અપમાનજનક વર્તણૂક

Twitterના નિયમો: કોઈ વ્યક્તિની લક્ષિત પજવણી કરવામાં અથવા અન્ય લોકોને આમ કરવા માટે ઉત્તેજન આપવામાં તમે જોડાઈ શકશો નહીં. અમે અપમાનજનક વર્તણૂકને અન્ય કોઈની પજવણી કરવા, તેમને ધમકાવવા અથવા તેમનો અવાજ દબાવી દેવાના પ્રયાસ તરીકે ગણીએ છીએ.
 

તર્કસંગત


Twitter પર, તમારા અનોખા દૃષ્ટિકોણને અભિવ્યક્ત કરવામાં તમે સલામતી અનુભવો તે જરૂરી છે. અમે અભિવ્યક્તિની આઝાદી અને નિખાલસ વાતચીતમાં માનીએ છીએ, પરંતુ જો લોકો પોતાનો મંતવ્ય આપવાથી ગભરાતા હોય તેના કારણે અવાજો દબાવી દેવામાં આવ્યા હોય તો મૂળભૂત ફિલસૂફી તરીકે તેનું મહત્ત્વ બહુ ઓછું થઈ જાય છે. 

પ્લેટફોર્મ પર નિખાલસ વાતચીતની સગવડતા પૂરી પાડવા અને લોકોને વૈવિધ્યસભર મંતવ્યો તથા માન્યતાઓને અભિવ્યક્ત કરવામાં સશક્ત બનાવવા માટે, અમે એવી વર્તણૂકને પ્રતિબંધિત કરીએ છીએ કે જેનાથી અન્યોની પજવણી કરવામાં અથવા ધમકાવવામાં આવે, અથવા અન્યથા જે અન્યોને લજ્જિત કરવા કે નીચા બતાવવાના હેતુસર થતી હોય છે. લોકોની સલામતી સામે જોખમો ઊભા કરવા ઉપરાંત, અપમાનજનક વર્તણૂક પ્રભાવિત લોકોમાં શારીરિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ પણ પેદા કરી શકે છે. 

નીતિ વિકાસ અને અમારી અમલીકરણ ફિલસૂફી સંબંધી અમારા અભિગમ વિશે વધુ જાણો.

આ ક્યારે લાગુ પડે છે 


કેટલીક ટ્વીટસ જ્યારે અલગ પાડીને જોવામાં આવે ત્યારે અપમાનજનક લાગતી હોઈ શકે છે, પરંતુ મોટા વાર્તાલાપના સંદર્ભમાં જોવામાં આવે ત્યારે તેમ ન હોય તેવું બની શકે છે. જ્યારે અમે આ પ્રકારની સામગ્રીની સમીક્ષા કરીએ છીએ ત્યારે એ સ્પષ્ટ ન પણ હોઈ શકે કે તે કોઈ વ્યક્તિની પજવણી કરવાના હેતુસર છે અથવા તો તે સંમતિપૂર્ણ વાર્તાલાપના એક ભાગરૂપે છે. અમારી ટીમને વાર્તાલાપનો સંદર્ભ સમજવામાં મદદ મળી રહે તે માટે, અમારે સીધા લક્ષ્યાંક્તિ કરવામાં આવી રહેલી વ્યક્તિ સાથે જ વાત કરવાની જરૂર પડી શકે છે, જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે અમલીકરણ સંબંધી કોઈપણ પગલું લેતા પહેલાં અમારી પાસે જોઈતી માહિતી છે.

અમે એવા એકાઉન્ટ્સના રિપોર્ટ્સની સમીક્ષા કરીશું અને તેની સામે પગલાં લઈશું કે જે ટ્વીટ્સ અથવા સીધા સંદેશામાં નીચેની કોઈપણ વર્તણૂકથી કોઈ વ્યક્તિ અથવા લોકોના સમૂહને લક્ષ્યાંકિત કરી રહ્યા હોય. એવા એકાઉન્ટ્સ બાબતે જાણવા માટે કે જે તેની પ્રોફાઈલ પર અપમાનજનક વર્તણૂકમાં જોડાતા હોય, કૃપા કરીને અમારી અપમાનજનક પ્રોફાઈલ સંબંધી નીતિ જુઓ. એવી વર્તણૂક કે જે લોકોને તેમની જાતિ, વંશીયતા, રાષ્ટ્રીય મૂળ, જાતીય અભિગમ, લિંગ, લિંગ ઓળખ, ધાર્મિક જોડાણ, ઉંમર, અપંગતા અથવા ગંભીર રોગના આધારે લક્ષ્ય બનાવી રહી હોય, આ અમારી દ્વેષપૂર્ણ આચરણ અંગેની નીતિના ઉલ્લંઘનમાં હોઈ શકે છે.


