કેવી રીતે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવું

Xથી બ્રેક લઈ રહ્યા છો? અમે તે સમજી શકીએ છીએ. ક્યારેક જે કંઈપણ થઈ રહ્યું છે તે બધાથી થોડા અળગા થઈને તેને તટસ્થપણે જોવું તે સારી વાત હોય છે. અથવા જો તમે કાયમી બ્રેકની શોધમાં હોવ, તો પણ અમે તમારી મદદ કરી શકીએ છીએ. કેવી રીતે તમારું X એકાઉન્ટ નિષ્ક્રિય કરવું—અથવા કાઢી નાખવું—તેની અમારી પગલાંવાર સૂચનાઓને અનુસરો.

નોંધ: જો તમને એકાઉન્ટ સંબંધી સમસ્યા (દા.ત. ખૂટતી ટ્વીટ્સઅનુયાયી અથવા અનુસરણની ખોટી સંખ્યાશંકાસ્પદ સીધા સંદેશા અથવા એકાઉન્ટમાં થતાં સંભવિત ચેડાં) આવી રહી હોય, તો તેને નિષ્ક્રિય અને પુનસક્રિય કરવાથી તે સમસ્યાનો ઉકેલ આવશે નહીં. કૃપા કરીને અમારા સમસ્યાનિવારણના લેખોનો સંદર્ભ લો અથવા X સપોર્ટનો સંપર્ક કરો.

 

તમારું Twitter એકાઉન્ટ નિષ્ક્રિય કરવું બનામ કાઢી નાખવું

તમારા Twitter એકાઉન્ટને નિષ્ક્રિય કરવું એ તમારા એકાઉન્ટને કાયમી ધોરણે કાઢી નાખવા પ્રત્યેનું પહેલું પગલું છે. નિષ્ક્રિયકરણ 30 દિવસ સુધી રહે છે. જો તમે નિષ્ક્રિયકરણની 30-દિવસની અવધિની અંદર તમારા એકાઉન્ટને ઍક્સેસ કરતા નથી, તો તમારું એકાઉન્ટ કાઢી નાખવામાં આવે છે અને તમારું વપરાશકારનું નામ ત્યારબાદ તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલું રહેશે નહીં.
 

 

તમારું Twitter એકાઉન્ટ નિષ્ક્રિય કરવું

નિષ્ક્રિયકરણથી તમારા Twitter એકાઉન્ટને કાયમી ધોરણે કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ પગલાંથી 30-દિવસની સમયાવધિ શરૂ થાય છે કે જેમાં તમને એ નક્કી કરવાનો અવકાશ મળે છે કે તમે તમારા એકાઉન્ટને પુનસક્રિય કરવા માંગો છો કે નહીં.

તમારા Twitter એકાઉન્ટને નિષ્ક્રિય કરવાનો અર્થ એ થાય કે તમારું વપરાશકારનું નામ (અથવા “હેન્ડલ”) અને સાર્વજનિક પ્રોફાઈલ twitter.com, iOS માટે Twitter અથવા એન્ડ્રોઈડ માટે Twitter પર જોઈ શકાય તેવી નહીં હોય. 
 

 

તમારું Twitter એકાઉન્ટ કાઢી નાખવું

નિષ્ક્રિયકરણની 30-દિવસની તમારી સમયાવધિ પછી, તમારું Twitter એકાઉન્ટ કાયમી ધોરણે કાઢી નાખવામાં આવે છે. જ્યારે તમે 30-દિવસની સમયાવધિ દરમિયાન તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરતા નથી, ત્યારે તેનાથી અમને એ જાણ થાય છે કે તમે તમારા Twitter એકાઉન્ટને કાયમી ધોરણે કાઢી નાખવા માંગો છો. એકવાર તમારું એકાઉન્ટ કાઢી નાખવામાં આવે તે પછી, તમારું એકાઉન્ટ ત્યારબાદ અમારી સિસ્ટમ્સમાં ઉપલબ્ધ રહેતું નથી. તમે તમારા અગાઉના એકાઉન્ટને પુનસક્રિય કરી શકશો નહીં અને તમારી પાસે કોઈપણ જૂની ટ્વીટ્સની ઍક્સેસ હશે નહીં.

