દ્વિ-પરિબળ પ્રમાણીકરણનો ઉપયોગ કેવી રીતે કરવો

દ્વિ-પરિબળ પ્રમાણીકરણ એ તમારા X એકાઉન્ટ માટે સુરક્ષાનું એક વધારાનું સ્તર છે. લોગ ઈન કરવા માટે ફક્ત સાંકેતિક શબ્દ દાખલ કરવાને બદલે, તમે એક કોડ પણ દાખલ કરશો અથવા સુરક્ષા કીનો ઉપયોગ કરશો. આ વધારાના પગલાંથી એ વાતની ખાતરી કરવામાં મદદ મળે છે કે તમે, અને માત્ર તમે જ તમારા એકાઉન્ટમાં પ્રવેશ કરી શકો છો. નોંધણી દરમિયાન, અમે એ વાતની પણ ખાતરી કરીશું કે તમારી પાસે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ પુષ્ટિ થયેલ ઈમેલ સરનામું છે. તે રીતે, અમે તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા તમારી સાથે સંચાર કરવા જેવી બાબતો માટે તમારા ઈમેલ સરનામાનો ઉપયોગ કરી શકીએ છીએ.

તમે આ સુવિધા સક્ષમ કરો તે પછી, તમને તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે કાં તો કોડ, એપ્લિકેશન મારફતે લોગીન પુષ્ટિકરણ અથવા તો એક ભૌતિક સુરક્ષા કી –– જેવી ગૌણ લોગીન પદ્ધતિની સાથોસાથ તમારા સાંકેતિક શબ્દની જરૂર પડશે. 

તમારા લોગીનની ચકાસણી કેવી રીતે કરવી
iOS માટે:
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી સુરક્ષા પર હળવેથી ઠપકારો.

પગલું 3

દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પર હળવેથી ઠપકારો.

પગલું 4

જેમાંથી પસંદ કરી શકાય એવી ત્રણ પદ્ધતિ છે: ટેક્સ્ટ સંદેશો, પ્રમાણીકરણ એપ્લિકેશન અથવા સુરક્ષા કી.

પગલું 5

એકવાર નોંધણી થઈ જાય તે પછી, જ્યારે તમે તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો છો, ત્યારે તમને તમારા સાંકેતિક શબ્દ સાથે તમારા અગાઉના લોગીન દરમિયાન તમે ઉપયોગમાં લીધેલી દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પદ્ધતિ પ્રદાન કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે. તમને દ્વિ-પરિબળ પ્રમાણીકરણની કોઈ અલગ પદ્ધતિ પસંદ કરવાનો વિકલ્પ પણ દેખાશે. જો તમે આગળ જવા માંગો છો, તો ફક્ત અલગ પદ્ધતિ પસંદ કરવા માટે પ્રોમ્પ્ટ પર હળવેથી ઠપકારો. લોગીન સમાપ્ત કરવા માટે ઓનસ્ક્રીન સૂચનાઓને અનુસરો.

ટેક્સ્ટ સંદેશ મારફતે સાઈન અપ કરવા માટે:
પગલું 1

 ટેસ્ક્સ્ટ સંદેશની બાજુના ચેકબોક્સ પર ક્લિક કરો.

પગલું 2

ઓવરવ્યૂ સૂચનાઓ વાંચો, પછી શરૂ કરવા પર હળવેથી ઠપકારો. 

પગલું 3

તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 4

જો તમે પહેલાંથી જ તમારા Twitter એકાઉન્ટ માટે ઈમેલની પુષ્ટિ કરી નથી, તો અમે તમને તેમ કરવા માટે કહીશું: તમારું ઈમેલ સરનામું દાખલ કરો, પછી આગામી પર હળવેથી ઠપકારો. અમે ત્યારબાદ તમને ઈમેલનાં માધ્યમથી પુષ્ટિકરણ કોડ મોકલીશું. તમારા Twitter એકાઉન્ટમાં પાછા આવીને, પ્રોમ્પ્ટમાં એ કોડ દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

નોંધ: જો તમારી પાસે પહેલાંથી જ તમારા એકાઉન્ટ સાથે ફોન નંબર સંકળાયેલો નથી, તો અમને તે દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરીશું. વધુમાં Twitter પર તમે તમારા હાલના સંપર્કોને તમને શોધવાની મંજૂરી આપવા માટે વિકલ્પને નાપસંદ કરવાનું પસંદ કરી શકો છો. 

