દ્વી-પરિબળ પ્રમાણીકરણમાં મદદ

મારો ફોન ખોવાઈ ગયો છે
 

  • જો તમે દ્વી-પરિબળ પ્રમાણીકરણ (2FA)માં નોંધાયેલા છો અને તમે બેકઅપ કોડ જનરેટ કર્યો છે તો, તમારા એકાઉન્ટમાં પ્રવેશ મેળવવા અને તમારી મોબાઇલ સેટિંગ્સને અપડેટ કરવા માટે બેકઅપ કોડ દાખલ કરો.
  • જો તમે તમારા એકાઉન્ટમાં હવે લોગીન નથી અને સક્રિય બેકઅપ કોડનો પ્રવેશ તમારી પાસે નથી તો, કૃપા કરીને સહાય માટે અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

નોંધ: જો તમારા એકાઉન્ટમાં એસએમએસ ટેક્સ્ટ સંદેશ દ્વી-પરિબળ પ્રમાણીકરણ ચાલુ કરવામાં આવ્યું હોય (અને જ્યારે તે એકમાત્ર બે-પરિબળ વિકલ્પ ચાલુ હોય) અને તમે હજી પણ લોગીન છો, તો તમે X.com પર તમારા મોબાઇલ સેટિંગ્સમાંથી તમારા ફોનને દૂર કરી શકો છો. મારા ફોનને કાઢી નાખો પર ક્લિક કરો અને તમારા એકાઉન્ટ માટે દ્વી-પરિબળ પ્રમાણીકરણ આપોઆપ બંધ થઈ જશે.

મેં નવો મોબાઇલ ખરીદ્યો છે
 

  • તમે તમારો જૂનો ફોન બદલો તે પહેલાં તેનો બેકઅપ લેવા અમે સૂચન કરીએ છીએ. આ તમને તમારા નવા ડિવાઇસ પર તમારા એપ્લિકેશન સત્રને પુનઃસ્થાપિત કરવા દેશેે, જે તમને દ્વી-પરીબળ પ્રમાણીકરણનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવાની મંજૂરી આપશેે. (નોંધ: જો તમે iOS માટે X પર છો તો, તમે તમારી એપ્લિકેશન કી સાચવી શકો તે માટે અમે તમને એન્ક્રિપ્ટેડ બેકઅપ લેવાની ભલામણ કરીએ છીએ. સામાન્ય રીતે, ફક્ત iCloud બેકઅપ્સ જ કીને સાચવતા નથી અને એનક્રિપ્ટ કરેલ બેકઅપ વગર તમને X.com પર જનરેટ કરવામાં આવેલા અસ્થાયી સાંકેતિક શબ્દનો ઉપયોગ કરીને તમારી એપ્લિકેશનમાં પાછા લોગ ઈન કરવાની જરૂર પડી શકે છે)
  • જો તમારી પાસે વર્તમાનમાં ખુલ્લું વેબ સત્ર હોય તો તમે તમારા જૂના ફોન પર અથવા X.comમાંથી દ્વી-પરિબળ પ્રમાણીકરણમાંથી નોંધણી દૂર કરી શકો છો. જો તમારી પાસે ખુલ્લુ વેબ સત્ર નથી અને તમારી પાસે તમારો જૂનો ફોન નથી, તો પણ તમે તમારા બેકઅપ કોડનો ઉપયોગ કરીને X.com પર પાછા લોગ ઈન કરી શકો છો.
  • કેવી રીતે તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવું તેની ટિપ્સ જાણો.
     

મને એસએમએસ કોડ પ્રાપ્ત થયો નથી.
 

  • એસએમએસ ટેક્સ્ટ સંદેશાની ડિલિવરીમાં વિલંબ થઇ શકે છે. કૃપા કરીને ફરી સાઈન ઈનનો પ્રયાસ કરતા પહેલાં ઓછામાં ઓછી બે મિનિટની રાહ જુઓ.
  • જો તમે લોગીન થયેલા છો તો, તમારી મોબાઇલ સેટિંગ્સમાં તમારો ફોન સાચી રીતે ચાલુ કરેલો છે તેની ચકાસણી કરો. 
  • જો તમે તાજેતરમાં તમારો ફોન નંબર અથવા મોબાઇલ કેરિઅર બદલ્યા છે તો, તમારે તમારા સેટિંગ્સ અપડેટ કરવાની જરૂર પડશે. જો તમે હજુ પણ લોગ ઈન હોવ તો તમે વેબ, iOS અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ દ્વારા આમ કરી શકો છો. જો ના હોવ તો, તમે લોગ ઈન થવા માટે બેકઅપ કોડનો ઉપયોગ કરી શકો છો અને તમારી સેટિંગ્સ બદલી શકો છો. બેકઅપ કોડ્સ વિશે વધુ માહિતી નીચે છે.
  • જો તમારો મોબાઇલ ડિવાઇસ ઑફલાઇન છે અથવા ફ્લાઇટ મોડ પર છે તો, તમે એસએમએસ દ્વારા દ્વી-પરિબળ પ્રમાણીકરણ કોડ્સ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થઈ શકો છો. વૈકલ્પિક રીતે, તમે તમારા iOS માટે X અથવા એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશન અથવા twitter.com મારફતે QR કોડ દ્વારા (સૂચનાઓની યાદી નીચે આપેલી છે) કોડ જનરેટ કરી શકો છો.
     
