કેવી રીતે તમારા X આર્કાઇવને ડાઉનલોડ કરવું

તમારા X આર્કાઇવને ડાઉનલોડ કરવાથી તમે તમારી પહેલી ટ્વીટથી શરૂ કરીને તમારી X માહિતીના સ્નેપશૉટને બ્રાઉઝ કરી શકો છો.

કેવી રીતે તમારા Twitter આર્કાઇવની વિનંતી કરવી, તેને ડાઉનલોડ કરવું અને જોવું
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

એકાઉન્ટ પર હળવેથી ઠપકારો.

પગલું 3

ડેટા અને પરવાનગીઓ હેઠળ, તમારો Twitter ડેટા પર હળવેથી ઠપકારો.

પગલું 4

ફાઇલ પરના તમારા ઈમેલ સરનામા અને/અથવા ફોન નંબર પર કોડ મોકલો પર હળવેથી ઠપકારીને તમારી ઓળખની ચકાસણી કરો. જો તમારી પાસે ફાઇલ પર ઈમેલ સરનામું અથવા ફોન નંબર નથી, તો તમને એકાઉન્ટ માહિતી પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

પગલું 5

તમારા ઈમેલ સરનામા અને/અથવા ફોન નંબર પર મોકલેલા કોડને દાખલ કરો.

પગલું 6

તમારી ઓળખની ચકાસણી કર્યા બાદ, તમારો ડેટા ડાઉનલોડ કરો હેઠળ અને Twitterની બાજુમાં, ડેટાની વિનંતી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 7

તમારું ડાઉનલોડ તૈયાર થાય ત્યારે, અમે તમારા જોડાયેલા ઈમેલ એકાઉન્ટ પર ઈમેલ અથવા જો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હશે તો તેના પર પુશ સૂચના મોકલીશું. તમારી સેટિંગ્સમાંથી, તમે તમારો ડેટા ડાઉનલોડ કરો વિભાગ હેઠળ આર્કાઇવ ડાઉનલોડ કરો પર હળવેથી ઠપકારી શકો છો.

પગલું 8

અમે તમને તમારા Twitter એકાઉન્ટ સાથે સંકળાયેલા પુષ્ટિ કરેલ ઈમેલ સરનામા પર ડાઉનલોડની લિંક સાથે એક ઈમેલ પણ મોકલીશું.

પગલું 9

એકવાર તમને ઈમેલ પ્રાપ્ત થાય એટલે, તમારા Twitter એકાઉન્ટમાં લોગ ઈન થયેલા હોવ ત્યારે ડાઉનલોડ કરો પર ક્લિક કરો અને તમારા Twitter આર્કાઇવની .zip ફાઇલ ડાઉનલોડ કરો.

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

એકાઉન્ટ પર હળવેથી ઠપકારો.

પગલું 3

ડેટા અને પરવાનગીઓ હેઠળ, તમારો Twitter ડેટા પર હળવેથી ઠપકારો.

પગલું 4

ફાઇલ પરના તમારા ઈમેલ સરનામા અને/અથવા ફોન નંબર પર કોડ મોકલો પર હળવેથી ઠપકારીને તમારી ઓળખની ચકાસણી કરો. જો તમારી પાસે ફાઇલ પર ઈમેલ સરનામું અથવા ફોન નંબર નથી, તો તમને એકાઉન્ટ માહિતી પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

પગલું 5

તમારા ઈમેલ સરનામા અને/અથવા ફોન નંબર પર મોકલેલા કોડને દાખલ કરો.

પગલું 6

તમારી ઓળખની ચકાસણી કર્યા બાદ, તમારો ડેટા ડાઉનલોડ કરો હેઠળ અને Twitterની બાજુમાં, ડેટાની વિનંતી કરો પર હળવેથી ઠપકારો.

પગલું 7

તમારું ડાઉનલોડ તૈયાર થાય ત્યારે, અમે ઈમેલ સૂચના અથવા જો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હશે તો તેના પર પુશ સૂચના મોકલીશું. તમારી સેટિંગ્સમાંથી, તમે તમારો ડેટા ડાઉનલોડ કરો વિભાગ હેઠળ આર્કાઇવ ડાઉનલોડ કરો પર હળવેથી ઠપકારી શકો છો.

પગલું 8

અમે તમને તમારા Twitter એકાઉન્ટ સાથે સંકળાયેલા પુષ્ટિ કરેલ ઈમેલ સરનામા પર ડાઉનલોડની લિંક સાથે એક ઈમેલ પણ મોકલીશું.

પગલું 9

એકવાર તમને ઈમેલ પ્રાપ્ત થાય એટલે, તમારા Twitter એકાઉન્ટમાં લોગ ઈન થયેલા હોવ ત્યારે ડાઉનલોડ કરો પર ક્લિક કરો અને તમારા Twitter આર્કાઇવની .zip ફાઇલ ડાઉનલોડ કરો.

