કેવી રીતે તમારી પહોંચ વધારવી
તમે કંઈક ટ્વીટ કર્યું છે તે અંગે ઉત્સાહિત છો અને તેને વધુ લોકો સાથે શેર કરવા માંગો છો ત્યારે, તમે તેની પહોંચ વધારવા અને મોટો પ્રેક્ષકગણ શોધવામાં તેને સહાય કરવા માટે તેનો પ્રચાર કરી શકો છો. ટ્વીટનો પ્રચાર કરવાનું સરળ છે અને અમે પ્રગતિ પર નજર રાખવા અને ચોક્કસ સમયના પરિણામો જોવા માટે મદદ કરવા માટે તમને સાધનો પ્રદાન કરીએ છીએ.
કેવી રીતે વધુ લોકો સુધી પહોંચવું
શરૂઆત કરવા, તમે પ્રચાર કરવા માંગો છો તે ટ્વીટ શોધો (તમે ફક્ત તે જ ટ્વીટનો પ્રચાર કરી શકો છો જે તમે પહેલાંથી પોસ્ટ કરી છે):
- તમારી પ્રોફાઈલ પર જાઓ.
- વેબ દ્વારા: તમારા પ્રોફાઈલ આઈકોન પર ક્લિક કરો.
- iOS માટે Twitter પર: ટોચના મેનૂમાં, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો અને પછી પ્રોફાઈલ પર હળવેથી ઠપકારો.
- એન્ડ્રોઇડ માટે Twitter પર: ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ આઈકોન અથવા તમારી પ્રોફાઈલનું આઈકોન દેખાશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો, પછી પ્રોફાઈલ પર હળવેથી ઠપકારો.
- તમે પ્રચાર કરવા માંગતા હોવ તે ટ્વીટ શોધો.
- ટ્વીટ પ્રવૃત્તિ આઈકોન જુઓ પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો
- તમારી ટ્વીટનો પ્રચાર કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
- તમે પહેલી વખત ટ્વીટનો પ્રચાર કરો ત્યારે, નીચે દર્શાવેલી માહિતી પ્રદાન કરો:
- તમારો દેશ અને સમય ઝોન પસંદ કરો, તમારી સંપર્ક માહિતી પ્રદાન કરો અને Twitter વિજ્ઞાપન શરતોથી સંમત થાઓ. ત્યારપછી આગામી પર હળવેથી ઠપકારો.
- તમારી ક્રેડિટ/ડેબિટ કાર્ડ માહિતી અને તમારું બિલિંગ સરનામું દાખલ કરો. ત્યારપછી આગામી પર હળવેથી ઠપકારો.
નોંધ: આ માહિતી ભવિષ્યમાં પ્રચારિત ટ્વીટ્સ માટે સુરક્ષિત રૂપે સંગ્રહિત કરવામાં આવશે. - લક્ષિત હેઠળ, તમારી ટ્વીટ સાથે તમે લક્ષ્ય કરવા માંગતા હોવ તે સ્થાન પસંદ કરો. તમે વિશ્વવ્યાપી અથવા તમારા સ્થાનની નજીકના લક્ષિત વિસ્તારો પસંદ કરી શકો છો.
- બજેટ હેઠળ, તમે ખર્ચવા માંગતા હોવ તે રકમ પસંદ કરો. તમે $10 અને $2,500 (અથવા સ્થાનિક સમકક્ષ) વચ્ચે ખર્ચ કરી શકો છો અને અમે તમને દરેક રકમ માટે કાર્યોની અંદાજિત સંખ્યા બતાવીશું.
- તમારો પ્રચાર શરૂ કરવા માટે ખર્ચની પુષ્ટિ કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
નોંધ: એકવાર તમારા પ્રચારનું ચક્ર પૂર્ણ થયા પછી, તમે ફરીથી તે જ ટ્વીટનો પ્રચાર કરી શકો છો.
પ્રગતિ પર નજર રાખવી અને પરિણામો જોવા
તમે વાસ્તવિક સમયમાં તમારા પરિણામો પર નજર રાખી શકો છો અને એકવાર પ્રચાર પૂર્ણ થયા પછી અંતિમ પરિણામો જોઇ શકો છો:
- તમે પ્રચાર કરેલી ટ્વીટ શોધો અને ટ્વીટની વિગત ખોલવા માટે તેને ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
- ટ્વીટ પ્રવૃત્તિ આઈકોન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો
- તમે જૈવિક અને પ્રચારિત કાર્યો દ્વારા ગોઠવાયેલા પરિણામો જોઇ શકશો.
