ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સ અને લોગ ઈન સત્રો વિશે

ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સ એ બાહ્ય વિકાસકર્તાઓ દ્વારા Twitter પ્લેટફોર્મ પર બિલ્ટ કરાયેલી એપ્લિકેશન્સ છે અને તે Twitterની માલિકીની અથવા તેના દ્વારા સંચાલિત નથી. તમે જ્યારે તમારા Twitter એકાઉન્ટ સાથે કોઈ ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનનું જોડાણ કરો છો, ત્યારે તમે તે એપ્લિકેશનને તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા પ્રવેશ આપો છો. તેની પરવાનગીઓના આધારે, કોઈ અધિકૃત એપ્લિકેશન તમારા એકાઉન્ટમાંથી માહિતી મેળવી શકે અને વિવિધ રીતે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે, જેમ કે તમારી ટ્વીટ્સ વાંચવી, તમે કોને અનુસરો છો તે જોવું, તમારી પ્રોફાઈલ અપડેટ કરવી, તમારા વતી ટ્વીટ્સ પોસ્ટ કરવી, તમારા સીધા સંદેશામાં પ્રવેશ મેળવવો અથવા તમારા ઈમેલ સરનામાને જોવું. તમે નીચેના એપ્લિકેશનની પરવાનગીઓ વિભાગમાં વિશિષ્ટ પ્રવેશ વિશે વધુ જાણી શકો છો.

નોંધ: કોઈપણ ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનને તમારા એકાઉન્ટમાં પ્રવેશ આપતા પહેલાં તમારે સાવધ રહેવું જોઈએ. જો તમે કોઈ એપ્લિકેશનને તમારા એકાઉન્ટમાં પ્રવેશ આપવાથી અનુકૂળ નથી, તો એપ્લિકેશનના પ્રવેશને નકારવા માટે અધિકૃતતા પૃષ્ઠ પર બસ ફક્ત “રદ કરો” પર ક્લિક કરો. અમે એ પણ સૂચવીએ છીએ કે તમે નિયમિત રૂપથી જેમની પાસે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા પ્રવેશ છે તેવી ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનની સમીક્ષા કરતા રહો, જેથી તમે એ વાતની પુષ્ટિ કરી શકો કે તમે હજી પણ તેમને પ્રવેશ આપવા માંગો છો કે નહીં. તમે તમારી એકાઉન્ટ સેટિંગ્સના એપ્લિકેશન્સ અને સત્રો વિભાગની મુલાકાત લઈને એપ્લિકેશન્સ માટે પ્રવેશની સમીક્ષા કરી શકો અને તેને રદબાતલ કરી શકો છો.

વધુમાં, તમે નીચે તમારા સક્રિય Twitter સત્રોમાંથી કેવી રીતે લોગ આઉટ કરવું તે જાણી શકો છો.

ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન સાથે જોડાણ કેવી રીતે કરવું
પગલું 1

તમે જેનું જોડાણ કરવા માંગો છો તે એપ્લિકેશનમાં, એવું બટન/એવી લિંક શોધો કે જે તમને તમારા Twitter એકાઉન્ટનું જોડાણ કરવા કહી રહ્યું/રહી હોય (સામાન્ય રીતે "Twitter સાથે જોડાણ કરો", "Twitter વડે સાઈન ઈન કરો" અથવા તેના જેવું જ બીજું કંઈક).

પગલું 2

એપ્લિકેશનના આધારે, તમને Twitter તરફથી એક સંમતિ સંવાદ પ્રસ્તુત કરવામાં આવી શકે છે કે જે તમને એપ્લિકેશનને તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા અધિકૃત કરવા પૂછતું હોય અથવા તમને તમારા iOS ડિવાઇસ પર Twitter એકાઉન્ટ્સમાં એપ્લિકેશનને પ્રવેશ આપવા માટે કહેવામાં આવી શકે છે.

પગલું 3

તમે એપ્લિકેશનને આપી રહ્યા છો તે વિવિધ પરવાનગીઓની સમીક્ષા તમે કરી શકો છો. તમારા એકાઉન્ટનો ઉપયોગ કરીને એપ્લિકેશન જે ક્રિયાઓ કરી શકશે તેના ઉદાહરણો તમને દેખાશે.