પગલું 5

હવે અમે તમને ટેક્સ્ટ સંદેશનાં માધ્યમથી અમે તમને મોકલેલો તે પુષ્ટિકરણ કોડ દાખલ કરવા માટે કહીશું. કોડને ટાઈપ અથવા પેસ્ટ કરો, એક બેકઅપ કોડ સાથે તમને પુષ્ટિકરણ સ્ક્રીન દેખાશે. અમે ભલામણ કરીએ છીએ કે તમે કોડનો સ્ક્રીનશૉટ સંગ્રહિત કરો જેથી ભવિષ્યમાં જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકાય. જો તમે તમારો મોબાઈલ ફોન ગુમાવો અથવા તમારો ફોન નંબર બદલો તો આ તમારા એકાઉન્ટમાં પ્રવેશ મેળવવામાં તમારી મદદ કરશે.

પગલું 6

આ સ્ક્રીનનું કામ તમે સમાપ્ત કરી લો ત્યારે સમજાઈ ગયું પર હળવેથી ઠપકારો.

પ્રમાણીકરણ એપ્લિકેશનનાં માધ્યમથી સાઈન અપ કરવા માટે:
પગલું 1

પ્રમાણીકરણ એપ્લિકેશનની બાજુના બોક્સ પર હળવેથી ઠપકારો.

પગલું 2

ઓવરવ્યૂ સૂચનાઓ વાંચો, પછી સમજાઈ ગયું પર હળવેથી ઠપકારો.

પગલું 3

જો પ્રોમ્પ્ટ કરવામાં આવે, તો તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો અને ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 4

જો તમે પહેલાંથી જ તમારા Twitter એકાઉન્ટ માટે ઈમેલની પુષ્ટિ કરી નથી, તો અમે તમને તેમ કરવા માટે કહીશું: તમારું ઈમેલ સરનામું દાખલ કરો, પછી આગામી પર હળવેથી ઠપકારો. અમે ત્યારબાદ તમને ઈમેલનાં માધ્યમથી પુષ્ટિકરણ કોડ મોકલીશું. તમારા Twitter એકાઉન્ટમાં પાછા આવીને, પ્રોમ્પ્ટમાં એ કોડ દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 5

તમને QR કોડ સ્કૅન કરીને તમારી પ્રમાણીકરણ એપ્લિકેશનને તમારા Twitter એકાઉન્ટ સાથે લિંક કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે. (જો તમારી પાસે તમારા ડિવાઇસ પર પહેલેથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી ન હોય, તો તમારે એક ડાઉનલોડ કરવાની જરૂર પડશે. તમે Google ઓથેન્ટિકેટર, Authy, Duo Mobile, 1Password વગેરે જેવી કોઈપણ સમય-આધારિત વન ટાઇમ સાંકેતિક શબ્દ (TOTP) પ્રમાણીકરણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો)

પગલું 6

તમે QR કોડ સ્કૅન કર્યા પછી આગામી પર હળવેથી ઠપકારો.

પગલું 7

તમારી પ્રમાણીકરણ એપ્લિકેશન દ્વારા જનરેટ થયેલ કોડને દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 8

તમને પુષ્ટિકરણ સ્ક્રીન દેખાશે. સેટઅપ સમાપ્ત કરવા માટે સમજાઈ ગયું પર હળવેથી ઠપકારો.

હવે, તમારા પ્રમાણીકરણ એપ્લિકેશન દ્વારા, તમારા Twitter એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે તમે લોગીન ચકાસણી માટે કોડ્સને જોઈ અને ઉપયોગ કરી શકો છો.

સુરક્ષા કી મારફતે સાઈન અપ કરવા માટે:
પગલું 1

 સુરક્ષા કી પર હળવેથી ઠપકારો. 

પગલું 2

જ્યારે પ્રોમ્પ્ટ કરવામાં આવે, ત્યારે તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો.

ઓવરવ્યૂ વાંચો, પછી શરૂ કરો પર હળવેથી ઠપકારો.

પગલું 5

તમે કાં તો તમારા મોબાઇલ ડિવાઇસના USB પોર્ટમાં કી(કીઝ) દાખલ કરી શકો છો, અથવા તેને બ્લુટૂથ અથવા NFC પર સિન્ક કરી શકો છો. એકવાર દાખલ થયા બાદ, તમારી કી પરના બટનને સ્પર્શ કરો. 

પગલું 6

સેટઅપ સમાપ્ત કરવા માટે ઓન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.

પગલું 7

જ્યારે પૂર્ણ થઈ જાય, ત્યારે તમારી સુરક્ષા કી(કીઝ) દ્વિ-પરિબળ પ્રમાણીકરણ હેઠળ સુરક્ષા કીને મેનેજ કરો વિભાગમાં દેખાશે. ત્યાંથી, તમે તમારી સુરક્ષા કી(કીઝ)નું નામ બદલી શકો છો અથવા કાઢી શકો છો, અને કોઈપણ સમયે તમારા એકાઉન્ટમાં વધારાની સુરક્ષા કી ઉમેરી શકો છો. 

