બહુવિધ એકાઉન્ટ્સ કેવી રીતે સંચાલિત કરવા

જો તમારી પાસે એક કરતાં વધુ Twitter એકાઉન્ટ હોય, તો તમારા iOS અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન માટે Twitter અને ડેસ્કટૉપ, mobile.twitter.com, Twitter Lite અને વિન્ડોઝ માટે Twitter પર તેમને ઉમેરવાનું અને તેમાં પ્રવેશ કરવાનું સરળ હોય છે.

View instructions for:

વધારાના એકાઉન્ટ્સ કેવી રીતે ઉમેરવા

વધારાના એકાઉન્ટ્સ ઉમેરવા માટે:

 1. ટોચના મેનુમાં, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો.
 2. વધુ આઈકોન  પર હળવેથી ઠપકારો
 3. અહીંથી તમે નવું એકાઉન્ટ બનાવી અથવા મોજૂદ એકાઉન્ટ ઉમેરી શકો છો.
 4. એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ) ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આઈકોનને થોડીવાર સુધી દબાવી રાખીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો.
 5. તમે તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારીને, પછી વધુ આઈકોનની બાજુમાં આપેલ નાના, વધારાના પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારીને તમારા ટોચના મેનુમાંથી પણ એકાઉન્ટ્સની ફેરબદલી કરી શકો છો.

Note: તમારી iOS એપ્લિકેશન દ્વારા નવા એકાઉન્ટ માટે સાઈન અપ કરવામાં મદદ મેળવો. અથવા, કેવી રીતે તમારો સાંકેતિક શબ્દ રીસેટ કરવો તે જાણો.

વધારાના એકાઉન્ટ્સ કેવી રીતે ઉમેરવા

વધારાના એકાઉન્ટ્સ ઉમેરવા માટે:

 1. ટોચના મેનુમાં, તમને કાં તો નેવિગેશન મેનુ આઈકોન  અથવા તમારી પ્રોફાઈલ નું આઈકોન દેખાશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો.
 2. હેડરમાં આપેલ નીચે તરફના તીર આઈકોન  પર હળવેથી ઠપકારો.
 3. અહીંથી તમે નવું એકાઉન્ટ બનાવી અથવા મોજૂદ એકાઉન્ટ ઉમેરી શકો છો.
 4. એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે હેડરમાં નીચે તરફ અણી દર્શાવતા તીર પર હળવેથી ઠપકારીને એકાઉન્ટ્સ વચ્ચે ટૉગલ કરી શકો છો.

Note: તમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા નવા એકાઉન્ટ માટે સાઈન અપ કરવામાં મદદ મેળવો. અથવા, કેવી રીતે તમારો સાંકેતિક શબ્દ રીસેટ કરવો તે જાણો.

હું એક જ સમયે ડેસ્કટૉપ દ્વારા એક કરતાં વધુ Twitter એકાઉન્ટમાં કેવી રીતે લોગ ઈન કરી શકું છું?

 • બાજુના મેનુ પર આપેલ, તમારા પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરો.
 • વધુ આઈકોન  અથવા પ્લસ આઈકોન પસંદ કરો
 • અહીંથી, તમે મોજૂદ એકાઉન્ટ ઉમેરી શકો છો.
 • એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરી અને પછી વધુ આઈકોન  ની બાજુમાં આપેલ નાના, વધારાનાપ્રોફાઈલઆઈકોન(આઈકોન્સ) પર હળવેથી ઠપકારીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો

હું એક જ સમયે mobile.twitter.com દ્વારા એક કરતાં વધુ Twitter એકાઉન્ટમાં કેવી રીતે લોગ ઈન કરી શકું છું?

 • ટોચ પર ડાબી બાજુએ આપેલ, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો.
 •  વધુ આઈકોન  પર હળવેથી ઠપકારો
 • અહીંથી, તમે મોજૂદ એકાઉન્ટ ઉમેરી શકો છો.
 • એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આઈકોનને થોડીવાર સુધી દબાવી અને પછી વધુ આઈકોન  ની બાજુમાં આપેલ નાના વધારાનાપ્રોફાઈલઆઈકોન(આઈકોન્સ) પર હળવેથી ઠપકારીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો

હું એક જ સમયે Twitter Lite પર એક કરતાં વધુ Twitter એકાઉન્ટમાં કેવી રીતે લોગ ઈન કરી શકું છું?

 • ટોચ પર ડાબી બાજુએ આપેલ, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો.
 • વધુ આઈકોન  પસંદ કરો
 • અહીંથી, તમે મોજૂદ એકાઉન્ટ ઉમેરી શકો છો.
 • એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આઈકોનને થોડીવાર સુધી દબાવી અને પછી વધુ આઈકોન  ની બાજુમાં આપેલ નાના વધારાનાપ્રોફાઈલઆઈકોન(આઈકોન્સ) પર હળવેથી ઠપકારીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો

હું એક જ સમયે Microsoft માટે Twitter દ્વારા એક કરતાં વધુ Twitter એકાઉન્ટમાં કેવી રીતે લોગ ઈન કરી શકું છું?

 • ટોચ પર ડાબી બાજુએ આપેલ, તમારા પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરો.
 •  વધુ આઈકોન  પસંદ કરો
 • અહીંથી, તમે મોજૂદ એકાઉન્ટ ઉમેરી શકો છો.
 • એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરી અને પછી વધુ આઈકોન  ની બાજુમાં આપેલ નાના, વધારાનાપ્રોફાઈલઆઈકોન(આઈકોન્સ) પર હળવેથી ઠપકારીને તેમની વચ્ચે ટૉગલ કરી શકો છો

શું હું બે અથવા વધુ Twitter એકાઉન્ટને એકમાં મર્જ અથવા સંયોજિત કરી શકું છું?

અમે હાલમાં બહુવિધ એકાઉન્ટ્સને એકમાં મર્જ કરવાની અથવા એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં ડેટા (ટ્વીટ્સ, અનુસરણ અથવા અનુયાયીઓ)ને માઈગ્રેટ કરવાની કોઈ રીત પ્રદાન નથી કરતા.

Bookmark or share this article