કેવી રીતે તમારું વપરાશકારનું નામ બદલવું
આના માટે સૂચનાઓ જુઓ:
નોંધ: તમારું વપરાશકારનું નામ બદલવાથી તમારા વર્તમાન અનુયાયીઓ, સીધા સંદેશા અથવા પ્રત્યુતરોને અસર પડશે નહીં. તમે અપડેટ કરો ત્યારે તમારા અનુયાયીઓને ફક્ત તમારા પ્રોફાઈલ ફોટોની બાજુમાં નવું વપરાશકારનું નામ દેખાશે. અમે તમને તમારું વપરાશકારનું નામ બદલતા પહેલાં તમારા અનુયાયીઓને ચેતવણી આપવાનું સૂચન કરીએ છીએ જેથી તેઓ તમારા નવા વપરાશકારના નામ પર પ્રત્યુતરો અથવા સીધા સંદેશા દિશામાન કરી શકે.
તમારા વપરાશકારના નામ અને તમારા નામ વચ્ચે શું તફાવત છે?
- તમારું વપરાશકારનું નામ તમારા પ્રોફાઇલના URLમાં દેખાય છે અને તે તમારા માટે અનન્ય હોય છે. તેનો ઉપયોગ લોગીન કરવા માટે, પ્રત્યુતરો અને સીધા સંદેશા માટે થાય છે.
- તમારું પ્રદર્શિત નામ એક અંગત ઓળખકર્તા (કેટલીક વખત વ્યવસાયનું નામ અથવા વાસ્તવિક નામ) છે જે તમારા પ્રોફાઇલ પેજ પર પ્રદર્શિત થાય છે અને મિત્રોને તમારી ઓળખ માટે, ખાસ કરીને જો તમારું વપરાશકારનું નામ તમારા નામ અથવા વ્યવસાયના નામ કરતા અલગ હોય તો, ઉપયોગમાં લેવાય છે. કેવી રીતે તમારું વપરાશકારનું નામ બદલવું તે શીખો.
નામ અને વપરાશકારના નામ કેટલા લાંબા હોઇ શકે છે?
- તમારું વપરાશકારનું નામ 15 અક્ષરો સુધી લાંબુ હોઇ શકે છે.
- તમારું પ્રદર્શિત નામ 50 અક્ષરો સુધી લાંબુ હોઇ શકે છે.