જો આ જરૂરિયાતોમાં તમારી ફરિયાદ સંતોષજનક હશે તો, અમે તમારી વિનંતી પર પગલાં લઈશું - જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે તે કથિત ઉલ્લંઘન થયેલ સામગ્રી પોસ્ટ કરનાર વપરાશકાર (વપરાશકારો)ને તમારી નોટિસની સંપૂર્ણ નકલ મોકલવા (તમારું નામ, સરનામું, ફોન અને ઈમેલ એડ્રેસ સહિત) સહિતના પગલાં છે.

તમારી સંપર્કની વિગતો આગળ મોકલવા બાબતે તમે ચિંતિત હોવ તો, તમારા માટે જાણ કરવા તમે એજન્ટનો ઉપયોગ કરી શકો છો.

કૃપા કરીને જાણ રાખો કે જો તમે જાણીજોઈને ઉલ્લંઘન કરતી તે સામગ્રી અથવા પ્રવૃત્તિ ભૌતિક રીતે રજૂ કરી રહ્યા હોવ તો, 17 U.S.C. § 512(f) અંતર્ગત, અમારા અથવા વપરાશકાર દ્વારા ભોગવવામાં આવેલી એટર્નીની ફી સહિત કોઈપણ નુકસાન માટે તમે જવાબદાર હોઈ શકો છો. જો તમે જાણ કરી રહ્યા છો તે સામગ્રી વાસ્તવમાં ઉલ્લંઘન કરે છે કે કેમ તે બાબતે તમે અનિશ્ચિત હોવ તો, અમને કૉપિરાઇટ ફરિયાદ દાખલ કરતા પહેલા તમે એટર્નીનો સંપર્ક કરી શકો છો.

કેવી રીતે દાવાઓની પ્રક્રિયા કરવામાં આવે છે?

અમે કૉપિરાઇટ ફરિયાદો જે ક્રમમાં મળી હોય તે ક્રમમાં તેની પ્રક્રિયા કરીએ છીએ. તમે તમારી ટિકિટ દાખલ કરી દો પછી, અમે તમને ટિકિટના પુષ્ટિકરણનો ઈમેલ મોકલીશું. જો તમને ટિકિટ પુ્ષ્ટિકરણ ના મળે તો તેનો મતલબ એવો થાય કે અમને તમારી ફરિયાદ મળી નથી અને તમારે તમારી ફરિયાદ ફરી દાખલ કરવી જોઈએ. જોકે, કૃપા કરીને નોંધી લેશો કે, ડુપ્લિકેટ કૉપિરાઇટ ફરિયાદ દાખલ કરવાથી પ્રક્રિયામાં વિલંબ થશે.

જો અમે સામગ્રી દૂર કરવાનો અથવા તેનો પ્રવેશ સ્થગિત કરવાનો નિર્ણય લઈએ, તો અમે પીડિત વપરાશકાર (વપરાશકારો)ને સૂચિત કરીશું અને જાણ કરનારની ફરિયાદની સંપૂર્ણ નકલ (આપવામાં આવેલી સંપર્કની વિગતો સહિત) વળતી-નોટિસ કેવી રીતે દાખલ કરવા તેના સૂચનો સાથે પૂરી પાડીશું. અમે તમારી અંગત માહિતી દૂર કરીને, લ્યુમેન ને ફરિયાદની ફેરફાર કરેલી નકલ આગળ મોકલીશું.

જાણ કરેલ વપરાશકાર (વપરાશકારો)ને કયા પ્રકારની માહિતી આગળ મોકલવામાં આવે છે? 

જો અમે કૉપિરાઇટ ફરિયાદમાં જાણ કરેલ સામગ્રીને દૂર કરીએ અથવા પ્રવેશ અક્ષમ કરીએ તો, જાણ કરેલ વપરાશકાર (વપરાશકારો)ને જાણ કરનારનું પૂરું નામ, ઈમેલ, રહેઠાણનું સરનામુ, અને ફરિયાદમાં સમાવેલી અન્ય માહિતી સહિત ફરિયાદની નકલ મળશે. 

જો તમે જાણ કરેલ વપરાશકાર (વપરાશકારો)ને તમારી સંપર્કની માહિતી આપવા માટે અનુકૂળ ના હોવ તો, તમે તમારા વતી તમારી DMCA નોટિસ જમા કરવા માટે એજન્ટ નીમવાનું વિચારી શકો છો. તમારા એજન્ટે માન્ય સંપર્કની માહિતી સાથે DMCA નોટિસ જમા કરવાની રહેશે, અને તેઓ જેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે સામગ્રી માલિક તરીકે તમારી ઓળખ આપવી પડશે. 

બાદમાં શું થાય છે?