હિંસક ધમકીઓ

અમે એવી સામગ્રીને પ્રતિબંધિત કરીએ છીએ જે ઓળખી શકાય તેવા લક્ષ્ય વિરુદ્ધ હિંસક ધમકીઓ આપે છે. હિંસક ધમકીઓ એ ઇજાઓ પહોંચાડવાના ઇરાદાના ઘોષણાત્મક નિવેદનો છે જે ગંભીર અને કાયમી શારીરિક હાનિમાં પરિણમશે, જ્યાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામી શકે છે અથવા નોંધપાત્ર રીતે ઘાયલ થઈ શકે છે, દા.ત., "હું તમને મારી નાંખીશ."

નોંધ: અમે હિંસક ધમકીઓ વિરુદ્ધ શૂન્ય સહનશીલતાની નીતિ ધરાવીએ છીએ. જેઓ હિંસક ધમકીઓ શેર કરતા હોવાનું માનવામાં આવતું હોય તે લોકોએ તેમના એકાઉન્ટના તાત્કાલિક અને કાયમી રદ બાતલ થવાનો સામનો કરવો પડશે. 

કોઈ વ્યક્તિ અથવા લોકોના સમૂહને ગંભીર હાનિ પહોંચાડવાની ઇચ્છા રાખવી, આશા રાખવી અથવા માંગ કરવી

અમે એવી સામગ્રીને સાંખી લેતા નથી, જે કોઈ વ્યક્તિ અથવા લોકોના સમૂહના મૃત્યુ થવાની, ગંભીર શારીરિક હાનિ પહોંચાડવાની અથવા ગંભીર બીમારી થવાની ઇચ્છા ધરાવતી હોય, આશા કરતી હોય, પ્રોત્સાહન આપતી હોય, ઉત્તેજિત કરતી હોય અથવા તેવી અભિલાષા વ્યક્ત કરતી હોય. આમાં અહીં આપેલી બાબતો સમાવિષ્ટ છે, પરંતુ તેના પૂરતી તે મર્યાદિત નથી: 

 • એવી આશા કરતી હોય કે કોઈ વ્યક્તિ એક ગંભીર બીમારીને કારણે મૃત્યુ પામે દા.ત., “હું આશા રાખું છું કે તમને કેન્સર થાય અને તમારું મૃત્યુ થાય.”
 • કોઈ વ્યક્તિ ગંભીર અકસ્માતનો ભોગ બને એવી ઇચ્છા ધરાવતી હોય દા.ત., “હું ઇચ્છું છું કે હવે આગલીવાર જ્યારે તમે તમારું મોઢું ખોલો ત્યારે તમારા પર એક કાર ફરી વળે.”
 • એમ કહેવું કે લોકોનો એક સમૂહ ગંભીર શારીરિક ઇજા ભોગવવાને લાયક છે દા.ત., “જો વિરોધીઓનો આ સમૂહ ચૂપ ના થાય તો, તેમને ગોળી મારી દેવામાં આવવી જોઈએ.”
   

Twitter પર હાનિ પહોંચાડવાની ઇચ્છાઓ સંબંધી અપવાદો વિશે 

અમે સમજીએ છીએ કે અમુક ચોક્કસ વ્યક્તિઓ કે જેના પર ગંભીર હિંસાનો વિશ્વસનીય રીતે આરોપ લગાવવામાં આવ્યો હોય તેનાથી સંબંધિત વાર્તાલાપો આક્રોશ અને તેની સાથે સંકળાયેલી હાનિ પહોંચાડવાની ઇચ્છાઓ પ્રેરિત કરી શકે છે. આ મર્યાદિત કેસોમાં, અમે વપરાશકારને એકાઉન્ટ સંબંધી દંડ થવાના, બંધ થવાના અથવા સ્થગિત થવાના કોઈ જોખમ વિના તે ટ્વીટને કાઢી નાખવાની વિનંતી કરીશું. જેના ઉદાહરણો આ મુજબ છે, પરંતુ તેના પૂરતા તે મર્યાદિત નથી:

 •  “હું ઇચ્છું છું કે બધા બળાત્કારીઓ મરી જાય.” 
 • “બાળકનું શોષણ કરનારા લોકોને ફાંસીએ લટકાવી દેવા જોઈએ.”
   