પગલું 1

નેવિગેશન બારમાં વધુ ના આયકન પર ક્લિક કરી તથા મેનૂમાંથી તમારું એકાઉન્ટ પસંદ કરીને તમારી એકાઉન્ટ સેટિંગ્સમાં જાઓ.

પગલું 2

તમારા ડેટાના આર્કાઇવને ડાઉનલોડ કરો પર ક્લિક કરો.

પગલું 3

તમારા ડેટાના આર્કાઇવને ડાઉનલોડ કરો હેઠળ તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો, પછી પુષ્ટિ કરો પર ક્લિક કરો.

પગલું 4

ફાઇલ પરના તમારા ઈમેલ સરનામા અને/અથવા ફોન નંબર પર કોડ મોકલો પર ક્લિક કરીને તમારી ઓળખની ચકાસણી કરો. જો તમારી પાસે ફાઇલ પર ઈમેલ સરનામું અથવા ફોન નંબર નથી, તો તમને એકાઉન્ટ માહિતી પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

પગલું 5

તમારા ઈમેલ સરનામા અને/અથવા ફોન નંબર પર મોકલેલા કોડને દાખલ કરો.

પગલું 6

તમારી ઓળખની ચકાસણી કર્યા બાદ, ડેટાની વિનંતી કરો બટન પર ક્લિક કરો. જો તમારું Twitter એકાઉન્ટ Periscope સાથે જોડાયેલ છે તો, તમારી પાસે સીધા જ Periscope પર તમારા Periscope ડેટાના આર્કાઇવની વિનંતી કરવાનો વિકલ્પ રહેશે.

પગલું 7

તમારું ડાઉનલોડ તૈયાર થાય ત્યારે, અમે તમારા જોડાયેલા ઈમેલ એકાઉન્ટ પર ઈમેલ અથવા જો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હશે તો તેના પર પુશ સૂચના મોકલીશું. તમારી સેટિંગ્સમાંથી, તમે ડેટા ડાઉનલોડ કરો વિભાગ હેઠળ ડેટા ડાઉનલોડ કરો બટન પર ક્લિક કરી શકો છો.

પગલું 8

એકવાર તમને ઈમેલ પ્રાપ્ત થાય એટલે, તમારા Twitter એકાઉન્ટમાં લોગ ઈન થયેલા હોવ ત્યારે ડાઉનલોડ કરો પર ક્લિક કરો અને તમારા Twitter આર્કાઇવની .zip ફાઇલ ડાઉનલોડ કરો.

નોંધ: તમારા X આર્કાઇવની વિનંતી કરતા પહેલાં કૃપા કરીને ખાતરી કરો કે તમારા ઈમેલ સરનામાની પુષ્ટિ થયેલ છે અને તમે તમારા X આર્કાઇવને ડાઉનલોડ કરવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છો તે જ બ્રાઉઝર પર તમે તમારા X એકાઉન્ટમાં લોગ ઈન થયેલા છો. તમારા ઈમેલ સરનામાની પુષ્ટિ કરવા માટે સૂચનાઓ અને સમસ્યા નિવારણની ટિપ્સ અહીં જોઈ શકાશે. અમને તમારા X આર્કાઇવનું ડાઉનલોડ તૈયાર કરવામાં થોડા દિવસનો સમય લાગી શકે છે.

તમે HTML અને JSON ફાઇલોમાં તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ માહિતીનું મશીન દ્વારા વાંચી શકાય તેવું આર્કાઇવ પણ ડાઉનલોડ કરી શકો છો. અમારા માનવા મુજબ તમારા માટે સૌથી વધુ સુસંગત અને ઉપયોગી હોય તેવી માહિતીનો અમે સમાવેશ કર્યો છે, જેમાં તમારી પ્રોફાઈલ માહિતી, તમારી ટ્વીટ્સ, તમારા સીધા સંદેશા, તમારી મોમેન્ટ્સ, તમારા મીડિયા (તમે ટ્વીટ્સ, સીધા સંદેશા અથવા મોમેન્ટ્સમાં જોડેલ હોય તે છબીઓ, વિડિયો અને GIF), તમારા અનુયાયીઓની યાદી, તમે જેને અનુસરી રહ્યા છો તે એકાઉન્ટ્સની યાદી, તમારા સરનામાનું પુસ્તક, તમે બનાવેલી, તમે જેના સભ્ય છો અથવા અનુસરી રહ્યા છો તે યાદીઓ, અમે તમારા વિશેની અનુમાનિત કરેલી રુચિ અને ડેમોગ્રાફિક (વસ્તી વિષયક) માહિતી, X પર તમે જોયેલી અથવા જેની સાથે જોડાણ કરેલ તે જાહેરાતો વિશેની માહિતી અને વધુ સામેલ છે.

આ લેખને શેર કરો