એકવાર નિષ્ક્રિયકરણની 30-દિવસની સમયાવધિ પછી તમારું એકાઉન્ટ કાઢી નાખવામાં આવે, તે પછી તમારું વપરાશકારનું નામ, અન્ય Twitter એકાઉન્ટ્સ દ્વારા નોંધણી કરાવવા માટે ઉપલબ્ધ હશે.

 

તમારા એકાઉન્ટને નિષ્ક્રિય કરવાની પહેલાં જાણવા જેવી ટોચની બાબતો

જો તમે તમારા Twitter એકાઉન્ટને નિષ્ક્રિય કરવાનું અથવા કાઢી નાખવાનું નક્કી કરી લીધું હોય તો ધ્યાનમાં રાખવા જેવી થોડીક બાબતો અહીં આપી છે:

  • તમારા Twitter એકાઉન્ટને કાઢી નાખવાથી Google અથવા Bing જેવા શોધ એન્જિન્સમાંથી તમારી માહિતી કાઢી નાખવામાં આવશે નહીં, કારણ કે Twitter તે સાઈટ્સને નિયંત્રિત કરતું નથી. જો તમે શોધ એન્જિનનો સંપર્ક કરશો તો તમે લઈ શકો એવાં પગલાં ઉપલબ્ધ છે.
  • જ્યારે તમે તમારા Twitter એકાઉન્ટને નિષ્ક્રિય કરો છો, ત્યારે અન્ય વ્યક્તિની ટ્વીટ્સમાં રહેલા તમારા એકાઉન્ટના વપરાશકારના નામના ઉલ્લેખો હજી પણ હાજર રહેશે. જોકે, તે ત્યારબાદ તમારી પ્રોફાઈલથી લિંક થશે નહીં, કારણ કે તમારી પ્રોફાઈલ ત્યારબાદ ઉપલબ્ધ રહેશે નહીં. જો તમે ઇચ્છતા હો કે Twitterના નિયમો હેઠળ સામગ્રીની સમીક્ષા કરવામાં આવે, તો તમે અહીં એક ટિકિટ ફાઇલ કરી શકો છો.
  • તમારે તમારા Twitter એકાઉન્ટ સાથે સંકળાયેલા વપરાશકારના નામ અથવા ઈમેલને બદલવા માટે તમારા એકાઉન્ટને કાઢી નાખવાની જરૂર હોતી નથી. તેને કોઈપણ સમયે અપડેટ કરવા માટે એકાઉન્ટની માહિતી પર જાઓ.
  • નિષ્ક્રિયકરણની 30-દિવસની સમયાવધિની અંદર તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરવાથી તમારું એકાઉન્ટ સરળતાથી પુનઃસ્થાપિત થઈ જાય છે.
  • જો તમે તમારા Twitter ડેટાને ડાઉનલોડ કરવા માંગતા હો, તો તમારે તે માટે તમારા એકાઉન્ટને તમે નિષ્ક્રિય કરો તેની પહેલાં વિનંતી કરવાની જરૂર પડશે. તમારા એકાઉન્ટને નિષ્ક્રિય કરવાથી Twitterની સિસ્ટમ્સમાંથી ડેટા દૂર થઈ જતો નથી.
  • Twitter, તેના પ્લેટફોર્મ તથા Twitterનો ઉપયોગ કરી રહેલાં લોકોની સલામતી તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમારા નિષ્ક્રિય કરેલા એકાઉન્ટ અંગેની કેટલીક માહિતી જાળવીને રાખી શકે છે. વધુ માહિતી અહીં મળી શકે છે.
     

જો તમને તમારા Twitter એકાઉન્ટને મેનેજ કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમારા Twitter એકાઉન્ટને કાઢી નાખવાનું પસંદ કરો તેની પહેલાં સામાન્ય સમસ્યાઓને મેનેજ કરવા માટેની આ ટિપ્સને તપાસી જુઓ.

 
કેવી રીતે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવું
પગલું 1

નેવિગેશન મેનૂના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

તમારા એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરો પર હળવેથી ઠપકારો.

