સૂચનાઓ સમય અવધિ વિશે

 

સૂચનાઓ સમય અવધિ શું છે?
 

  • સૂચનાઓ સમય અવધિ એવી સરળ રીત ઓફર કરે છે જ્યાં તમે જોઈ શકો છો કે X પરનાં અન્ય લોકો તમારી સાથે કેવી રીતે વાતચીત કરે છે. 
  • સૂચના સમય અવધિ પરથી, તમે તમારી કઈ ટ્વીટ્સને લાઈક કરવામાં આવી, તાજેતરની પુનટ્વીટ્સ (તમારી ટ્વીટ્સમાંની), તમને નિર્દેશિત કરવામાં આવેલ ટ્વીટ્સ (પ્રત્યુતરો અને ઉલ્લેખો), તમારા નવા અનુયાયીઓની યાદી તેમજ તમારા નવા એકાઉન્ટના અનુયાયીઓ જોઈ શકશો.
  • તમે તમારી સૂચનાઓને ત્રણ રીતે જોઈ શકો છો: તમામ તમને નવા અનુયાયીઓ, પુનટ્વીટ્સ, ઉલ્લેખો અને લાઈક્સ જેવી એકાઉન્ટ પ્રવૃત્તિ માટે સૂચનાઓ બતાવે છે. ઉલ્લેખો તમને માત્ર એવી ટ્વીટ્સ માટે સૂચનાઓ બતાવે છે કે જે તમારા વપરાશકર્તાનામનો ઉલ્લેખ કરે છે અને ચકાસાયેલ તમને ચકાસાયેલ વાદળી ચેક માર્ક્સ ધરાવતાં એકાઉન્ટ્સની ટ્વીટ્સ માટે જ સૂચનાઓ બતાવે છે.
  • તમારી સૂચનાઓ ઉપરાંત, અમે એવી સામગ્રીને આગળ કરીશું જે અમને લાગે છે કે તમને તેમાં સૌથી વધુ રુચિ પડશે અને અર્થપૂર્ણ રીતે વાર્તાલાપમાં યોગદાન આપશે, જેમ કે સુસંગત, વિશ્વસનીય અને સલામત સામગ્રી.

શું હું પ્રાપ્ત કરું તે સૂચનાઓને હું ફિલ્ટર કરી શકું? 
 

હા. X પર તમે શું જુઓ અને કોણ તમારી સાથે વાર્તાલાપ કરે તેના પર તમે નિયંત્રણ કરી શકો છો. તમે પ્રાપ્ત કરો તે સૂચનાઓને ફિલ્ટર કરવાં માટે તમારી સૂચનાઓ સેટિંગ્સમાં તમારી પાસે ત્રણ વિકલ્પો છે: ગુણવત્તા ફિલ્ટર, જોડાણ અટકાવેલા શબ્દો અને પ્રગત ફિલ્ટર્સ.

  • ગુણવત્તા ફિલ્ટર, જ્યારે ચાલુ હોય ત્યારે, તમારી સૂચનાઓમાંથી નીચી-ગુણવત્તાવાળી સામગ્રીને ફિલ્ટર કરે છે, ઉદાહરણ તરીકે, આપમેળે રૂપે દેખાય તેવી ડુપ્લિકેટ ટ્વીટ્સ અથવા સામગ્રી — તે તમે અનુસરો છો તે લોકો અથવા તમે તાજેતરમાં જેની સાથે વાતચીત કરી છે તે એકાઉન્ટ્સની સૂચનાઓ ફિલ્ટર કરતું નથી. તમારી પાસે તમારી સૂચનાઓ સેટિંગ્સમાં આને ચાલુ અથવા બંધ કરવાનો વિકલ્પ છે. (સૂચનાઓ નીચે યાદીબદ્ધ છે.)
  • ચોક્કસ શબ્દો અને શબ્દસમૂહો માટે તમે જોડાણ અટકાવેલા શબ્દોસાથે તમારી સૂચનાઓમાં જોવાનું ટાળવા માંગો છો તે માટે જોડાણ અટકાવેલ સૂચનાઓ. અહીં વધુ જાણો. તમે જે એકાઉન્ટ્સમાંની સૂચનાઓ જોવાનું ટાળવા માંગો છો તેના માટેની સૂચનાઓનું જોડાણ અટકાવો. આમાં તે એકાઉન્ટ્સનું જોડાણ અટકાવવાનું સામેલ છે જે તમે અનુસરો છો અથવા નથી જાણતા. તમે અનુસરતા હો તેવાં જોડાણ અટકાવેલાં એકાઉન્ટ્સ માટે, જોડાણ અટકાવેલા એકાઉન્ટ દ્વારા પ્રત્યુતરો અને ઉલ્લેખો હજી પણ તમારા સૂચનાઓ ટેબમાં જોવા મળશે. અહીં વધુ જાણો.
  • પ્રગત ફિલ્ટર્સ તમે જેને ટાળવા માંગો છો તેવાં ચોક્કસ પ્રકારનાં એકાઉન્ટ્સમાંથી સૂચનાઓ નિષ્ક્રિય કરવાની તમને મંજૂરી આપે છે. આ ઉપરાંત, જો તમારા એકાઉન્ટ પર અચાનક ખૂબ જ ધ્યાન આપવામાં આવે તો, તમે જે જુઓ છો તેના પર તમને વધુ નિયંત્રણ આપવા માટે આ ફિલ્ટર્સને સમાયોજિત કરવા માટે તમારી સૂચનાઓ ટેબમાં અમે તમને આમંત્રણ આપતી સૂચના સામેલ કરી શકીએ છીએ. (આ સેટિંગ્સ વિશે નીચે વધુ જાણો.)
     