મારો ફોન ઑફલાઇન છે અથવા ફ્લાઇટ મોડ પર છે

કેવી રીતે iOS માટે X અને એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશનો પર કોડ જનરેટ કરવો:

  1. તમારી સેટિંગ્સ અને ગોપનીયતા પર જાઓ.
    • iOS માટે X પર: ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
    • એન્ડ્રોઈડ માટે X પર: ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  2. એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી સુરક્ષા પર હળવેથી ઠપકારો.
  3. લોગીન કોડ જનરેટર પર હળવેથી ઠપકારો. 
  4. તમારા X એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે દર્શાવેલ કોડનો ઉપયોગ કરો.

 


હું મારા ફોનમાં લોગ ઈન કરી શકતો/કરી શકતી નથી
 

  • તમારી મોબાઇલ સેટિંગ્સને સમાયોજિત કરવાથી આ સમસ્યામાં મદદ થઈ શકે છે. ડેસ્કટૉપ અથવા લેપટૉપ કોમ્પ્યૂટર પરથી X.com પર લોગ ઈન કરો.
  • વૈકલ્પિક રૂપે, તમે દ્વી-પરિબળ પ્રમાણીકરણમાં નોંધણી કરવા માટે ઉપયોગમાં લીધેલ ડિવાઇસમાંથી તમારા એકાઉન્ટમાંથી સાઈન આઉટ કરવા પ્રયાસ કરો. આ તેને બંધ કરી દેશે અને પછી તમે તમારા વપરાશકારના નામ અને સાંકેતિક શબ્દ સાથે ફરીથી સાઈન ઈન કરી શકો છો. સાઈન-આઉટ સૂચનાઓ માટે આ લેખોની મુલાકાત લો: iOS માટે X અથવા એન્ડ્રોઈડ માટે X.
     

મને પુશ સૂચના પ્રાપ્ત થઈ નથી.
 

  • તમે મોબાઇલ સૂચનાઓ ચાલુ કરી છે તેની તપાસ કરો. જો તમારી પાસે તમારા ડિવાઇસ માટે મોબાઇલ સૂચનાઓ ચાલુ કરેલ ના હોય તો તમને લોગીન પુશ સૂચનાઓ પ્રાપ્ત થશે નહીં.
  • મંજૂર અથવા નામંજૂર કરવા માટે ઉપલબ્ધ બધી વિનંતિઓની યાદી જોવા માટે તમે હંમેશાં તમારી એપ્લિકેશનની અંદર તમારી તાજેતરની લોગીન વિનંતીઓ તપાસો. સૌથી તાજેતરની વિનંતીઓ જોવા માટે પૃષ્ઠને રીફ્રેશ કરવા માટે યાદી પર નીચે ખેંચો.
     

જો iOS માટે Xનો ઉપયોગ કરી રહ્યા છો:

  1. ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.
  2. એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી સુરક્ષા પર હળવેથી ઠપકારો.
  3. બધી વિનંતિઓની યાદી જોવા માટે લોગીન વિનંતીઓ પર હળવેથી ઠપકારો.
  4. જો તમે હજુ પણ અટવાયેલા છો તો, તમે તમારા ફોન પર ટેક્સ્ટ સંદેશ દ્વારા લોગીન કોડ મોકલવા માટેની વિનંતી પણ કરી શકો છો. તમે twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો છો ત્યારે તમારા ફોન પર એસએમએસ મારફતે કોડ મોકલવાની વિનંતી કરો લિંક પર ક્લિક કરો.
     

જો એન્ડ્રોઈડ માટે Xનો ઉપયોગ કરી રહ્યા છો:

  1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
  3. એકાઉન્ટ પર હળવેથી ઠપકારો અને સુરક્ષા પસંદ કરો.
  4. લોગીન વિનંતીઓ માટેના વિકલ્પ પર હળવેથી ઠપકારો.
  5. જો તમે હજુ પણ અટવાયેલા છો તો, તમે તમારા ફોન પર ટેક્સ્ટ સંદેશ દ્વારા લોગીન કોડ મોકલવા માટેની વિનંતી પણ કરી શકો છો. તમે twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો છો ત્યારે તમારા ફોન પર એસએમએસ મારફતે કોડ મોકલવાની વિનંતી કરો લિંક પર ક્લિક કરો.
     