પગલું 4

જો તમે Twitter વેબસાઈટ પર રાઉટ થયેલા છો અને તમે પહેલાંથી તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરેલ છે, તો એપ્લિકેશનનું જોડાણ કરવા માટે એપ્લિકેશનને અધિકૃત કરો બટનનો ઉપયોગ કરો. જો તમે પહેલાંથી તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરેલ નથી, તો તમારે લોગ ઈન કરવાની જરૂર પડશે. તમે તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ દાખલ કરો તે પહેલાં, https://twitter.comથી પ્રારંભ થતા URLની ચકાસણી કરીને પૃષ્ઠ સુરક્ષિત છે કે નહીં તે તપાસો. જો પૃષ્ઠ સુરક્ષિત હોય, તો તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ દાખલ કરો અને એપ્લિકેશનનું જોડાણ કરવા માટે સાઈન ઈન કરો બટનનો ઉપયોગ કરો.

પગલું 5

જો તમને તમારા iOS ડિવાઇસ પર Twitter એકાઉન્ટ્સમાં એપ્લિકેશનને પ્રવેશ આપવા માટે કહેવામાં આવે, તો એપ્લિકેશનનું જોડાણ કરવા માટે જોડાણ કરો બટનનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિવાઇસ પર એકથી વધુ Twitter એકાઉન્ટ્સ ધરાવો છો, તો તમારે તમે જેની સાથે એપ્લિકેશનનું જોડાણ કરવા માંગો છો તે એકાઉન્ટને પસંદ કરવાની જરૂર પડી શકે છે.

નોંધ: તમે તમારી એકાઉન્ટ સેટિંગ્સના એપ્લિકેશન્સ અને સત્રો વિભાગની મુલાકાત લઈને ગમે ત્યારે એપ્લિકેશન્સ માટે પ્રવેશની હંમેશાં સમીક્ષા કરી શકો અને તેને રદબાતલ કરી શકો છો.

પગલું 1

તમે જેનું જોડાણ કરવા માંગો છો તે એપ્લિકેશનમાં, એવું બટન/એવી લિંક શોધો કે જે તમને તમારા Twitter એકાઉન્ટનું જોડાણ કરવા કહી રહ્યું/રહી હોય (સામાન્ય રીતે "Twitter સાથે જોડાણ કરો", "Twitter વડે સાઈન ઈન કરો" અથવા તેના જેવું જ બીજું કંઈક).

પગલું 2

એપ્લિકેશનના આધારે, તમને તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા એપ્લિકેશનને અધિકૃત કરવા માટે Twitter વેબસાઈટ પર અથવા એન્ડ્રોઈડ માટેની Twitter એપ્લિકેશન પર લઈ જવામાં આવી શકે છે.

પગલું 3

તમે એપ્લિકેશનને આપી રહ્યા છો તે વિવિધ પરવાનગીઓની સમીક્ષા તમે કરી શકો છો. તમારા એકાઉન્ટનો ઉપયોગ કરીને એપ્લિકેશન જે ક્રિયાઓ કરી શકશે તેના ઉદાહરણો તમને દેખાશે.

પગલું 4

જો તમે Twitter વેબસાઈટ પર રાઉટ થયેલા છો અને તમે પહેલાંથી તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરેલ છે, તો એપ્લિકેશનનું જોડાણ કરવા માટે એપ્લિકેશનને અધિકૃત કરો બટનનો ઉપયોગ કરો. જો તમે પહેલાંથી તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરેલ નથી, તો તમારે લોગ ઈન કરવાની જરૂર પડશે. તમે તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ દાખલ કરો તે પહેલાં, https://twitter.comથી પ્રારંભ થતા URLની ચકાસણી કરીને પૃષ્ઠ સુરક્ષિત છે કે નહીં તે તપાસો. જો પૃષ્ઠ સુરક્ષિત હોય, તો તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ દાખલ કરો અને એપ્લિકેશનનું જોડાણ કરવા માટે સાઈન ઈન કરો બટનનો ઉપયોગ કરો.

પગલું 5

જો તમને એન્ડ્રોઈડ માટેની Twitter એપ્લિકેશન પર રાઉટ કરાયેલ હોય, તો એપ્લિકેશનનું જોડાણ કરવા માટે મંજૂરી આપો અથવા જોડાણ કરો બટનનો ઉપયોગ કરો. જો તમે તમારા ડિવાઇસ પર એકથી વધુ Twitter એકાઉન્ટ્સ ધરાવો છો, તો તમારે તમે જેની સાથે એપ્લિકેશનનું જોડાણ કરવા માંગો છો તે એકાઉન્ટને પસંદ કરવાની જરૂર પડી શકે છે.