કૉપિરાઇટ ફરિયાદોના Twitter ના પ્રતિભાવમાં કથિત ઉલ્લંઘન કરતી સામગ્રી દૂર કરવાનું અથવા પ્રવેશનું નિયંત્રણ સમાવિષ્ટ હોઈ શકે છે. જો અમે કૉપિરાઇટ ફરિયાદના પ્રતિભાવમાં વપરાશકારને દૂર કરીએ અથવા પ્રવેશ પ્રતિબંધિત કરીએ તો, Twitter ફરિયાદની સંપૂર્ણ નકલ અને વળતી-નોટિસ દાખલ કરવાના સૂચનો સહિત સંબંધિત માહિતી દૂર કરવા અથવા પ્રવેશના પ્રતિબંધ સાથે અસરગ્રસ્ત એકાઉન્ટધારકનો સંપર્ક કરવામાં સારો વિશ્વાસ બનાવશે.

જો તમને હજી સુધી તમારા એકાઉન્ટમાંથી દૂર કરેલી સામગ્રી સંબંધિત કૉપિરાઇટ ફરિયાદની નકલ પ્રાપ્ત ના થઈ હોય, તો કૃપા કરીને અમે તમને મોકલેલી સપોર્ટ ટિકિટનો પ્રતિભાવ આપો. જો તમારી ફરિયાદમાં Periscopeમાંથી સામગ્રીને દૂર કરવાનું શામેલ હોય, તો કૃપા કરીને તમારી ફરિયાદની નકલની કેવી રીતે વિનંતી કરવી તે વિશે આ સહાયતા કેન્દ્ર લેખ જુઓ.

વપરાશકાર દ્વારા પોસ્ટ કરેલ સામગ્રી દૂર કરવા અથવા પ્રવેશ પ્રતિબંધને સંંબંધે શક્ય તેટલા પારદર્શક બનવાના પ્રયાસમાં, અમે અટકાવી દીધેલી ટ્વીટ્સ અને મીડિયાને સ્પષ્ટ ચિહ્નિત કરીએ છીએ જેથી ક્યારે અટકાવ્યું તે દર્શકોને સૂચિત કરી શકાય (નીચે ઉદાહરણ આપ્યા છે). અમે લ્યુમેનમાં પ્રક્રિયા કરેલ દરેક કૉપિરાઇટ ફરિયાદ અને વળતી-નોટિસની ફેરફાર કરેલી નકલ એ તમામ જગ્યાએ મોકલીએ છીએ, જ્યાં તે જાહેરમાં દેખાય તેવી વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવી હતી (તમારી અંગત માહિતી દૂર કરીને).

Twitter પરથી મારી સામગ્રી દૂર કરવામાં આવી હતી

મને શા માટે કૉપિરાઇટ ફરિયાદ મળી છે?

જો તમને કૉપિરાઇટ ફરિયાદ મળે તો, તેનો મતલબ એવો થાય કે ફરિયાદમાં જણાવેલ સામગ્રીનો પ્રવેશ પ્રતિબંધિત કરેલ છે. કૃપા કરીને અમે તમને કરેલા પત્રવ્યવહારને વાંચવા માટે સમય કાઢો, જેમાં અમને પ્રાપ્ત થયેલી ફરિયાદની માહિતી તેમજ વળતી-નોટિસ દાખલ કરવા વિશે સૂચનો સામેલ છે. કૃપા કરીને સુનિશ્ચિત કરો કે તમે તમારા Twitter એકાઉન્ટ સાથે સંકળેયાલ ઈમેલ એડ્રેસ જોઈ રહ્યા છો.

સૂચનઃ કૉપિરાઇટ ફરિયાદમાં જાણ કરેલ સામગ્રી કાઢી નાખવાથી તે ફરિયાદનું નિરાકરણ નહીં આવે.

જો મારે અલગ લડવું હોય તો હું શું કરું?

જો તમને લાગતુ હોય કે કૉપિરાઇટ ફરિયાદોમાં જાણ કરેલ સામગ્રી
ખોટી ઓળખ થયેલી હતી અથવા ભૂલથી દૂર કરી દીધી છે, તો તમે અમને વળતી-સૂચના (સૂચનાઓ) મોકલી શકો છો. વળતી-નોટિસ એ Twitter ને દૂર કરેલ સામગ્રી ફરી સ્થાપિત કરવા માટેની વિનંતી છે, અને તેના કાયદેસર પરિણામો છે. વૈકલ્પિક રીતે, તમે જાણ કરનાર પાસેથી કૉપિરાઇટ ફરિયાદ પાછી ખેંચવાની માંગણી કરી શકો છો.

હું કેવી રીતે પાછી ખેંચવાની માંગણી કરી શકુ?