જ્યારે હું મારા બેકઅપ કોડ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને ભૂલ જોવા મળે છે

  • જો તમે નિષ્ક્રિય બેકઅપ કોડનો ઉપયોગ કરીને લોગીન કરવાનો પ્રયાસ કરો છો અથવા વપરાશમાં ન હોય તેવા બેકઅપ કોડનો ઉપયોગ કરવા પ્રયાસ કરો છો તો, તમને એક ભૂલ સંદેશ દેખાશે. તમારે લોગ ઈન કરવા માટે એક નવો બેકઅપ કોડ જનરેટ કરવાની જરૂર રહેશે.
  • twitter.com, mobile.twitter.com, iOS અથવા એન્ડ્રોઈડ માટે X અથવા અન્ય X ક્લાયન્ટ પર લોગીન કરેલું હશે ત્યારે જ તમારા બેકઅપ કોડ્સ કામ કરશે. જો તમે તમારા X એકાઉન્ટ સાથે સંકળાયેલ ત્રીજા પક્ષ એપ્લિકેશનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો, તમારે તમારા બેકઅપ કોડને બદલે અસ્થાયી સાંકેતિક શબ્દનો ઉપયોગ કરવો પડશે.
     

બેકઅપ કોડ્સનો ઉપયોગ કરવો
 

તમે તમારી iOS અથવા એન્ડ્રોઇડ X એપ્લિકેશન દ્વારાદ્વી-પરિબળ પ્રમાણીકરણ ચાલુ કરો છો ત્યારે તમારા માટે બેકઅપ કોડ આપોઆપ જનરેટ થાય છે. તમે twitter.com પર પણ બેકઅપ કોડ જનરેટ કરી શકો છો. આ બેકઅપ કોડ લખી લો, પ્રિન્ટ કરો અથવા સ્ક્રીનશૉટ લો. જો તમારાથી તમારો મોબાઇલ ડિવાઇસ ખોવાઈ જાય છે અથવા તમારો ફોન નંબર બદલાય છે તો, તમે તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરવા માટે આ બેકઅપ કોડનો ઉપયોગ કરી શકો છો. બેકઅપ કોડ્સ અસ્થાયી સાંકેતિક શબ્દો જેવા જ નથી.
 

તમારી X એપ્લિકેશન દ્વારા નવો બેકઅપ કોડ જનરેટ કરવા માટે:

  1. તમારી સેટિંગ્સ અને ગોપનીયતા પર જાઓ (iOS ડિવાઇસ પર, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો; એન્ડ્રોઈડ ડિવાઇસ પર, નેવિગેશન મેનૂના આયકન  અથવા તમારી પ્રોફાઈલ ના આયકન પર હળવેથી ઠપકારો).
  2. એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી સુરક્ષા પર હળવેથી ઠપકારો.
  3. બેકઅપ કોડ પર હળવેથી ઠપકારો.
  4. તમારા બેકઅપ કોડનો ઉપયોગ કરવા માટે, તમારા સામાન્ય વપરાશકારના નામ અને સાંકેતિક શબ્દ સંયોજન સાથે X પર લોગ ઈન કરો. જ્યારે તમે જુઓ કે દ્વી-પરિબળ પ્રમાણીકરણ વિનંતી મોકલવામાં આવી છે ત્યારે, તમારો બેકઅપ કોડ દાખલ કરવા માટે લિંક પર ક્લિક કરો. સાઇટમાં લોગ ઈન કરવા માટે તમે જનરેટ કરેલો બેકઅપ કોડ દાખલ કરો.

નોંધ: તમે કોઈપણ આપેલ સમયે પાંચ સુધી સક્રિય બેકઅપ કોડ્સ જનરેટ કરી શકો છો. તમે જે ક્રમમાં કોડ્સ જનરેટ કર્યા છે તે ક્રમમાં જ તેનો ઉપયોગ થાય તેની ખાતરી કરો; વપરાશમાં ન હોય તેવા કોડનો ઉપયોગ કરવાથી અગાઉ જનરેટ કરેલા તમામ કોડ્સ અમાન્ય થઇ જશે.


હું Verizon ગ્રાહક છું અને હું મારા એકાઉન્ટમાં લોગ ઈન કરી શકતો/શકતી નથી

જો તમે નવા અથવા વર્તમાન Verizon ગ્રાહક છો તો, તમે તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરી શકશો નહીં કારણ કે તમે ટેક્સ્ટ સંદેશા દ્વારા દ્વી-પરિબળ પ્રમાણીકરણ પિન પ્રાપ્ત કરી રહ્યા નથી. તમારા X એકાઉન્ટમાંથી લોગ આઉટ કરીને ફરીથી લોગ ઈન કરવાનો પ્રયાસ કરો. પછી તમને એસએમએસ દ્વારા ચકાસણી પિન પ્રાપ્ત થઇ શકે છે. જો આનાથી તમારી સમસ્યાનું નિવારાણ થતું નથી તો, તમારા ડિવાઇસમાંથી સંદેશ સામગ્રી, GO સાથે Xનો ટૂંકો કોડ 40404 પર ટેક્સ્ટ સંદેશ મોકલો. આ તમને Xમાંથી એસએમએસ પ્રાપ્ત કરવા માટે પસંદ કરશે, જે તમારી સૂચના સેટિંગ્સ સાથે સુસંગત છે.

આ લેખને શેર કરો