નોંધ: જો તમે વધારાના દ્વિ-પરિબળ પ્રમાણીકરણ રક્ષણ માટે સુરક્ષા કી ઉમેરો છો, તો હવે આપણે વધુ રક્ષણ માટે બીજી બેકઅપ પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર નથી. સુરક્ષા કી નો ઉપયોગ અન્ય કોઈ પદ્ધતિઓ ચાલુ કર્યા વિના, તમારી એકમાત્ર પ્રમાણીકરણ પદ્ધતિ તરીકે કરી શકાય છે.

જો તમે 21 માર્ચ, 2016 પહેલાં લોગીન ચકાસણીમાં નોંધણી કરેલી છે તો:

જ્યારે તમે iOS માટે Twitter, એન્ડ્રોઈડ માટે Twitter અથવા mobile.twitter.com નો ઉપયોગ કરીને twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો ત્યારે, તમારા ફોન પર પુશ સૂચના મોકલવામાં આવી શકે છે. લોગીન વિનંતીને મંજૂર કરવા માટે પુશ સૂચના ખોલો. એકવાર તમે મંજૂરી આપો એટલે, તમે twitter.com પર તમારા એકાઉન્ટમાં તરત જ લોગ ઈન થઈ જશો.

તમે એસએમએસ ટેક્સ્ટ સંદેશ દ્વારા પણ લોગીન કોડ મેળવી શકો છો. તમે twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો છો ત્યારે તમારા ફોન પર ટેક્સ્ટ સંદેશ મારફતે કોડ મોકલવાની વિનંતી કરો પર ક્લિક કરીને તમે આમાં પસંદ કરી શકો છો.
 
નોંધ: તમે સુરક્ષા પર હળવેથી ઠપકારીને, પછી લોગીન વિનંતીઓ પર હળવેથી ઠપકારીને એપ્લિકેશનની અંદરથી તમારી લોગીન વિનંતીઓને મંજૂર અથવા નામંજૂર શકો છો. નવી વિનંતીઓ માટે રીફ્રેશ કરવા માટે યાદી પર નીચે ખેંચો. જો તમને પુશ સૂચના પ્રાપ્ત ન થાય તો પણ આ સ્ક્રીન પર વિનંતીઓ દેખાશે.

દ્વિ-પરિબળ પ્રમાણીકરણને કેવી રીતે બંધ કરવું:
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલ ના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

 એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી સુરક્ષા પર હળવેથી ઠપકારો.

પગલું 3

તેને બંધ કરવા માટે તમારી પસંદ કરેલી દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પદ્ધતિની બાજુમાં સ્લાઇડર પર હળવેથી ઠપકારો

પગલું 4

તમારી પસંદગીની પુષ્ટિ કરવા માટે બંધ કરો ને બે વખત હળવેથી ઠપકારો.

એન્ડ્રોઈડ માટે:
પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ નું આયકન  અથવા તમારી પ્રોફાઈલ નું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.

પગલું 2

એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી સુરક્ષા પર હળવેથી ઠપકારો. 

પગલું 3

દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પર હળવેથી ઠપકારો.

પગલું 4

જેમાંથી પસંદ કરી શકાય એવી ત્રણ પદ્ધતિ છે: ટેક્સ્ટ સંદેશો, પ્રમાણીકરણ એપ્લિકેશન અથવા સુરક્ષા કી.

પગલું 5

એકવાર નોંધણી થઈ જાય તે પછી, જ્યારે તમે તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો છો, ત્યારે તમને તમારા સાંકેતિક શબ્દ સાથે તમારા અગાઉના લોગીન દરમિયાન તમે ઉપયોગમાં લીધેલી દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પદ્ધતિ પ્રદાન કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે. તમને દ્વિ-પરિબળ પ્રમાણીકરણની કોઈ અલગ પદ્ધતિ પસંદ કરવાનો વિકલ્પ પણ દેખાશે. જો તમે આગળ જવા માંગો છો, તો ફક્ત અલગ પદ્ધતિ પસંદ કરવા માટે પ્રોમ્પ્ટ પર હળવેથી ઠપકારો. લોગીન સમાપ્ત કરવા માટે ઓનસ્ક્રીન સૂચનાઓને અનુસરો.

ટેક્સ્ટ સંદેશ મારફતે સાઈન અપ કરવા માટે:
પગલું 1

ટેક્સ્ટ સંદેશની બાજુના બોક્સમાં ખરાની નિશાની કરો.