અનિચ્છનીય જાતીય દરખાસ્તો

Twitter પર કેટલીક સંમતિપૂર્ણ નગ્નતા અને વયસ્કો માટેની સામગ્રીની પરવાનગી આપવામાં આવતી હોવા છતાં, અમે એવી અનિચ્છનીય જાતીય દરખાસ્તો અને સામગ્રીને પ્રતિબંધિત કરીએ છીએ જે કોઈ વ્યક્તિને તેમની સંમતિ વિના જાતીય વસ્તુની કક્ષાએ ઉતારી પાડતી હોય. આમાં અહીં આપેલી બાબતો સમાવિષ્ટ છે, પરંતુ તેના પૂરતી તે મર્યાદિત નથી:

 • કોઈ વ્યક્તિને અવાંછિત અને/અથવા અનિચ્છનીય વયસ્કોને માટેનો મીડિયા મોકલવો, જેમાં છબીઓ, વિડિયો અને GIF સમાવિષ્ટ છે; 
 • કોઈ વ્યક્તિના શરીર વિશે અનિચ્છનીય જાતીય રૂપથી ચર્ચા કરવી; 
 • જાતીય કૃત્યો માટે માંગણી કરવી અને 
 • એવી અન્ય કોઈપણ સામગ્રી જે અન્યથા કોઈ વ્યક્તિની સંમતિ વિના તેનું જાતીયકરણ કરે. 
   

અન્ય લોકોની પજવણી કરવા અથવા તેમને ધમકાવવાના ઉદ્દેશ સાથે અપમાનજનક શબ્દો, અપશબ્દો અથવા આડકતરા સૂચનોવાળા શબ્દોનો ઉપયોગ કરવો

અમે અન્યને નિશાન બનાવવા અપમાનજનક શબ્દો, અપશબ્દો અથવા આડકતરા સૂચનોવાળા શબ્દોના ઉપયોગ સામે પગલાં લઈએ છીએ. અપમાનજનક શબ્દો અથવા સ્લર્સનો ગંભીર, વારંવાર ઉપયોગ જેવા કેટલાક કિસ્સા (પરંતુ તેના પૂરતા તે મર્યાદિત નથી), જ્યાં પ્રાથમિક ઇરાદો અન્ય લોકોની પજવણી કરવાનો અથવા તેમને ધકાવવાનો હોય, તેમાં અમારે ટ્વીટને દૂર કરવાની જરૂર પડી શકે છે. અપમાનજનક શબ્દો અને અપશબ્દોનો માફકસર, પૃથક ઉપયોગ જેવા અન્ય કિસ્સા (પરંતુ તેના પૂરતા તે મર્યાદિત નથી), જ્યાં પ્રાથમિક ઇરાદો અન્ય લોકોની પજવણી કરવાનો અથવા તેમને ધમકાવવાનો હોય, તેમાં અમે નીચે વધુ વિગતમાં વર્ણવ્યા મુજબ ટ્વીટની દૃશ્યતાને મર્યાદિત કરી શકીએ છીએ. કૃપા કરીને એ બાબતની પણ નોંધ લેશો કે કેટલીક વ્યક્તિઓને અમુક ચોક્કસ શબ્દો અપમાનજનક લાગતા હોવા છતાં, અમે એવી દરેક કિસ્સા સામે પગલાં લઈશું નહીં જ્યાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. 


કોઈ વ્યક્તિ અથવા લોકોના સમૂહને પજવવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા અથવા બોલાવવા

અમે એવી વર્તણૂકને પ્રતિબંધિત કરીએ છીએ જે અન્ય લોકોને અપમાનજનક વર્તણૂક વડે કોઈ ચોક્કસ વ્યક્તિઓ અથવા સમૂહોની પજવણી કરવા અથવા લક્ષ્યાંકિત કરવા માટે પ્રોત્સાહિત કરે. આમાં અહીં આપેલી બાબતો સમાવિષ્ટ છે, પરંતુ તેના પૂરતી તે મર્યાદિત નથી; ઑનલાઇન અપમાન અથવા પજવણી દ્વારા લક્ષ્યાંકિત કરવા લોકોને બોલાવવા અને શારીરિક પજવણી જેવા ઑફલાઇન કૃત્યની વિનંતી કરે તેવી વર્તણૂક. 