પગલું 3

એકાઉન્ટ નિષ્ક્રિયકરણની માહિતીને વાંચો, પછી નિષ્ક્રિય કરો પર હળવેથી ઠપકારો.  

પગલું 4

પ્રોમ્પ્ટ કરવામાં આવે ત્યારે તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો અને નિષ્ક્રિય કરો પર હળવેથી ઠપકારો.

પગલું 5

હા, નિષ્ક્રિય કરો પર હળવેથી ઠપકારીને તમે આગળ વધવા માંગો છો તેની પુષ્ટિ કરો.

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરો પર હળવેથી ઠપકારો.

પગલું 3

એકાઉન્ટ નિષ્ક્રિયકરણની માહિતીને વાંચો, પછી નિષ્ક્રિય કરો પર હળવેથી ઠપકારો.  

પગલું 4

પ્રોમ્પ્ટ કરવામાં આવે ત્યારે તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો અને નિષ્ક્રિય કરો પર હળવેથી ઠપકારો.

પગલું 5

હા, નિષ્ક્રિય કરો પર હળવેથી ઠપકારીને તમે આગળ વધવા માંગો છો તેની પુષ્ટિ કરો.

પગલું 1

વધુ આયકન  પર ક્લિક કરો અને પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.

પગલું 2
પગલું 3

એકાઉન્ટ નિષ્ક્રિયકરણની માહિતીને વાંચો , પછી નિષ્ક્રિય કરો પર ક્લિક કરો. 

પગલું 4

પ્રોમ્પ્ટ કરવામાં આવે ત્યારે તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો અને એકાઉન્ટ નિષ્ક્રિય કરો બટન પર ક્લિક કરીને તમે આગળ વધવા માંગો છે તેની પુષ્ટિ કરો.


જો તમને લાગે કે તમે Xનો ઉપયોગ કર્યા વિના રહી નથી શકતા અને આ બાબતને 30 દિવસથી ઓછો સમય પસાર થયો હોય, તો બસ લોગ ઈન કરો અને અહીં આપેલાં તમારા એકાઉન્ટને પુનસક્રિય કરવા માટેનાં પગલાંને અનુસરો.
 

 

સબ્સ્ક્રિપ્શન્સ અને એકાઉન્ટ નિષ્ક્રિયકરણ 

તમારા X એકાઉન્ટને નિષ્ક્રિય કરવાથી X સબ્સ્ક્રિપ્શન આપમેળે રદ થઈ જતું નથી. જો તમારી પાસે X એપ્લિકેશન મારફતે ખરીદેલાં કોઈ સક્રિય સશુલ્ક સબ્સ્ક્રિપ્શન (દા.ત., X Blue, સુપર ફોલોઝ) હોય, તો તે સક્રિય રહેશે. તમે આ સબ્સ્ક્રિપ્શન્સને એ પ્લેટફોર્મ મારફતે મેનેજ કરી શકો છો કે જ્યાં તમે મૂળ રૂપે સબ્સ્ક્રાઇબ કર્યું હતું. X.com પર ખરીદેલાં સબ્સ્ક્રિપ્શન્સ, તમે તમારા એકાઉન્ટને નિષ્ક્રિય કરો તે પછી આપમેળે રદ થઈ જશે.

કેવી રીતે X Blue સબ્સ્ક્રિપ્શન રદ કરવું

કેવી રીતે સુપર ફોલોઝનું સબ્સ્ક્રિપ્શન રદ કરવું

 

નિષ્ક્રિયકરણ અંગે અવારનવાર પૂછાતા પ્રશ્નો

શું Twitterને નિષ્ક્રિય કરવાથી મારા સીધા સંદેશા પણ કાઢી નાખવામાં આવે છે?

નિષ્ક્રિયકરણની 30-દિવસની અવધિ દરમિયાન, તમારા સીધા સંદેશા કાઢી નાખવામાં આવશે નહીં. જ્યારે નિષ્ક્રિયકરણી અવધિ સમાપ્ત થશે અને તમારું એકાઉન્ટ કાઢી નાખવામાં આવશે, ત્યારે તમે મોકલેલા સીધા સંદેશા પણ કાઢી નાખવામાં આવશે.