પગલું 2

ઓવરવ્યૂ સૂચનાઓ વાંચો, પછી આગામી પર હળવેથી ઠપકારો. 

પગલું 3

તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 4

જો તમે પહેલાંથી જ તમારા Twitter એકાઉન્ટ માટે ઈમેલની પુષ્ટિ કરી નથી, તો અમે તમને તેમ કરવા માટે કહીશું: તમારું ઈમેલ સરનામું દાખલ કરો, પછી આગામી પર હળવેથી ઠપકારો. અમે ત્યારબાદ તમને ઈમેલનાં માધ્યમથી પુષ્ટિકરણ કોડ મોકલીશું. તમારા Twitter એકાઉન્ટમાં પાછા આવીને, પ્રોમ્પ્ટમાં એ કોડ દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

નોંધ: જો તમારી પાસે પહેલાંથી જ તમારા એકાઉન્ટ સાથે ફોન નંબર સંકળાયેલો નથી, તો અમને તે દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરીશું. વધુમાં Twitter પર તમે તમારા હાલના સંપર્કોને તમને શોધવાની મંજૂરી આપવા માટે વિકલ્પને નાપસંદ કરવાનું પસંદ કરી શકો છો. 

પગલું 5

હવે અમે તમને ટેક્સ્ટ સંદેશનાં માધ્યમથી અમે તમને મોકલેલો તે પુષ્ટિકરણ કોડ દાખલ કરવા માટે કહીશું. કોડને ટાઈપ અથવા પેસ્ટ કરો, એક બેકઅપ કોડ સાથે તમને પુષ્ટિકરણ સ્ક્રીન દેખાશે. અમે ભલામણ કરીએ છીએ કે તમે કોડનો સ્ક્રીનશૉટ સંગ્રહિત કરો જેથી ભવિષ્યમાં જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકાય. જો તમે તમારો મોબાઈલ ફોન ગુમાવો અથવા તમારો ફોન નંબર બદલો તો આ તમારા એકાઉન્ટમાં પ્રવેશ મેળવવામાં તમારી મદદ કરશે.

પગલું 6

આ સ્ક્રીનનું કામ તમે સમાપ્ત કરી લો ત્યારે સમજાઈ ગયું પર હળવેથી ઠપકારો.

હવે, જ્યારે તમે twitter.com, એન્ડ્રોઈડ માટે Twitter અથવા mobile.twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો ત્યારે, તમારા ફોન પર છ-અંકનો લોગીન કોડ ટેક્સ્ટ સંદેશ દ્વારા મોકલવામાં આવશે.

પ્રમાણીકરણ એપ્લિકેશનનાં માધ્યમથી સાઈન અપ કરવા માટે:
પગલું 1

પ્રમાણીકરણ એપ્લિકેશનની બાજુના ચેકબોક્સ પર હળવેથી ઠપકારો.

પગલું 2

ઓવરવ્યૂ સૂચનાઓ વાંચો, પછી શરૂ કરો પર હળવેથી ઠપકારો.

પગલું 3

જો પ્રોમ્પ્ટ કરવામાં આવે, તો તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો અને ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 4

જો તમે પહેલાંથી જ તમારા Twitter એકાઉન્ટ માટે ઈમેલની પુષ્ટિ કરી નથી, તો અમે તમને તેમ કરવા માટે કહીશું: તમારું ઈમેલ સરનામું દાખલ કરો, પછી આગામી પર હળવેથી ઠપકારો. અમે ત્યારબાદ તમને ઈમેલનાં માધ્યમથી પુષ્ટિકરણ કોડ મોકલીશું. તમારા Twitter એકાઉન્ટમાં પાછા આવીને, પ્રોમ્પ્ટમાં એ કોડ દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 5

તમને QR કોડ સ્કૅન કરીને તમારી પ્રમાણીકરણ એપ્લિકેશનને તમારા Twitter એકાઉન્ટ સાથે લિંક કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે. (જો તમારી પાસે તમારા ડિવાઇસ પર પહેલેથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી ન હોય, તો તમારે એક ડાઉનલોડ કરવાની જરૂર પડશે. તમે Google ઓથેન્ટિકેટર, Authy, Duo Mobile, 1Password વગેરે જેવી કોઈપણ સમય-આધારિત વન ટાઇમ સાંકેતિક શબ્દ (TOTP) પ્રમાણીકરણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો)

પગલું 6

તમે QR કોડ સ્કૅન કર્યા પછી આગામી પર હળવેથી ઠપકારો.