નોંધ: તમે તમારી એકાઉન્ટ સેટિંગ્સના એપ્લિકેશન્સ અને સત્રો વિભાગની મુલાકાત લઈને ગમે ત્યારે એપ્લિકેશન્સ માટે પ્રવેશની હંમેશાં સમીક્ષા કરી શકો અને તેને રદબાતલ કરી શકો છો.

પગલું 1

તમે જેનું જોડાણ કરવા માંગો છો તે એપ્લિકેશનની વેબસાઈટ પર, એવું બટન/એવી લિંક શોધો કે જે તમને તમારા Twitter એકાઉન્ટનું જોડાણ કરવા કહી રહ્યું/રહી હોય (સામાન્ય રીતે "Twitter સાથે જોડાણ કરો", "Twitter વડે સાઈન ઈન કરો" અથવા તેના જેવું જ બીજું કંઈક).

પગલું 2

તમને તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા એપ્લિકેશનને અધિકૃત કરવાનું કહેવા માટે Twitter વેબસાઈટ પર લઈ જવામાં આવશે.

પગલું 3

તમે એપ્લિકેશનને આપી રહ્યા છો તે વિવિધ પરવાનગીઓની સમીક્ષા તમે કરી શકો છો. તમારા એકાઉન્ટનો ઉપયોગ કરીને એપ્લિકેશન જે ક્રિયાઓ કરી શકશે તેના ઉદાહરણો તમને દેખાશે.

પગલું 4

જો તમે પહેલાંથી તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરેલ છે, તો એપ્લિકેશનનું જોડાણ કરવા માટે એપ્લિકેશનને અધિકૃત કરો બટનનો ઉપયોગ કરો.

પગલું 5

જો તમે પહેલાંથી તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરેલ નથી, તો તમારે લોગ ઈન કરવાની જરૂર પડશે. તમે તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ દાખલ કરો તે પહેલાં, https://twitter.comથી પ્રારંભ થતા URLની ચકાસણી કરીને પૃષ્ઠ સુરક્ષિત છે કે નહીં તે તપાસો. જો પૃષ્ઠ સુરક્ષિત હોય, તો તમારું વપરાશકારનું નામ અને સાંકેતિક શબ્દ દાખલ કરો અને એપ્લિકેશનનું જોડાણ કરવા માટે સાઈન ઈન કરો બટનનો ઉપયોગ કરો.

પગલું 6

તમે તમારી એકાઉન્ટ સેટિંગ્સના એપ્લિકેશન્સ અને સત્રો વિભાગની મુલાકાત લઈને ગમે ત્યારે તમારા એકાઉન્ટ સાથે જોડાણ કરાયેલ એપ્લિકેશન્સ માટે પ્રવેશની સમીક્ષા કરી શકો અને તેને રદબાતલ કરી શકો છો.


એપ્લિકેશનની પરવાનગીઓ


ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સ તમારા Twitter એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ-અલગ ક્રિયાઓ કરવા પ્રવેશ મેળવવાની વિનંતી કરી શકે છે. એપ્લિકેશન્સ તમારા એકાઉન્ટમાં અમુક ચોક્કસ માહિતી તથા અમુક ચોક્કસ ક્રિયાઓ કરવા માટે પ્રવેશ મેળવવા નીચેની પરવાનગીઓ માટે પૂછી શકે છે:


વાંચવા

તમારા Twitter એકાઉન્ટમાં વાંચવા માટેનો પ્રવેશ ધરાવતી એપ્લિકેશન્સ નીચેની બાબતો કરવાની ક્ષમતા ધરાવશે:

 • પ્રોફાઈલ માહિતી: તમારું નામ, સ્થાન, વર્ણન અને પ્રોફાઈલ તથા હેડર ફોટા જેવી તમારી પ્રોફાઈલ માહિતીને જોવાની ક્ષમતા. એ વાતની નોંધ કરો કે તમારા Twitter એકાઉન્ટ સાથે સંકળેયાલ ઈમેલ સરનામું તેમજ તમારો ફોન નંબર પ્રોફાઈલની માહિતી તરીકે માનવામાં આવતા નથી. એપ્લિકેશન તમારા ઈમેલ સરનામાને જોઈ શકશે નહીં, સિવાય કે એ એપ્લિકેશનને તેમ કરવાની તમે વિશિષ્ટ પરવાનગી આપી હોય. 