મેં મારું એકાઉન્ટ નિષ્ક્રિય કરેલું, પરંતુ શા માટે તે વારંવાર પુનસક્રિય થતું રહે છે?

જો તમે તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે કોઈપણ ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સને અધિકૃત કરો છો, તો તમે પરોક્ષ રીતે બીજી એપ્લિકેશન પરથી લોગ ઈન કરતા હોઈ શકો છો. Twitterમાં લોગ ઈન કરવાથી તમારું એકાઉન્ટ આપમેળે પુનસક્રિય થઈ જતું હોવાથી, તમારા Twitter એકાઉન્ટની ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનની ઍક્સેસને રદબાતલ કરવાની ખાતરી કરો.

જ્યારે હું એકાઉન્ટને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરું ત્યારે મારી પાસે મારો સાંકેતિક શબ્દ ન હોય તો શું થશે?

જો તમારી પાસે તે હાથવગો ન હોય અથવા તમને તે ખોટો હોવાનો સંદેશો પ્રાપ્ત થઈ રહ્યો હોય, તો તમારે તમારો સાંકેતિક શબ્દ રીસેટ કરવાની જરૂર પડી શકે છે. સાંકેતિક શબ્દ રીસેટ કરવાના ઈમેલની વિનંતી કરવાનો પ્રયાસ કરી જુઓ.

મેં સાંકેતિક શબ્દ રીસેટ કરવાના ઈમેલની વિનંતી કરેલી, પરંતુ જો હું મારા એકાઉન્ટને સેટ અપ કરવા માટે મેં ઉપયોગમાં લીધેલા મારા ઈમેલ સરનામાની ઍક્સેસ ગુમાવી દઉં તો શું થશે?

જો તમે તમારા Twitter એકાઉન્ટ સાથે જોડાયેલા તમારા ઈમેલ સરનામાની ઍક્સેસ ગુમાવી દો છો, તો તમારે તમારા ઈમેલ સેવાના પ્રદાતાનો સંપર્ક કરવાની જરૂર પડશે. તમારા ઈમેલ સરનામાની ઍક્સેસ સંબંધી મદદ મેળવો. નિષ્ક્રિયકરણ એ એક એવી ક્રિયા છે કે જે પુષ્ટિ થયેલ એકાઉન્ટ ધારક દ્વારા અથવા પુષ્ટિ થયેલ એકાઉન્ટ ધારકની વિનંતી અનુસાર કરવામાં આવે તે આવશ્યક છે. સિવાય કે તમે પુષ્ટિ કરેલા ઈમેલ સરનામા પરથી અમારો સંપર્ક કરી શકતા હો (અથવા એકાઉન્ટ પર રહેલા ચકાસાયેલા મોબાઈલ નંબરની ઍક્સેસ ધરાવતા હો), અમે તમારા વતી જે-તે એકાઉન્ટને નિષ્ક્રિય કરી શકતા નથી. જો તમારી પાસે તમારા એકાઉન્ટ પર રહેલા ચકાસાયેલા મોબાઈલ નંબરની ઍક્સેસ હોય, તો પછી તમે સાંકેતિક શબ્દ રીસેટ કરવાની વિનંતી કરી શકો છો.

હું મારા લૉક અથવા રદ બાતલ કરેલા એકાઉન્ટને કેવી રીતે નિષ્ક્રિય કરી શકું?

તમારા રદ બાતલ અથવા લૉક કરેલા એકાઉન્ટને નિષ્ક્રિય કરવા માટે, કૃપા કરીને અહીં વિનંતી સબમિટ કરો. વિનંતીઓ, અમારી ગોપનીયતા નીતિના “અમારો સંપર્ક કેવી રીતે કરવો” વિભાગ હેઠળ યાદીબદ્ધ સંપર્કોને પણ સંબોધિત કરી શકાય છે.

તમે તમારા એકાઉન્ટને અનલૉક કરવા સંબંધી મદદ પણ મેળવી શકો છો. તમારા લૉક અથવા રદ બાતલ કરેલા એકાઉન્ટને મેનેજ કરવા અંગે વધુ માહિતી મેળવો, જેમાં અપીલ ફાઇલ કરવાનો સમાવેશ થાય છે.

આ લેખને શેર કરો