- લિંક ક્લિક્સ (જો તમારી ટ્વીટ લિંકમાં શામેલ હોય તો);
- પ્રભાવ (જેમણે તમારી ટ્વીટ જોઈ હોય તેવા લોકોની સંખ્યા); અને
- કુલ જોડાણો (તમારી ટ્વીટ સાથે વાતચીતોની સંખ્યા).

તમારી પ્રચારિત ટ્વીટ માટે વધુ વિગતવાર વિશ્લેષણો અને અદ્યતન નિયંત્રણો માટે, તમે તમારા Twitter વપરાશકારના નામ અને સાંકેતિક શબ્દનો ઉપયોગ કરીને ads.twitter.com પર લોગ ઈન કરી શકો છો. તમે ટ્વીટનો પ્રચાર કરો તે દર વખતે, તે અભિયાન ટેબમાં તેના પોતાના અભિયાન તરીકે લોગ ઈન થાય છે.
નોંધ: જોડાણ મેટ્રિક્સની વિગતવાર વ્યાખ્યાઓ શોધો.
તમારા ક્રેડિટ કાર્ડની માહિતીનું સંચાલન કરવું
એકવાર તમે તમારી ક્રેડિટ કાર્ડની માહિતી દાખલ કરી લો એટલે, તે ભવિષ્યના ટ્વીટ પ્રચારો માટે સંગ્રહિત કરવામાં આવે છે.
ads.twitter.com ની મુલાકાત લઈને તમે વર્તમાન ક્રેડિટ/ડેબિટ કાર્ડ માહિતીમાં ફેરફાર કરી શકો છો અથવા વધારાના કાર્ડ્સ ઉમેરી શકો છો:
- તમારા Twitter વપરાશકારના નામ અને સાંકેતિક શબ્દનો ઉપયોગ કરીને ads.twitter.com પર લોગ ઈન કરો.
- તમારા એકાઉન્ટ નામ પર ક્લિક કરો (ટોચના હેડર બારમાં) અને મેનૂમાંથી ચુકવણીની પદ્ધતિઓ પસંદ કરો.
- અહીંથી તમે ઉપયોગ માટે મૂળભૂત કાર્ડ ઓળખી શકો છો (જો તમારી પાસે તમારા ટ્વીટ પ્રચારો સાથે બહુવિધ કાર્ડ્સ સંકળાયેલા છે); કાર્ડ કાઢી નાખો; અને નવી ચુકવણી પદ્ધતિઓ ઉમેરો.
નોંધ: ટ્વીટ પ્રચાર અથવા જાહેરાત અભિયાનો સાથે ઉપયોગમાં લેવાયેલા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સ ads.twitter.com પર સંગ્રહિત કરવામાં આવે છે, જે Twitterનો ઉપયોગ કરીને ઉત્પાદનો ખરીદવા માટે તમે તમારી એકાઉન્ટ ચુકવણી સેટિંગ્સમાં સેવ કરેલી ચુકવણી પદ્ધતિઓથી અલગ સંગ્રહિત કરવામાં આવે છે.
અમે હાલમાં વિઝા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ સ્વીકારીએ છીએ. ચુકવણીઓ દેશોના સત્તાવાર ચલણોમાં સ્વીકારવામાં આવે છે. Twitter જાહેરાતો માટે યોગ્યતા વિશે વધુ જાણો.
પ્રચારિત ટ્વીટ્સમાં સમર્થિત Twitter ભાષાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે. આમાંની કેટલીક ભાષાઓમાં સામેલ છે: બહાસા, અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેંચ, ઇટાલિયન, ડચ, જર્મન, પોર્ટુગીઝ, જાપાનીઝ, ફિનિશ, નોર્વેજીયન, સ્વીડિશ અથવા ડેનિશ. Twitter જાહેરાતો અને સમર્થિત ભાષાઓ માટે યોગ્યતા વિશે વધુ જાણો.