 • ટ્વીટ્સ: તમારી (ટ્વીટ જેટલી વખત જોવામાં આવી છે તેની અને ટ્વીટ સાથે અન્ય લોકોએ જેટલી વખત ક્રિયાપ્રતિક્રિયાઓ કરી તેની સંખ્યા જેવી વિગતો સહિતની) ટ્વીટ્સ અને તમારી સમય અવધિ પર તમે અનુસરો છો તે એકાઉન્ટ્સની ટ્વીટ્સ જોવી, જેમાં કોઈપણ સુરક્ષિત ટ્વીટ્સનો સમાવેશ થાય છે. 

 • એકાઉન્ટ સેટિંગ્સ: તમારી પસંદગીની ભાષા અને સમય ઝોન જેવી તમારી એકાઉન્ટ સેટિંગ્સ જોવી. 

 • અન્ય એકાઉન્ટ્સ: તમે કોને અનુસરો છો, કોનું જોડાણ અટકાવો છો અને કોને અવરોધિત કરો છો તે જોવું.

 • યાદીઓ: Twitter એકાઉન્ટ્સની તમારી યાદીઓને જોવી.

 • સંગ્રહો: ટ્વીટ્સના તમારા સંગ્રહોને જોવા.
   

વાંચવા અને લખવા

તમારા Twitter એકાઉન્ટમાં વાંચવા અને લખવા માટેનો પ્રવેશ ધરાવતી એપ્લિકેશન્સ પાસે ઉપર વાંચવાના વિભાગમાં વર્ણવ્યા મુજબનો તમારી માહિતીને જોવા માટેનો પ્રવેશ હશે અને આ બાબતો કરવાની ક્ષમતા પણ હશે:

 • પ્રોફાઈલ માહિતી: તમારા માટે તમારી પ્રોફાઈલ માહિતીને અપડેટ કરવી. 

 • ટ્વીટ્સ: તમારા વતી ટ્વીટ્સ અને મીડિયા પોસ્ટ કરવું, તમારા માટે ટ્વીટ્સને કાઢી નાખવી અને તમારા માટે અન્ય લોકો દ્વારા પોસ્ટ કરાયેલી ટ્વીટ્સમાં સહભાગી થવું (ઉદાહરણ તરીકે, ટ્વીટ, પુનટ્વીટ વગેરે માટે લાઈક કરવું, અનલાઈક કરવું અથવા તેનો પ્રત્યુતર આપવો). 

 • એકાઉન્ટ સેટિંગ્સ: તમારા માટે તમારી એકાઉન્ટ સેટિંગ્સને મેનેજ કરવી. 

 • અન્ય એકાઉન્ટ્સ: તમારા માટે એકાઉન્ટ્સને અનુસરવું અને તેને અનુસરવાનું બંધ કરવું તથા તમારા વતી એકાઉન્ટ્સનું જોડાણ અટકાવવું, તેને અવરોધિત કરવું કે તેની જાણ કરવી.

 • યાદીઓ: તમારા માટે Twitter એકાઉન્ટ્સની યાદીઓ બનાવવી, તમારા માટે તમારી યાદીઓને મેનેજ કરવી (ઉદાહરણ તરીકે, યાદીઓમાં એકાઉન્ટ્સને ઉમેરવા અને તેમાંથી તેને દૂર કરવા) તેમજ તમારા માટે તમારી યાદીઓને કાઢી નાખવી.

 • સંગ્રહો: તમારા માટે ટ્વીટ્સના સંગ્રહો બનાવવા, તમારા માટે તમારા સંગ્રહોને મેનેજ કરવા (ઉદાહરણ તરીકે, સંગ્રહોમાં ટ્વીટ્સને ઉમેરવી અને તેમાંથી તેને દૂર કરવી) તેમજ તમારા માટે તમારા સંગ્રહોને કાઢી નાખવા. 
   