પગલું 7

તમારી પ્રમાણીકરણ એપ્લિકેશન દ્વારા જનરેટ થયેલ કોડને દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 8

તમને પુષ્ટિકરણ સ્ક્રીન દેખાશે. સેટઅપ સમાપ્ત કરવા માટે સમજાઈ ગયું પર હળવેથી ઠપકારો.

હવે, તમારા પ્રમાણીકરણ એપ્લિકેશન દ્વારા, તમારા Twitter એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે તમે લોગીન ચકાસણી માટે કોડ્સને જોઈ અને ઉપયોગ કરી શકો છો. 

સુરક્ષા કી મારફતે સાઈન અપ કરવા માટે:
પગલું 1

સુરક્ષા કી પર હળવેથી ઠપકારો. 

પગલું 2

જ્યારે પ્રોમ્પ્ટ કરવામાં આવે, ત્યારે તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો.

પગલું 3

જો તમે પહેલાંથી જ તમારા Twitter એકાઉન્ટ માટે ઈમેલની પુષ્ટિ કરી નથી, તો અમે તમને તેમ કરવા માટે કહીશું: તમારું ઈમેલ સરનામું દાખલ કરો, પછી આગામી પર હળવેથી ઠપકારો. અમે ત્યારબાદ તમને ઈમેલનાં માધ્યમથી પુષ્ટિકરણ કોડ મોકલીશું. તમારા Twitter એકાઉન્ટમાં પાછા આવીને, પ્રોમ્પ્ટમાં એ કોડ દાખલ કરો, પછી ચકાસણી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 4

ઓવરવ્યૂ વાંચો, પછી શરૂ કરો પર હળવેથી ઠપકારો.

પગલું 5

તમે કાં તો તમારા મોબાઇલ ડિવાઇસના USB પોર્ટમાં કી(કીઝ) દાખલ કરી શકો છો, અથવા તેને બ્લુટૂથ અથવા NFC પર સિન્ક કરી શકો છો. એકવાર દાખલ થયા બાદ, તમારી કી પરના બટનને સ્પર્શ કરો. 

પગલું 6

સેટઅપ સમાપ્ત કરવા માટે ઓન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.

પગલું 7

જ્યારે પૂર્ણ થઈ જાય, ત્યારે તમારી સુરક્ષા કી(કીઝ) દ્વિ-પરિબળ પ્રમાણીકરણ હેઠળ સુરક્ષા કીને મેનેજ કરો વિભાગમાં દેખાશે.  ત્યાંથી, તમે તમારી સુરક્ષા કી(કીઝ)નું નામ બદલી શકો છો અથવા કાઢી શકો છો, અને કોઈપણ સમયે તમારા એકાઉન્ટમાં વધારાની સુરક્ષા કી ઉમેરી શકો છો 

નોંધ: જો તમે વધારાના દ્વિ-પરિબળ પ્રમાણીકરણ રક્ષણ માટે સુરક્ષા કી ઉમેરો છો, તો હવે આપણે વધુ રક્ષણ માટે બીજી બેકઅપ પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર નથી. સુરક્ષા કી નો ઉપયોગ અન્ય કોઈ પદ્ધતિઓ ચાલુ કર્યા વિના, તમારી એકમાત્ર પ્રમાણીકરણ પદ્ધતિ તરીકે કરી શકાય છે.

જો તમે 21 માર્ચ, 2016 પહેલાં દ્વિ-પરિબળ પ્રમાણીકરણમાં નોંધણી કરેલી છે તો:

જ્યારે તમે iOS માટે Twitter, એન્ડ્રોઈડ માટે Twitter અથવા mobile.twitter.com નો ઉપયોગ કરીને twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો ત્યારે, તમારા ફોન પર પુશ સૂચના મોકલવામાં આવી શકે છે. લોગીન વિનંતીને મંજૂર કરવા માટે પુશ સૂચના ખોલો. એકવાર તમે મંજૂરી આપો એટલે, તમે twitter.com પર તમારા એકાઉન્ટમાં તરત જ લોગ ઈન થઈ જશો.

તમે એસએમએસ ટેક્સ્ટ સંદેશ દ્વારા પણ લોગીન કોડ મેળવી શકો છો. તમે twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો છો ત્યારે તમારા ફોન પર ટેક્સ્ટ સંદેશ મારફતે કોડ મોકલવાની વિનંતી કરો પર ક્લિક કરીને તમે આમાં પસંદ કરી શકો છો.

નોંધ: તમે સુરક્ષા પર હળવેથી ઠપકારીને, પછી લોગીન વિનંતીઓ પર હળવેથી ઠપકારીને એપ્લિકેશનની અંદરથી તમારી લોગીન વિનંતીઓને મંજૂર અથવા નામંજૂર શકો છો. નવી વિનંતીઓ માટે રીફ્રેશ કરવા માટે યાદી પર નીચે ખેંચો. જો તમને પુશ સૂચના પ્રાપ્ત ન થાય તો પણ આ સ્ક્રીન પર વિનંતીઓ દેખાશે.