નોંધ: જો તમે X પર નવા છો અથવા તમારી એપ્લિકેશન ફરીથી ઇન્સ્ટોલ કરેલ છે તો, ગુણવત્તા ફિલ્ટર સેટિંગ મૂળભૂત રૂપે ચાલુ રહેશે. અક્ષમ અને સક્ષમ કરવા અંગેની સૂચનાઓ નીચે યાદીબદ્ધ છે.

IOS માટે:
પગલું 1

તમારી સૂચનાઓ સમય અવધિ  પર જાઓ

પગલું 2

ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો

પગલું 3

ચાલુ અથવા બંધ કરવા માટે ગુણવત્તા ફિલ્ટર ની બાજુમાં સ્લાઇડર ખેંચો.

નોંધ: તમે ટોચના મેનૂમાંથી પણ તમારી સૂચનાઓ સેટિંગ્સની ઍક્સેસ મેળવી શકો છો. તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

એન્ડ્રોઈડ માટે:
પગલું 1

તમારી સૂચનાઓ સમય અવધિ  પર જાઓ

પગલું 2

ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો

પગલું 3

ચાલુ અથવા બંધ કરવા માટે ગુણવત્તા ફિલ્ટર ની બાજુમાં બોક્સ પર ખરાની નિશાની કરો.

નોંધ: તમે નેવિગેશન મેનૂના આઈકોન  અથવા તમારી પ્રોફાઈલના આઈકોન દ્વારા પણ તમારી સૂચનાઓ સેટિંગ્સની ઍક્સેસ મેળવી શકો છો. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.

ડેસ્કટૉપ માટે:
પગલું 1

તમારી સૂચનાઓ સમય અવધિ પર જાઓ.

પગલું 2

તમારી સૂચનાઓ ફિલ્ટર કરવા માટે, સેટિંગ્સ પર ક્લિક કરો.

પગલું 3

ચાલુ અથવા બંધ કરવા માટે ગુણવત્તા ફિલ્ટર ની બાજુમાં બોક્સ પર ક્લિક કરો.


પ્રગત ફિલ્ટર સેટિંગ્સ
 

તમે જેનાથી દૂર રહેવા માગતા હોવ તે ચોક્કસ પ્રકારનાં એકાઉન્ટ્સમાંથી તમને સૂચનાઓ પ્રાપ્ત થઈ શકે છે. ગુણવત્તા ફિલ્ટર સક્ષમ કરવા ઉપરાંત, તમે નીચેના પ્રકારના એકાઉન્ટ્સમાંથી સૂચનાઓને નિષ્ક્રિય કરવાનું પસંદ કરી શકો છો: 

  • નવાં હોય તે એકાઉન્ટ્સ (જેને તમે અનુસરતા નથી).
  • તમને ન અનુસરતા હોય તેવાં એકાઉન્ટ્સ (જેને તમે અનુસરતા નથી).
  • તમે ન અનુસરતા હોવ તેવાં એકાઉન્ટ્સ. 
  • મૂળભૂત પ્રોફાઈલ ફોટો સાથેનાં એકાઉન્ટ્સ (જેને તમે અનુસરતા નથી). 
  • પુષ્ટિ કરેલ ઈમેલ સરનામા વગરનાં એકાઉન્ટ્સ (જેને તમે અનુસરતા નથી).
  • પુષ્ટિ કરેલ ફોન નંબર વગરનાં એકાઉન્ટ્સ (જેને તમે અનુસરતા નથી).
     

X.com પર ફિલ્ટર્સ સેટ કરવા માટે:

  1. તમારી સૂચનાઓ સમય અવધિ પર જાઓ.
  2. તમારી સૂચનાઓને ફિલ્ટર કરવાં માટે, સેટિંગ્સ પર ક્લિક કરો.
  3. પ્રગત ફિલ્ટર્સ પર ક્લિક કરો.
  4. ચાલુ કરવા માટે તમારા પસંદગીના(નાં) ફિલ્ટર (ફિલ્ટર્સ)ની બાજુમાં બોક્સ પર ખરાની નિશાની કરો.
     

iOS માટે Xનો ઉપયોગ કરીને ફિલ્ટર્સ સેટ કરવાં માટે:

  1. તમારીસૂચનાઓ સમય અવધિ  પર જાઓ
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો
  3. પ્રગત ફિલ્ટર્સ પર હળવેથી ઠપકારો.
  4. ચાલુ કરવા માટે તમારા પસંદગીના(નાં) ફિલ્ટર(ફિલ્ટર્સ)ની બાજુમાં સ્લાઇડર ખેંચો.
     

એન્ડ્રોઈડ માટે Xનો ઉપયોગ કરીને ફિલ્ટર્સ સેટ કરવાં:

  1. તમારી સૂચનાઓ સમય અવધિ  પર જાઓ
  2. ગિઅર આઈકોન  પર હળવેથી ઠપકારો
  3. પ્રગત ફિલ્ટર્સ પર હળવેથી ઠપકારો.
  4. ચાલુ કરવા માટે તમારા પસંદગીના(નાં) ફિલ્ટર (ફિલ્ટર્સ)ની બાજુમાં બોક્સ પર ખરાની નિશાની કરો.

આ લેખને શેર કરો