 

સામૂહિક જાનહાનિની ઘટનાઓનો થઈ હતી તેને નકારવું

અમે એવી સામગ્રી પર પ્રતિબંધ મૂકીએ છીએ જે સામૂહિક હત્યા અથવા અન્ય સામૂહિક જાનહાનિની ઘટનાઓ થઈ હોવાને નકારે છે, જ્યાં અમે ચકાસણી કરી શકીએ છીએ કે ઘટના બની હતી અને જ્યારે સામગ્રી અપમાનજનક ઇરાદા સાથે શેર કરવામાં આવે છે. આમાં “હાનિકારક છેતરપિંડી” તરીકે આવી ઘટનાના સંદર્ભો અથવા પીડિતો અથવા બચી ગયેલા લોકો બનાવટી અથવા “અભિનય કરનારાઓ” હોવાનો દાવો શામેલ હોઈ શકે છે. તેમાં મોટી ખૂનરેજી, શાળામાં થતો ગોળીબાર, આતંકવાદી હુમલાઓ અને કુદરતી આપત્તિઓ જેવી ઘટનાઓનો સમાવેશ છે, પરંતુ તેના પૂરતી તે મર્યાદિત નથી.

 

આ સામગ્રીની Twitterના નિયમોનું ઉલ્લંઘન કરવા બાબતે સમીક્ષા કરવામાં આવે તે માટે શું મારે આ સામગ્રીની લક્ષિત વ્યક્તિ હોવું જરૂરી છે?

નહીં, આવી સામગ્રી અંગે મુખ્ય વ્યક્તિ અને જોનાર વ્યક્તિ બન્ને દ્વારા જાણ કરવામાં આવતા અમે તેની સમીક્ષા કરીએ છીએ.


પરિણામો

આ નીતિનું ઉલ્લંઘન કરવા માટેના દંડને નિર્ધારિત કરતી વખતે, અમે ઘણાં બધાં પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ, જેમાં ઉલ્લંઘનની ગંભીરતા અને તે વ્યક્તિનો નિયમના ઉલ્લંઘનોનો અગાઉનો રેકોર્ડ સમાવિષ્ટ છે, પરંતુ તેના પૂરતા તે મર્યાદિત નથી. આ નીતિનું ઉલ્લંઘન કરનારી સામગ્રી માટે સંભવિત અમલીકરણના વિકલ્પોની યાદી નીચે મુજબ છે:

 • પ્રત્યુતરોમાં ટ્વીટ્સને ડાઉનરેન્ક કરવું, સિવાય કે જ્યારે વપરાશકાર ટ્વીટના લેખકને અનુસરતા હોય.
 • ટોચના શોધ પરિણામોમાં અને/અથવા ટ્વીટના લેખકને અનુસરતા ન હોય તે વપરાશકાર માટે સમય અવધિઓ પર પ્રવર્ધન માટે ટ્વીટ્સને અપાત્ર બનાવવી.
 • ઈમેલ અથવા ઇન-પ્રોડક્ટ ભલામણોમાંથી ટ્વીટ્સ અને/અથવા એકાઉન્ટ્સને બાકાત રાખવા. 
 • ટ્વીટને દૂર કરવાની જરૂર પડવી.
  • ઉદાહરણ તરીકે, અમે કોઈ વ્યક્તિને ઉલ્લંઘનવાળી સામગ્રી દૂર કરવાનું કહી શકીએ છીએ અને તેઓ ફરી ટ્વીટ કરી શકે તે પહેલાં તેમને થોડા સમય માટે માત્ર વાંચનલક્ષી મોડ જ આપી શકીએ છીએ. અનુગામી ઉલ્લંઘનોને કારણે માત્ર વાંચનલક્ષીનો સમયગાળો વધુ લાંબો થશે અને અંતે એકાઉન્ટનું કાયમી રદ બાતલ કરવામાં આવી શકે છે.
 • એવા એકાઉન્ટ્સને રદ બાતલ કરવા કે જેમનો પ્રાથમિક ઉપયોગ અમે નિર્ધારિત કર્યો છે તે આ નીતિમાં વ્યાખ્યાયિત રીતે અપમાનજનક વર્તણૂકમાં સામેલ થવાનો છે અથવા જેમણે હિંસક ધમકીઓ શેર કરી છે.

અમલીકરણના વિકલ્પોની અમારી શ્રેણી વિશે વધુ જાણો.

જો કોઈને લાગતું હોય કે તેમનું એકાઉન્ટ ભૂલથી રદ બાતલ કરવામાં આવ્યું હતું, તો તેઓ અપીલ સબમિટ કરી શકે છે.

આ લેખને શેર કરો