વાંચવા, લખવા અને સીધા સંદેશા

તમારા Twitter એકાઉન્ટમાં વાંચવા અને લખવા અને સીધા સંદેશા માટેનો પ્રવેશ ધરાવતી એપ્લિકેશન્સ પાસે ઉપર વાંચવા અને લખવાના વિભાગમાં વર્ણવ્યા મુજબનો તમારી માહિતીને જોવાનો તથા ક્રિયાઓ કરવાનો પ્રવેશ હશે અને આ બાબતો કરવાની ક્ષમતા પણ હશે: તમારા માટે સીધા સંદેશા મોકલવા, તમે મોકલેલા અને પ્રાપ્ત કરેલા સીધા સંદેશાને જોવા અને તમારા સીધા સંદેશાને મેનેજ કરવા અને તેને કાઢી નાખવા. યાદ રાખજો કે સંચારમાં ભાગ લેનાર પ્રત્યેક સહભાગી પાસે સંચારની તેમની પોતાની નકલ હોય છે — કોઈ સીધો સંદેશ કાઢી નાખવાથી તે તમારા એકાઉન્ટમાંથી દૂર થશે, નહીં કે સંચાર માટેના અન્ય સહભાગીઓના એકાઉન્ટ્સમાંથી.
 

ઈમેલ સરનામું

ઉપરની પરવાનગીઓ ઉપરાંત, એપ્લિકેશન્સ તમારા Twitter એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ સરનામાને જોવાની પરવાનગી માટે પણ પૂછી શકે છે.
 

Twitterની જાહેરાતો

જો તમે Twitterની જાહેરાતોનો ઉપયોગ કરતા હોવ, તો એપ્લિકેશન્સ આ બાબતોને કરવા માટે પણ પૂછી શકે છે:

 • વિશ્લેષણાત્મક: તમારી ઝુંબેશો, પ્રેક્ષકો, વેપાર અને જાહેરાત એકાઉન્ટની માહિતી (જેમ કે એકાઉન્ટનું નામ, ID અને બનાવ્યાની તારીખ, વેપારનું નામ, સમયઝોન તથા વપરાશકારો), જાહેરાત એકાઉન્ટ તથા વપરાશકારની સેટિંગ્સ (જેમ કે સૂચના ઈમેલ, સંપર્કનો ફોન નંબર અને એક્સટેન્શન્સ, ઉદ્યોગ પ્રકાર, ઈમેલ સબ્સ્ક્રિપ્શન સેટિંગ્સ તથા કર સેટિંગ્સ) અને રચનાત્મક બાબતો અને મીડિયા સહિતના તમારા જાહેરાતનાં ડેટા માટે પ્રવેશ મેળવવા.

 • ઝુંબેશ અને એકાઉન્ટ મેનેજમેન્ટ: ઉપર વર્ણવ્યા મુજબ તમારા જાહેરાતનાં ડેટા માટે પ્રવેશ મેળવવા, તમારા માટે તમારા જાહેરાત ડેટા (જેમ કે મીડિયા, રચનાત્મક બાબતો, ઝુંબેશો અને પ્રેક્ષકો)ને બનાવવા તથા તેને મેનેજ કરવા અને તમારા એકાઉન્ટને મેનેજ કરવા (જેમ કે એકાઉન્ટનું નામ, ઉદ્યોગનો પ્રકાર, એકાઉન્ટ અને વપરાશકારની સેટિંગ્સ વગેરે).  
   

બહુવિધ-વપરાશકાર લોગીન દ્વારા તમારા Twitterની જાહેરાતોના એકાઉન્ટનો પ્રવેશ પ્રદાન કરવા વિશે વધુ જાણો.

અમે તમારા Twitterના સાંકેતિક શબ્દને એપ્લિકેશન્સ સાથે શેર કરતા નથી. યાદ રાખજો કે તમે જ્યારે કોઈ એપ્લિકેશનને તમારા Twitter એકાઉન્ટમાં પ્રવેશ માટે કે તમારા વતી ક્રિયાઓ કરવા માટે અધિકૃત કરો છો, ત્યારે એ એપ્લિકેશન તેની પોતાની વ્યાવસાયિક પ્રણાલીઓ અનુસાર તમારી માહિતીનો ઉપયોગ કરી શકે, તેને સંગ્રહિત કરી શકે તથા તેને શેર કરી શકે છે. એપ્લિકેશનના વિકાસકર્તાઓ જ્યારે અમારા નિયમો અને અમારી માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે સંમત છે, ત્યારે અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તમે એપ્લિકેશનને તમારા એકાઉન્ટમાં પ્રવેશ માટે અધિકૃત કરો તે પહેલાં તમે એપ્લિકેશનની શરતો અને ગોપનીયતા નીતિની સમીક્ષા કરી લો.

ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનના વિકાસકર્તાઓ માટેના અમારા નિયમો અને તે વિષયક અમારી માર્ગદર્શિકાઓ વિશે અમારી વિકાસકર્તાની નીતિમાં વધુ જાણો.
 

કેવી રીતે પ્રવેશને રદબાતલ કરવો અથવા એપ્લિકેશન દૂર કરવી
 1. તમારા એકાઉન્ટમાં સાઈન ઈન કરો.
 2. તમારી એકાઉન્ટ સેટિંગ્સના એપ્લિકેશન્સ અને સત્રો વિભાગ પર જાઓ. તમારા એકાઉન્ટ સાથે જોડાણ કરાયેલ બધી જ એપ્લિકેશન પ્રદર્શિત થશે. તમે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે પ્રત્યેક એપ્લિકેશન જે વિશિષ્ટ પરવાનગીઓ ધરાવે છે તે એપ્લિકેશનનાં નામ અને વર્ણન હેઠળ યાદીબદ્ધ થયેલી જોઈ શકશો.

 3. જો તમે તમારા એકાઉન્ટથી કોઈ એપ્લિકેશનનું જોડાણ રદ કરવા માંગતા હોવ, તો એપ્લિકેશનની બાજુમાં આવેલા અથવા એપ્લિકેશનના નામ પર ક્લિક કર્યા પછી પૃષ્ઠનાં નીચેના ભાગે આવેલા પ્રવેશ રદબાતલ કરો બટનને ક્લિક કરો.


જો કોઈ એપ્લિકેશન તમારા એકાઉન્ટમાં પ્રવેશ કરવા માટે તમારો સાંકેતિક શબ્દ પૂછે છે


જો તમે કોઈ ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનને તમારા એકાઉન્ટ માટે પ્રવેશ આપવા માંગો છો, તો અમે ભલામણ કરીએ છીએ કે તમે ફક્ત Twitterની OAuth પદ્ધતિનો ઉપયોગ કરીને જ તેમ કરો. OAuth એ એક સુરક્ષિત જોડાણ કરવાની પદ્ધતિ છે અને તેના માટે તમારે તમારું Twitter વપરાશકારનું નામ અને તમારો સાંકેતિક શબ્દ ત્રીજા-પક્ષને આપવાની જરૂર પડતી નથી. તમને જ્યારે તમારું વપરાશકારનું નામ અને તમારો સાંકેતિક શબ્દ કોઈ એપ્લિકેશન કે વેબસાઈટ પર આપવા માટે કહેવામાં આવે ત્યારે તમારે ખાસ કરીને સાવધ રહેવું જોઈએ. જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને તમારું વપરાશકારનું નામ અને તમારો સાંકેતિક શબ્દ આપો છો, ત્યારે તેઓ તમારા એકાઉન્ટનું પૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે અને તમને તમારા એકાઉન્ટમાં પ્રવેશ કરવાથી અટકાવી શકે છે અથવા એવી ક્રિયાઓ કરી શકે છે કે જેના લીધે તમારા એકાઉન્ટને રદ બાતલ કરવામાં આવે.

કોઈ ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન માટેના લોગીન પૃષ્ઠ પર OAuthનો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તે વિશે જો તમે અનિશ્ચિત હોવ, તો સીધા twitter.com પર જાઓ અને તમારા ક્રેડેન્શિયલ્સ ત્યાં દાખલ કરો અને પછી પાછા એપ્લિકેશન પર નેવિગેટ કરો. જો એપ્લિકેશનમાં OAuthનો ઉપયોગ થઈ રહ્યો હોય, તો એપ્લિકેશન માટે તમારે તમારું વપરાશકારનું નામ અને તમારો સાંકેતિક શબ્દ ફરીથી દાખલ કરવાની આવશ્યકતા પડવી જોઈએ નહીં. તમે twitter.com પર છો કે કેમ તે કેવી રીતે તપાસવું તે વિશે તમે અમારી એકાઉન્ટ સુરક્ષા અંગેની ટિપ્સની મદદથી વધુ જાણી શકો છો.