તમે મેળવેલ DMCA ફરિયાદમાં જાણ કરનારની સંપર્કની માહિતી સામેલ છે. તમે તેમના સુધી પહોંચવાનું અને તેમની નોટિસ પાછી ખેંચવાનું કહી શકો છો.  જાણ કરનાર copyright@twitter.com ને પાછી ખેંચવાની જાણકારી મોકલી શકે છે, અને તેમાં આ સામેલ જોઈએઃ (1) જેને અક્ષમ કરવામાં આવ્યું છે તે સામગ્રીની ઓળખ, અને (2) એક નિવેદન કે જાણ કરનાર તેમની DMCA નોટિસ પાછી ખેંચવા માંગે છે. વણઉકેલાયેલી કૉપિરાઈટ ફરિયાદના ઉકેલની આ સૌથી ઝડપી અને સૌથી કાર્યક્ષમ રીત છે. પાછી ખેંચવાનો નિર્ણય એ મૂળ જાણ કરનારની ઈચ્છાને આધીન છે.

મારે ક્યારે વળતી-નોટિસ દાખલ કરવી જોઈએ?

વળતી-નોટિસ એ Twitter ને દૂર કરેલ સામગ્રી ફરી સ્થાપિત કરવા માટેની વિનંતી છે, અને તેના કાયદેસર પરિણામો ધરાવતી કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત છે.  ઉદાહરણ તરીકે, વળતી નોટિસ દાખલ કરવાથી એવું સૂચિત થાય છે કે તમે યુ.એસ. સંઘીય કોર્ટ ન્યાયક્ષેત્ર સાથે સંમત છો અને તમે તમારી અંગત માહિતી જાણ કરનાર અને લ્યુમેન વેબસાઈટ સમક્ષ જાહેર કરવા માટે સંમત છો.

આ બાબતોને ધ્યાનમાં રાખીને, જો તમને એવું લાગતું હોય કે આ સામગ્રીની ખોટી ઓળખ થઈ હતી, અથવા તમને સારો વિશ્વાસ હોય કે સામગ્રીને દૂર કરવી જોઈતી નહોતી તો તમે વળતી-નોટિસ દાખલ કરી શકો છો.  તમારે વળતી-નોટિસ દાખલ કરવી કે કેમ તે બાબતે તમે ચોક્કસ હોવ તો, તમે એટર્નીની સલાહ લેવાનું ઈચ્છી શકો છો.

સૂચનઃ કૉપિરાઇટ ફરિયાદના પ્રતિભાવમાં દૂર કરવામાં આવેલી સામગ્રી ફરી પોસ્ટ કરવાથી એકાઉન્ટને કાયમી સ્થિગત કરવામાં આવી શકે છે. જો તમને લાગતુ હોય કે સામગ્રી ભૂલથી દૂર કરવામાં આવી હતી, તો કૃપા કરીને સામગ્રી ફરી પોસ્ટ કરવાના બદલે વળતી-નોટિસ દાખલ કરો. 

વળતી-નોટિસની પ્રક્રિયા કરવા માટે તમારે કઈ માહિતીની જરૂર છે?

વળતી-નોટિસ દાખલ કરવા માટે, તમારે અમને નીચે દર્શાવેલી માહિતી આપવાની જરૂર પડશેઃ

  1. ભૌતિક અથવા ઈલેક્ટ્રોનિક સહી (તમારું પૂરું નામ ટાઈપ કરેલું પૂરતું છે);
  2. દૂર કરવામાં આવેલ અથવા જેનો પ્રવેશ અક્ષમ કરવામાં આવ્યો છે તે સામગ્રીની ઓળખ અને તેને દૂર કરવામાં આવ્યું અથવા જ્યાંથી તેનો પ્રવેશ અક્ષમ કરવામાં આવ્યો તે પહેલા તે જ્યાં જોવા મળી હોય તે સ્થાન(કૉપિરાઇટ નોટિસમાંથી વિવરણ પૂરતું છે);
  3. ખોટી જુબાનીના દંડ હેઠળ એક નિવેદન કે તમને વિશ્વાસ છે કે સામગ્રી ભૂલથી દૂર કરવામાં આવી હતી અથવા અક્ષમ કરવામાં આવી હતી અથવા ખોટી ઓળખના કારણે સામગ્રી દૂર કરવામાં અથવા અક્ષમ કરવામાં આવી; અને
  4. તમારું નામ, સરનામુ, અને ટેલિફોન નંબર, અને નિવેદન કે તમે ન્યાયિક જિલ્લો કે જ્યાં સરનામુ આવેલ છે તેની સંઘીય જિલ્લા કોર્ટના ન્યાયક્ષેત્ર, અથવા જો તમારું સરનામુ યુનાઈટેડ સ્ટેટ્સની બહાર હોય તો, જ્યાં Twitter મળી શકે તેવા કોઈપણ ન્યાયિક જિલ્લા સાથે સંમત છો, અને એ કે (c)(1)(C) ની પેટા ધારા હેઠળ તમને જે પણ સૂચના આપે અથવા આવી વ્યક્તિના એજન્ટની પ્રક્રિયાની સેવા તમે સ્વીકારશો.

