બહુવિધ એકાઉન્ટ્સ કેવી રીતે મેનેજ કરવા

જો તમારી પાસે એક કરતાં વધુ X એકાઉન્ટ હોય, તો તમારા iOS અથવા એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે X અને ડેસ્કટૉપ, mobile.X.com, X Lite અને Windows માટે X પર તેમને ઉમેરવાનું અને તેમાં પ્રવેશ કરવાનું સરળ હોય છે.

વધારાના એકાઉન્ટ્સ કેવી રીતે ઉમેરવા
IOS માટે:
પગલું 1

નેવિગેશન મેનૂ ના આયકનને હળવેથી ઠપકારો

પગલું 2

વધુઆયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

અહીંથી તમે નવું એકાઉન્ટ બનાવી અથવા હાજર એકાઉન્ટ ઉમેરી શકો છો.

પગલું 4

એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા ઉપયોગ કરવા માંગતા હોય તેવા એકાઉન્ટના પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો, પછી  આયકનની બાજુમાં આવેલા વધારાના નાના પ્રોફાઈલ આયકન (આયકન્સ) પર હળવેથી ઠપકારીને એકાઉન્ટ્સમાં પ્રવેશ કરી શકો છો. પાછા જવા માટે નેવિગેશન મેનૂને ફરીથી હળવેથી ઠપકારો.

નોંધ: તમારી iOS એપ્લિકેશન દ્વારા નવા એકાઉન્ટ માટે સાઈન અપ કરવામાં મદદ મેળવો. અથવા, કેવી રીતે તમારો સાંકેતિક શબ્દ રીસેટ કરવો તે જાણો.

એન્ડ્રોઈડ માટે:
પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો.

પગલું 2

હેડરમાં આપેલ નીચે તરફના તીર આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 3

અહીંથી તમે નવું એકાઉન્ટ બનાવી અથવા હાજર એકાઉન્ટ ઉમેરી શકો છો.

પગલું 4

એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે હેડરમાં નીચે તરફ અણી દર્શાવતા તીર પર હળવેથી ઠપકારીને એકાઉન્ટ્સ વચ્ચે ટૉગલ કરી શકો છો.

નોંધ: તમારી એન્ડ્રોઈડ એપ્લિકેશન દ્વારા નવા એકાઉન્ટ માટે સાઈન અપ કરવામાં મદદ મેળવો. અથવા, કેવી રીતે તમારો સાંકેતિક શબ્દ રીસેટ કરવો તે જાણો.


હું એક જ સમયે ડેસ્કટૉપ દ્વારા એક કરતાં વધુ X એકાઉન્ટમાં કેવી રીતે લોગ ઈન કરી શકું છું?
 

  • બાજુના મેનૂ પર આપેલ, તમારા પ્રોફાઈલ આયકન પર ક્લિક કરો.
  • વધુ આયકન  અથવા પ્લસ આયકન પસંદ કરો
  • અહીંથી, તમે હાજર એકાઉન્ટ ઉમેરી શકો છો.
  • એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ (એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આયકન પર ક્લિક કરી અને પછી વધુ આયકન ની બાજુમાં આપેલ નાના, વધારાનાપ્રોફાઈલઆયકન(આયકન્સ) પર હળવેથી ઠપકારીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો
     

હું એક જ સમયે mobile.X.com દ્વારા એક કરતાં વધુ X એકાઉન્ટમાં કેવી રીતે લોગ ઈન કરી શકું છું?
 

  • ટોચ પર ડાબી બાજુએ આપેલ, તમારા પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો.
  •  વધુ આયકન  પર હળવેથી ઠપકારો
  • અહીંથી, તમે હાજર એકાઉન્ટ ઉમેરી શકો છો.
  • એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આયકનને થોડીવાર સુધી દબાવી અને પછી વધુ આયકન ની બાજુમાં આપેલ નાના વધારાનાપ્રોફાઈલઆયકન(આયકન્સ) પર હળવેથી ઠપકારીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો
     

હું એક જ સમયે X Lite પર એક કરતાં વધુ X એકાઉન્ટમાં કેવી રીતે લોગ ઈન કરી શકું છું?
 

  • ટોચ પર ડાબી બાજુએ આપેલ, તમારા પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો.
  • વધુ આયકન  પસંદ કરો
  • અહીંથી, તમે હાજર એકાઉન્ટ ઉમેરી શકો છો.
  • એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ (એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આયકનને થોડીવાર સુધી દબાવી અને પછી વધુ આયકન ની બાજુમાં આપેલ નાના વધારાનાપ્રોફાઈલઆયકન(આયકન્સ) પર હળવેથી ઠપકારીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો
     

હું એક જ સમયે Microsoft માટે X દ્વારા એક કરતાં વધુ X એકાઉન્ટમાં કેવી રીતે લોગ ઈન કરી શકું છું?
 

  • ટોચ પર ડાબી બાજુએ આપેલ, તમારા પ્રોફાઈલ આયકન પર ક્લિક કરો.
  •  વધુ આયકન  પસંદ કરો
  • અહીંથી, તમે હાજર એકાઉન્ટ ઉમેરી શકો છો.
  • એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ (એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આયકન પર ક્લિક કરી અને પછી વધુ આયકન ની બાજુમાં આપેલ નાના, વધારાનાપ્રોફાઈલઆયકન(આયકન્સ) પર હળવેથી ઠપકારીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો
     

શું હું બે અથવા વધુ X એકાઉન્ટને એકમાં મર્જ અથવા સંયોજિત કરી શકું છું?
 

અમે હાલમાં બહુવિધ એકાઉન્ટ્સને એકમાં મર્જ કરવાની અથવા એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં ડેટા (ટ્વીટ્સ, અનુસરણ અથવા અનુયાયીઓ)ને માઈગ્રેટ કરવાની કોઈ રીત પ્રદાન નથી કરતા.

આ લેખને શેર કરો