જો તમે કોઈ એપ્લિકેશનને અગાઉ તમારો સાંકેતિક શબ્દ પ્રદાન કર્યો હોય કે જેના વિશે તમે હવે અનિશ્ચિત છો, તો તમારી એકાઉન્ટ સેટિંગ્સના એપ્લિકેશન્સ અને સત્રો વિભાગ પર તેના પ્રવેશને રદબાતલ કરો અને તમારો સાંકેતિક શબ્દ બદલો.

નોંધ: તમારે ખાસ કરીને નીચેનાથી સાવચેત રહેવું જોઈએ અને ક્યારેય તમારું વપરાશકારનું નામ અને તમારો સાંકેતિક શબ્દ તેમને પ્રદાન કરવો જોઈએ નહીં:

 • એવી વેબસાઈટ્સ કે જે તમને "ઝડપથી વધુ અનુયાયીઓ મેળવવા" માટે મદદ કરવાનો દાવો કરી રહી હોય (વધુ માહિતી માટે અમારા અનુસરવા વિષયક નિયમો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ જુઓ).
 • એવી એપ્લિકેશન્સ કે જે તમારી સમય અવધિ પર આનુષંગિક જાહેરાતો પોસ્ટ કરતી હોય.
   

જો તમને શંકા હોય કે કોઈ ખરાબ એપ્લિકેશન હજી પણ તમારા એકાઉન્ટ સાથે જોડાયેલી છે


તાત્કાલિક પણે તમારી એકાઉન્ટ સેટિંગ્સના એપ્લિકેશન્સ અને સત્રો વિભાગ પર રહેલ તેના પ્રવેશને રદબાતલ કરો અને તમારો સાંકેતિક શબ્દ બદલો. જો તમને કોઈ એપ્લિકેશનમાં સમસ્યાઓ આવી રહી હોય, તો કૃપા કરીને વધુ માહિતી માટે ચેડાં કરાયેલા એકાઉન્ટ્સનો લેખ વાંચો.

જો તમને કોઈ ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનમાં સમસ્યાઓ આવી રહી હોય


ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનન્સ Twitterની માલિકીની ન હોવાથી તથા તેના દ્વારા સંચાલિત થતી ન હોવાથી, અમે તેમનું સમસ્યાનિવારણ કરવા સમર્થ નથી. તમારા પ્રશ્નોના જવાબ માટે એપ્લિકેશનના વિકાસકર્તાનો સંપર્ક કરવો અથવા તેમના ઉત્પાદન સાથે તમને જે સમસ્યા આવી રહી છે તે વિશે તેમને જણાવવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

તમારા સક્રિય Twitter સત્રોમાંથી કેવી રીતે લોગ આઉટ થવું

 1. તમારા એકાઉન્ટમાં સાઈન ઈન કરો.
 2. તમારી સેટિંગ્સ અને ગોપનીયતા પરથી, તમારી એકાઉન્ટ સેટિંગ્સના એપ્લિકેશન્સ અને સત્રો વિભાગ પર જાઓ. સત્રોની નીચે, તમારા એકાઉન્ટ સાથે જોડાણ કરાયેલા બધા જ સક્રિય લોગીન સત્રો પ્રદર્શિત થશે. તમે લોગીન કર્યાનું સ્થાન અને સમય જોઈ શકો છો.

 3. જો તમે યાદીબદ્ધ કરેલા સત્રો પૈકી કોઈપણમાંથી લોગ આઉટ કરવા માંગતા હોવ, તો સત્રની બાજુમાં આવેલા લોગ આઉટ કરો બટનને ક્લિક કરો અથવા બીજા બધા જ સત્રોને એક જ સમયે સમાપ્ત કરવા માટે યાદીની ટોચ પર અન્ય બધા સત્રોમાંથી લોગ આઉટ કરો પર ક્લિક કરો. કૃપા કરીને એ વાતની નોંધ કરો કે જ્યારે સત્રમાંથી લોગ આઉટ કરવાનું તે સત્રમાંથી આગળ વધુ ક્રિયાઓ જેમ કે ટ્વીટ કરવી, લાઈક કરવું અને પ્રત્યુતર આપવાને અટકાવશે, ત્યારે તે કદાચ ડેટા (દા.ત., સીધા સંદેશા)ને કાઢી નાખશે નહીં કે જે અગાઉ જ્યારે સત્ર સક્રિય હતું ત્યારે ડિવાઇસ પર કૅશ થયો હતો.

આ લેખને શેર કરો