વળતી-નોટિસ દાખલ કરવા માટે, કૃપા કરીને દૂર કરવાના અમારા મૂળ ઈમેલને પ્રતિભાવ આપો અને તમારા પ્રતિભાવની બોડીમાં જરૂરી માહિતી સમાવો કારણ કે અમે સુરક્ષાના કારણોસર તમામ બીડાણ ખતમ કરી નાખીએ છીએ.

હું વળતી-નોટિસ દાખલ કરુ પછી શું થાય?

માન્ય વળતી-નોટિસ મળ્યા પછી, અમે તુરંત જેમણે મૂળ નોટિસ દાખલ કરી હોય તે વ્યક્તિને નકલ આગળ મોકલીશું. તેનો મતલબ એવો થાય કે તમારી વળતી-નોટિસમાં દાખલ કરવામાં આવેલી સંપર્કની માહિતી મૂળ નોટિસ દાખલ કરનાર વ્યક્તિને જણાવવામાં આવશે. 

જો સામગ્રી ભૂલથી અથવા ખોટી ઓળખથી દૂર કરવામાં આવી હોવા સાથે કૉપિરાઇટ માલિક અસહમત થાય તો, તેઓ તમારી વિરુદ્ધ કાયદેસર કેસ દાખલ કરી શકે છે.  જો અમને 10 વ્યવસાયિક દિવસોની અંદર નોટિસ પ્રાપ્ત નહીં થાય કે મૂળ જાણ કરનાર સમસ્યાની સામગ્રીના વધુ ઉલ્લંઘનને રોકવા માટે અદાલતનો આદેશ માંગે છે, તો અમે દૂર કરવામાં આવેલી સામગ્રીનો પ્રવેશ અક્ષમ કરી અથવા બંધ કરી શકીએ છીએ.

અમે કોઈ કાયદેસર સલાહ ના આપી શકીએ. જો તમને કોઈપણ પ્રશ્ન હોય તો, તમે એટર્નીની સલાહ લઈ શકો છો.

કૉપિરાઇટ ફરિયાદ અથવા વળતી-નોટિસ દાખલ કરવી એ ગંભીર વ્યવસાય છે!

કૃપા કરીને દાવા અથવા વળતી-નોટિસ દાખલ કરતા પહેલાં બે વાર વિચારો, ખાસ કરીને જો તમે અચોક્કસ હોવ કે તમે ખરેખર અધિકારો ધારક છો અથવા અધિકારો ધારક વતી પગલાં લેવા માટે અધિકૃત છો. કપટપૂર્ણ અને/અથવા ખરાબ વિશ્વાસ દાખલ કરવા માટે કાનૂની અને નાણાકીય પરિણામો છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ખરેખર અધિકારો ધારક છો અથવા તમને સારો વિશ્વાસ છે કે સામગ્રી ભૂલથી દૂર કરવામાં આવી હતી અને તમે ખોટા દાવાને દાખલ કરવાના અનુભવોને સમજો છો.

જો મારા એકાઉન્ટને બહુવિધ કૉપિરાઇટ ફરિયાદો મળે તો શું થાય?

જો બહુવિધ કૉપિરાઇટ ફરિયાદો પ્રાપ્ત થાય તો Twitter એકાઉન્ટ્સને લૉક કરી શકે છે અથવા વારંવાર ઉલ્લંઘન કરનારાઓને ચેતવવા માટે અન્ય ક્રિયાઓ કરી શકે છે. આ ચેતવણીએ Twitter ની સેવાઓમાં બદલાઈ શકે છે.  યોગ્ય સંજોગોમાં અમે અમારી પુનરાવર્તિત ઉલ્લંઘન નીતિ હેઠળ વપરાશકાર એકાઉન્ટ્સને સ્થગિત કરી શકીએ છીએ. જોકે, અમે અમારી પુનરાવર્તિત ઉલ્લંઘન નીતિ લાગુ કરતી વખતે એકાઉન્ટ્સમાં પાછું લેવા અને વળતી-નોટિસો લઈ શકીએ છીએ. 

આ લેખ બુકમાર્ક કરો અથવા શેર કરો

શું આ લેખ મદદરૂપ હતો?

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે મદદ કરી શક્યા તેની અમને ખરેખર ખુશી છે!

પ્રતિભાવ બદલ આપનો આભાર. અમે કેવી રીતે આ લેખ સુધારી શકીએ છીએ?

પ્રતિભાવ બદલ આપનો આભાર. તમારી ટિપ્પણીઓ ભવિષ્યમાં અમારા લેખમાં સુધારો લાવવા માટે અમને મદદરૂપ થશે.