દ્વિ-પરિબળ પ્રમાણીકરણને કેવી રીતે બંધ કરવું:
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

 એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી સુરક્ષા પર હળવેથી ઠપકારો.

પગલું 3

 દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પર હળવેથી ઠપકારો.

પગલું 4

તેને બંધ કરવા માટે તમારી પસંદ કરેલી દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પદ્ધતિની બાજુમાં ચેકબોક્સ પર હળવેથી ઠપકારો

પગલું 5

તમારી પસંદગીની પુષ્ટિ કરવા માટે બંધ કરો ને હળવેથી ઠપકારો.

ડેસ્કટૉપ માટે:
પગલું 1

બાજુના મેનૂમાં, તમારા વધુ પર ક્લિક કરો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.

પગલું 2

સુરક્ષા અને એકાઉન્ટનો પ્રવેશ પર ક્લિક કરો, અને પછી સુરક્ષા પર ક્લિક કરો.

પગલું 3

દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પર ક્લિક કરો.

પગલું 4

જેમાંથી પસંદ કરી શકાય એવી ત્રણ પદ્ધતિ છે: ટેક્સ્ટ સંદેશો, પ્રમાણીકરણ એપ્લિકેશન અથવા સુરક્ષા કી.

પગલું 5

એકવાર નોંધણી થઈ જાય તે પછી, જ્યારે તમે તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો છો, ત્યારે તમને તમારા સાંકેતિક શબ્દ સાથે તમારા અગાઉના લોગીન દરમિયાન તમે ઉપયોગમાં લીધેલી દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પદ્ધતિ પ્રદાન કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે. તમને દ્વિ-પરિબળ પ્રમાણીકરણની કોઈ અલગ પદ્ધતિ પસંદ કરવાનો વિકલ્પ પણ દેખાશે. જો તમે આગળ જવા માંગો છો, તો ફક્ત અલગ પદ્ધતિ પસંદ કરવા માટે પ્રોમ્પ્ટ પર ક્લિક કરો. લોગીન સમાપ્ત કરવા માટે ઓનસ્ક્રીન સૂચનાઓને અનુસરો.

ટેક્સ્ટ સંદેશ મારફતે સાઈન અપ કરવા માટે:
પગલું 1

ટેસ્ક્સ્ટ સંદેશની બાજુના ચેકબોક્સ પર ક્લિક કરો.

પગલું 2

ઓવરવ્યૂ સૂચનાઓ વાંચો, પછી આગામી પર ક્લિક કરો. 

પગલું 3

તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો, પછી ચકાસણી કરો પર ક્લિક કરો.

પગલું 4

જો તમે પહેલાંથી જ તમારા Twitter એકાઉન્ટ માટે ઈમેલની પુષ્ટિ કરી નથી, તો અમે તમને તેમ કરવા માટે કહીશું: તમારું ઈમેલ સરનામું દાખલ કરો, પછી આગામી પર ક્લિક કરો. અમે ત્યારબાદ તમને ઈમેલનાં માધ્યમથી પુષ્ટિકરણ કોડ મોકલીશું. તમારા Twitter એકાઉન્ટમાં પાછા આવીને, પ્રોમ્પ્ટમાં એ કોડ દાખલ કરો, પછી ચકાસણી કરો પર ક્લિક કરો.

નોંધ: જો તમારી પાસે પહેલાંથી જ તમારા એકાઉન્ટ સાથે ફોન નંબર સંકળાયેલો નથી, તો અમને તે દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરીશું. વધુમાં Twitter પર તમે તમારા હાલના સંપર્કોને તમને શોધવાની મંજૂરી આપવા માટે વિકલ્પને નાપસંદ કરવાનું પસંદ કરી શકો છો. 

પગલું 5

હવે અમે તમને ટેક્સ્ટ સંદેશનાં માધ્યમથી અમે તમને મોકલેલો તે પુષ્ટિકરણ કોડ દાખલ કરવા માટે કહીશું. કોડને ટાઇપ કરો, એક બેકઅપ કોડ સાથે તમને પુષ્ટિકરણ સ્ક્રીન દેખાશે. અમે ભલામણ કરીએ છીએ કે તમે કોડનો સ્ક્રીનશૉટ સંગ્રહિત કરો જેથી ભવિષ્યમાં જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકાય. જો તમે તમારો મોબાઈલ ફોન ગુમાવો અથવા તમારો ફોન નંબર બદલો તો આ તમારા એકાઉન્ટમાં પ્રવેશ મેળવવામાં તમારી મદદ કરશે.

પગલું 6

આ સ્ક્રીનનું કામ તમે સમાપ્ત કરી લો ત્યારે સમજાઈ ગયું પર ક્લિક કરો.

હવે, જ્યારે તમે twitter.com, iOS માટે Twitter, એન્ડ્રોઈડ માટે Twitter અથવા mobile.twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો ત્યારે, લોગીન દરમિયાન ઉપયોગ કરવા માટે તમારા ફોન પર છ-અંકનો લોગીન કોડ ટેક્સ્ટ સંદેશ કરવામાં આવશે.

પ્રમાણીકરણ એપ્લિકેશનનાં માધ્યમથી સાઈન અપ કરવા માટે:
પગલું 1

પ્રમાણીકરણ એપ્લિકેશનની બાજુના ચેકબોક્સ પર ક્લિક કરો.

પગલું 2

ઓવરવ્યૂ સૂચનાઓ વાંચો, પછી શરૂ કરો પર ક્લિક કરો.

પગલું 3

જો પ્રોમ્પ્ટ કરવામાં આવે, તો તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો અને ચકાસણી કરો પર ક્લિક કરો.

પગલું 4

જો તમે પહેલાંથી જ તમારા Twitter એકાઉન્ટ માટે ઈમેલની પુષ્ટિ કરી નથી, તો અમે તમને તેમ કરવા માટે કહીશું: તમારું ઈમેલ સરનામું દાખલ કરો, પછી આગામી પર ક્લિક કરો. અમે ત્યારબાદ તમને ઈમેલનાં માધ્યમથી પુષ્ટિકરણ કોડ મોકલીશું. તમારા Twitter એકાઉન્ટમાં પાછા આવીને, પ્રોમ્પ્ટમાં એ કોડ દાખલ કરો, પછી ચકાસણી કરો પર ક્લિક કરો.

પગલું 5

તમને QR કોડ સ્કૅન કરીને તમારી પ્રમાણીકરણ એપ્લિકેશનને તમારા Twitter એકાઉન્ટ સાથે લિંક કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે.(જો તમારી પાસે તમારા ડિવાઇસ પર પહેલેથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી ન હોય, તો તમારે એક ડાઉનલોડ કરવાની જરૂર પડશે. તમે Google ઓથેન્ટિકેટર, Authy, Duo Mobile, 1Password વગેરે જેવી કોઈપણ સમય-આધારિત વન ટાઇમ સાંકેતિક શબ્દ (TOTP) પ્રમાણીકરણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો)

પગલું 6

તમે QR કોડ સ્કૅન કર્યા પછી આગામી પર ક્લિક કરો.

પગલું 7

તમારી પ્રમાણીકરણ એપ્લિકેશન દ્વારા જનરેટ થયેલ કોડને દાખલ કરો, પછી ચકાસણી કરો પર ક્લિક કરો.

પગલું 8

તમને પુષ્ટિકરણ સ્ક્રીન દેખાશે. સેટઅપ સમાપ્ત કરવા માટે સમજાઈ ગયું પર ક્લિક કરો.

હવે, તમારા પ્રમાણીકરણ એપ્લિકેશન દ્વારા, તમારા Twitter એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે તમે લોગીન ચકાસણી માટે કોડ્સને જોઈ અને ઉપયોગ કરી શકો છો. 

સુરક્ષા કી મારફતે સાઈન અપ કરવા માટે:
પગલું 1

સુરક્ષા કી પર હળવેથી ઠપકારો. 

પગલું 2

જ્યારે પ્રોમ્પ્ટ કરવામાં આવે, ત્યારે તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો.

પગલું 3

જો તમે પહેલાંથી જ તમારા Twitter એકાઉન્ટ માટે ઈમેલની પુષ્ટિ કરી નથી, તો અમે તમને તેમ કરવા માટે કહીશું: તમારું ઈમેલ સરનામું દાખલ કરો, પછી આગામી પર ક્લિક કરો. અમે ત્યારબાદ તમને ઈમેલનાં માધ્યમથી પુષ્ટિકરણ કોડ મોકલીશું. તમારા Twitter એકાઉન્ટમાં પાછા આવીને, પ્રોમ્પ્ટમાં એ કોડ દાખલ કરો, પછી ચકાસણી કરો પર ક્લિક કરો.

પગલું 4

ઓવરવ્યૂ વાંચો, પછી શરૂ કરો પર ક્લિક કરો.

પગલું 5

તમે કાં તો તમારા કમ્પ્યુટરના USB પોર્ટમાં કી(કીઝ) દાખલ કરી શકો છો, અથવા તેને તમારા કમ્પ્યુટરના બ્લુટૂથ અથવા NFC પર સિન્ક કરી શકો છો. એકવાર દાખલ થયા બાદ, તમારી કી પરના બટનને સ્પર્શ કરો. 

પગલું 6

સેટઅપ સમાપ્ત કરવા માટે ઓન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.

પગલું 7

જ્યારે પૂર્ણ થઈ જાય, ત્યારે તમારી સુરક્ષા કી(કીઝ) દ્વિ-પરિબળ પ્રમાણીકરણ હેઠળ સુરક્ષા કીને મેનેજ કરો વિભાગમાં દેખાશે.  ત્યાંથી, તમે તમારી સુરક્ષા કી(કીઝ)નું નામ બદલી શકો છો અથવા કાઢી શકો છો, અને કોઈપણ સમયે તમારા એકાઉન્ટમાં વધારાની સુરક્ષા કી ઉમેરી શકો છો.

તમારે સુરક્ષા કી સાથે તમારા એકાઉન્ટમાં સુરક્ષા કી ઉમેરવા અથવા લોગ ઈન કરવા માટે Chrome, Edge, Firefox, Opera અથવા Safari જેવા સપોર્ટેડ બ્રાઉઝરના લેટેસ્ટ સંસકરણનો ઉપયોગ કરવો પડશે.

નોંધ: જો તમે વધારાના દ્વિ-પરિબળ પ્રમાણીકરણ રક્ષણ માટે સુરક્ષા કી ઉમેરો છો, તો હવે આપણે વધુ રક્ષણ માટે બીજી બેકઅપ પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર નથી. સુરક્ષા કી નો ઉપયોગ અન્ય કોઈ પદ્ધતિઓ ચાલુ કર્યા વિના, તમારી એકમાત્ર પ્રમાણીકરણ પદ્ધતિ તરીકે કરી શકાય છે.

દ્વિ-પરિબળ પ્રમાણીકરણને કેવી રીતે બંધ કરવું:
પગલું 1

બાજુના મેનૂમાં, તમારા વધુ પર ક્લિક કરો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.

પગલું 2

 સુરક્ષા અને એકાઉન્ટનો પ્રવેશ પર ક્લિક કરો, અને પછી સુરક્ષા પર ક્લિક કરો.

પગલું 3

દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પર ક્લિક કરો.

પગલું 4

તેને બંધ કરવા માટે તમારી પસંદ કરેલી દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પદ્ધતિની બાજુમાં બોક્સ પર ખરાની નિશાની દૂર કરો.

અસ્થાયી સાંકેતિક શબ્દો
 
તમે X.com મારફતે તમારા એકાઉન્ટ માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણને સક્ષમ કરો તે પછી, તમારે તમારો X સાંકેતિક શબ્દ દાખલ કરવાની જરૂર પડે તેવા અન્ય ડિવાઇસેસ અથવા એપ્લિકેશન્સ પર X પર લોગ ઈન કરવા માટે અસ્થાયી સાંકેતિક શબ્દનો ઉપયોગ કરવાની જરૂર પડશે; તમે તમારા સામાન્ય વપરાશકારના નામ અને સાંકેતિક શબ્દના સંયોજનનો ઉપયોગ કરીને લોગ ઈન કરી શકશો નહીં. જો અમને ખબર પડે કે તમને લોગ ઈન કરવા માટે અસ્થાયી સાંકેતિક શબ્દની જરૂર પડશે તો, અમે તમારા ફોન પર એસએમએસ ટેક્સ્ટ સંદેશ દ્વારા તે મોકલીશું. વૈકલ્પિક રીતે, તમે તમારો પોતાનો અસ્થાયી સાંકેતિક શબ્દ જનરેટ કરી શકો છો. 

twitter.com પર કેવી રીતે અસ્થાયી સાંકેતિક શબ્દ જનરેટ કરવાનો.
  1. બાજુના મેનૂમાં, તમારા વધુ પર ક્લિક કરો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.
  2.  સુરક્ષા અને એકાઉન્ટનો પ્રવેશ પર ક્લિક કરો, અને પછી સુરક્ષા.
  3. દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પર ક્લિક કરો.
  4. અસ્થાયી સાંકેતિક શબ્દો ક્લિક કરો.

નોંધ: અસ્થાયી સાંકેતિક શબ્દ એક કલાક પછી સમાપ્ત થઇ જશે. iOS માટે X અથવા એન્ડ્રોઈડ માટે X અથવા mobile.X.com પર લોગ ઈન કરવા માટે તમારે અસ્થાયી સાંકેતિક શબ્દની જરૂર નથી.

આ લેખને શેર કરો